Zankhna - 53 in Gujarati Classic Stories by નયના બા વાઘેલા books and stories PDF | ઝંખના - પ્રકરણ - 53

Featured Books
Categories
Share

ઝંખના - પ્રકરણ - 53

ઝંખના @પ્રકરણ 53

સરથાણા પરેશભાઈ ને જમાઈ વંશ ના અકસ્માત ની ખબર પડી એ સાંભળી ને ઘરના બધા ટેન્શન મા આવી ગયા ,બા બાપુજી ને આખી ફેમીલી લયી ને વંશ ની ખબર કાઢવા આવ્યા,..
પરેશભાઈ એ દીકરીયો ને ફરીયાદ કરી કે કેમ આટલુ થયુ તોય ફોન ના કર્યો, આ વંશ કુમાર ને કેટલુ બધુ વાગયુ છે ? મીતા બોલી પપ્પા એમના ટેનશન મા યાદ જ ના આવ્યુ, ભુલી જવાયુ
ને સુનિતા તુ આખો દિવશ કયી ને કયી વાતો કર્યા કરતી હોય છે તો આ સમાચાર આપવાની ખબર ના પડી ?..
સોરી પપ્પા ,ને કમલેશભાઈ તમે પણ ચાર દિવશે કહ્યુ, આમ થોડુ ચાલે ? મીના બેન ને પાયલ એ મીતા નો રૂમ જોઈ આનંદ થયો, મોટો રૂમ, ને અંદર રજવાડી ફર્નીચર, કાચ નુ મોટુ ઝુમમર
મોટુ ટીવી ,ને આકર્ષિત પડદા
પોતાની દીકરી ઓ ને સારા મા સારુ સાસરુ મડયુ છે એ જોઈ પરેશભાઈ ને મીના બેન ને સંતોષ થયો ,.... સુનીતા નો રૂમ પણ આવો સરસ હતો ,....બધા મહેમાન આવ્યા એટલે મીતા એ પલંગે તકીયા નો ટેકો મુકી ને વંશ ને હાથ પકડી બેસાડ્યો,
એ જોક પરેશભાઈ ને પરમ શાંતિ થયી ને ખાત્રી પણ થયી ગયી કે મીતા નુ લગ્ન જીવન સુખી છે ,ને પતિ પણ પ્રેમાડ છે ....એમના મનમાં જે શંકા ,કુશંકા ઓ હતી એ
બધી દુર થયી.... ગીતા બેન મહેમાનો માટે ચા ,નાસ્તો પણ ઉપર લયી આવ્યા ,...
પે મંજુલા બેન એ જમી ને જ જજો એવો વિવેક કર્યો,
પણ રુખી બા એ ના પાડી ,
ના ના દીકરી ના ઘરે જમવા ના બેસાય ,આતો હવે જમાનો બદલાયો એટલે ચા ,પાણી ,નાસ્તા કરાય છે બાકી અમારા સમયે તો બાપુજી કે ભાઈ ગમે એટલા દુર થી આવ્યા હોય તો ય પાણી એ નહોતાં પીતા ,ગામની બહાર જયી કોઈક ના કુવે કે બોર એ પાણી પીતાં....કમલેશભાઈ એ કહ્યુ, બા એ જમાનો ગયો હવે ,તમારે તો આજે જમી ને જ જવાનુ છે ,આત્મા રામ એ બે હાથ જોડી નમ્રતા થી ના પાડી ,ના
વેવાઈ પાપ ના પાડશો,.....
બે ત્રણ કલાક રોકાયા પછી કમલેશભાઈ ઘરે જવા નીકળ્યા,....આ બાજુ કામીની તો વંશ ની આ હાલત થી અજાણ હતી ,
આજે ડોક્ટર ની એપોઇન્ટમેન્ટ હતી એટલે સંચાલક જયા બેન કામીની ને હોસ્પિટલ લયી ગયા,રૂટીન ચેકપ માટે,....
સોનોગ્રાફી કરી બાડક ની પરિસ્થિતિ પણ જોઈ લીધી ને વિટામિન ની દવાઓ લખી આપી ,....જયા બેન એ ડોકટર ને પુછયુ બેન બધુ બરાબર છે ને ? હા ઓકૈ છે ને પાચં મહીના થયી ગયા છે એનુ બાળક પણ હેલ્ધિ છે ,
બાકી નાની ઉમરે પ્રેગનન્ટ છોકરી ઓ નુ બાડક બહુ નબળુ હોય છે ,પણ કામીની નુ આવનાર બાળક તંદુરસ્ત છે ,....કામીની નીચી નજરે બેસી રહી હતી ,જયા બેન નિશાસો નાંખતા બોલ્યા, શુ કરવાની એની તંદુરસતી ? બિચારા નુ ભવિષ્ય કેવુ હશે એતો ભગવાન જ જાણે ,ને એને બાપનુ નામ પણ મડશે કે નહી એ પણ શુ ખબર ?..
બીચારી દુખિયારી, સાવ અણસમજુ ને નાદાનીયત મા એ છોકરાએ એનો લાભ લીધો હશે એવુ લાગે છે ,ને પ્રેમ નુ નામ આપી દીધુ , આતો એના પિતા ને ફેમીલી સારુ છે કે એને જાકારો ના આપ્યો ને સંસ્થા મા મુકી ગયા ને એનો બધો ખર્ચો પણ ઉપાડશે , ડોકટર મેડમ બોલ્યા, ખર્ચો ઉપાડી ને એમનુ પાપ છુપાવી રહ્યા છે,
કેમ એમના છોકરા ને કોઈ સજા ના કરી ને આ બીચારી ગરીબ વિધવા ની દીકરી છે એટલે દયા ને ફરજ નુ નામ આપી તમારી સંસ્થા મા મુકી
ગયા ,...આજ પ્રોબ્લેમ છે અત્યારે, અમીરો ના દીકરા ઓ પોતાના એન્જોયમેનટ માટે આવી છોકરી ઓ ને ફસાવે ને પછી કાયદેસર કાર્યવાહી ને જેલ ની સજા ની બીકે એમના પૈસા ના જોરે આવો કયી પણ રસ્તો શોધી નાખે ,...કામીની આ બધી વાતો સાંભળી ને બહાર બાકંડે જયી બેસી ગયી ,....જોયુ બેન આ છોકરી હજી પણ એ છોકરા વંશ ને બહુ જ પ્રેમ કરે છે ,આપણે એના માટે બોલ્યા એટલે એ બહાર જતી રહી ,....જયા બેન સાભંડયુ છે કે એ છોકરા ના તો લગ્ન પણ થયી ગયા ,..હા
બેન દોઢેક મહીનો થયી ગયો
લગ્ન ને પેલો છોકરો તો કદાચ ભુલી પણ ગયો હશે ,
કામીની પાસે ફોન પણ છે ,પણ આજ સુધી એનો ફોન આવ્યો હોય કે કામીની એ કર્યો હોય એવુ પણ નથી
બન્યુ....ઓહહહ માય ગોડ
? તો પણ આ કામીની એને હજી પણ ચાહે છે ? હા બેન આખો દિવશ એના વંશ ની જ વાતો કરતી હોય છે ને એકલા વંશ ના જ નહી એ
છોકરા ના મમ્મી, પપ્પા, દાદા દાદી બધાના વખાણ કરતી હોય છે ,...જાણે એ એનુ ઘર જ ના હોય ,? એની સાસરી જ ના હોય ? અમે સંસ્થા ની બધી બહેનો એ એને બહુ સમજાવાની કોશિશ કરી ને કહયુ કે એને ભૂલી જા ને આ સંતાન ના જન્મ પછી તારી આગળ ની જીંદગી નુ વિચાર ,ને કોઈ સારો છોકરો શોધી પરણી જવાનુ ,....પણ એ ચોખ્ખી ના પાડે છે ,... બસ વંશ ને આખી જીંદગી ચાહયા કરીશ ને એની યાદો મા આખી જીંદગી પણ કાઢી નાખીશ ,....અમને તો બહુ દયા આવે છે બીચારી ની પણ આપણે ય શુ કરી
શકીએ,.? સાચી વાત છે આપની પણ જયા બેન ,હશે
હવે એની કિસ્મત મા લખાયું હશે એ થશે ....ચાલો ત્યારે
ડોક્ટર રજા લવ ,આવતા મહીને આવીશુ ચેકપ માટે ,..
ને જયા બેન કામીની ને લયી ગાડી મા બેઠાં ,....કામુ કયી ખાવુ છે ? ના બેન ભુખ નથી
કામીની ને મુડ મા જોઈ ને જયા બેન બોલ્યા, કામુ પાચં
મહીના પુરા થયા ને હવે ચાર મહીના પછી તારુ બાડક તારા ખોડા મા હશે ,....ને પછી એ સંતાન ને કમલેશભાઈ એમના ઘરે લયી જશે ....તો તને દુખ નહી થાય ??? જયા બેન ની વાત સાંભળી ને કામીની બોલી ના મેડમ દુખ શેનુ ??
આ બાળક એમના દીકરા નુ છે ,એમનુ લોહી છે એટલે એમનો હક છે એની પર ,ભલે ને લયી જતાં.....
પહેલો હક તો કામુ તારો છે ,
જો તુ ઈરછે તો પાડી શકે છે
ના ,એવુ ના કરાય મારાથી, એ ઘરનાં, કમલેશકાકા ના મારી મમ્મી પર અને મારી પર બહુ અહેશાન છે ,....એટલે એમની ઇરછા વિરુધ્ધ હુ કયી જ કરવાનુ ના વિચારું,....સારુ તો પછી તુ શું કરીશ ? લગ્ન કરવા ની તુ ના પાડે છે ,તો તુ કોના સહારે જીવીશ આગળ ની જીંદગી?? એ જ ઘરે...જયા બેન ચોકયા ને બોલ્યા ગાડી એ તો સમજ કે હવે વંશ ના લગ્ન થયી ગયા છે ,એ બીજી સ્ત્રી નો પતિ બની ગયો છે ,...તુ હવે એના સપનાં જોવાનુ છોડી દે
ને હકીકત નો સ્વિકાર કર ,
હા, પણ મે એવુ કયાં કહયુ કૈ મારે વંશ ને મારો પતિ બનાવો છે ? એ ઘરમાં મારી મમ્મી આખી જીંદગી એક કામવાળી બાઈ બનીને રહી
એમ હુ પણ એ ઘરમાં કામવાળી બની ને રહીશ ને
જીંદગી એમ જ પસાર કરી નાખીશ ,....બસ મારા સંતાન ને એના પિતા નુ નામ ને સુખી પરિવાર મડે એટલે મને ન્યાય મડી ગયા બરોબર જ છે ,....જયા બેન એક નાનકી છોકરી ના મોંઢે આવી સમજદારી ની વાતો સાંભળી ને નવાઈ પામ્યા, ને વિચારી રહ્યા, કે ભગવાન એ આ માસુમ દીકરી સાથે અન્યાય કર્યો છે....આટલી બધી સમજણ છે છતાં એ વંશ ને કે એના પરિવાર વિશે ખોટુ વિચારતી પણ નથી ,પોતાની મમ્મી ની જેમ
એ પણ એનુ જીવન એક
કામવાળી તરીકે એજ ઘરમાં કાઢશે ,જયા એનો પત્ની તરીકે નો હક છીનવાયો ,એનો પતિ છીનવાયો ને એના બાડક નો પિતા છીનવાઈ ગયો એ છતાં આ છોકરી ને એ ઘર પરિવાર ના લોકો પરતયે લગીરેય ધુણા નથી ,એમનુ સારુ જ વિચારે છે...ખરેખર ધન્ય છે એની માતા કે આવા સંસકાર આપ્યા છે ,પોતે પણ એક અગરબતી ની જેમ બડી ને બીજા ને સુગંધ આપી રહી એમ એની દીકરી પણ એજ કરશે , ઉંમર મા આટલી નાની ને વાતો મોટા માણસ જેવી ,...ખરેખર ભગવાન એ દિકરી તરીકે જન્મ તો આપ્યો છે એની સાથે સાથે ,આટલી સમજણ આટલી શહનશકિત ,ધૈર્ય, પણ ભરપુર આપ્યુ છે ,....ને કામીની ધાર કે એ તારા કમલેશ કાકા તને પાછી એ ઘરે લયી જ ના ગયા તો શુ કરીશ? ને તારી મમ્મી એ તારા સારા માટે મુરતીયો શોધી ને લગ્ન નકકી કર્યા તો તુ શું કરીશ? લગ્ન તો હુ હવે આજીવન નહી કરુ ,ને રહી વાત એ ઘરે ના લયી જવાની તો હુ આ સંસ્થા મા જ રહીશ ને કયીક કામ કાજ શીખી લયીશ ,જેથી મારો ખર્ચો નીકળી જાય ,....પણ મૈડમ મને વિશ્વાસ છે ,એવુ કયી નહી બને મને કાકા ચોકકસ એમના ઘરે લયી જશે જ ,હા વહુ બનીને તો નહી પણ પહેલા ની જેમ જ
એક દીકરી માટે તો એ ઘરમાં જગ્યા મડશે જ.....
ગજબ નો આત્મ વિશ્વાસ છે કામીની તારો તો ? ખરેખર તારા વિચારો બહુ સારા ને ઉંચા છે ,...બસ મને તો તારા આગળ ના ભવિષ્ય ની ચિંતા છે એટલે તને સમજાવાની કોશિશ કરુ છું ને તારા મન ની વાત સાંભળુ છું,...પણ કામુ ત્યા પાછા ત્યા જયીશ તો વંશ ને બીજી સ્ત્રી સાથે જોઈને તને દુખ નહી થાય ? ના રે હવે મન મનાવી લાધુ છે ,કમલેશકાકા ની ઈજજત જેટલુ મોધુ નથી મારુ મન ,પહેલા એ ઘર ની ઈજજત અને પછી મારુ મન ને મારી ઇરછા ઓ , આતો થતા ભુલ થયી ગયી ,સમજણ નહોતી કે આનુ પરિણામ શુ આવશે ,નહીતો આવી ભુલ કરત જ નહી ,.....ને હવે વંશ ના લગ્ન થયા એ દિવશ થી એ મારા માટે પારકો પુરુષ બની ગયો ,ને આવનાર એની પત્ની મીતા એનો શું વાકં ગુનો ? એની સાથે તો અન્યાય ના કરાય ને ? એટલે હવે હુ વંશ ની સામે કદી આખં ઉઠાવી ને નહી જોવુ ,હા દિલ મા એ કાયમ રહેશે ,પણ એ મારો શુધ્ધ પ્રેમ હશે ,એનો ખોટો ઉપયોગ હવે હુ કયારેય નહી કરુ ,...મીતા મારી બહેન જેવી કહેવાય, ને કોક પારકા ઘરની દીકરી ,લાખો અરમાનો લયી આવી હશે વંશ ના ઘર ને જીવન મા તો એની સાથે ખોટુ કયી જ ના થવા દવ ,...વાતો વાતો મા સંસ્થા આવી ગયી ,જયા બેન સાથે વાતો કરવાથી કામીની નુ મન હડવુ ફુલ થયી ગયુ ને જયાં બેન નુ મન ચિંતા મા પડી ગયુ ,શુ થશે આ બીચારી છોકરી નુ ? કામીની ના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @ 54....
ઝંખના .......

લેખક @ નયના બા વાઘેલા