Gumraah - 3 books and stories free download online pdf in Gujarati

ગુમરાહ - ભાગ 3

ગતાંકથી....


પૃથ્વીને લાલદાસ કરતા મિ. રાયચુરા વધારે જ લુચ્ચો લાગ્યો. લાલદાસે તે બાદ મૃતકના એક મિત્ર તરીકે દિનકરરાયની ઓળખાણ કરાવી. મિ. રાયચુરાએ દિનકરરાય કહ્યું : "હેલ્લો જેન્ટલમેન મૃતક ના કોઈ ભી દોસ્ત ને દુઃખ થાય એવો જ આ બનાવ બનવા પામ્યો જ ખરું ની?"

વે આગળ......


એકદમ લાલ ચરણ તરફ વળીને તેણે કહ્યું : 'હા જોવની, લાલ ચરન, હું ને બિલકુલ ટાઈમ નહી. એટલે એકદમ કામકાજ પર ધિયાન આપીએ તો ઠીક. હા .જોવોની મિ. પૃથ્વીચંદર તમારા મૃતક માનવંતા બાપજીએ પોતાનો વસિયત બનાવવાનું માન મુને આપેલું.લાલચરણ ,કહાં છે તે વીલ?"પૃથ્વીએ પોતાના હાથમાંથી તે વસિયતનામું રાયચુરા ને આપ્યું .
" થેંક્યું"એમ કહીને રાયચુરા બોલ્યો : "હવે જાને કે મારે એક દલગરી ભરેલી સુચના કરવી જોઈએ.લાલચરણ,આંખ કામમાં જેવને લાગતું વલગતું નહિ હોએ તેઓએ..."
દિનકરરાયે લાલચરણને કહ્યું : " હું હવે રજા લઉં."
"આવજો, હો ભાઈ દિનકરાય ,બનશે તો હું તમને પછીથી મળીશ."
અને જોવોની મિ. પૃથ્વી તું ભી આએ જેન્ટલમેનની પાછળ જાય તો ઘન્ન્નુ જ ઠીક." રાયચૂરાએ કહ્યું : " હું જાનું છ તો મુજબ, તું એકવીસ વર્ષની ઉંમરે પુગે નહીં, તા વેર આએ બાબતમાં તુને માહિતગારીની અગત્ય નથી. બસક,હમો ફક્ટ તારા ને તારા જ લાભ ખાતર આએ સગલું કામકાજ કરીએ છ, અને ખાતરી રાખજે ,નાના દોસ્ત, તારા હિત વિરુદ્ધ હમો કાઈ જ નહીં કરીએ."

ગુસ્સાથી લાલચોળા આંખ કરી પૃથ્વી રાયચુરા ને કંઈ કહેવા જતો હતો, પરંતુ દિનકરરાયે તેનો હાથ ઝાલીને અને તેનો ખભો થાબડી ને કહ્યું : "શાંતિ રાખ,ધીરજ રાખ અત્યારે ચૂપ રહેવામાં જ ભલાઈ છે ,મારી સાથે ચાલ."

પૃથ્વી ગુસ્સો દબાવીને દિનકરરાય સાથે તે રૂમમાંથી બહાર ગયો. લાલ ચરણે તરત જ તે રૂમનું બારણું બંધ કરી દીધું.
દિનકરરાય ખુબ જ શાંત અને ઠરેલ પ્રકૃતિનો માણસ હતો. અત્યાર સુધી તેણે શાંતિપૂર્વક બધું જોયા કર્યું હતું અને જરૂર વિના કોઈપણ વખતે તે કાંઈ બોલ્યો ન હતો.

પૃથ્વી સાથે તે ઘરના ડ્રોઈંગ રૂમમાં આવ્યો બંને જણ એક સોફા ઉપર બેઠા.
પૃથ્વી એ કહ્યું : " દિનકરરાય કાકા મારા પપ્પાએ મને કાં કહ્યું હોત તો ઠીક થાત. મને પાકી શંકા થાય છે કે કંઈક તો દગો થયો જ છે .અમારી મિલકતનો વહીવટ તમે શા માટે ના કરો? . હું તો એમ જ માનતો હતો કે ,પપ્પા એ તમને ટ્રસ્ટી તરીકે નિમેલા હોવા જોઈએ."
દિનકરરાયે ધીમા સ્વરે કહ્યું : " ભાઈ ,હું પણ પહેલા એમ જ ધારતો હતો. અગાઉના વસિયતનામાં મારું પણ નામ હતું .વળી તારા પપ્પાએ એકવીસ વર્ષની શરત વસિયતનામામા નાંખી હશે, એ પણ હું જાણતો નહોતો.

"ત્યારે શું આપણે કંઈ જ ન કરી શકીએ ?મને નથી ગમતો લાલચરણ કે નથી ગમતો રાયચુરા બંનેને હું.... અપ્રામાણિક ,લુચ્ચા, બદમાશ....."

દિનકરરાયે પૃથ્વીના મોં પર હાથ દાબીને કહ્યું : " એકદમ અકળા નહીં ,ભાઈ, થોડી ધીરજ રાખ તું.જો પહેલેથી વહેમાઈને આમ ગભરાઈ જઈશ એથી તારે જે કંઈ જાણવાનું હશે તે જાણી નહીં શકે .હું કબૂલ કરું છું કે ,આ બે માટે મારો અંગત મત પણ વધારે સારો નથી. છતાં એ...."
"શું આ બાબતમાં આપણે હવે કાંઈ જ ફેરફાર ન કરી શકીએ ?"
તું મારી સાથે મકાનની બહાર આવ. દિનકરરાયે કહ્યું : "આપણે શું કરવું તે હું તને કહું છું."

તેઓ બંગલા બહાર નીકળીને બગીચામાં બેઠા. દિનકરરાય બોલ્યા : " હું એ જગ્યાએ તારે ખાતર તપાસ કરીશ વકીલ કાંતિલાલ અને કલ્યાણદાસ ને મળી આવીશ. તથા ડોક્ટર રામાણી ને પણ મળીશ કે તેઓની શી સલાહ છે? મિ.નાણાવટીની સલાહ પણ લેવી જરૂરી છે.આ બધાને મળીને તે હું તને સાંજે કહી જઈશ પણ એ પહેલા મારી તને એક સલાહ છે અને તે પણ ઇન્સ્પેક્ટર મિસ્ટર હર્ષવર્ધને તને આપી છે એ જ સલાહ છે કે થોડી ધીરજ વાળો થશે કાંઈ નહીં તો તારા મૃતક પિતાની કીર્તિને ખાતર તેમના નામને ખાતર અને તેમના માનને ખાતર ચૂપચાપ જે બને છે તે જોયા કરીને કેવળ શાંતિ અને ધીરજ ધારણ કરજે." તેણે પૃથ્વીને છાતી સરસો ચાંપીયો અને વિદાય લીધી.

*******************************

પૃથ્વીએ તેના ના પપ્પા નું જે રૂમમાં મૃત્યુ થયું હતું તે જ રૂમમાં આવી ખુરશીમાં પડતું મુક્યું.તે ખૂબ જ અકળાયો હતો છતાં પણ તેની આંખમાં આંસુ ન આવ્યા. કારણ બીજા લોકો જેવો તે ઢીલો નહોતો . આજે એક વ્યક્તિ ના ચાલ્યા જવાથી એનું તો જીવન એકદમ જ બદલાય ગયું.તે અંદરથી તો તુટી જ ગયો હતો.પરતું, પોતાને હવે સંસારની ધુસરી એકલે હાથે ખેંચવા માટે ગમે તેવી આફત આવી પડે તો પણ તેની સામે જજુમીને પોતાની શક્તિ એકઠી કર્યા સિવાય છૂટકો નથી એવો નિશ્ચય કરી લઈને તેણે ભવિષ્યનો રાહ કેવો લેવો એ વિશે વિચાર કરવા લાગ્યો.

ગઈકાલે જ્યારે તે ફૂટબોલ મેચમાં ભાગ લેવા ગયો ત્યારે તો તેમના પપ્પા તદ્દન તંદુરસ્ત હતા. આજ તેનું ભેદી રીતે રહસ્યમય મૃત્યુ થયું. હૃદય બંધ પડવાથી મરણ થાય છે પણ આ કેસમાં તેમ નથી પપ્પા ના શરીર પર કોઈ એ ઘા કર્યાના ચિહ્ન પણ નથી, ઝેર આપ્યું હોય એવું કોઈ જ સબૂત નથી. શરીર પર એકપણ પ્રકારની નિશાનીઓ નથી. ત્યારે પપ્પા ના મોતનું કારણ શું? ???આ પહેલી ગૂંચવણ.
આખરે કોણે તેમનું સવૅસ્વ છીનવી લીધું?!? તે ગમગીન બની ગયો. તેનું મગજ ચકરાવે ચડ્યું.

લાલચરણ લુચ્ચો માણસ દેખાય છે. કદાચ રાયચૂરા તેના જેવો જ હશે. જો તેમ હોય તો એક આખું વર્ષ વસિયતનામાની રૂએ આ લૂચ્ચાંઓની સાથે ગાળવું પડશે. અને તે દરમિયાન તેઓ કોણ જાણે કેવા કેવા ખેલ કરશે!? ચાહે ગમે તે થાય પણ એ તો નક્કી છે કે પપ્પા ના મોતનું કારણ શોધવા માટે આ લોકોના સાથે તેમને શક ન પડે એવી રીતે મળી ગયા સિવાય છૂટકો નથી.
આ અને આવા અનેક વિચારોમાં પૃથ્વી ખોવાયેલો હતો તે દરમિયાન લાલ ચરણ અને રાયચુરાની જોડીએ કંઈ ચચૉ કર્યા બાદ પૃથ્વીને પોતાની પાસે બોલાવ્યો.

તેઓ જે રૂમમાં બેઠા હતા ત્યાં પૃથ્વીએ પગ મૂક્યો તો તેની આંખ ફાટીને ફાટી રહી ગઈ.તેને શું જોયું !!!! તેના મૃતક પિતાની તિજોરી ખોલવામાં આવી છે તેમાંના કાગળિયા અને ચલણી નોટોની થોડીક થોકડીઓ બહાર કાઢેલી છે. જાણે પોતાનો જ આ મકાન હોય તેમ વકીલ સાહેબ કોર્ટ અને જાકીટ કાઢીને આરામ ખુરશીમાં પડ્યા પડ્યા પંખા ની હવા ખાય છે.
પૃથ્વીને જોતા જ તેણે કહેવા માંડ્યું કહો. મહેરબાન આપના મૃતક માનવંતા બાપજીના કામકાજની અમોને લીધેલી તપાસનો પરિણામ કેવું? મને કહેતા ભારે દુઃખ થાય છે કે તેઓ પણ કંગાળ અને કમનસી હાલતમાં ગુજરી ગયા છે. આ એ થોડી નોટો તમે જુઓ છો એ જ પણ તેઓ પર દેવું ભારે વધુ છે. તે ઉપરાંત તમારા ન્યુઝ પેપર પાછળ આયે મારા દોસ્ત લાલચરણને ખુબ જ જહેમત ઉઠાવી પડશે .જો તે પણ તેમ નહીં કરે તો પૈસાની તંગીના કારણે સર પ્રેસ બંધ કરવાનો ટાઈમ બી આવી શકે .બેશક તે બહુ સીદ્દતથી બંધ થઈ શકે તેમ છે. તેના કરતાં મારૂ માનો તો આ પ્રેસ ને બંધ કરીને તમારા ન્યુઝ પેપરને "લોકસતા" સાથે જોડી દો.
પૃથ્વી ઉકળી ઉઠ્યો પરંતુ તેણે એનો અણસાર સુધ્ધાં તે લોકો ને આવવા ન દીધો.

શું પૃથ્વી તેમની વાતનો વિરોધ કરશે કે તેમની વાત માની લેશે જાણવા માટે વાંચો આગળ નો ભાગ........
ક્રમશઃ....