The path of Hari is that of Sura in Gujarati Spiritual Stories by Hemant Pandya books and stories PDF | હરીનો માર્ગ છે સુરાનો

Featured Books
Share

હરીનો માર્ગ છે સુરાનો

શુખ આપવાથી સુખજ મળે, માટે પોતાના શુખની ઈચ્છા ત્યજી, અન્યનું નિસ્વાર્થ કલ્યાણ થાય એવા નીમીત બની કાર્ય કર મનવા , કલ્યાણ વસ્તુ

ગમે તેવી વીકટ પરી સ્થિતિ માં પણ ઈશ્વર પર ની શ્રધ્ધા ન ખુટવા ન તુટવા દેવી, જેટલી વીકટ પરિસ્થિતિ આવે તેટલી શ્રધ્ધા પ્રબળ કરવી, શીખર ની ચોટી પર પહોચતાજ વધુ કઠણ ચડાણ હોય છે, હાર. ન માનવી, હતાસ ન થવું, દુઃખી ન થવું, પણ ઈશ્વર ને પ્રાર્થના કરવી આભાર માનવો , હે ઈશ્વર તને હું કેટલો પ્રીય છું કે તું મને ઘડીને તારા લાયક કરી રહ્યો છે, હું તારો આભારી છું, સદાય મારા પર કૃપા દૃષ્ટિ બનાવી રાખજે, હરી ઓમ , જય ગુરુદેવ 🙏🕉️🚩

કહતે હો કે દુઃખ સે પરેશાન હુએ જાતે હો, યે કયું નહીં કહતે કે ઈન્સાન હુએ જાતે હો..
વાલા કસોટી સારા માણસની હોય , હરીને પ્રીય હોય તેની પહેલાં કસોટી થાય તેને બધી રીતે પરી પક્વ કરી પછી હરી સદાય તેને તેની પાસે રાખે છે..તેના દરબારમાં તેની દુનિયામાં, પ્રેમ શાંતિ ની દુનિયા માં, મોકલે ધરા પર તો પણ શાંતિ ના દુત બનાવી..
જય ગુરુદેવ 🕉️🙏🚩

શુખ અને દુઃખ તો અનુભુતી છે

સૌથી અધીક મોહ હશે તે પહેલું છુટશે વાલા..એમ એક એક કરી હરેક વ્હાલું છુટશે, જયારે કશુંજ નહીં રહે તમારી પાસે પ્રીય કોઈ , ત્યારે આ ઘરા પર કોઈ પ્રત્યે મોહ નહીં રહે, મોહ છુટશે પછી હરી માં જીવ લાગશે. અને પછી લગ્નની હરીના ધામની, અને સાચી લગ્ની તમને શરીર છોડતા પીડા નહી થવા દે , અને હરિમાં ભેળવી દેશે

પણ માણસ જાત શુખ અને દુઃખ ની અનુભૂતિ માં ફસાય નીકળે ફરી ફસાય નીકળે, અને આ ધરા પર ના ક્ષણિક શુખ દુઃખમાં અટવાયો રહે અને અંતે શરીર છોડે તો પણ જીવ આ ધરા પર મોહમાં ફસાઈ છુટી ન શકે.. પછી ભુત યોનીમાં ગરકાવ

ખુદને ભાગ્યશાળી સમજજો જો તમે તમારી અધીક પ્રીય વસ્તુ થી ઈશ્વર અલગ કરે..
કારણ કે આતો મહા માયાની માયા છે..
રામ પણ નતા છુટી શક્યા..સીતા સીતા કહી અવધા બનેલા વિરહમાં.. પછી અન્ય પ્રાણીનું શું ગજું..
નીયતી સીવાય કશુજ શક્ય નથી...
હોની હોકે રહતી હે..ઈસે તું હોની કહે કે અનહોની...
જય ગુરુદેવ...
જીવને શાંતા આપો ધીરજ રાખો ,સ્થીર બનો અધવાયા નહીં.. કલ્યાણ વસ્તુ

મન બુદ્ધિ થી જે પણ વીચારો છો તે બધુજ મીથ્યા ફોક છે ભ્રમ છે.. હા ભ્રમ છે, કારણકે માયાના પરદામાં તમે જે દેખો સમજો અનુભવો છો તે બધોજ ભ્રમ છે, જેમ દુર્યોધન ને લાક્ષાગ્રહમાં જમીન પર પાણી દેખાતું હતું અને પાણી ઉપર જમીન નતી દેખાણી....
પાંચ વીકાર એવા છે જે માણસની મન બુદ્ધિ પર હાવી થઈ બધું હણી લે છે, કામ ક્રોધ લાલચ ઈર્ષ્યા અને અભીમાન..
આ પાંચ ને વસ થાઈ માણસ ભાન ભુલી જાય છે અને કાળનો કોળિયો બની જાય છે

જીવ સારા કર્મ કરી શુખ અનુભવે, જાણે અજાણે ખોટું કર્યાની ભાવનાથી અંદરો અંદર પીડાય, ઈશ્વરે નીમીત બનાવ્યા , કયારેક હસાવે કયારેક રડાવે, કયારેક ગુસ્સો કયારેક પ્રેમ ઉપજાવે , કયારેક ડરાવે કયારેક નીર્ભયતાનો અનુભવ કરાવે, કયારેક આશ્ચર્ય ચકીત કરે..આતો છે માયા ના ખેલ..મનવા કા ફસાય આમાં...ખુદને ઓળખ જાગીજા નીંદર માંથી...
જીવ છોડશે શરીરને પછી છું કરીશ જીવડા, હાથ પગ શરીર કશુજ નહીં હોય તારી પાસે

નાહકની ચિંતા કરે જેણે ચાચ આપી એજ ચણ આપે..
ઘર પરીવાર બાળ બચ્ચા મા બાપ ભાઈ ભંડુ..બધાનો ખ્યાલ રાખનાર બધાનો બાપ અલખ ધણી બેઠો અલખ જગાવી..તારી મારી ચિંતા થી શું થશે..??
તું કલ્યાણ ના રસ્તે ચાલ , સ્વાર્થ ત્યજ તારી ઘણાને જરૂર નિસ્વાર્થ ભાવે મોહને ત્યજી સમ દ્રષ્ટિ થી સેવા કરતો આગળ વધ..
જય ગુરુદેવ... કર્તવ્ય પથ પર આગળ વધ..મોહ મુકી...ખુદને નીમીત માત્ર ગણી કર્મ ફળની આશ રાખ્યા વીના..
જયા સુધી અમૃત પાન ન થાય ત્યા સુધી આ દેહને ભાડું ખોરાક અન્ન તણો સુધ્ધ સાત્વિક જે તું આપે..
અમૃત પાન પછી..હરીઓમ..
પાંચ ઈન્દ્રિયો ના સ્વાદ તો છુટયા કયારેય ભગવંત
શું કરૂ શબ્દોમાં બ્યાન?
જયારે શબ્દ ન હતા વાણી નતી, જીભવા નતી શરીર ન હતું રેવાનું ઘર આ ધરા ન હતી, સુર્ય ન હતા તારા ન હતા.. બ્રહ્માંડ ન હતું ત્યારે પણ મારો નાથ હતો..
કેવી રીતે વર્ણવું આ બધાજ નાશવંત ચીજ વસ્તુ ઓ સાથે મારી પાસે શબ્દ પણ નથી, અને સરખાવી સકાય તેવું બીજું કોઈ પણ એના જેવું નથી,

આતો લેણ દેણના હિસાબ ચૂકતે કરવા મળ્યો આ જન્મ, અને સાથે ઈશ્વર ને ઓળખવા મળ્યો સમય, હું પણ સમજવાનો પ્રયત્ન માત્ર કરૂ છું ઈશ્વર ને , તું પણ મનવા બસ આટલું જ કર..
એ કેટલો દયાળુ એ કેટલો વાત્સલ્ય ની મુરત, એ કેટલો વિશાળ, એ કેટલો ઉદાર..
જોને બધાને કેટ કેટલું આપ્યું..એમની નીયતી મુજબ કોઈ પણ જાતના ભેદભાવ વીના..
આપણે પણ એના રસ્તેજ ચાલવાનું..
જય ગુરુદેવ

જયારે હું પરિપક્વ થાઈશ ત્યારે એમા ભળી જઈશ.. સાગરનું જળ સાગરમાં,
તું પણ આમજ કર..
કોની નીયતી પહેલી નક્કી થશે તેતો સમયજ જાણે..
બસ આપણે એકજ માર્ગ પર રહીએ મનવા, કા સાથે કા આગળ પાછળ, અંતે તો સાગરમાં જ ભળવાનું ને..
પાયો જી મેને રામ રતન ધન પાયો...

શુખ દુખ , પાપ પુન્ય થી પણ આગળ એક સોચ છે..જયા મન બુદ્ધિથી વિચારવાનું સમજવાનું અટકી જાય ત્યારે એ શરૂ થાય છે..
આતો છે હરી રસપાન