vasant vila - A haunted house - 18 in Gujarati Horror Stories by મિથિલ ગોવાણી MITHIL GOVANI books and stories PDF | વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 18

Featured Books
Share

વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 18

પ્રકરણ 18


જયપાલ બહાર જઈને જુએ છે તો જે.ડી. અને પ્રતાપસિંહ આવ્યા હોય છે. જે.ડી. એ ના પડી હોવા છતાં પ્રતાપસિંહ જીદ કરી તેની સાથે આવ્યા હતા. તે જાણવા માટે અધીરા થયા હતા કે આખરે સુકેશ શું ખેલ ખેલી રહ્યો છે ? તેમ પોતાના વ્હાલા વિશાલ ને કોઈ જોખમ તો નથી ને?  જે.ડી ને જોઈ ને જયપાલ ને રાહત થાય છે. તે જે.ડી અને પ્રતાપસિંહ ને લઇ ને અંદર જાય છે. જ્યાં લોકેશ બેઠો હોય છે. લોકેશ ને જોઈ ને જે.ડી અને પ્રતાપસિંહ  આશ્ચર્યચકિત  થઇ જાય  છે ત્યારે જયપાલ ખુલાસો કરે છે કે આ લોકેશ છે સુકેશ નો જોડિયો ભાઈ છે.અને તેવું જણાવી લોકેશ કજણાવેલી સુકેશે સર્જેલા હત્યકાંડે ના કાવતરાની થયેલી અત્યાર સુધીની  વાત જણાવી અને પછી લોકેશ ને પોતાની વાત આગળ વધારવા કહ્યું.  લોકેશે વાત ને આગળ વધારતા કહ્યું કે સુકેશે મને છેલ્લા  દિવસ થી આ કોટેજમાં કેદ કરી રાખ્યો છે. બે મહિના પહેલા જયારે હું કોટેજમાં આવ્યો ત્યારે એણે મને એવું સમજાવ્યું કે આ ડ્રગડીલર્સ નો ઉકેલ આવતા છ મહિના જેટલો સમય લાગી શકે છે . હું બનતી ઝડપે બધું પતાવવા નો પ્રયત્ન કરું છું. ત્યાં સુધી તું આ કોટેજમાં જ છુપાઈ રહેજે બહાર નીકળવાં પ્રયત્ન ના કરીશ અને આજે જ ભાભી અને છોકરા સાથે આફ્રિકા વાત કરી જણાવી દે હવે તું સામેથી તેમને કોન્ટેક કરીશ તેઓ ટેરો કોન્ટેક કરી શકશે નહિ માટે તેઓ તારી ચિંતા ના કરે.મેં સુકેશના કહ્યા પ્રમાણે આફ્રિકા મારી ફેમિલી ને ફોન કરીને મારી ચિંતા ન કરવા અને હવેથી તેઓ છ મહિના સુધી મારો કોન્ટેક કરી શકાશે નહિ હું સમય સમય પર તેમનો કોન્ટેક કરતો રહીશ તેવું તેમને જણાવી દીધું. પણ મન તે વખતે સુકેશના પેટમાં રહેલા પાપ ની ખબર ન હતી. આજથી વીસેક  દિવસ પહેલા વીરેન્દ્ર અને સુકેશ અને સાથે આ કોટેજ પર આવેલા.  ત્યારે બપોરે હું બાજુના રૂમમાં સૂતેલો હતો. પણ મને ઊંઘ આવી રહી નહોતી. તેઓએ હું સૂતો છું તેમ નૈને ચર્ચા શરુ કરી હતી. સુકેશે મારા દીકરા અમર ને વિશ્વાસમાં લઇને અફ્રિકામા મારા નામથી પ્રોપર્ટી ખરીદવાનું શરુ કર્યું હતું. અને ભવિષ્યમાં જો સુકેશ ને કઈ થઇ જાય તો તેનો વારસદાર લોકેશ અને તેનો પુત્ર અમર રહેશે તેવું વિલ પણ સુકેશે કરાવ્યું હતું આ બધું કરવું પાછળ નો તેનો આશય તેના નામેભારતમાં રહેલી પ્રોપર્ટી નો નિકાલ કરી અને આફ્રિકામાં મારે નામે પ્રોપર્ટી વસાવા નો હતો. જેથી ભવિષ્યમાં પોતે આફ્રિકા વસવાટ કરે ત્યારે તેન કોઈ તકલીફ ના પડે તેને છ મહિનામાં જેટલું શકય હોય તેટલું બધું આફ્રિકા ટ્રાન્સફર કરવા નું નક્કી કરેલું પોતાનું બધું જ હવાલાથી આફ્રિકા ટ્રાન્સફર કરી અહીં ની પ્રોપેર્ટીઝ વેચને હવાલાથી તેનો પૈસો આફ્રિકામાં ઉભો કરી દેવો અને આ બધું સફળ રીતે પૂર્ણ થઇ જાય એટલે મને અહીં સુકેશમાં ખપાવી ને મારી હત્યા કરી નાખવી. સુકેશ મારી હત્યા એ રીતે કરવું માંગે છેકે મારી લાશને તે સુકેશની લાશમાં ખપાવી ને પોતે આફ્રિકા ભેગો થઇ જાય અને ત્યાં લોકેશ બની ને જિન્દગી જીવે કારણકે તેને અહીં કરેલા દાણચોરીના અને ડ્રગ ડીલિંગ  ના કારનામા ગમે ત્યારે ભારત ની જાસૂસી એજન્સીઓ જાણી ચુકી છે  તેની પાસે હવે બહુ સમય બચ્યો નથી ગમે ત્યારે  ઇન્ટરપોલ કે ઈન્ડિન રૉ તેની ધરપકડ કરી શકે તેમ છે રૉ પાસે પુરાવા એકઠા થઇ ચૂકાય છે પરંતુ  મોટા ગણાતા ફાર્માકિંગ પર હાથ નાખતા પહેલા કોઈ કચાશ રાખવા માંગતા નથી અને સુકેશ ને પણ ખબર પડી ગઈ છે કે વધુમાંવધુ  તે છ મહિના સુધી ખુલો ફરી શકે તેમ છે.તેથી તેને મને મારીને મારી જગ્યા લેવાનું નક્કી કરેલું સુકેશ ના મોઢે  આ બધું સાંભળી ને હું મારા મગજ પર નો કાબુ ગુમાવી બેટો અને મેં સુકેશ પર હુમલો કર્યો. પણ બે માણસો ની તાકત આગળ મારુ કશું ચાલ્યું નહિ. વીરેન્દ્રઅને સુકેશે તે દિવસ થી મને કેદ કરી ને રાખ્યો છે.અને ભાર રહેલી લેસર સિકયુરિટી કે જેના પાસવર્ડ મને ખબર હતા તે પણ બદલી નાખ્યા છે અને મારા હાથપગ બાંધી મને અહીં કેદ રાખ્યો છે. વીરેન્દ્ર દિવસમાં બે વાર આવી ખાવાનું આપી જાય છે. જ્યાં સુધી પ્રોપેરટીના હવાલા નું કામ ન પાટે ત્યાં સુધી મને જીવતો રખાવો તેમની મજબૂરી છે જો હું વહેલો મરી જાઉં તો સુકેશ ની  મને મારીને મારી લાશ ને સુકેશની લાશમાં ખપાવવા નું કામ ના થઇ શકે અને પોતાને લોકેશ તરીકે ની ઓળખ પણ ન આપી શકે. તેથી તેઓ મને જીવાડી રહ્યા છે. અને સાથે હું મારી જાતને કઈ નુકસાન પણ ન પહોચાડું તે જોઈ રહ્યા છે. જો હું અહીંથી છટકી જાઉં તો સુકેશ ને બહુજ મોટું નુકસાન થઇ શકે તેમ છે એટલે મને જીવ ની જેમ સાચવે છે. પ્પણ આજે પહેલા આ ભાઈ તેને જયપાલ તરફ ઈશારો કરતા કહ્યું અને પછી તમે બને આવી ચડ્યા. સુકેશે  આવી આશા નહિ રાખી હોય કે જંગલ ના તેના કોટેજમાં પણ કોઈ આવી શકે છે. હું તમને વિનંતી કરું છું મહેરબાની કરી ને મને તેની ચુંગાલમાંથી છોડાવો. જે.ડી  પ્રતપસિંહ અને જયપાલ લોકેશસ ને કઈ રીતે અહીંથી લઇ જવો  તેનો વિચાર કરે છે. થોડી મથામણ ને અંતે  જ્યપલ અહીં લોકેશ ની જગ્યા એ ગોઠવાઈ જશે અને જે.ડી અને પ્રતાપસિંહ અત્યારે જ લોકેશ ને લઇ અહીંથી સીધાદહેરાદુન પ્રતપસિંહ ના બંગલે જશે તેવું નક્કી થાય છે.  ત્યાં તેઓ લોકેશને છુપાડીને રાખશે. અહીં જેઓ વીરેન્દ્ર આવે એટલે તેને પકડી ને જયપાલે  પણ જે.ડી ની ઓફિસે પહોંચવું જે.ડીએ સેટેલાઇટ ફોન કાઢી ને પોતાન બીજા ઓપરેટિવ ને ફોને લગાડી જયપાલની મદદે તુરત જ આવી જવાની સૂચના આપે છે. આમ જયપાલને ત્યાં છોડી પ્રતપસિંહ જે.ડી અને લોકેશ દહેરાદુન જવા નીકળે છે. બીજો ઓપરેટીવ  જે વીરેન્દ્ર ની પાછળ લાગેલો હોય છે તે વીરેન્દ્રની સાથે સાથે જ્ત્યા આવી પહોંચશે અને જયપાલ ને મદદમાં લાગશે તેવી સૂચના આપી જે.ડી વિદાય લે છે. 

—-------------------------xxxxxxxx —--------------------------xxxxxxxxx —----------------------------------------


આ બાજુ આરામ કરવા બેઠેલા સુકેશને  ઊંઘ આવી જતા  તે લગભગ ચાર કલાક જેવું વૃક્ષ નીચે સુઈ જાય છે અચાનક થી જ તે આંખ ઉઘાડી બેઠો થાય છે અને  પોતાના કાંડાં પર રહેલી ઘડિયાળમાં જુએ છે તો સાંજના પાંચનો સમય બતાડતો હોય છે. તે ઝડપ થી ઉભો થઇ વિલા તરફ ચાલી નીકળે છે લગભગ વિસ મિનિટમાં તે વિલા પર આવી પહોંચે છે. વિલા પર પહોંચી ન્હાઈધોઈ ફ્રેશ થઇ ને થોડો નાસ્તો કરી તે પોતાના ખિસ્સામાંથી સેટેલાઇટ ફોન કાઢે છે અને વિરેન્દ્ર ને ફોન કરીને મસૂરી ના હલચલ પૂછે છે જવબમાં વીરેન્દ્ર ત્યાં બધું જસલામત છે અને કોઈજ તકલીફ નથી તેવું જણાવે છે હમણાં થોડીવારમાં જ તે કોટેજ પર પહોંચીને મહેમાનની યોગ્ય  સરભરા કરશે તેવું જણાવી ને ફોન રાખે છે. વિરેન્દ્રની વાત સાંભળી સુકેશ ના ચેરા પર રાહત જણાય છે 

—-------------------------xxxxxxxx —--------------------------xxxxxxxxx —----------------------------------------

આ તરફ પોતાનો પીછો થઈ રહયો છે  એવાત થી અજાણ વીરેન્દ્ર જંગલના કોટેજ પર જાવ માટે નીકળે છે ત્યારે જે.ડી નો ઓપેરટીવ તેનો પીછો ચાલુ રાખી એની પાછળ કોટેજ જવા નીકળે છે જયારે કોટેજ પર રહેલો જયપાલ લેસર સિક્યુરિટી પૂર્વવત કરી ને વિરેન્દ્રની રાહ જોતો બેઠો હોય છે. કૉટેજના દરવાજા નાખુલવાનો આવજ સાંભળી જયપાલ દીવાલ તરફ પડખું ફરીને  ને સુઈ જાય છે. જેથી વીરેન્દ્ર તેની નજીક આવી ને તેને ઉઠાડે. વીરેન્દ્ર હાથમાં ભોજન લઇ રૂમમાં દાખલ થાય છે. પડખું ફરેલા જયપાલ ને સંબોધી કહે છે લે ભાઈ ખાવ ન ખાઈ ખાઈ જવબમાં નીરવ શાંતિ છવાયેલી રહે છે.  તે બે ત્રણ વખત જયપાલ ને ખાવ માટે કહે છે પરંતુ કોઈ જ પ્રત્યુત્તર ન માલ્ટા તે જયપાલ તરફ આગળ વધી ને તેને ઢંઢોળે છે તો જયપાલ પડખું ફાઈ તેની સામે જુએ છે. લોકેશ ને બદલે કોઈ અજાણ્યા ને જોતા જ  તે ઘડીભર અસ્વસ્થ થઇ જાય છે. પણ તરતજ પોતાની જાતને સાંભળી લે છે પરંતુ એજ ઘડીનો લાભ ઉઠાવી જયપાલ તેના પર હુમલો કરી દે છે. અને બને વચ્ચે હાથાપાઈ શરુ તહુ જાય છે વીરેન્દ્ર ની પાછળ આવેલો ઓપ્રતિવે પણ કોટેજમાં આવી ચડે છે તેની મદદ થી જયપાલ વીરેન્દ્ર પર કબ્જો કરી લે છે અને તેની પાસે રહેલા દોરડાથી વિરેન્દ્રના હાથપગ બાંધી દે છે અને પોતાની ગાડીમાં નાખી ને જે.ડી ની ઓફિસે લઇ જવા નીકળે છે.

—-------------------------xxxxxxxx —--------------------------xxxxxxxxx —----------------------------------------

 આ તરફ રાત પડી ગઈ હોય છે વસંતવિલા નો નિર્જન અંધકાર ડરાવનો લાગતો હોય છે. જમીને સુકેશ વિચારતો બેઠો હોય છે આજની  રાત આ વિલા માં ગાળી લઉં. પછીકલે આ વિશાલ ને સોંપી ને અહીંથી જતો રહીશ. એને વિસ વરસ પહેલા ની એ રાત યાદ આવે છે કે તેન સંદેશો મળ્યા પછી તે વસંતવિલા પહોંચ્યો હોય છે પંચનામું અને બધી કાયદકીય વિધી પતાવી પોતે બારમા સુધી આ વિલામાં રોકવા નું નક્કી કર્યું હોય છે પરંતુ બીજી જ રાતે તેને ને સાથે રોકાયેલ નોકરો ને ભૂતો નો જબરો પરચો થતા જ તે ભાગી જાય છે અને થોળ દિવસ પછી તાંત્રિક સાથે આવી ત્યાં ભૂત ને કાબુમાં કરવાની વિધિ કરાવે છે. ત્યારે તાંત્રિકે વિલા ને છેવાડે આવેલા એ કમરામાં બધાજ ભૂત ને કેદ કરી લે છે અને તે કમર ને તાળું મારી ને મંત્રોચ્ચાર થી તાળાને બંધ કરીને એ તાળું કોઈ દિવસ લખોલવુ નહિ તેવું જણાવે છે. પરંતુ સુકેશે મનમાં નિર્ણય કર્યો હોય છે પોતે હવે આ વિલા છોડીને કાયમ ને માટે જતો રહેશે. સુકેશ પિથોરાગઢ છોડીને દહેરાદુન રહેવું આવી જાય છે ત્યાં ના ખેરતુંહવે સ્થિનક માણસો ને સોંપી તેમની પાસેથી ઉપજ બજારભાવે  ખરીદી લેતો હોય છે તેથી તેન પીથોરાગઢ જવું ના પડે. આમ તે પિથોરાગઢ કાયમમાટે છોડી દે છે. પણ વિલા વેચાતું નહોવા થી ત્યાં ના સ્થાનીક ને પગારદાર તરીકે વિલાની દેખરેખ માટે રાખે છે. પણ પાંચ વરસ પછી એવી એક ઘટના બને છે કે  ત્યાં રહેતા પગારદાર ની લાશ મળે છ એ જે બહુ ખરાબ હાલતમાં હોય છે. સુકેશ તો પિથોરાગઢ નથી જતો પણ વીરેન્દ્ર ને કહી ત્યાં નું ભીનું સઁકેલાવી લે છે. તે પછી થાય આ જ રીતે બીજી બે વ્યક્તિના મૃત્યુ થાય છે તેથી કોઈ વસંતવિલા ની દેખભાળ રાખવા તૈયાર થતું નથી તેથી વીરેન્દ્ર એવો માણસ રાખે છે કે તે મહિના માં દિવસના સમયમાં જય વિલા ની સસાફસફાઈ કરી આવે અને તેનુઘાયન રાખે વીજળીપાની બરોબર અમલી રહ તે જોતો રહે.  આમ વસંતવિલા ની દેખરેખ આ રીતે થતી હોય છે. તેથી સુકેશ ને એ વાત ની ખબર હોતી નથી કે આ વિલામાં ભૂત ના પાછા આવવા નું કારણ શું છે. તે એ વાત થી અજન હોય છે કે જે પહેલી વ્યક્તિ ની નિમણુંક વિલાની દેખરેખ રાખવા માટે કરી હોય છે તેણે જિજ્ઞાસાવશ મંત્રોચ્ચાર થી બંધ કરેલું તાળું તોડ્યું હોય છે તેથી તેમાં કેદ થયેલ ભૂત આઝાદ થઈગયા હોય છે અને તે કોઈ ને વિલામાં ટકવા દેતા નથી. આ ભૂત રાત્રે જ કાર્ય કરી શકતા હોવાથી કોઈ ને માટે વિલામાં રાત ગાળવી મુશ્કેલ બની હોય છે. સુકેશ એ વાત થી પણ અજાણ હોય છે કે આજની રાત તેના માટે કેવી રહેશે ? તે તો ભૂત બધા કેદ જ છે તેવા ભ્રમમાં હોય છે. અચાનક ડાબી વિંગમાંથી કઈ વિચિત્ર અવાજો સંભળાઈ છે તો સુકેશ  અવાજ ની દિશા માં દોડે છે તો તે અવાજો રમેશના કમરામાંથી  આવતા હોય છે . સુકેશ કમર નું બારણું ખોલતાંજ ચંકી ઉઠે છે અને ડરનો માર્યો ધ્રુજવા લાગે છે .

 

સુકેશ કમરામાં શું જોયું હોય છે ? શું જે.ડી વીરેન્દ્ર પાસેથી સુકેશ ની યોજન જાણી શળશે કે કેમ ? જાણવા માટે વાંચતારહો  વસંતવિલા -  હોન્ટેડ હાઉસ