Zankhna - 42 in Gujarati Classic Stories by નયના બા વાઘેલા books and stories PDF | ઝંખના - પ્રકરણ - 42

Featured Books
Categories
Share

ઝંખના - પ્રકરણ - 42

ઝંખના @ પ્રકરણ 42

પરેશભાઈ ના ઘરે લગ્ન ની તૈયારીઓ ચાલુ થયી ગયી ,જવેલર્સ ને સાડી ઓ વાડા હવેલી મા આવી ગયા ને મીતા અને સુનિતા માટે મન મુકી ને ખરીદી થયી, બન્ને દીકરીયો ને ઘર પ્રમાણે સો સો તોલાના સોનાનાં ઘરેણાં આપવાનુ નકકી થયુ હતુ ,એક એક વસ્તુ સોનાની કરાવી હતી ,પાયલ તો આ જોઈ આભી જ બની ગયી ,ને વિચારી રહી ,ઓ બાપ રે ! સો તોલા સોનુ એક ને એટલે બસો તોલા સોનુ આપશે ને જમાઈ ઓ નુ અલગ થી , ને હજી બે દીકરીયો બાકી છે એટલે ટોટલ ચારસો ,પાંચસો તોલા સોનુ આ ચારેય દીકરીયો ના લગ્ન મા આપી દેશે ,....ને હુ એક સેટ માગુ તો સાસુ મા હજાર વાતો સંભળાવશે....
આટલુ બધુ દીકરીયો પાછળ લૂંટાવી દેશે તો મારા દિકરા પુનમ માટે શુ રહેશે ? પાયલ ઘરેણાં જોતા જોતા વિચારો મા ખોવાઈ ગયી હતી ,એટલે મીનાબેન એ ઢંઢોળી ને પુછ્યુ, કયાં ખોવાઈ ગયી પાયલ ? આ નેકલેશ જો તો સારો છે ને ?
આ મે તારા માટે પસંદ કર્યો છે ,સરસ છે મોટી બેન અને પાયલ એ પણ ગમતાં ઘરેણાં ખરીદી લીધા....ને સાડી ઓ ને લગ્ન ની ચણિયાચોળી પણ ખરીદાઈ ગયી ......ને અંહી વડાલી મા પણ કમલેશભાઈ ને મંજુલા બેન હોંશે હોંશે બન્ને વહુ ઓ
માટે ઘરેણાં ને સાડીઓ ખરીદી....ગીતા અને કામીની માટે પણ ઘણુ બધુ ખરીદ્યું..
ઉપર ના બે રૂમો મા રંગોરંગાન કરાવી નવા લેટેસ્ટ
પડદા નંખાવયા ને સરસ ડેકોરેશન કર્યુ....કામીની એક પુતળા ની જેમ કામ કર્યે જતી હતી ,પણ એના ચહેરા નુ નુર તો સાવ ઉડી ગયુ હતુ
કમલેશભાઈ ઘરમાં હોય ત્યા સુધી તો કામીની ની એક એક હરકત પર નજર રાખતાં હતાં.....ઘણી વાર કામીની વંશ ના ફોટા ને ચુમી લેતી ને છાતી સરસો ચાંપી દેતી,...કમલેશભાઈ આ બધુ જોઈ ટેનશન મા આવી ગયા હતાં ને બેચેન થયી જતાં, ઘણી વાર મંજુલા બેન પુછી પણ લેતા કે કેમ કયી ટેન્શન મા છો ? ......
કમલેશભાઈ પોતાની જાત ને સંભાળી લેતા ને કહેતા ના
ના એવું કાઈ નથી બસ આ લગ્ન નુ ટેન્શન છે , એકલા હાથે બધુ કરવાનુ એટલે બીજુ કોઈ કારણ નથી ,....
અરે તમે ચિંતા ના કરો બધુ થયી જશે....કમલેશભાઈ મંજુલા બેન સાથે વાત કરવાની ઈરછા હતી ને બધી હકીકત સંભાળવવી હતી ...
પણ એ વાત નો ડર હતો કે
વંશ કામીની ના પ્રેમ ની વાત સાંભળી ને મંજુલા કદાચ ગીતા અને કામીની ને ઘર મા થી કાઢી મુકે તો ,.... ને ઝગડો થાય તો લોકો જાણી જાય ,એ ડર થી એકલા એકલા મનમાં મૂંઝાતા હતા
ને બસ હેમખેમ લગ્ન પતી જાય તો સારુ , પણ પછી શુ
? આ પ્રોબ્લેમ નુ કોઈ સોલ્યુશન તો લાવવુ જ પડશે ને ,....મીતા આ ઘર મા લગ્ન કરી વહુ બનીને આવી જશે એ પછી પણ કામીની તો આ ઘરમાં જ રહેવાની છે
ને આ વંશ ને કામીની આ જ રીતે એક બીજા ને મડતા રહેશે તો શુ થશે ? ને આ વાત એક ના એક દિવશ તો
છતી થશે જ....ને એ દિવશે આબરુ ના ધજાગરા થશે જ ને મીતા અને વંશ નુ લગ્ન જીવન તુટી જશે , હુ પરેશભાઈ ને શુ મોઢું બતાવીશ....હે ભગવાન કયીક રસ્તો બતાવો....ગીતા ને કામીની છેલ્લા વીસ વર્ષ થી આ ઘરમાં છે , બા ,બાપુજી એ આશરો આપ્યો છે ,ગીતા બીચારી સાવ નોંધારી છે એનુ કોઈ સગુ વહાલુ પણ નથી આ
દુનિયા માં.....કે કામીની ને થોડો સમય કોઈના ઘરે મોકલી શકાય , કમલેશભાઈ
ઓશરી મા બેઠા વિચારી રહ્યા હતાં ને કામીની ઘરમાં કામ કરી રહી હતી ,મંજુલા બેન કબાટમાં કપડાં ગોઠવતા
હતાં ને ગીતા બા ના પગે તેલ માલીશ કરી રહી હતી..
કામીની વાસણ સાફ કરી ,વાસણ નુ ટબ લયી રસોડામાં મુકવા જતી હતી ને કામીની ને ચકકર આવ્યા ને વાસણ સાથે નીચે પડી ગયી ને બેભાન થયી ગયી...
આ જોઈ ગીતા બેન બુમ પાડી ઉઠ્યા દીકરી સંભાળી ને ,ત્યા મંજુલા બેન પણ આવી ગયા ને કમલેશભાઈ પણ ,...ગીતા અને મંજુલા બેન એ કામીની ને બહુ ઢંઢોળી પણ એ બેભાન જ
હતી ,બા એ કહયુ પાણી છાંટી જુઓ ,કદાચ ભાનમાં આવી જાય , ગીતા દોડતી ગલાશ મા પાણી ભરી લાવી ને કામુ પર છાટયુ, તો ય ભાનમાં ના આવી ....કમલેશભાઈ બોલ્યા હોસ્પિટલ લયી જયીએ....હુ ગાડી કાઢું તમે
બેય કામીની ને પકડી ને લયી
આવો,....આમ અચાનક કામીની ની હાલત આવી થયી એ જોઈ કમલેશભાઈ ચિંતા મા પડી ગયાં...શુ થયુ
હશે....ગામ ની નજીકના બીજા ગામમાં હોસ્પિટલ હતી ત્યા કામીની ને લયી આવ્યા, ને વોર્ડબોય ને નર્સ ની મદદ થી કામીની ને સ્ટ્રેચર મા સુવાડી અંદર લયી ગયા..
બહાર ગીતા ની હાલત કફોડી થયી ગયી હતી ,રડી રડી ને બેહાલ થયી ગયી હતી .....મંજુલા બેન સાંત્વના આપી રહ્યા હતાં...
પણ આમ અચાનક મારી દીકરી ને શુ થયી ગયુ ,
આવુ તો કયારેય નથી બન્યુ
શુ થયુ હશે ? કમલેશભાઈ બોલ્યા શાંતી રાખ ગીતા કયી નહી થાય, કમજોરી ના લીધે બેભાન થયી ગયી હશે
ને એટલા મા ડોક્ટર મેડમ બહાર આવ્યા ને ત્રણેય ને પોતાની કેબિનમાં બોલાવ્યા.
ને બધા કેબિનમાં આવી ને બેઠાં... ડોકટર એ ગંભીરતાથી થી પુછયુ , આ પેશન્ટ કોણ છે ? ગીતા બોલી ઉઠી એ મારી દીકરી છે કામીની ....શુ થયુ છે બોલો ને મારી દીકરી ને ?..
ડોક્ટર કમલેશભાઈ સામે જોઈ બોલ્યા, આ બેબી ના લગ્ન થયી ગયાં છે ? ને કમલેશભાઈ બોલ્યા ના મેડમ નથી થયાં....કેમ આવુ પુછો છો ? શુ થયુ છે કામીની ને ?..... ડોકટર ગંભીર થયી બોલ્યા, બેબી પ્રેગનન્ટ છે ,ને સાડા ત્રણ મહીના નો ગર્ભ છે એના પેટ મા.....શું?.... ગીતા બેન ચીસ પાડી ઉઠ્યા ને બોલ્યા આ શુ બોલો છો ડોકટર? મારી દીકરી, એવુ બની જ ના શકે ,એતો કાયમ મારી નજર સામે ઉછરી છે ,કદી એકલી ગામ ને ચોરે પણ નથી ગયી , તમે ખોટુ બોલો છો ? તમારી કોઈ ભુલ થયી
લાગે છે.... મંજુલા બેન એ પણ ગીતા ની વાત મા સાથ પુરાવ્યો ને બોલ્યા, ના ના બેન આવુ બને જ નહી ,આ
અમારી કામુ આવુ પગલુ ભરી જ ના શકે ,....કમલેશભાઈ તો સમજી જ ગયાં કે પોતાના દીકરા એ શુ ગુલ ખીલાવયા છે ..... ને હવે શુ થશે ? આ વાત બહાર પડી ગયી તો મીતા નુ અને વંશ ના લગ્ન ની સાથે ઓમ ના લગ્ન પણ તુટી જશે ને ગામ આખાં મા ઈજજત જશે એ નફામાં ...
કમલેશભાઈ એ પોતાની જાત ને સંભાળી લેતા બોલ્યા, ડોક્ટર કામીની ભાનમાં આવી કે નહી ? ના
ઈંજેક્શન આપ્યુ છે હમણાં
આવી જશે , બેબી પ્રેગનન્ટ હોવા છતાં જમવામાં ધ્યાન નથી આપ્યુ એટલે જ બેભાન થયી છે ,બાકી એનુ બાળક એકદમ સવસથ છે ને હા એ બાડક બાબો છે....
સોનોગ્રાફી મા આ વાત સામે આવી , આ દવાઓ લખી આપુ છુ શકિત ની એ એને નિયમિત આપતાં રહેજો ,...એમ કહી દવા લખી ને આપી....ગીતા તો સાવ સુનમુન પથ્થર સમી થયી ગયી....મંજુલા બેન એ કેટલી હલાવી ત્યારે જાણે જાગી ને મંજુલા બેન ના ખભે માથુ મુકી પોક મૂકીને રડી પડી ,ગીતા ને આમ રડતી જોઈ હોસ્પિટલ નો સ્ટાફ એને જોઈ રહ્યો, જાણે કોઈ ગુજરી ગયુ હોય એવો કલ્પાતં કરી રહી હતી
કમલેશભાઈ એ ને મંજુલા બેન એ સમજાવિ ચુપ કરાવી ને બોલ્યા, ગીતા શાંતિ રાખ અત્યારે ખુબ સાવચેતી ને સમજણ થી કામ લેવુ પડશે ,નહીતર કામીની ની વાત જો લોકો ને ખબર પડી જશે તો ઈજજત જશે , ને દુનિયા એનુ જીવવુ હરામ કરી નાખંશે ,....એટલે ચુપ થયી જા પ્લીઝ, બધી વાત નો રસ્તો નીકળશે....કમલેશભાઈ એ ગીતા ને માડં સમજાવી ચુપ કરી ને મંજુલા બેન પણ સાવ ડગાઈ ગયા હતાં, ના બનવાનુ થયી ગયુ હતુ ,ને કોણે કરયુ હશે એ પણ વિચારી વિચારી પરેશાન થયી રહ્યા હતાં...ઘરે બા બાપુજી આ વાત સાંભળશે તો શુ હાલત થશે , ને એમને કયી રીતે સમજાવીશુ ? ને અમારા ઘરે રહી મોટી થયી છે તો જવાબદારી પણ અમારી છે ,....કમલેશભાઈ
એ ડોક્ટર ની ફી ચુકવી ને મંજુલા બેન અને ગીતા ને બહાર બેસવા જણાવ્યું,...
ડોક્ટર આ બેબી ના લગ્ન નથી થયા એટલે આ બાડક રાખવુ જોખમી છે ,સમાજ
મા એની ઈજજત જતી રહેશે ને પછી એના લગ્ન પણ નહી થાય ,તો શુ એબોર્શન કરાવી દયીએ તો
? ના ભાઈ હવે એ શક્ય નથી ....ગર્ભ મા બાડકે આકાર લયી લીધો છે ,ને
એમ કરવા જતાં આ છોકરી નો જીવ પણ જોખમમાં છે ,જો તમે એક મહીના પહેલા આવ્યા હોત તો એબોર્શન શક્ય બનત.....
કમલેશભાઈ ડોક્ટર ની વાત સાંભળી ને ચુપચાપ બહાર નીકળ્યા અને ગાડી માં બેઠા ,ગીતા કામીની અને મંજુલા બેન પણ ચુપચાપ ગાડી મા આવી ગયા....ગીતા એ ગાડી માઉ જ કામીની ને એક લાફોધિઆઅઆઆઐઘ મારી દીધો.....કમલેશભાઈ બોલ્યા, ગીતા શાંતિ રાખ ઘરે જયી બધી વાત કરીએ છીએ....મંજુલા બેન એ પણ એમ ઝ કહ્યુ.....કામીની ની હાલત તો કાપો તો લોહી ના નીકળે એવી થયી હતી ,જે વાત નો ડર હતો એ થયી ગયુ ,એ વિચારી રહી કે હવે કમલેભશ ભાઈ ચોકકસ થી મને અને મમ્મી ને ઘરમાં થી કાઢી મુકશે ,હવે શુ થશે ? મારી મા એ મને કેટલા દુખ વેઠી ને મોટી કરી અને મે એનો આવો બદલો આપ્યો, હવે ઘરે જયી મારી શુ હાલત થશે ને બિચારા વંશ ને તો કમલેશ કાકા મારી જ નાખશે ...એ જાણશે તો
એ પણ ગભરાઈ જશે ,હવે ટૂંક સમયમાં લગ્ન પણ નકકી છે ને જો લોકો ને આ વાત ની જાણ થશે તો કાકા ની ઈજજત જશે ,ને વંશ ની ને ઓમ ની સગાઈ તુટી જશે ને આ બધુ મારા કારણે થશે ,હે ભગવાન મારા કારણે અમારા અનનદાતા ને તકલીફ પડશે, હુ શુ કરુ બતાવ ભગવાન મને કયીક રસ્તો બતાવો હુ કમલેશ
કાકા ની ઈજજજત તો નહી જ જવા દવ....અંહી સરથાણા મા પરેશભાઈ ના ઘરે હરખે હરખે દીકરી ના લગ્ન ની તૈયારીઓ ચાલતી હતી ને કમલેશભાઈ ના ઘરે
ઘરે મુશીબત વણ નોંતરી આવી ગયી હતી ,હવે આ લગ્ન થશે કે શુ થશે ? કામીની નુ ને એના બાડક નુ શુ થશે ,વંશ પર આની શુ અસર થશે ,એનો નિર્ણય ઘરમાં કોઈ માનશે કે નહી? મીતા ના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @ 43...ઝંખના..

લેખક @ નયના બા વાઘેલા