Maadi hu Collector bani gayo - 50 - Last Part in Gujarati Motivational Stories by Jaydip H Sonara books and stories PDF | માડી હું કલેકટર બની ગયો - 50 - સમાપન

Featured Books
Categories
Share

માડી હું કલેકટર બની ગયો - 50 - સમાપન

🚔માડી હું કલેકટર બની ગયો 🚔

ખંડ -૫૦


🚔🚔🚔🚔🚔 સમાપન 🚔🚔🚔🚔🚔

આપ ઓફિસરના હોદ્દાનું મહત્વ સમજ્યા, સંઘર્ષ, મહેનત વડે થતી જીતને આપે જોઈ. શરૂઆતથી લઈને આ અંતિમ અધ્યાય સુધીનો આપનો સાથ અને સહકાર ખુબ જ મળ્યો છે. જેનો હું ખુબ જ ઋણી રહીશ. હું આપનો દિલથી આભાર વ્યક્ત કરું છું.

હા...ચોક્કસ આ નવલકથામાં જોડણીની ભૂલો હશે શાયદ, થોડા શબ્દોની પણ શાયદ, જેના બદલ હું દિલથી આપશ્રી વાંચકોની ક્ષમા માંગી રહ્યો છું.

હું કોઈ મોટો લેખક નથી મે અહીંયા એવા લોકો માટે લખવાનો પ્રયત્ન કર્યો છે જે સપર્ધાત્મક પરીક્ષાઓની રાત દિવસ તૈયારીઓ માં લાગેલ હોય છે જેની જિંદગીમાં ઘણા સંઘર્ષો જોયા છે અને તૈયારીઓ દરમ્યાન હતાશા, નિરાશાનો પણ ભોગ બને છે તો કોઈક ડિપ્રેશન માં પણ ગરકાવ થઈ જાઈ છે. એવા લોકો માટે આ એક પ્રેરણારૂપ સાબિત થશે.

અંતે એક સંદેશ

આપણે જો આ સ્પર્ધાત્મ પરીક્ષામાં ડૂબકી લગાવી જ છે તો સફળતા રૂપી મોતી પ્રાપ્ત કરીને જ બહાર નીકળવાનું છે.

એમના માટે ભલે ગમે તેટલો સંઘર્ષ કરવો પડે, ભલે ગમે તેટલી મેહનત કરવી પડે, પરંતુ અંતે સંઘર્ષના અંતમાં જે પરિણામ મળે છે તેની મીઠાશ કંઈક અલગ જ હોઈ છે. જરૂરી છે તમારી પાસે સારું અને સચોટ માર્ગદર્શન, સારું આયોજન, અને એથી મહત્વનું છે કે એ આયોજન મુજબ આપણું અમલીકરણ અને એ પણ સતત...

આપ જેટલા અધિકારીઓને મળશો તેના શબ્દોમાં એક વાત હશે કે continivity હા...લ્યા....એજ....રોજનું રોજ મેહનત તો બધા કરે છે આવી પરીક્ષાઓની પણ જે લગાતાર....વારંવાર.....મેહનત પાછળ જ લાગ્યા છે તેના માટે સફળતાના દ્વાર ખુલા જ છે.

આપે નકારાત્મક વાતોને પણ જાકારો આપવો પડશે. જો આપણને લાગે છે કે આપણાથી આવી પરીક્ષાઓ પાસ થઈ શકાશે તો દુનિયામાં આપના વિશે કહેવાતી નકારાત્મક વાતોને એક કાને સાંભળીને બીજા કાને કાઢવાની હિંમત પણ રાખવીજ પડશે. અને અંત માં એટલું જ કે આપ આ દરિયારૂપી અભ્યાસક્રમને આપના મનમસ્તિષ્ક માં ઉતારીને આપ આવી પરીક્ષાઓમાં સફળ થાઓ અને સાથે એક ઈમાનદાર અધિકારી તરીકે ફરજ બજાવો એવી શુભકામના...........🚔🚔🚔

સમાપ્ત.✍️
મળીયે એક નવી શ્રેણીમાં....
જયદીપ સોનારા "વિદ્યાર્થી"

° ° ° ° ° ° ° ° ° °
° ° ° ° ° ° ° ° ° °
° ° ° ° ° ° ° ° ° °

° ° ° ° ° ° ° ° ° °
° ° ° ° ° ° ° ° ° °
° ° ° ° ° ° ° ° ° °
° ° ° ° ° ° ° ° ° °
° ° ° ° ° ° ° ° ° °
° ° ° ° ° ° ° ° ° °
° ° ° ° ° ° ° ° ° °
° ° ° ° ° ° ° ° ° °
° ° ° ° ° ° ° ° ° °
° ° ° ° ° ° ° ° ° °
° ° ° ° ° ° ° ° °
° ° ° ° ° ° ° ° ° °
° ° ° ° ° ° ° ° °
° ° ° ° ° ° ° ° ° °
° ° ° ° ° ° ° ° °
° ° ° ° ° ° ° ° ° ° ° ° ° ° ° ° ° ° °
° ° ° ° ° ° ° ° ° °