Gumraah - 4 books and stories free download online pdf in Gujarati

ગુમરાહ - ભાગ 4

ગતાંકથી.....



તે ઉપરાંત તમારા ન્યુઝ પેપર પાછળ આયે મારા દોસ્ત લાલચરણને ખુબ જ જહેમત ઉઠાવી પડશે .જો તે પણ તેમ નહીં કરે તો પૈસાની તંગીના કારણે સર પ્રેસ બંધ કરવાનો ટાઈમ બી આવી શકે .બેશક તે બહુ સીદ્દતથી બંધ થઈ શકે તેમ છે. તેના કરતાં મારૂ માનો તો આ પ્રેસ ને બંધ કરીને તમારા ન્યુઝ પેપરને "લોકસતા" સાથે જોડી દો.
પૃથ્વી ઉકળી ઉઠ્યો પરંતુ તેણે એનો અણસાર સુધ્ધાં તે લોકો ને આવવા ન દીધો.

હવે આગળ....

શું "લોકસેવક" ને 'લોક સત્તા' સાથે જોડી દેવું છે? લાલચરણ ,બાહોશ ગણાતા મારા પપ્પાના મૃત્યુ પછી હું શું તેમ થવા દઈશ ?પૃથ્વીએ પૂછ્યું.
લાલચરણ ને બદલે રાયચુરાએ જ જવાબ આપ્યો :"મારા જુવાન ભાઈબંધ નાણા ઉભા કરવા માટે જીમ કે તેમ કરવું જ પડશે ."
"પણ મારા પપ્પાએ કોઈ દિવસ સ્વપ્નમાં આવી બાબત વિચારી નહીં હોય ." પૃથ્વી એ કહ્યું : "લોકસેવક "ને પ્રસિદ્ધ રાખવા પાછળ તેમણે પોતાની જિંદગી ગાળી છે. "લોકસેવક"ની પ્રસિદ્ધિ માટે તેઓ દિવસ રાત ઝઝૂમ્યા છે. "લોકસતા "ની નીતિઓ અને તેમના હેતુઓથી તો મારા પપ્પા તદ્દન વિરોધી હતા. તમારી ગણતરીમાં ચોક્કસ કંઈક ભૂલ થતી જણાય છે. મારા પપ્પા કંગાળ હાલતમાં મરણ પામ્યા હોય એવું માની શકતો જ નથી."

"તમો અતાર ગમગીની થી ઘેરાઈ ગયા હોવાથી જ આમ બોલો છ " રાયચુરાએ ખભા હલાવીને કહ્યું ."પહેલાં તો હું પણ મૂંઝાઈ ગયેલો કે, આયે ખોટ ક્યાંથી આવી ?છતાંય દેખવી ખરી હકીકતો આગળ મારે સર નમાવું પડીઉ. હું તમો તરફ દલગરી ધરાવું છ. હું ચાહું છ કે તમારો ધંધો ધીકતો થાએ. મારા દોસ્ત લાલ ચરણની સલાહ તમોને રાહબર થાશે અને તેની તમો તારા વફાદારી અને ચાહનાનો તમને ખ્યાલ આવે, એવી રીતે અમને બધી ગોઠવણ કીધી છ.લાલચરણ તેની સમજ તમોને આ પાડશે દરમ્યાન, સાહેબજી બાબા. મુને અગતની એક બીજી રોકાન છે." એમ કહીને તે ઉતાવળિયા વકીલે જેમ તેમ કોર્ટ પહેર્યો અને હાથમાં ટોપી લઈને કોટના બટન બંધ કરતા કરતા ચાલ્યો ગયો.

પૃથ્વીને તેમની તોછડાઈથી એટલી બધી ચીડ ચડી કે જેવો એ જતો હતો તેની પાછળ છલાંગ મારી તેમની ગરદન પકડવાનું મન થયું, પણ તે થંભી ગયો ને એકદમ ખામોશ બની ગયો. તેને ખ્યાલ આવ્યો કે એમ કરવાથી હાલમાં મામલો જેટલો પોતાની સામે છે તેના કરતાં વધારે સામો બની જાય ! રાયચુરાના જવાથી હવે લાલ ચરણ અને પૃથ્વી બે જ તે રૂમમાં રહ્યા.
લાલચરણે પૃથ્વીને દિલાસાભરી રીતે કહ્યું : " ભાઈ પૃથ્વી, તને જે કાંઈ સમજાતું ન હોય તેનો વિગતવાર ખુલાસો કરવા હું તૈયાર છું."
"ત્યારે મને સમજાવો "લોક સેવક" માટે રાયચુરા આમ કેમ બોલ્યા ?"
"ભાઈ ,લાલ ચરણ બોલ્યો ," કેટલીક બાબતો એવી હોય છે. દુનિયા ધારે કંઈક, પણ ખરી બાબત હોય તેથી ઉલટી જ! વર્ષોથી તારા પપ્પા ના હાથ નીચે કામ કરવાને લીધે હું અંદરખાનેથી તમામ ખાંચ ખુંચથી માહિતગાર છું. ગયા બે વર્ષથી તારા પપ્પાએ નાણાને લગતી મોટી મુશ્કેલીમાંથી પસાર થવું પડેલું છે. તેઓ જીવતા હતા ત્યાં લગી તો ગમે તેમ ચાલ્યું, તેમણે નિભાવી લીધું. પણ તેમના હાથમાં એ સુકાન રહેલું નહોતું. કમનસીબે હાલ જ્યારે તેઓ મૃત્યુ પામ્યા છે ત્યારે આપણા ઉપર દુઃખનું એક મોટું વાદળ લટકેલું છે. હું તારા માટે મારાથી બનતું બધું કરવા કોશિશ કરીશ .તારે તેટલા માટે મારા ઉપર વિશ્વાસ રાખવો, અને મને દરેક બાબતમાં મદદ કરવી પડશે."

"તો હવે તમે ફ્યુચર માટે શું સૂચન કરો છો ?"
માણસ જાતની શક્તિમાં રહેલી બધી જ તરકીબો સમજીને હું અજમાવીશ."
તમે આગળ ફ્યુચર માટે કેવા પ્રકારના સૂચન કરો છો ?" પૃથ્વીએ વધારે ઘેરા અને કડક સ્વરે પૂછ્યું.
પૃથ્વીની ખાસિયત ને તાબે થયા વિના લાલ ચરણને છૂટકો નહોતો .તેને વિગતવાર સૂચનો જોઈતા હતા. લાલચરણે અને તે આપવા માંડ્યા. " પહેલવહેલા તો ,આપણે તારા પપ્પાના એટલે કે તારા ઘરબાર વેચીને તેના પૈસા "લોક સેવક"ને ખાતે જમા કરીશું .એથી થોડા વખત માટે રાહત રહેશે. છતાં, પહેલેથી સ્વીકારવું રહ્યું કે એ રાહત કામચલાઉ અને ટુંકી મુદતની હશે. તું ઓફિસમાં કામ કરવા જોડાજે. દરેક ખાતાથી અને હિસાબ કિતાબથી હું તને વાકેફ કરીશ. તું જોઈશ કે ,તારા લાભનું જે કાંઈ હશે તે તમામ કરવાને હું ચુકીશ નહીં. જો પ્રેસની હાલત સુધારી શકાય એમ આપણને લાગશે તો હું તેમાં બિલકુલ આડે આવીશ નહીં, તેની તને ખાતરી આપું છું. તને જોઈતા પૈસા ને રોકડરકમ હું વારંવાર મેળવી આપીશ."

લાલચરણે એવી રીતે વાત કરવા માંડી તેથી કોઈને એમ જ લાગે કે મરનાર પોતાનું બધું જ ફનાફાનિયા કરી ગયો છે,ને પોતે હવે તે સુધારવા માટે ખરા અંતઃકરણથી મહેનત કરનાર છે.

પૃથ્વીને આ રીતે સમજાવીને લાલચરણ તેનાથી છુટો પડ્યો અને ઓફિસે ગયો. બાદ હિંમત એકઠી કરીને પૃથ્વી એ પપ્પાના રીડિંગરૂમમાંના કાગળિયા તપાસવા માંડ્યા. પપ્પા જે ફાઉન્ટનથી લખતા હતા તે તેને હાથમાં લીધી તપાસી તે સરસ ચાલતી હતી. પૃથ્વી એ તે ખિસ્સામાં છેડા પર લટકાવી. તેની નજર પુસ્તકો પર પડી .દરેકના નામ વાંચી ગયો. તેવામાં તેણે ટેબલ ઉપર પપ્પાના ની લખવાની 'પૅડ 'જોઈ .તરત જ તેણે તે ઊંચકી લીધી એટલે તેની નીચે પપ્પાની ડાયરી દબાવીને મૂકેલી તેણે જોઈ .તે ઊંચકી લઈને તેણે તેનાં પાના ઉથલાવવા માંડ્યાં તે એકાએક ચોંક્યો.
બે પાનાની વચમાં એક ગોળ ચકરડું જોવામાં આવ્યું. તે સફેદ પુઠાનું સકૅલ હતું. તે એક રૂપિયાના સિક્કા જેટલા કદનું હતું જે બે પાનાની વચમાં આ સકૅલ પડેલું હતું તે પાના ઉપર પુઠ્ઠા જેટલા ગોળ ભાગમાં સહેજ બ્રાઉન કુંડાળા થઈ ગયા હતા.

પૃથ્વી એ સકૅલ ઝીણવટ ભરી રીતે તપાસવા માંડ્યું. તેને એમ લાગ્યું કે ,તે ઘણા વખતથી આ બે પાનાની વચ્ચે રહેલું હોવું જોઈએ; અને આ પાના બ્રાઉન રંગવાળા તે કારણે થઈ ગયા હોવા જોઈએ.
તેણે સકૅલ પોતાના ડાબા હાથની આગલી આંગળીઓ ના ટેરવા ઉપર અધ્ધર ઝાલી રાખી ,જમણા હાથની આંગળીથી ટકોરો મારી. હવામાં ઉડાડ્યું, જેથી તે ઊંચું ગયું અને છત નીચે છબીઓ ટીંગાવાની એક નાની સરખી લાકડાની પટ્ટીમાં ભરાઈ ગયું. તેણે હવે તે તરફ ધ્યાન આપ્યું નહીં ,અને તે જ્યાં પડ્યું હતું ત્યાં રહેવા દઈ પોતાના પપ્પાની ડાયરી નું અવલોકન કરવા લાગ્યો. થોડીવારમાં આમતેમ નજર કરતા અડધી કાગળિયાથી ભરેલી ડસ્ટબીન તરફ તેની નજર ગઈ .તેમણે તેમાંના કાગળિયા બહાર કાઢ્યા. જમીન પર પડેલા કાગળિયા નો ઢગલો તેણે છૂટ્ટો પાડીને તેમાંનો એક એક કાગળ તપાસવા માંડ્યો .એટલામાં તેની નજર વિચિત્ર અક્ષરોવાળા એક પરબીડિયા તરફ ગઈ. આવા પરબીડિયા તો ઢગલામાં પુષ્કળ હતા પણ આમાં અક્ષરો મોટા ધ્યાન ખેંચે એવા અને કંઈક અલગ જ મરોડના હતાં. તેણે તે પરબીડિયું ઉઠાવીને તેની અંદર હાથ નાખ્યો. તેમાં એક નોટ પેપર હોય તેમ જણાયું. તે બહાર કાઢ્યો પણ તે કોરો જ હતો . કંઈ જ લખાણ વિનાનો નોટપેપર આ પરબડીયામાં કેમ રહેવા દેવામાં આવ્યો હશે, એવો પ્રશ્ન પૃથ્વીના મનમાં ઉઠ્યો. જોકે એ પ્રશ્નનો કશો‌ જ જવાબ તે શોધી શક્યો નહીં. તો પણ કુતુહલતાની ખાતર, એ વિચિત્ર અક્ષરોનું પરબીડિયું અને કોરા નોટ પેપર તેણે લઈને પોતાના ખિસ્સામાં મૂક્યા.

હવે રાત્રિના દસના ટકોરા વાગ્યા પૃથ્વીને બગાસા આવવા માંડ્યા. તેથી તે પોતાના રૂમમાં સુવા માટે ગયો. તેના ઘરમાં હવે તે પોતે તેનો રસોઇયો અને એક નોકર એટલા જ માણસો હતા.
હરિવંશરાયના પત્ની એટલે કે પૃથ્વીની માતા વર્ષો અગાઉ ગુજરી ગયા પછી હરિવંશરાય ફરીથી પરણ્યા નહોતા. એક રસોઈયો અને નોકર ઘણા લાંબા સમયથી તેમના ઘરમા કામ કરતા હતા.

પૃથ્વી પથારીમાં કેટલીક વાર સુધી પડી રહ્યો. તે અધૅનિંદ્રામાં હતો એટલામાં એકાએક બાજુના રૂમમાંથી કંઈક ભાંગવાનો અવાજ આવતો લાગવાથી તે ચમકયો.

શું હશે આ અવાજ?????
જાણવા માટે વાંચો આગળ નો ભાગ....
ક્રમશઃ.....