Maadi hu Collector bani gayo - 49 books and stories free download online pdf in Gujarati

માડી હું કલેકટર બની ગયો - 49
🚔માડી હું કલેકટર બની ગયો 🚔

ખંડ -૪૯

🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹

ત્રણ વર્ષ પછી

🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹

એક દિવસ જીગર પોતાની મિટિંગ પુરી કરીને ઓફિસમાં આવ્યો. ત્યારે આકાશ ફટાફટ બોલ્યો.

આકાશ - સાહેબજી, પેલા પંડિત સર તમને વારંવાર ફોન કરી રહ્યા છે. તે ગુપ્તા વિશે કંઈક કઈ રહ્યા હતા.
આકાશે પંડિત ને ફોન લગાવતા જીગરના હાથમાં ફોન આપતા કહ્યું - તમે વાત કરી લો સાહેબજી.

જીગરે ફોન ઉપાડતા કહ્યું.
જીગર - હા પંડિત, શું ચાલે છે?
પંડિત - બધું તો ઠીક, પણ મને ગુપ્તા મળી ગયો.
જીગર - અરે ક્યાં ?
પંડિત - કાલે હું સુરત ઓફિસિયલ કામથી ગયો હતો ત્યાં જ મળી ગયો.
જીગર - અચ્છા તે ઠીક તો છેને?
પંડિત - હા પણ તે...
જીગર - શું તે?
પંડિત - અરે તે dy.sp બની ગયો અને આપણને જાણ પણ ન કરી.
જીગર - આશ્ચર્યથી શું સાચે જ ?
પંડિત - હા, આજે સાંજે તે ગાંધીનગર આવી રહ્યો છે હું પણ આપણે બધા રાત્રે મળીયે હું તને એડ્રેસ સેન્ડ કરી આપીશ તું પોંહચી જઈશને?
જીગર - હા હું પોંહચી જઈશ.


રાત્રે આકાશ અને જીગર બંને ચિલોડા રોડ પર આવેલ સમ્રાટ હોટેલ પર પોહચ્યાં. જીગરને હોટેલની સામે જ એક મસ્ત તળાવ નજરે ચડ્યું તે તેને જોઈ જ રહ્યો હતો કે આકાશ બોલ્યો - ચાલો સાહેબજી પંડિત અને ગુપ્તા બંને આવી ગયા હશે.
બંને હોટેલ માં ગયા. ટેબલ નંબર ૭ પર પંડિત બેઠો હતો તેની સામે પોલીસના યુનિફોર્મમાં એક વ્યક્તિ બેઠેલ હતો. જીગર પોહચ્યો કે તેને જોયું ગુપ્તા જ પોલીસના એ યુનિફોર્મમાં હતો. તેને જોઈને પંડિત અને ગુપ્તા બંને ઉભા થઈ ગયા પંડિત અને ગુપ્તા એ જીગરને ભેટી પડ્યા.જીગરે બંને ને બેસવાનો ઈશારો કર્યો.

જીગરે આશ્ચર્યથી કહ્યું
જીગર - લ્યા ગુપ્તા ક્યાં હતો આટલા દિવસ?
ગુપ્તા કંઈ જવાબ આપે તે પેહલા જ પંકજ અને રૂદ્ર બંને આવી પોહચ્યાં. બંને એ શુભેચ્છા કર્યા બાદ બધા જ એક રાઉન્ડ ટેબલ પર બેસી ગયા.

રૂદ્રને જાણવાની ઉત્સુકતા જાગી. તેને જીગર તરફ જોઈને કહ્યું
રૂદ્ર - સાહેબ, આ જ પેલા ગુપ્તા સર છેને?
જીગર - હા
રૂદ્ર - પણ સાહેબ મે આખી બુકમાં અંતિમ ભાગમાં જોયું પણ ગુપ્તા સરનો કોઈ ઉલ્લેખ જ આપે કરેલ ન હતો.

જીગરે હસતા કહ્યું - એનો જવાબ ગુપ્તા જ આપી શકશે. કેમકે અમે સફળ તો થઈ ગયા પણ ગુપ્તા તેની gpsc ના એ ઇન્ટરવ્યૂના પેહલાથી જ ગાયબ થઈ ગયો હતો તેનો કોઈજ કોન્ટેક્ટ ન હતો.

ગુપ્તા મેનું જોતા જોતા - આ બધી વાત તો ચાલ્યા રાખશે. તેને વેઇટર તરફ ઈશારો કરતા વેઇટર આવ્યો.
ગુપ્તા - મેનું માંથી અલગ અલગ વાનગીઓ મંગાવી. પણ પેલું મંચુરિયન શાયદ તે ભૂલી ગયો.

પંડિત - લ્યા ગુપ્તા મંચુરિયન મુકી દીધું કે શું?
ગુપ્તા એ એક લહજો મારતા કહ્યું -એતો કેમ ભુલાઈ. તેના લીધે જ હું અહીંયા છું.

ત્યાં બધાજ ચોંકી ગયા.
પંડિત - કંઈ રીતે?
ગુપ્તા - મે gpsc ના ઇન્ટરવ્યૂ ડ્રાફ્ટમાં હોબીના એ ભાગમાં પણ મંચુરિયન રાખ્યું હતું.
પંડિતે હસતા કહ્યું - ચીડવતા પછી તને કાઢી મુક્યો હશે નહી?
ગુપ્તા - અરે પંડિત તું ચૂપ રહે.
જીગર - અચ્છા આગળ શું થયું?
ગુપ્તા - પછી શું હું મંચુરિયનની દરેક પરિસ્થિતિના એન્ગલ થી તૈયારીઓ કરી, દેશ વિદેશમાં તેને ક્યાં નામે ઓળખાઈ છે, ભારતમાં ક્યારે ક્યાંથી કઈ રીતે આવ્યું, બધુંજ અને પી.પી. શર્મા ના એ બોર્ડ દ્વારા મને અંતે મંચુરિયન ઉપર જ ઘણા સવાલો કરવામાં આવ્યા અને મે બેધડક જવાબો આપ્યા અને આખરે મારું સિલેક્શન થઈ ગયું.

બધા જ હસવા લાગ્યા. કોઈએ પણ વિચાર્યું ન હતું કે ગુપ્તા આવું પણ કરી શકે.
અંતે બધાએ ડિનર પતાવ્યા બાદ ગુપ્તા એ કોલડ્રિંક્સ વેઇટર વડે મંગાવ્યા. પંડિતે કહ્યું કે સામેના તળાવની પાસે બેસીને કોલ્ડ્રિંક્સ નો લ્હાવો લાઈ. બધા જ ત્યાં ગયા. બધા જ વાતો માં મશગુલ હતા.

ત્યાં ગુપ્તા એ રૂદ્ર સામે જોઈને કહ્યું - આમનો પરિચય ન થયો?

પંકજ - અરે ગુપ્તા આ રૂદ્ર છે હાલમાં જ તેને તારી જેમ જ gpsc માં ડેપ્યુટી કલેકટર (gas) ની પરીક્ષામાં ઉતીર્ણ થયો છે. તે ઘણા સમયથી સંઘર્ષ કરી રહ્યો હતો અંતે તેને પણ સફળતા મળી જ ગઈ.

બધા બેઠા હતા ત્યાં ગુપ્તા હવે ઉભો થઈને કોલ્ડ્રિંક્સની બોટલ માથે રાખતા તળાવ તરફ પાછળ પાછળ જતાં નાટક સ્વરૂપે બોલ્યો - સફર તો શાનદાર રહ્યો અને તેથી પણ શાનદાર આ જીત છે.....!!

પંડિત - લ્યા ગુપ્તા પાછળ તળાવમાં પડી જઈશ અહીંયા આવ!
ગુપ્તા - અરે, પંડિત તું કઈ જ નથી જાણતો તું ચૂપ રહે.
ત્યાં જ પાછળ પથરા સાથે અથળતા ગુપ્તા ધળામ દઈને તળાવના પાણીમાં પડ્યો. બધા જ હસવા લાગ્યા.....!!

અંતે જીગર બોલ્યો -
II अंतः अस्ति प्रारंभ II

સમાપન કી ઔર...
જયદીપ સોનારા "વિદ્યાર્થી"