Zankhna - 41 in Gujarati Classic Stories by નયના બા વાઘેલા books and stories PDF | ઝંખના - પ્રકરણ - 41

Featured Books
Share

ઝંખના - પ્રકરણ - 41

ઝંખના @ પ્રકરણ 41

લગ્ન નુ શુભ મુહૂર્ત કાઢી આપી ગોર મહારાજ બન્ને પક્ષ ની સારી એવી દક્ષિણા લયી રવાના થયા ,ને પછી મહેમાનો પણ જમી ને ઘરે જવા નીકળ્યા.....વંશ ની મમ્મી તો આતુરતા થી રાહ જોઈ રહી હતી કે કમલેશભાઈ ક્યારે ઘરે આવે
ને લગ્ન ની તારીખ જાણે ,...કામીની ઓશરી મા બેસી મંજુલા બેન ના માથાં મા તેલ નાખી રહી હતી ,એનુ મન પણ ઉચાટ મા હતુ નજર વારેઘડીએ બહાર આંગણા મા જતી હતી , ને થોડી વાર મા જ કમલેશભાઈ ની ગાડી ઘર આગંણે આવી પહોંચી....
બા ,બાપુજી પણ આતુરતા થી રાહ જોઈ રહ્યા હતાં, કમલેશભાઈ ને આવેલા જોઈ ખુશ થી ગયા ને બોલ્યા, આવી ગયો ભયી ,કયાર નુ મહુરત આવ્યુ લગ્ન નું? હા બા આવી ગયુ ,બહુ નજીક ની તારીખ આવી છે ,ને સમય બહુ ઓછો છે, મંજુલા બેન બોલ્યા એ બધુ પછી પહેલા જલદી બોલો ને કયી તારીખ આવી લગ્ન ની ? કમલેશભાઈ એ ત્રાસી નજરે કામીની સામે જોયુ ને બોલ્યા, આ પંદર તારીખ આવી બન્ને ના લગ્ન ની....અને જન્મ કુંડળી પણ
ના ગુણ પણ મડે છે ,લગ્ન જીવન સરસ જશે એવુ પણ
ગોર મહારાજ એ કહયુ ,આ શબ્દો કમલેશભાઈ એ કામીની ને સંભાળવા જ કહ્યુ
કામીની પાણી લાવ ને , કામીની હાથ ધોઈ પાણિયારે થી પાણી નો લોટો ભરી લાવી કમલેશભાઈ ને આપ્યો
ને પોતે પણ આ વાત સાંભળી ને ખુશ થયી હોય એવો દેખાડો કરવા લાગી ,
ગીતા બેન ભેંસો ને પાણી પીવડાવી ને ઓશરી મા મંજુલા બેન પાસે આવી ને બેઠા ,ને બોલ્યા નાના શેઠ ના લગન ની કયી તારીખ આવી
? મંજુલા બેન ખુશ થતા બોલ્યા ગીતા આ પંદર તારીખ....ઓહો આટલી જલદીથી? લગ્ન ની તૈયારીઓ થયી જશે ? ને કમલેશભાઈ ભાઈ બોલ્યા હા હા ગીતા બેન કાલ થી જ ઘર ની સાફસફાઈ ચાલુ કરી દો ને લગ્ન ની તૈયારીઓ ચાલુ કરી દો ,.....બા બોલ્યા બેટા કામીની જા ફ્રીજ મા થી પેંડા નુ બોક્સ લાવ ને બધા નુ મોઢુ મીઠુ કરાવ.....
બા પેંડા કોણ લયી આવ્યુ?
ભાઈ સવારે મંદિર દર્શન કરવા ગયા હતા ત્યારે જ ડેરી મા થી લયી લીધા , આટલા સારા સમાચાર મો મીઠુ તો કરવુ જ પડે ને ,....
કામીની ઉભી થયી ને ફ્રીજ મા થી બોક્સ લયી આવી ને બધા સામે ધર્યુ ને બધા એ એક એક પેંડો મોઢાં મા મુક્યો.....મંજુલા બેન એ એક પેંડો લયી કામીની ના મોઢાં મા મુકી દીધો ....કામીની એ મહાપરાણે ગડા મા થી નીચે ઉતાર્યો, કમલેશભાઈ કામીની સામે જ જોઈ રહ્યા હતાં....એ હવે હકીકત થી વાકેફ હતાં....એમને આ વાત મા વંશ નો જ દોષ લાગતો હતો .... કે બીચારી કામીની, પણ શુ થાય ? કયી થાય એવુ નથી , સ્વાભાવિક છે કે બન્ને નાનપણથી જ સાથે રમ્યા ને એક જ ઘરમાં રહયા એટલે એક બીજા પરતયે લાગણી ને પ્રેમ થયી જ જાય એ તો સમજાય છે પણ એ વાત જો ઘરમાં ને ગામ માં પડી જાય તો શુ હાલત થાય ? મારી તો ઈજજત જાય ને ? આ છોકરાઓ કયી પણ સમજ્યા વિચાર્યા વિના જ
આ બધા ડખા મા પડે છે
ને પાછડ થી મા બાપ ને શોષાવાનુ ,....કમલેશભાઈ ને વિચારો મા ખોવાયેલા જોઈ ને બાપુજી બોલ્યા, કયાં ખોવાઈ ગયો ? કયાંય નહી બાપુજી બસ આટલા ઓછા દિવશો છે ને લગ્ન ની
તૈયારીઓ કરવાની છે કેવી રીતે પહોંચી વડાશે ? તુ ચિંતા ના કર બેટા બધુ થયી જશે ,ને ગીતા પણ બોલી શેઠ તમે ચિંતા ના કરતા હુ છુ કામીની છે બધા સાથે મડી ને કરી લયીશુ ,.....તમ તમારે બહાર નુ ને ખરીદી નુ કામ પતાવજો ને હુ ઘરે મંજુલા બેન સાથે રહી બધુ કરી લયીશ.....મંજુલા વહુ કાલ સોની ના ત્યા જયી બેય વહુઓ ના દાગીના ઘડાવા આપી આવજો , બહુ ઓછો સમય છે , હા બા કાલ હૂ ને વંશ ના પપ્પા જયી આવીએ , ને હા વંશ ના પપ્પા ઉપરના રુમો વહુ
ઓ માટે રાખીએ તો કેવુ ?
હા એ સારુ રહેશે ,બન્ને ને થોડી પ્રાયવસી મડશે ,ને હા
મંજુ નાની વહુ ની ઉંમર હજી નાની છે એટલે એને હાલ ઘર નથી કરાવવાનુ , એ લોકો ભલે ના કહી શકે
પણ આપણે સમજવુ પડે ,
સુનીતા ની હજી નાની છે ,આ તો એક અવસર મા ભેગો ખર્ચો પતી જાય એટલે
ઓમ નુ લગ્ન પતાવી દયીએ
પણ ,હમણાં નાની નુ આણુ નહી કરીએ ,બાર મહીના પછી આણુ કરી તેડી લાવશુ
હા ,વારે તહેવારે લયી આવીશુ ને પછી મુકી આવશુ ,....મંજુલા બેન તો ખુશી ના માર્યા ફુલયા નહોતાં સમાતા ,ગીતા હુ કેટલી જલદીથી બે બે વહુઓ ની સાસુ બની જયીશ....હા હા
શેઠાણી, અલી ગીતા હુ તને કહી કહી ને થાકી ગયી મને શેઠાણી નહી કહેવાનુ ,મંજુ બેન કહીશ તો મને ગમશે વરસો થી તને કહુ છુ પણ તુ
કયાં સાંભળે જ છે ,...લ્યો હાલો હુ ભેંસો દોહી આવુ ને નીરણ નાખતી આવુ ,કામીન
અંદર ઓરડામાં થી દુધ ના
બોઘરણા લેતી આવ તો ,ને
કામીની અંદર જયી મા ને બોઘરણુ આપ્યુ ને એ રસોડામાં ગયી ,કમલેશભાઈ ગામમાં ચોરે આંટો મારવા ગયાં....કામીની ફ્રીજ ખોલી પાણી ની બોટલો ગોઠવી ને મંજુલા બેન ને પુછ્યુ, કાકી
શુ શાક કાપવાનુ છે ? એ કયી નહી ,આજે બા એ દારઢોકડી બનાવવાનુ કહયુ છે ,....તુ રેવા દે હુ બનાવુ છુ , દાડ ને ચોખા બે બે વાટકી પલાડી દે , ને છોકરાઓ ના રુમમાં બધુ રમણ ભમણ પડયુ છે ,સરખુ કરી નાખ ....ગીતા ભેંસો દોહવા ગયી ને કામીની વંશ ને ઓમ ના રૂમમાં ગયી ને કોર્નર પર પડેલા વંશ ના ફોટા ને હાથ માં લયી છાતી સરસો ચાંપ્યો.....ને આખં મા થી શ્રાવણ ભાદરવો વરસી ગયો....ગડા મા ડુમો ભરાઈ ગયો ને ધ્રુસકે ધ્રુસકે રડી પડી....રડતા રડતા રુમ સરખો કર્યો ને પલંગ ની ચાદરો બદલી ને ઓશિકા ના કવરો બદલી નાખ્યા....ને ચુપચાપ ધીરેથી જારી ખોલી ને પાછડ પોતાના ઘરે પહોંચી ગયી ને પલંગ મા પડી , મંજુલા બેન રસોડામાં રસોઈ બનાવવા મા લાગી ગયા ,ફ્રીજ મા જોયુ તો લીલા મરચાં નહોતા ,એટલે કામીની ને બુમ પાડી ,પણ કામીની ઘરમાં હોય તો સાંભળે ને ? આ છોકરી ને તો જાણે પાંખો આવી છે બે મીનીટ એ એક જગ્યાએ ટકતી નથી ....હાલ તો હતી
કામીની ની હાલત રડી રડી ને ખરાબ થયી ગયી હતી ,ને એટલાં મા વંશ નો ફોન આવ્યો, પણ કામીની એ ફોન ઉપાડ્યો જ નહી,કેટલી ય રીગં વાગી પણ કામીની એ ફોન ના જ ઉપાડ્યો,
એટલે વંશ સમજી ગયો કે
પપ્પા ઘરે આવી ગયા લાગે છે ને લગ્ન ની તારીખ પણ નકકી થયી ગયી હશે ને કામુ એટલે જ ફોન નથી ઉપાડતી
વંશ જાણતો હતો કે એની
કામીની અતયારે રડતી જ હશે....શુ થશે હવે ? કામીની
ને કેમની સમજાવવી ? ભલે હુ સમાજ ની સામે એને નથી સ્વીકારી શકતો પણ દિલ થી મારી પત્ની જ માનીશ ,....મીતા ના આવ્યા પછી પણ મારા પ્રેમ મા કોય ફેર નહી પડે , આ વાત કામુ ને હજાર વાર સમજાવી ચુક્યો છું પણ એ સમજતી જ નથી , જે પરિસ્થિતિ છે એ સ્વીકારી એનો સામનો કર્યા વિના છુટકો જ નથી ..
ગીતા દુધ નુ એક બોઘરણુ માથે ને બીજુ કેડે મુકી ,રસોડામાં આવી ,ને ઘરમાં વાપરવા જેટલુ દુધ કાઢી ફ્રીજ મા મુકયુ ને પોતાના માટે એક નાની તપેલી ભરી બાજુ મા મુકયુ
ને બાકી નુ દુધ ગામને ચોરે આવેલી ડેરી મા દુધ ભરવા ગયી ,.....મંજુલા બેન તો મનમાં ખુશ થતા ગીતો ગણગણાતા રસોઈ બનાવી રહ્યા હતાં ને વિચારી રહયા હતાં, બસ થોડા જ દિવશ હવે આ રસોડુ ને કામ પછી તો એય ને લીલાલહેર મારે તો બે બે વહુ ઘરમાં રુમઝુમ કરતી કામ કરતી હશે ને હુ હિચંકે બેઠી ઓડર આપીશ
વાહહહ,કેવી મજા આવશે
મારે તો હવે જલસા જ જલસા.....આ બાજુ પરેશભાઈ ને બા ,બાપુજી તો બહુ ખુશ હતા ,લગ્ન મા શુ શુ કરવુ ને મેનુ શુ રાખશુ ને કયા બેન્ડ વાડા ને બોલાવીશુ એવી વાતો કરી રહ્યા હતાં ને મીનાબેન રસોડામાં કામ કરતા વાતો સાંભળતા હતાં....મનમા દુખી હતાં કે આમ આટલા જલદીથી એકી સાથે બે બે
દીકરીયો ને સાસરે વડાવવાની છે એ વિચારિ આખં ભીની થયી ગયી ,...
મીતા ના કરતુત ના કારણે બીચારી સુનિતા ની પણ બલી ચઢી જશે ,એ તો હજી નાની છે ,તોય આ લોકો ભેગા મડી મારી ફુલ જેવી નાનકડી ઢીંગલી ને ય પરણાવી દેશે ,. ..... મીતાએ તો ભુલ કરી છે એટલે એની સજા એ ભોગવી રહી છે ને આગળ પણ ખબર પહી શુ થશે ? એની કોલેજ વાડી વાત ભવિષ્યમાં એ જો કોઈ ને ખબર પડી તો મારી દીકરી નુ જીવન રોડાઈ જશે ....
એણે નાદાનીયત મા જે કર્યુ એ કર્યુ પણ એ વાત હવે અંહી જ દબાઈ જાય તો સારુ ,નહીતર જો લગ્ન પછી
એના સાસરે જમાઈ ને ખબર પડે તો એનુ ભવિષ્ય બગડી જશે ..... મીતા પણ ઉપર એના રુમમાં પડી એ જ વિચારી રહી હતી, કે પતી ગયુ ,લગ્ન તો થયી ને જ રહેશે ,પણ મને બીક લાગે છે .... જેની સાથે લગ્ન કરવાના છે ,જેના ઘરે પરણી ને સાસરે જવાનુ છે એ વંશ તો ફોન નો રીપ્લાય પણ નથી આપતો ,કદી વાત પણ નથી કરતો ,....હે ભગવાન મારા નસીબમાં શુ લખાયુ હશે ? કદાચ જે મારી મમ્મી સાથે બન્યુ એવુ મારી સાથે તો નહી બને ને ?....વંશ ના જીવન માં બીજી કોઈ છોકરી તો નહી હોય ને ?
એ બીજા કોઈ ને પ્રેમ તો નહી કરતો હોય ને ?...
મીતા ના દિમાગ મા એકી સાથે હજારો સવાલ આવી
ગયાં....મીતા ને ચિંતા થાય એ સ્વાભાવિક હતુ જ ,કોઈ પણ છોકરી હોય ,સગાઈ પછી લગ્ન પહેલાં એ પોતાના થનાર પતિ ને સારી રીતે જાણી સમજી શકે , આખી જીંદગી એના ઘરે કાઢવાની છે ને એ જ વાત નથી કરતો
શુ સમજવુ મારે ? હુ તો કોઈ ને વાત પણ નથી કરી શકતી ,મારા પપ્પા તો હોસ્ટેલ થી આવી ત્યાર ના વાત પણ નથી કરતાં, પપ્પા એ મને હજી ય માફ નથી કરી....એક મમ્મી જ છે જે મને સમજી શકે છે ....પણ
એનુ ઘરમાં કયી ચાલતુ જ નથી , નાની હતી ત્યાર થી ઘરમાં જોતી આવી છુ મમ્મી ની હાલત , મમ્મી નો વાકં માત્ર એટલો કે એણે અમને ચાર દીકરીયો ને જન્મ આપ્યો.... પપ્પા એ સહકાર ના આપ્યો હોત તો મમ્મી અત્યારે જીવતી જ ના હોત
આ ઘરમાં, વહુ દીકરીયો ની કોઈ જ ગણત્રી નથી ,સતત
અવગણવા જ થયી છે ,ને
વારસદાર ની લહાય મા પપ્પા એ ફરીથી બીજા લગ્ન કર્યા....મમ્મી ના મન પર શુ વીતી હશે એ વખતે ? એમનુ દર્દ કોઈ સમજી શકયુ નથી , આટ આટલુ થયા છતાંયે મમ્મી હસતાં હસતાં જીવે છે ને આખા ઘરનાં
ઢસરડા કરતી આવી છે ,..
મમ્મી ની જગયાએ હું હોવ તો આટલુ બધુ દુખ સહન કરીજ ના શકુ ,...ને શોતન તો કયારેય નહી....મીતા ને કયા ખબર હતી કે એની મમ્મી ના જીવનમાં તો ઘણા વરસો પછી દુખો એ દેખા દીધી હતી ,પણ એના જીવન
મા તો ઓલરેડી બીજી સ્તરી છે જ.....મીતા ના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @ 42..
ઝંખના.......

લેખક @ નયના બા વાઘેલા