vasantvilla- a haunted house - 19 books and stories free download online pdf in Gujarati

વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 19

પ્રકરણ 19 

સુકેશ રમેશના રૂમમાં પહોંચે છે. ત્યાંનું દ્રશ્ય જોઈ ડરનો મારો ધ્રુજવા લાગે છે. તે જુએ છે કે રમેશ રૂમની છત પર ઉલટો લટકી ને ઝૂલતો હોય છે. તેની પત્ની દિવાલ પર ગરોળી ની જેમ ફરતી હોય છે. બને ની  આંખોમાંથી આગ વરસતી હોય છે. જય પંડિત રમેશ નો નવ વરસ નો દીકરો એકદમ થી કૂદીને સુકેશ ની ડોક પર વળગી પડે છે અને તેની ડોકમાં  તેના દાંત ખૂંપાવી દે છે અને લોહી ચૂસવા લાગે છે. સુકેશ પીડા થી ચિત્કારી ઉઠે  છે. રમેશ એકદમ થી જય ને રોકી પડે છે. જય તારી આ ઈચ્છા પણ પુરી થઈ જશે. તને આ રાક્ષસ નૂ લોહી પીવા મળશે પણ એનું લોહી તું પીએ અને તે નર્કમાં જાય તે પહેલા મારે તેની પાસે કબૂલાતનામુ  લખાવવા નું છે.  જેથી દુનિયા ને આ નરાધમ પાપીને તેના કરેલા કારનામાની જાણ થાય. એ કબૂલાતનામું લખી  લે થાય સુધી ધીરજ રાખ બેટા. આ પાપી પર ભરોસો કરીને મેં બહુ મટી ભૂલ કરી હતી. એટલી વારમાં  ત્યાં શ્યામ  સરોજ  આરાધના અને મહાદેવી પંડિતના આત્મા પણ આવી પહોંચે છે. શ્યામ તેને મિત્રદ્રોહ માટે તેને મારી નાખવા માંગતો હોય છે. પણ રમેશ તેને અટકાવે છે.સુકેશ આ બધું જોઈ ને થરથર  ધ્રૂજતો હોય છે તેની ડોકમાં પારાવાર પીડા થતી હોય છે. રમેશ તેને ટેબલ પર પડેલા રાઇટિંગ પેડ ને ઉઠાવી તેમાં તેને પોતેજ આ ઘરના સાત વ્યક્તિ ની સંપત્તિ મેળવવા ની લાલચમાં નિર્દયી અને ઘાતકી હત્યા કરી હોય છે.તેનું વિગતવાર કબૂલાતનામું લખવાનું કહે છે. સુકેશ ડરના કારણે થીજી ગયો હોય છે. રમેશ તેને એક લપડાક લગાવી ને પોતાનું કબૂલાતનામું લખવા કહે છે. સુકેશ વિચારે છે કે આ મારો ભ્રમ છે કે  હક્કીકત ત્યાં તો બીજી એક લપડાક વાગે છે. બીજી લપડાક પડતા જ સુકેશ ભાનમાં આવે છે. તે સમજી જાય છે આ તેનો ભ્રમ નથી પણ હકીકત છે તે રમેશ ને પગે પડી કરગરવા લાગે છે કે તે તેને માફ કરી દે અને જવા દે પરંતુ રમેશ તેની એક પણ કાકલુદી ન માનતા તેને કહે છે કે તું પહેલા સામેંના  ટેબલ પર થી રાઈટિંગ  પેડ લઇ ને તે કરેલી હત્યાઓ ની કબૂલાત લખ  અને તેના માટે તે કરેલા કાવતરા ની એક એક વિગત લખવી પડશે અને તે કબૂલાતનામું લઇ કાયદા ને શરણે જવું પડશે પછી હું વિચારું કે શું કરવું?  રમેશની વાત સાંભળી સુકેશ ઝડપથી સામે રહેલા ટેબલ પરથી પેડ અને પેન  ઉઠાવી ને તેમાં પોતે કરેલા કાવતરા ની કબૂલાત લખવા બેસી જાય છે.

—------------- xxxxxxxxx —-----------------------xxxxxxxxx—----------------------xxxxxxxxx —--------------


બીજી તરફ વિરેન્દ્રને જયપાલ અને તેનો સાથી ઉઠાવી ને જે.ડી ની ઓફિસમાં લઇ આવે છે. જે.ડી એ પોલીસ કમિશનર ને વાત કરીને બનવાની જાણકારી આપી રાખી હોય છે તેથી પોલીસ કમિશનર  ખન્ના પણ તેની ઓફિસમાં આવી ચુક્યા હોય છે. હાઈ પ્રોફાઈલ કેસ કોઈ કોઈ છેડો ઢીલો ન રહી જાય તેની કમિશનર ખન્નાએ પુરી તકેદારી રાખી હોય છે.વળી ઇન્ટરપોલ અને આઈબી ના ઇનપુટ્સ હોવાથી હાઇકોર્ટ ના મેજિસ્ટ્રેટપાસે થી વીરેન્દ્ર અને સુકેશના ધરપક્ડ માંટેનાં વોરન્ટ પણ ઇસ્યુ કરાવી લીધા હોય છે. તેથી જેવો જયપાલ વીરેન્દ્ર ને લઈને આવે છે તેવો જ કમિશનર ખન્ના સાથે હાજર રહેલ ઇન્સ્પેક્ટર તેની ધરપકડ કરીને પોલીસ કસ્ટડી માં લઇ લે છે. અને તે જે.ડી નો આભાર વ્યક્ત કરી વીરેન્દ્ર ને  જુડિશ્યલ કસ્ટડી માં લઇ  ત્યાં થી પોલોસ સ્ટેશન આવે છે. અને ત્યાં થી એક પોલીસ ની ટિમ સુકેશ ની ધરપકડ કરવા માટે પિથોરાગઢ જવા નીકળે છે. અને વિરેન્દ્રના રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરે છે. વીરેન્દ્ર ની એકી પૂછપરછમાં  સુકેશ અને વિરેન્દ્રના ઘણા ગંગોરખધંધા પકડાય છે. વીરેન્દ્ર સુકેશ ની બધી જ પૉલ ખોલી નાખે છે. કઈ રીતે ફાર્માસૂટિકલ ના ધંધા ઓઠા હેઠળ ડ્રગ અને પોઇઝન નો વેપાર આખા ઇન્ડિયામાં સુકેશે ફેલાવેલો તેની બધી જ માહિતી ઓકી કાઢે છે. ડ્રગ નેટવર્ક ની સંપૂર્ણ માહિતી સુકેશના લેપટોપમાં સચવાયેલી હોય છે. અને લેપટોપ હાલ સુકેશની ઑફિસની સેફમાં રહેલું છે તેવું જણાવે છે. આથી સુકેશ ની ઓફિસ પણ સીલ કરવામાં આવે છે.અને સુકેશને દહેરાદુન લઇ આવે પછી તેની પાસે થી પાસવર્ડ લઇ તેની સેફ ખાલી તેનું લેપટોપ કબ્જે કરવું અને તેને ઓપન કરી બધી જ માહિતી મેળવવી એવું નક્કી કરવમાં આવે છે અને જો સુકેશ સહયોગ ના આપે તો ફોરેન્સિક લેબ ની મદદ મેળવવી. અને લેપટોપમાં થી માહિતી એકઠી કરવી. 

—------------- xxxxxxxxx —-----------------------xxxxxxxxx—----------------------xxxxxxxxx —--------------

આ તરફ સુકેશે કબૂલાતનામું લખીને  રમેશને આપી દીધું હોય છે. રમેશ તે વાંચે છે એમાં સુકેશે કઈ રીતે આરાધન પ્રેમમાં ફસાવી પંડિત કુટુંબમાં દાખલ થઇ અને બધાને વહાલા થઇ ને પંડિત કુટુંબ ની આડમાં પોતે કઈ રીતે પૈસો કમાયો અને રમેશને ખભર પડી જતા તેને કઈ રીતે યોજના ઘડી ને પંડિત કુટુંબનું  સર્વનાશ કર્યો તેની કથની લખી હતી. અને પોતે પોતાનો ગુનો કાબુલ કરેછે તે મત નું સ્ટેટમેન્ટ આપ્યું હતું. રમેશ તેમાં તેના ડ્રગ નેટવર્ક ની પણ માહિતી ઉમેરવા જણાવ્યું અને તે એ પણ જાણે છે કે તેન નેટવર્ક ની માહિતી તેની પાસે રહેલા લેપટોપમાં છે. તો તે લૅપટૉપનો પાસવર્ડ પણ લખી આપવા જણાવ્યું નહિ તો પોતે સુકેહસ ને જીવતો નહી  છોડે તેવી ધમકી આપી ડરના માર્યા સુકેશ બધી માહિતી લખી આપી જે જે રમેશે માંગી હતી. ફરી થી રમેશે લખેલો કાગળ જોયો અને તે અંદર ના લખન થી ખુશ થયો. અને હવે સુકેશ લખેલ સ્ટેટમેન્ટથી દુનિયા તેની સચ્ચાઈ જાણશે અને  ડ્રગડીલરો ના નેટવર્ક ને  જાણી પોલીસ પુરા ભારતમાંથી તે  બદી દૂર કરવામાં સફળતા મેળવશે. અને દેશના યુવાધન ને બરબાદ થતું બચવું શકાશે. હવે રમેશે સુકેશ ને હ્યુ તારા પાપકર્મો ની સજા મેળવવા તૈયાર થઇ જ એટલું બોલતાંજ સુકેશ ને ઉંચકીને છત પર પંખે ઊંધો લટકાવી દીધો અને ચપટી વગાડતાંજ પાંખો જોર થી ગોળ ફરવા મંડ્યો અને સુકેશ ની ચીસ રૂમમાં ગુંજી રહી ….

રમેશ સુકેશ ને જીવતો રાખે છે કે તેના કર્મો ની સજા આપે છે ?  પોલિસ  સુકેશ ને દહેરાદુન લાવવામાં સફળ થાય છે કે નહિ ? જાણવા માટે વાંચતા રહો વસંતવિલા- એ હોન્ટેડ હાઉસ