Chorono Khajano - 38 books and stories free download online pdf in Gujarati

ચોરોનો ખજાનો - 38

તેઓ ખુશ હતા

સુંદર અને સોનેરી સવાર. લૂણી નદીના નમકીન પાણીમાં પડી રહેલા સૂર્યના કિરણો એક અલગ જ ચમક ઊભી કરી રહ્યા હતા.

નદીના કિનારા પાસે એક જગ્યાએ લોકો ટોળું વળીને ઊભા હતા. બધા જોર જોરથી કિલકારીઓ કરતા ખુશી ખુશી નાચી રહ્યા હતા. એવું લાગી રહ્યું હતું જાણે તેમને કોઈ ખુશીના સમાચાર મળ્યા હોય.

હજી થોડીવાર પહેલા જ તેમની સાથે આવેલા ઓફિસરોએ રાજ ઠાકોર અને સુમંતને કહ્યું હતું કે આ જહાજ હજી સફર વધારે એક કરવા માટે સક્ષમ છે. હવે તેઓ ઈચ્છે તેવા ફેરફાર કરીને આ જહાજને ઉપયોગમાં લઈ શકે તેમ છે. આ સમાચારથી ખુશ તો બધા જ હતા પણ કદાચ રાજ ઠાકોરથી વધારે ખુશ બીજું કોઈ ન્હોતું.

राज ठाकोर: क्या कहते हो सुमंत दादा। अब हम अपने लोगों से जहाज की बाकी मरम्मत और जो चेंजेस करवाने है वो करवा सकते है न? રાજ ઠાકોર એકદમ ઉત્સાહમાં બોલ્યો.

सुमंत: हां बिलकुल करवा सकते है। अपने लोगों को काम पे लगाओ, जितना हो सके उतनी जल्दी हमे सफर पे निकलना है। बस, तुम इस मछली को तैयार करो। હવે સુમંતે પણ પરવાનગી આપી દીધી.

राज: ये हुई न बात। बहुत जल्द ही तुम्हे ये मछली जमीन और पानी दोनो जगह तैरती हुई दिखाई देगी। तो चलो शुरू करते है। રાજ ઠાકોરની વાતોમાં અને અવાજમાં તેની ઉત્સુકતા દેખાઈ રહી હતી.

જહાજની તપાસ માટે આવેલા ઓફિસરોને સુમંતના અમુક લોકો જઈને તેમની ઘરે જવાની વ્યવસ્થા કરી આવ્યા હતા. સાથે ઘણા બધા એવા ઉપહારો પણ આપવામાં આવ્યા હતા જેથી તેઓ પોતાનું મોઢું બીજી કોઈ જગ્યાએ ના ખોલે. આ જહાજની ગોપનીયતા એમને એમ જ જળવાઈ રહે એમાં જ બધાની ભલાઈ હતી.

બાકીના તેમની સાથે આવેલા નાવલ આર્કિટેક્ટએ પોતાનું કામ ચાલુ કરી દીધું. સુમંતના અનેક માણસો તેમની મદદ માટે તત્પર ઊભા હતા. રાજ ઠાકોર પણ પોતાની રીતે જરૂરી સલાહ આપતો પેલા એન્જિનિયરોની સાથે જ ઊભો રહેતો.

તેઓની તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી હતી. તૈયારીઓને લગભગ એક અઠવાડિયા જેટલો સમય થયો હતો. અચાનક જ એક દિવસ સુમંત ત્યાં આવ્યો.

सुमंत: सुनिए, मिस्टर राज ठाकोर, आपने जो हवाई जहाज का इंजिन मंगवाया था, वो आ गया है। आप जब भी कहे तब यहां ले आयेंगे। પ્લેનનું જે એન્જિન રાજ ઠાકોર મગાવેલું તે આવી ગયું હતું તે સમચાર આપતા સુમંત બોલ્યો.

राज: अरे वाह! ये तो अच्छी बात है। जब इन लोगों को जरूरत होगी तब आपको बता देंगे, आप अपने लोगों को बुला लेना। આમ તો તૈયારીઓ ઘણી બધી આગળ વધી ગઈ હતી પણ હજી પ્લેન એન્જિન લગાવવાનો સમય ન્હોતો આવ્યો, એટલે તે જેમ હતું એમ જ રહેવા દેવાનું કહીને જ્યારે જરૂર પડશે ત્યારે લઈ આવવાનું કહેતા રાજ ઠાકોર બોલ્યો.

सुमंत: ठीक है। और बाकी सब ठीक है? कोई दिक्कत तो नही? કામ ઉપર નજર કરતા સુમંત બોલ્યો.

राज: अरे नही, सब बढ़िया है। जहाज का काम हमारी उम्मीद से जल्दी हो जायेगा शायद। રાજ ઠાકોરના ઉત્સાહમાં એક જરા સરખો પણ ફરક નહોતો પડ્યો.

सुमंत: चलो, ये भी अच्छा है।

સુમંત અને બલી જહાજમાં રહેલા પોતાના રૂમ તરફ જવા લાગ્યા. જતી વખતે ત્યાં ચાલી રહેલા કામ તરફ પણ તેઓ નજર કરી રહ્યા હતા.

सुमंत: सारा काम ठीक से चल रहा है ना बली? સુમંત ને રાજ ઠાકોર ઉપર પૂરો વિશ્વાસ નહોતો એટલે તેણે બલિને બધા કામ ઉપર અને ખાસ કરીને રાજ ઠાકોર ઉપર નજર રાખવા કહેલું હતું.

बली: जी दादा, एकदम अच्छे से चल रहा है। हमे राज ठाकोर के ऊपर जो शक था, उस तरह की कोई हरकत अभी तक तो उसने नही की।

सुमंत: ठीक है। फिर भी नजर रखना। और ये दिवान और डेनी उस फिरोज को लेकर गए है, वहां की कोई खबर? ડેની અને દિવાન બંને ફિરોજ ને લઈને ગયા હતા એને એક અઠવાડિયા જેટલો સમય થઈ ગયો હતો પણ હજી તેઓ પાછા નહોતા આવ્યા એટલે એમના સમચાર શું છે તે જાણવા માટે સુમંત બોલ્યો.

बली: वो लोग वैसे तो वहां पर एकदम फ्री है लेकिन वहां बारिश शुरू हो गई है, जिस वजह से वो निकल नही पाए है।

सुमंत: और उस फिरोज का क्या हुआ? क्या सरदार ने उन्हें माफ कर दिया या? સુમંતને દિવાન ઉપર પૂરો વિશ્વાસ હતો કે તે ફિરોજ માટે સિરતને ચોક્કસ મનાવી લેશે, પણ તેમ છતાં તેને સિરત ઉપર પણ વિશ્વાસ હતો કે તે પોતાના દાદાની મોતને એમ જ નહિ ભૂલે. એટલે તેમના સમાચાર પૂછવા માટે સુમંત બોલ્યો.

बली: मेरी बात दिवान साहब से हुई थी तो वो कह रहे थे की हां, सरदार ने उसे अपना लिया है।

सुमंत: ऐसा कैसे हो सकता है? वो अपने दादा की मौत को ऐसे ही कैसे भुला सकती है? मुझे उससे बात करनी ही होगी। शाम को तुम्हारे घर पर चलेंगे। સુમંત પોતાના અવાજને એકદમ મક્કમ અને સહેજ ઉંચો કરતા બોલ્યો. પણ તે કદાચ જાણતો હતો કે શું થઈ શકે તેમ હતું એટલે તેણે છેલ્લો દાવ ખેલવા માટે બલિને કહ્યું.

बली: ठीक है दादा।

સુમંતના ચેહરાના હાવભાવ બદલાઈ રહ્યા હતા. તેના કપાળે પડી રહેલા સળ ઉપરથી ફિરોજ પ્રત્યેની નફરત એકદમ સાફ દેખાઈ રહી હતી. સુમંત બિલકુલ ન્હોતો ઈચ્છતો કે સરદાર, ફિરોજને માફ કરે, એટલે તે પોતાનાથી બનતી બધી જ કોશિશ કરશે કે જેનાથી તે ફિરોજને પોતાની સાથે આ સફરમાં આવતો અટકાવી શકે.

બલી આખો દિવસ જહાજના ચાલી રહેલા કામ ઉપર નજર રાખતો ત્યાં ને ત્યાં જ હાજર રહેતો. સુમંત પણ જ્યારે બાકીની જવાબદારીઓના કામમાંથી ફ્રી થતો એટલે ત્યાં આવીને જહાજનું કામ જોવા લાગતો. બલીને કામમાં જો કોઈ પણ જાતની ગડબડ દેખાય તો તરત જ સુમંતને આવીને જણાવતો.

ચારપાંચ દિવસે જહાજના ચાલી રહેલા કામની અપડેટ તેઓ સિરતને આપતા અને બધી જ વિગત જણાવતા. હજી બે દિવસ પહેલા જ તો તેણે બધી અપડેટ સિરતને કહી હતી પણ આજે સુમંતને ફરીવાર સિરત સાથે વાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

જો કે આજે વાત કરવા માટે તેમની પાસે બીજો કોઈ મુદ્દો ન્હોતો પણ તેમ છતાં ફિરોજને અપનાવીને સિરત જે ભૂલ કરી રહી હતી તેના માટે તેને સમજાવવી આવશ્યક હતી. એટલે સુમંત આજે બલીના ઘરે જવાનો હતો.

આ બાજુ કમોસમી વરસાદના કારણે ડેની અને દિવાન સાથે ફિરોજ પણ માધવપુરમાં રોકાયેલો હતો. પહેલીવાર ફિરોજ કોઈ પણ જાતના સ્વાર્થ વિના પોતાની સરદાર માટે કામ કરી રહ્યો હતો. અત્યારે તેના દિમાગમાં એક અલગ પ્રકારની શાંતિ હતી. એવું લાગી રહ્યું હતું જાણે ફિરોજ અત્યારે સિરતના દળનો માણસ નહિ પણ સિરતનો ભક્ત હોય. તે સિરતનો પડ્યો બોલ ઝીલવા માટે તૈયાર ઊભો હતો.

ડેની તો સિરતની સાથે રહેવા માટે જ તડપી રહ્યો હતો અને એમાંય અહી આવ્યા પછી તો ડેની અને સિરત બંને એકસાથે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા. અત્યારે તેમને આ કમોસમી વરસાદ પણ ખૂબ જ રોમેન્ટિક લાગી રહ્યો હતો.

દિવાન પોતાના માટે જ ખુશ થઈ રહ્યો હતો. પહેલા તો તેને લાગ્યું હતું કે કદાચ સિરત તેણે ફિરોજને લઈને લીધેલા નિર્ણય માટે જે રીતે નારાજ હતી, તે કદાચ ક્યારેય તેને માફ નહિ કરે, પણ જ્યારે ફિરોજે પોતે વાત કરીને સિરતને મનાવી લીધી તેનાથી દિવાન ખૂબ જ ખુશ થયો હતો. કદાચ એવું હતું કે ફિરોજ કરતા તો દિવાન વધારે ખુશ હતો. જો સિરત તેની આ હરકતથી નારાજ રહી હોત, તો દિવાન પોતે કરેલા એ અપરાધને કારણે પોતાને ક્યારેય માફ ન કરી શક્યો હોત. પણ હવે બધું જ બરાબર હતું એટલે દિવાન પણ ખુશ હતો.

શું સુમંત ની વાતથી સિરત પોતાનો નિર્ણય ફેરવશે..?
ડેની અને સિરતની પ્રેમકહાની કેવી હશે..?
આ સફર કેવી હશે..?

આવા અનેક પ્રશ્નો ના જવાબ માટે વાંચતા રહો..
ચોરનો ખજાનો..

Dr Dipak Kamejaliya
'શિલ્પી'