Gumraah - 1 books and stories free download online pdf in Gujarati

ગુમરાહ - ભાગ 1





ઉનાળાનું નવલું પ્રભાત. વહેલી સવારનો પાંચ વાગ્યાનો સમય. અલબેલી માયા નગરી મુંબઈમાં અત્યારથી જ ધંધાની ધમાલ શરૂ થઈ ગઈ છે.કહેવાય છે આ શહેર ક્યારેય સુતુ જ નથી . મોડી રાતે સહેજ આંખ મીંચી અધૅનિંદ્રામાં પોઢેલી મુંબઈ નગરી વહેલી સવારમાં જ જાણે આળસ મરડી ઊભી થઈને એકદમ દોડવા લાગે છે.
પચરંગી પ્રજાથી વસેલા આ શહેરમાં પ્રાતઃકાળના કોઈ દુત હોય તો એ છે છાપા વેચનારા ફેરિયાઓ. આ દુતો માયાપુરી મુંબઈ ની શાન છે. એ દુતોના દર્શન વિના ઘણા લોકોને ચા પીવી પણ સુઝતી નથી .તો ઘણાની સવાર આ દુતોના દર્શન વિના અધુરી રહે છે. આ ફેરીયાઓ એ વહેલી સવારમાં જ પોતાના પોકારો શરૂ કર્યા.
"મુંબઈ સમાચાર " "પાંચ રૂપિયા" "એક અધિકારીનું અચાનક મોત!" "મુંબઈ ....સ....મા....ચા....ર.....!"
સેન્ટ્રલ મુંબઈ સ્ટેશને આ જ સમયે એક ટ્રેન આવી પહોંચતા તેમાંથી પેસેન્જર્સ ઉતરવા માંડ્યા .ફેરિયાઓ કમાણી માટે ખેંચાણ કારક અવાજો કરવા માંડ્યા. એક અધિકારીનું ભયંકર ખુન....."
પેસેન્જર્સમાં ફૂટબોલ રમનારી એક ટીમ પણ હતી તે ટીમ મેચ રમવા ગઈ હતી. જ્યાંથી વિજય મેળવીને પાછી ફરી હતી.

કોઈ અધિકારીના ખૂનની વાત સાંભળીને હર કોઈના કાન ચમક્યા ! આ ટીમમાંનો એક યુવાન વ્યક્તિ ગણગણ્યો : "એ વળી કયો અધિકારી હશે ? કુતુહલતા ખાતર તેણે ન્યુઝ પેપર ની એક નકલ ખરીદી તેના ફ્રેન્ડ્સ તેની આસપાસ વીંટળાઈને તેની સાથે ખબર વાંચવા લાગ્યા. લખાણનું હેડિંગ આમ શરૂ થતું હતું :
"ખૂબ જ પ્રસિદ્ધ અને પ્રખ્યાત જાણીતા એવા પત્રકાર શ્રી હરિવંશરાય નું ભેદભર્યું મોત !"
અને એ હેડિંગ વાંચતા જ બધા જ યુવાનો ચમક્યા ! "શું મારા પપ્પાનું મોત ! ભેદભર્યુ ખૂન !!! યુવાન બોલ્યો. " ઈમ્પોસિબલ !આ વાત તદ્દન અશક્ય છે ...આ વાત હું માની જ ન શકું !!!"તે એકદમ જ ત્યાં ફસડાઈ પડ્યો."આ વાત ખોટી જ છે ! બીજાએ કહ્યું: તે ન્યુઝ પેપર હાથમાં ખેંચી ઝડપથી આખો ફકરો વાંચવા લાગ્યા :-

‌ " મુંબઈ, તા ૧
મુંબઈના પ્રખ્યાત, લોક સેવકના અધિપતિ મિ. હરિવંશરાય દેસાઈ ગઈકાલ રાત્રે સાડા દસ ની આસપાસ તેમના જ મકાનમાં ખુરશી ઉપર મરણ પર પામેલી હાલતમાં મળી આવ્યા છે.આ બાબતે હજુ કોઈ જ ખુલાસો થયેલ નથી. આ ખૂન કોઈ સાધારણ કારણોને લઈને થયું હોય તેવું જણાતું નથી. આ બાબતમાં પોલીસ ખાતું તપાસ કરી રહ્યું છે.મળેલી માહિતી મુજબ મોતની પહેલી ખબર તેમના જ ખાસ માણસ ગણાતા લોકસેવક ના મદદનીશ અધિપતિ મિ. લાલચરણને પડી હતી ; કે જેવો કોઈ કામ બાબતે તેમને મકાને ગયા હતા. મૃતકના પુત્ર હાલ ફૂટબોલ મેચ રમવા માટે ગયો હોવાથી મૃતક ના કોઈ જ કુટુંબની તેમના મકાનમાં હાજરી નહોતી મિસ્ટર લાલચરણને હાલ તુરત પોલીસને ખબર આપીને 'લોક સેવક'નો ચાજૅ સંભાળી લીધો છે. બીજી કાંઈ પણ ગોઠવણ કરવામાં આવે ત્યાં સુધી આ ન્યુઝ પેપર તેમના જ અધિપતિ પદ નીચે પ્રગટ થતું રહેશે."

ન્યૂઝ પેપર ખરીદનાર આ આખી ખબર વાંચ્યા પછી એકદમ જ ફસડાઈ પડ્યો.આક્રંદ કરતો પોતાના વાળ પીંખવા લાગ્યો. તેમની દુઃખદ ચીસોથી આખુ જ રેલ્વે સ્ટેશન આક્રંદ અવાજોથી ગુંજી ઉઠ્યું.મારા વ્હાલા પપ્પા .....મારા પપ્પા....આ શક્ય જ નથી...એ મને છોડીને જઈ જ ન શકે.... !એમનું ખૂન ...આવું મોત...! અનેક આક્રંદ કરતા એ વારંવાર દુઃખ પ્રગટ કરવા લાગ્યો.

તેમના સાથી મિત્રોએ તેને ગળે લગાવી આશ્વસન આપતા હિંમત રાખવા માટે કહ્યું તેમની ટીમના આગેવાને તેમને કહ્યું : "પૃથ્વી !મિત્ર પૃથ્વી ! આ શું નાના બાળક જેવુ માંડ્યું છે ?શું તું હવે નાનુ બાળક છે ? હિંમત થઈ કામ લે, તું એક સ્પોર્ટ્સમેન છે .સ્પોર્ટ્સમેન સ્પિરિટથી જિંદગી ગુજારવી એ સ્પોર્ટ્સમેનની ખાસ ટેવ હોવી જોઈએ .તારે હિંમત રાખી આજે આ જે કપરો સમય આવ્યો છે તેમનો સામનો કરવો જ પડશે એમાં કોઈ છૂટકો જ નથી."

તેમના કોચ અને મિત્ર સમાન કબીર સિંહ સામે પૃથ્વી ઘડીભર અનિમેષ નયને તાકી રહ્યો. થોડીવાર બાદ તેને ગળે ભરાયેલા ડુમો રોકી ન શકતા તે તેના ગળે એક નાના બાળક ની માફક વળગી પડ્યો. ચોંધાર આંસુ એ ઘણીવાર સુધી લડી રહ્યો.કબીરસિંહ તેના માથે હાથ ફેરવીને તેને સાંત્વના આપતા રહ્યા.

થોડો સ્વસ્થ થતાં તે એકદમ જ ઉભો થયો અને પ્લેટફોર્મ બહાર દોડી ગયો. બહાર જ ઈ ટેક્સી કરીને તે ઈશાવાસ્યમ પરના પોતાના મકાને આવ્યો.

"ઈશાવાસ્યમ" આલીશાન બંગલા આગળ તે ઉતર્યો . આ બંગલો પૃથ્વીના મૃતક પિતા હરિવંશરાય નો હતો ગયા જ વર્ષે તેમણે પોતાના ન્યુઝ પેપર મારફતે 'બે પૈસા' પેદા કરીને બંધાવ્યો હતો. બંગલાની આગળ એક સુંદર બગીચો છે. તેમાં થઈને બંગલા ની અંદર જવાય છે

પૃથ્વી ટેક્સીમાંથી ઉતરીને તરત જ બંગલામાં દોટ મૂકી કે ત્યાં ઊભેલા બે પોલીસના જવાનોએ તેમને‌ રોક્યો.

"મને ના રોકો. હું હરિવંશરાય નો દીકરો છું. "પૃથ્વીએ કહ્યું .
"કોઈને અંદર જવા દેવાનો હુકમ નથી."
"પણ હું એમનો જ દીકરો છું. હું અંદર જઈશ જ." તે બોલ્યો અને અંદર જવા લાગ્યો. પોલીસ જવાનોમાંના એકે તેનું કાંડુ પકડ્યું.
એટલામાં તે બંગલા ના બગીચા માંથી એક પોલીસ અધિકારીને બીજા બે સજ્જન દેખાતા માણસો વાતો કરતા કરતા મેઈન ગેટ પાસે આવતા જણાયા.
પૃથ્વીને પોલીસના માણસો સાથે વાતો કરતો જોઈને તેઓ માનો એક ઉંચો કાળો અને કદાવર બાંધાનો સજ્જન ગેટ આગળ દોડી આવ્યો અને પૃથ્વીનો હાથ પોલીસમેનના હાથમાંથી છોડાવીને તેણે પૃથ્વીને કહ્યું : " બેટા ધીરજ રાખ, હિંમત થઈ કામ લે,આવી ઉદ્ધતાઈ એક રમતવીર ને શોભતી નથી.હુ તારી દુઃખ સમજુ છું પરંતુ એ લોકો એની ફરજ બજાવી રહ્યા છે પોલીસના કામમાં દખલ કરવી યોગ્ય નથી."

"પણ મારા જ મકાનમાં મને જતો રોકવાનો કોઈને પણ હક નથી." પૃથ્વી બોલ્યો. પોલીસ અધિકારી અને બીજા સજ્જન પણ તે વખતે ત્યાં આવી પહોંચ્યા.

અધિકારી સાહેબને સંબોધીને કાળા કદાવર બાંધાના સજ્જને કહ્યું :" મિસ્ટર હર્ષવર્ધન આ મૃતકનો પુત્ર છે .તેનું નામ પૃથ્વી. ફૂટબોલ રમવા શહેર ની બહાર ગયેલા તેમને ત્યાં આ સમાચાર સાંભળ્યા એ હશે એટલે દોડતો ધસી આવ્યો છે .આ બે જવાનોએ આપના હુકમ મુજબ તેને રોકયો હોવો જોઈએ. યુવાનીનું લોહી છે એટલે રુકાવટ કેમ કરીને સાંખે. અધિકારી હર્ષવર્ધન ઘડીભર પૃથ્વી તરફ જોઈ જ રહ્યા.મજબૂત ,ખીલતા બાંધાનો,ચુસ્ત , એકદમ કસાયેલું શરીર, ચમકતી આંખોવાળો અને લડાયક સ્વભાવનો આ યુવાન તેમના દિલને ગમી ગયેલો લાગ્યો .કારણકે ,ગુસ્સે થવાને બદલે જરાક મીઠું હસીને તેણે યુવાન સિપાઈઓને ઈશારો કર્યો એટલે તેઓ તેની આગળથી ખસી ગયા.

પૃથ્વી એકદમ ઝડપથી કાળા ઊંચા સજ્જન પાસે ગયો અને તેનો હાથ પકડીને બોલ્યો : "પણ મિ. લાલ ચરણ એ તો કહો કે મારા વ્હાલા પપ્પાને થયું હતું શું ?"

આખરે થયું છે શું એ જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ........


Share

NEW REALESED