Zankhna - 54 books and stories free download online pdf in Gujarati

ઝંખના - પ્રકરણ - 54

ઝંખના @ પ્રકરણ 54

કીમીની ની ઉંમર નાની અને આટલી સમજણ જોઈ જયા બેન દંગ રહી ગયા....
વંશ ના અકસ્માત ના કારણે કમલેશભાઈ જયા બેન ને ફોન કરવાનુ ચૂકી ગયા ,પહેલા લગ્ન ની વ્યસ્તતા તા ને હવે દીકરા ની આવી હાલત જોઈ કમલેશભાઈ પરેશાન હતા એટલે કામીની ને પણ ફોન કરી શકયા નહી , ને ગીતા બેન પણ કામ મા ને કામ મા દીકરી ને ભુલી જ ગયા.....
ને કામીની ને એવી ગેરસમજ થયી કે , કમલેશકાકા ને કાકી ,બા ,બાપુજી ને મારી મમ્મી બધા મને ભુલી ગયા છે, કોઈ ને મારી ચિંતા કે દરકાર નથી....મારી આ હાલત છે એ છતાં મારી ખબર એ કોઈ પુછતુ નથી...
ને વંશ નો તો હમણાં થી મીસકોલ પણ નથી આવયો ,હા હુ ગુસ્સે છું, કાકા એ પણ ના પાડી છે ફોન રીસીવ કરવાની કે વંશ સાથે વાત કરવાની એટલે હુ ફોન ના ઉપાડુ પણ એણે તો રોજ એક રીગં મારવી જોઈએ ને ,એના એક મીસકોલ થી પણ મારુ મન ખુશ થાય છે ,એને મડયા બરાબર ખુશી થાય છે ,......
ને હમણાં થી તો વંશ એ પણ બંધ કરી દીધુ છે ,શું વંશ મને ભુલી ગયો હશે કે?
આટલા વરસો ને પ્રેમ, મોટી મોટી વાતો અને એ મીઠી પ્રેમ ની યાદો ,આખી રાત હિંચકે બસી રહી પ્રેમ ગોષ્ઠિ
કરતા એ રાત રાણી ના ફુલો ની મહેંક ને કદીય નહોતી ખુટતી એવી અમારી વાતો...
શુ,આ બધુ આટલી જલદીથી ભુલી ગયો વંશ ?
મા કહેતી હતી એ વાત કદાચ સાચી છે ,.... મારી સમજણ પછી મે માને કેટલીય વાર મારા પપ્પા ને એના લગ્ન જીવન ની વાતો પુછી હતી ,ત્યારે મા એક જ જવાબ આપતી ,...બસ પરુષ ની જાત પર ભરોસો કદી ના કરવો ,એની મીઠી મીઠી વાતો મા કદી ના ફસાવુ
ને મારા ભુતકાળ ને હુ ભુલી ગયી છું એને યાદ ના કરાવીશ અને એટલુ કહી મા રડી પડતી ,....બસ પછી મે એને જીંદગી મા ક્યારેય મારા બાપ વિશે કયી પૂછયુ નથી ,ને મારી મા ના જીવન મા કદી કોઈ પુરૂષ ને જોયો નથી, મા ને પ્રેમ શબ્દ થી પણ નફરત હતી , કદાચ મા
એની જગ્યાએ સાચી જ છે
મારી કિસ્મત પણ કદાચ મા ના જેવી જ લખાઈ હશે ,...
વંશ મને ભુલી જ ગયો છે ,
પછી મન મનાવતી બોલી ,હશે ભગવાન મારા નસીબ મા પ્રેમ ને સુખ લખાયુ જ નહી હોય.... આમ પણ ભગવાન અમારા જેવા ગરીબ છોકરી ઓ ને સુખ શબ્દ થી હંમેશા માટે
દુર રાખે છે ,.... આ બાજુ વંશ અકસ્માત ની પીડા મા
કામીની ને ભુલી જ ગયો હતો , લગ્ન પછી થોડા દિવશ
બહુ કોલ કર્યા પણ કામીની
એ વાત ના કરી ,રોજ રાત્રે એની યાદો મા હિચંકે જયી બેસી રહેતો પણ અકસ્માત પછી એ એની પીડા મા કામીની ની પીડા ભુલાઈ ગયી , આમ પણ પુરુષ ને માત્ર પ્રેમ ને કોઈક ના સંગાથ ની જરુર હોય છે ને એ કામ
અત્યારે મીતા કરી રહી હતી
મીતા ,એ વંશ ની હા હાલત મા એની ખુબ જ કેર કરી ,એને પ્રેમ થી પોતાનાં
હાથે જમાડતી, ટોયલેટ જવા માટે પણ મીતા ની મદદ વીના જયી શકતો નહોતો એટવે મીતા એ એને
બધી રીતે સહારો આપ્યો, નવડાવી ને કપડાં પણ ચેન્જ કરી નાખતી , રાત્રે વંશ ઊંઘે નહી ત્યા સુધી માથે હાથ ફેરવી નાના બાળક ની જેમ સુવાડતી ,....મીતા ને પોતાને ઐ વાત નો ખ્યાલ ના રહ્યો કે
એ ક્યારે વંશ ને પ્રેમ પણ કરવા લાગી ,ને વંશ પણ મીતા ને પ્રેમ કરવા લાગયો હતો , એની તકલીફ મા મીતા એનો સહારો બની હતી ,જો મીતા ના હોત તો
પોતે કયારેય સાજો થાત જ
નહી ....ને આ અકસ્માત ના કારણે બન્ને એક બીજા ની નજીક પણ આવી ગયી ,બન્ને ના મનમાં અલગ અલગ વ્યકિત ની યાદ ને મુરત હતી ,બન્ને કોઈ ત્રીજી જ વ્યકિત ને ચાહતાં હતા એ ચાહત ,એ મુરત બધુ ક્યારે ભુલાઈ ગયુ ખબર પણ ના પડી, મીતા ના મનમાં વંશ ની છબી ને જે
ગેરસમજ હતી એ પણ દુર
થયી ગયી ને વંશ થી પ્રેમ થયી ગયો...ને વંશ પણ મીતા ને પ્રેમ કરવા લાગ્યો
મીતા ની મહેનત રંગ લાવી ને હવે વંશ ની તબિયત મા સારો એવો સુધારો થયો ,...
ને હવે વંશ ઘોડી ના ટેકે થોડુ
ચાલવા પણ લાગ્યો, મીતા ની આટલી બધી સેવા જોઈ
ને ઘરમાં, બા ,બાપુજી ને કમલેશભાઈ બધા ખુશ થયી
ગયાં ને મીતા ના વખાણ કરતાં થાકતા નહી , બા બોલ્યા ચલો ,ભગવાન જે કરે છે એ સારુ જ કરે છે
આખરે અકસ્માત ના લીધે
ઘી ના ઠામમાં ઘી પડી ગયુ ,
કમલેશભાઈ ને મંજુલા બેન પણ મીતા અને વંશ ને આમ સાથે જોઈ આનંદ પામતાં મન મા જે શંકા કુશંકાઓ હતી એ દુર થયી ગયી હતી
ગીતા ને પણ ખુશ હતી , કે
હાશ ,દીકરી કામીની ના લીધે
વંશ ના લગ્ન જીવન પર કોઈ આચં ના આવી ને કમલેશભાઈ ની ઈજજત પણ સચવાઈ ગયી....ને આ પારકી દીકરી ને પણ એનો પતિ ને ઘરમાં એની જગ્યા પણ મડી ગયી ,ને મીતા એક સારી પત્ની ને સારી વહુ સાબીત થયી....ને બીજી તરફ પોતાની દીકરી ને યાદ
કરતી ત્યારે એ દુખી થયિ જતી ,પણ ઘરમાં કોઈ ને પોતાનુ દર્દ દેખાઈ આવે એવુ
વર્તન કરતી જ નહી....ઘણી વાર રાત્રે એકલી રડી લેતી ,
દીકરી ની યાદ માં, એનાથી દુર રહી જીવવુ બહુ મુશ્કેલ
હતુ ,ને કામુ ની આવી હાલત મા મા નુ સાથે હોવુ જરુરી હતુ પણ રાધા એટલી મજબુર હતી કે ,ઈરછા હોવા છતાં એ દીકદી પાસે જયી શકતી નહોતી ,એનુ ધ્યાન રાખી શકતી નહોતી
આજે બહુ દિવશે કમલેશભાઈ ને કામીની યાદ આવી એટલે તરત જ સંસ્થા મા જયા બેન ને ફોન કર્યો ને કામીની ની ખબર અંતર પુછી ને હોસ્પિટલ જયી આવ્યા ને દવા લયી આવ્યા કે નહી એ બધુ પુછયુ ,...કામીની અને એના બાડક ની હાલત વિશે પણ
પુછયુ, ...કમલેશભાઈ એ એકી સાથે ઘણાં સવાલો પુછી નાખ્યા, એટલે જયા બેન વ્યંગ મા બોલ્યા, કેમ
કમલેશભાઈ હવે યાદ આવ્યુ કે કામીની કેમ છે ?
દીકરા ના લગ્ન મા આટલુ બધુ વયસત હતાં કે એ પણ ભુલી ગયા કે કોઈ માસુમ દીકરી નૈ ગર્ભવતી હાલત મા
અંહી મુકી ગયા છો ?...જયા બેન ની વાત સાંભળી ને કમલેશભાઈ ખરેખર શોભા પડ્યા, ને બોલ્યા માફ કરજો જયા બેન હૂ થોડા દિવશ માટે મારી જવાબદારી ને ભુલી ગયો હતો ,... એનુ કાંરણ મારો દિકરો વંશ જ હતો,
એ ઘર ની સીડીયો મા થી પડી ગયો હતો ને બહુ વાગયુ હતુ , ને એની સારવાર ને દોડધામ મા ફોન
કરવાનુ રહી ગયુ ,....બાકી કામૂ ની ચિંતા તો આ ઘરમાં બધા ને છે ,.... પણ શુ કરે
પરિસ્થિતિ જ એવી છે ઘરમાં....દીકરા વંશ ને હવે માડં ઊભો કર્યો છે ,...તમે સમજી શકો છો મારી હાલત બેન ,.....ઓહહહ..સોરી સોરી કમલેશભાઈ હુ આ વાત થી અજાણ હતી એટલે
મનફાવે એ બોલી ગયી ,હૂ પણ એક સ્તરી છું ને ,કામીની ની ને આ હાલત મા જોઈ ને દુખ થાય છે એટલે તમને આટલુ બધુ સંભાળાવી દીધુ ,....માફ કરજો ,ના ના જયા બેન તમારે માફી ના માગવાની હોય, ને સોરી તો મારે કહેવુ જોઈએ કે હુ મારી જવાબદારી ઓ સમયસર નીભાવી શકયો નથી ,...ના ના ભાઈ કામીની એક દમ ઓકે છે ને બાડક પણ ,....
તમારા વંશ ને કેવું છે હવે ??
બસ હવે થોડુ સારુ છે ,પણ
રીકવરી આવતાં સમય લાગશે ..... જયા બેન તમે મારી જવાબદારી તમારા માથે લયી મારા પર બહુ મોટુ અહેશાન કર્યુ છે....ને હા કામીની ને કોઈ વાત ની ય ખોટ ના પડે એનુ ધ્યાન રાખજો ,એને બહુ સારા મા
સારી સગવડ આપજો ,હુ બીજા પચાસ હજાર તમારા એકાઉન્ટ મા નાખી દવ છું ..... બસ કામીની ને સાચવી લેજો ,ને એને સમજાવી પણ લેજો કે એ માનસિક રીતે થોડી મજબુત બને ....ભાઈ આ તમારી કામીની એટલી સમજણી છે ને કે એને સમજાવાની કોઈ જરુર નથી પડતી ,આજે હોસ્પિટલ ગયા હતાં ત્યા ડોક્ટરે એને થોડા સવાલો પૂછ્યા ને વંશ વિરુધ્ધ કાર્યવાહી કરવી હોય તો થયી શકે છે, આ વાત સાંભળી ને એણે તો ડોક્ટર ને સંભાળી દીધુ ને ,ને ત્યા થી જતી રહી ,પછી ખાલી જાણવાં પુછયુ તો મને પણ એણે સમજાવી ,...ખરેખર ગજબ ની છે આ છોકરી,..
એ આજે શુ ભવિષ્યમાં પણ
તમારા પરિવાર નુ કે વંશ નુ ખરાબ વિચારે પણ નહી....
હા બેન હુ જાણુ છું, એની મા રાધા પણ બસ એવી જ છે ,....આ તો ભુલ મારા દીકરા ની જ હશે ,બાકી હુ આ માટે જવાબદાર કામીની ને માનતો જ નથી ,બહુ ડાહી છે ....પણ હવે શુ થાય
? એટલે જ તો હુ કામીની ના બાડક ને અપનાવવાનો છું ને બાપ નુ નામ, એનો હક પણ આપવાનો છું જ ,ને કામુ ને પણ કોઈ સારો છોકરો શોધી પરણાવીશ પણ ખરો....બસ ભગવાન સાથ આપે તો બહુ ,....હુ કામીની ને અન્યાય તો નહી જ થવા દવ , આ તો અમારી મજબુરી હતી ,ને વંશ ના લગ્ન પણ લેવાઈ ગયા હતા
એટલે બીજો કોઈ વિકલ્પ નહોતો ,....હુ આપની પરિસ્થિતિ સમજી શકુ છું
ચલો બેન હુ ફોન મુકુ, જય શ્રી કૃષ્ણ....કહી કમલેશભાઈ એ ફોન મુક્યો
ને ગીતા અને મંજુલા ને પણ કામુ ની તબિયત સારી છે ને ત્યા ફાવી ગયુ છે એ વાત જણાવી ,....ગીતા ને પણ શાંતિ થયી ,....હવે કામીની ના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ
@ 55 .....ઝંખના.....

લેખક @ નયના બા વાઘેલા