Zankhna - 75 books and stories free download online pdf in Gujarati

ઝંખના - પ્રકરણ - 75

ઝંખના @પ્રકરણ 75

વિશાલ એ પોલિશ ને બાતમી આપી દીધી હતી અને સરનામું પણ સેન્ડ કરી દીધુ હતુ ....મયંક એની મસ્તી મા મસ્ત હતો....રવિ છુપાઈ ને મયંક ની પાર્ટી નો વીડીયો ઉતારી રહ્યો હતો મયંક અને કામીની સાથે બેઠા હતા એટલે બધા સમજી ગયા કે આ આ માસુમ છોકરી મયંક નો નવો શિકાર હશે ....વિશાલ ,રવિ રીટા એ બધા એ જમવાનુ ફટાફટ પતાવી ને પોલિશ ની રાહ જોઈને બેઠા હતાં, ને જો પોલિશ મોડી પડે ને મયંક નીકળી જાય તો એનો પીછો કરીને એના ઘર સુધી જવુ એ પણ વિચારી લીધુ હતુ ,....આજે ગમે તેમ થાય આ લફંગા ને હાથમાં થી જવા દેવો નથી ,....સાલો બદમાસ કેટલો નફફટ છે એક વાર આજ શહેરમાં રહી એક માસુમ ની જીંદગી બગાડી ને પાછો આજ શહેરમાં આવ્યો ને હાલ બીજી છોકરી સાથે....ખરેખર આના જેવુ હલકટ કોઈ ના હોઈ શકે....
મયંક ના ફરેનડશ નુ જમવાનુ પુરુ થયુ ને બધા એ મુખવાસ લીધો ને વેઈટર આવી ને બીલ આપતો હતો ને એટલામાં જ સાઈરન વગાડતી પોલિશ હોટલમાં આવી પહોંચી.....ને સીધી મયંક ના ટેબલ પાસે આવી ને મયંક ને બાવડે થી પકડી લીધો ,ને બોલ્યા યુ આર અંડર એરેસ્ટ....કહી ને પોલિશ એ મયંક નુ વોરન્ટ બતાવ્યું, બે ,પાચં મીનીટ તો મયંક નો સટાફ ને હોટલ મા હાજર લોકો ને હોટલ માલિક પણ અવાચક થયી ગયો .... માયા ના પતિ ધવલ અને જયા બેન બોલ્યા, સાહેબ તમારી કયીક ભુલ થતી લાગે છે આ મયંક કોઈ જાતનો ગુનો કરે એવો નથી ,એ અમારી સાથે છેલ્લા એક વરસ થી જોબ કરે છે અમે બધા એને સારી રીતે ઓળખીએ છીએ, તમે જે સમજો છો એ આ નથી,
ને પોલિશ એ ખીસ્સા મા થી મયંક નો ફોટો કાઢી ને બતાવ્યો ને બોલ્યા આ મિસ્ટર દોઢેક વર્ષ થી શરાફત
નુ મહોરુ ઓઢી ને સંતાતો ફરે છે ,પોલીશ એ એની પાછળ પાગલ ની જેમ પડી હતી પણ આ બહુ શાતિર ને બહુ માસ્ટર માઈન્ડ આરોપી છે,.....સ્ટાફ ના બધા માણસો અને કામીની, જયાબેન એ પણ મયંક નો ફોટો જોયો એટલે બધા ને ખાત્રી થયી ગયી કે ફોટો તો મયંક નો જ છે ,...કામીની ગભરાઈ ગયી ને આજીજી કરતાં બોલી ,સાહેબ આ મારા પતિ છે એ કોઈ ખરાબ કામ કરે એવા નથી ,આ કોઈ એમનૂ હમશકલ હશે ........
મયંક ના મિત્રો એ પુછયુ પણ એનો વાકં ગુનો શુ છે એ તો જણાવો ,બસ એમજ સીધો ધરપકડ કરી લો એ ના ચાલે ,...આવા શબ્દો બોલનાર મિત્ર ના હાથ મા વોરન્ટ નુ કાગડ આપ્યુ,....
ને બોલ્યા આ આજકાલ નુ નથી આ માણસ ની તલાશ પોલિશ ને દોઢ વર્ષ થી હતી..
આ બહુરીઢો ગુનેગાર છે ,એસ.એમ. કોલેજમાં ભણતો હતો, ત્યા ના પ્રિન્સીપાલ, હોસ્ટેલ મા જયાં રહેતો હતો એ સાહેબ અને એક છોકરી ના પિતા એમ ત્રણ વ્યકિત ઓ આ નાલાયક વિરુધ ફરિયાદ નોંધાવી હતી....પણ આ માણસ પોલિશ ને ચકમો આપી એના વતન મા જતો રહ્યો હતો ,.....કામીની ની અકળામણ વધી ગયી ને બોલી પણ સાહેબ એમનો વાકં ગુનો શુ છે ??? બહેન તારો આ સીધો સાલો લાગતો પતિ મયંક મહાઠગ છે ,કોલેજમાં સાથે ભણતી એક મીતા નામની છોકરી ને પ્રેમ જાડ મા ફસાવી ,એની સાથે એના પૈસા થી જલસા કર્યા ને લગ્ન ની લાલચ આપી ને એના ઘરેથી દોઢેક કરોડ નો મુદામાલ ,રૂપિયા મંગાવી ને એ લયી છોકરી સાથે ભાગી ગયો ને પછી એ મુદામાલ લયી ,એ છોકરી ને ટ્રેન મા એકલી મૂકી ને ભાગી ગયો ,એની સાથે છેતરપીંડી કરી છે ,....એટલા મા કોલેજ ના પ્રિન્સીપાલ ને હોસટેલ ના સાહેબ અને વોર્ડન પણ આવી પહોંચ્યા
ને મયંક ને ઓળખી બતાવ્યો ને મીતા ના મિત્રો એ પણ ઓળખી બતાવ્યો, વિશાલ એ તો ગુસ્સે થયી મયંક ને બે જોરદાર લાફા ઝીંકી દીધા પોલીશ એ રોકયો....સાલા નાલાયક મારા ગામ ની માસુમ દીકરી ને ફસાવી એની જીંદગી બરબાદ કરી સાલા હરામી ,ને હવે આ બીજી માસુમ ની જીંદગી બરબાદ કરી જ નાખી ,મયંક ની હાલત તો કાપો તો લોહી ના નીકળે એવી થયી ગયી હતી, જે મિત્રો એના વખાણ કરતાં થાકતા ના હતાં એ બધા એને નફરતથી જોઈ રહ્યા હતાં, જયા બેન અને કામીની ની હાલત પણ ખરાબ હતી....રવિ એ આખી ધટના નો વિડીયો ઉતારી લીધો હતો જેથી મીડીયા મા પણ આપે તો આ નાલાયક મયંક એ જેની જેની સાથે છેતરપીંડી કરી હોય એ બધા ને જાણ થાય,
માયા બોલી ,મયંક ભાઈ તમે આવા હશો એ જાણતી હોત તો કામીની ના લગ્ન તમારી સાથે કયારેય ના કરત
તમે લગ્ન પહેલા એક માસુમ ની જીંદગી બરબાદ કરી ને બેઠા હતાં, છી તમને શરમ પણ ના આવી કે ફરી પાછા એજ શહેરમાં બીજો શિકાર શોધવા આવી ગયા.....મયંક પોલિશ ના પગ મા પડી કરગરવા લાગ્યો ને બોલ્યો,
મને માફ કરી દો મારી ભુલ થયી ગયી ,પોલીશ એ એક લાફો મયંક ને ઝીંકી દીધો ,સાલા બદમાશ તારો ગુનો માફી ને લાયક નથી ,તારા કરતુતો ના કારણે ઘણા લોકો એ સહન કર્યુ છે
હવે તો તને વધુ મા વધુ સજા થાય એવુ કરીશ,....
મયંક એ કામીની નો હાથ પકડી લીધો ને બોલ્યો, કામીની તુ તો મને સમજવાની કોશિશ કર ,જે થવાનુ હતુ એ પહેલા થયી ગયુ છે ,એ હુ સવીકારુ છું પણ હવે તો હુ સુધરી ગયો છું ને આપણા લગ્ન પણ થયા છે ,તુ જ કહે ને આ બધા ને મે તારી સાથે કોઈ છેતરપીંડી નથી કરી તને બહુ પ્રેમ થી રાખી છે ,....કામીની એ ગુસ્સા થી મયંક નો હાથ ઝાટકી નાખ્યો ને બોલી ,સાહેબ લયી જાઓ આ નરાધમ ને ....ખબર નહી એણે કેટલી છોકરી ઓ ના જીવન બરબાદ કર્યા હશે ,મયંક ઓફિસ ના મિત્રો સામે કરગરી કહેવા લાગ્યો, પ્લીઝ કોઈક તો મને સમજો મારી મદદ કરો, હવે તો હુ સુધરી ગયો છું ને ,...માયા ને ધવલ બોલ્યા, એક ખુન કર્યા પછી ખુની એમ કહે કે હુ સુધરી ગયો છુ તો શુ પોલિશ એને છોડી દે ? ના એવુ ના હોય ગુનેગાર ગમેએટલુ છુપાતો ફરે પણ વહેલા મોડા એના પાપ નો ઘડો છલકાયા વિના ના રહે ,..... કોન્સ્ટેબલે મયંક ને હાથકડી પહેરાવી કોલર થી પકડી ને એક રીઢા ગુનેગાર ની જેમ ધરપકડ કરી ને પોલીસવાન મા નાખ્યો....મયંક કામીની ,કામીની બુમો પાડતો રહ્યો ને પોલિશ એને લયી ને ચાલી ગયી ,કામીની ત્યા જ ફસડાઈ પડી ને ધ્રુસકે ધ્રુસકે રડી પડી ને જયા બેન ને વળગી ને બોલી ,જયા મા મારા નસીબ જ આટલા ખરાબ કેમ છે ?
મારા નસીબ મા જ કેમ પતિ નો પ્રેમ ને સુખ નથી લખાયુ
કામીની નુ આકરંદ જોયી ત્યા હાજર બધા ના આખં મા આશુ આવી ગયા,રીટા ને રીના પણ એને આશ્વાસન આપવા પાસે આવી ,ને બોલી બેન સારુ થયુ કે તને એની હકીકત ખબર પડી ,બાકી અમારી મીતા ને તો આ માણસે બરબાદ કરી નાખી ,ને એના કારણે તો બિચારી નુ ભણવાનું બગડયું ને એના લગ્ન એક ગામડાં મા થયી ગયા, અમે બધા છેક સરથાણા ના છીએ ને અંહી શહેરમાં હોસ્ટેલ મા રહી બધા સાથે ભણતાં હતાં ઐમા આ મયંક પણ હતો ને આમારા સરથાણા ની મિત્ર મીતા ને પ્રેમજાળમાં ફસાવી ને લગ્ન નો વાયદો કરી એને એના જ ઘરમાં મોટી ચોરિ કરાવી ને એ બધો મૃદામાલ આ નાલાયક લયી ને ભાગી ગયો, કામીની ને એકદમ યાદ આવ્યુ, સરથાણા તો મીતા નુ ગામ ,તો આ એજ મીતા છે ,જેના લગ્ન વંશ સાથે ઉતાવળે નકકી થયી ગયા હતાં ને એટલે જ મારે પણ સંસ્થા મા આવી જવુ પડયુ હતુ ,....કામીની એ રડતા રડતા પૂછયું મને મીતા નો ફોટો હોય ફોન મા તો બતાવો ને પલીઝ,...ને રીટા એ મીતા નો ફોટો બતાવ્યો..
કામીની ફોટો જોઈ ને ફરીથી રડી પડી .....હે ભગવાન આ મયંક એ જ મીતા ને સાથે સાથે મારી જીંદગી પણ
બગાડી ,....હવે આ વાત ત્યા વડાલી મા કમલેશકાકા ને વંશ ને જાણ ના થવી જોઈએ ,નહીતર મીતા ની જીંદગી બગડશે ,એનુ લગ્ન જીવન પણ ભાંગી પડશે ...
કામીની એ આશુ લુછી નાખ્યા, ને ઉભી થયી ગયી ,રીટા નો અને એના મિત્રો નો આભાર માન્યો કે મયંક ની સચ્ચાઈ બધા ની સામે લાવીને એને જેલભેગો કર્યો.....રીટા એ પુછયુ બેન તમે મીતા ને ઓળખો છો ??
હા મીતા મારા નજીક ના સગા ના ઘરે જ પરણાવી છે ,પણ તમે ચિંતા ના કરતા આ બધા મા મીતા નુ નામ કયાંય નહી આવે ,....એ નાલાયક એ એટલો મોટો ગુનો કર્યો છે તો એની સજા તો મડવી જ જોઈએ, રીટા એ ફરીથી બે હાથ જોડી ને કામીની ને વિનંતિ કરી કે મીતા ની સાસરી મા મયંક સાથે જે છોકરી નુ નામ હતુ એ મીતા હતી એ વાત ની ખબર બિલકુલ ના પડવી જોઈએ.... રીટા એ કામીની ને ખાત્રી આપી અને જયા મા સાથે ગાડી ના ડ્રાઈવર ને લયી ને પોતાના ઘરે જવા નીકળી .....વિશાલ ,રીટા બધા પણ હોસટેલ જવા નીકળ્યા, જયા બેન ને માયા ધવલ સાથે કામીની ના ફલેટ પર આવ્યા, માયા કામીની સામે હાથ જોડી બોલી ,ખરેખર કામીની મને મયંક ની આ વાત ની ખબર જ નોતી ,ને એ કયાં થી આવ્યો ને કયાં રહેતો હતો એ કશૂ જાણતી નહોતી ,બસ ઓફિસમાં એનુ વર્તન, વાણી ,સારા હતાં એટલે હુ એને ઓળખવા મા થાપ ખાઈ ગયી, મને માફ કરજે કામીની.....ના ના માયા બેન તમે માફી ના માગો ,આ તો બધા કિસ્મત ના ખેલ છે ....
મારા તો નસીબ પહેલે થી જ ખરાબ છે ,એમા તમારો શું વાકં ??? જયા મા પણ બહુ ટેન્શન મા આવી ગયા હતાં, એમણે વિચાર્યું કે ગયી વખતે પોતાની બેદરકારીથી કામીની એ એનુ બાળક ગુમાવ્યું હતુ ,પણ આ વખતે હુ એ ભુલ નહી કરુ ,કામીની નુ જીવન હવે આવનાર બે બાબા છે ,એના ફે દિકરા, ને હવે એનુ ઘરનુ ઘર છે ,પોતાનું બયુટીક છે ,કામીની એક બિઝનેસ વુમન છે ,હવે એ પગભર છે
કામીની એક હિંમત વાડી છોકરી છે ,હોશિયાર છે એ ક્યારેય હાર નહી માને ,મારે આ ઘટના ની જાણ વડાલી કમલેશભાઈ ને જાણ કરવી પડશે,અત્યારે આટલા મોડા ફોન નથી કરવો કાલ સવારે ફોન કરીશ ,....માયા ને ધવલ કામીની ને આશ્વાસન આપી ઘરે જવા નીકળ્યા....કામવાળા ગંગા બા ,મયંક ની સચ્ચાઈ જાણી હેતબાઈ ગયા, એ રસોડામાં ગયા ને ગરમ દુધ લાવી કામીની ને પીવડાવ્યું ને રાત ની દવા આપી ,જયા મા કામીની ની પાસે જ સુયી ગયા,...બન્ને ની ઉગં હરામ થયી ગયી હતી ....કામીની વિચારી રહી હતી કે મારુ જીવન તો બગડયું જ પણ મીતા નુ નહી બગડવા દવ ,
એણે બિચારી એ કોલેજ સમયે જ મયંક થી મોટો દગો ખાધો છે ,...એનુ ભણવાનું બગડયું એના સપના રોડાઈ ગયા ને બીચારી ના લગ્ન પણ ગામડામાં થયી ગયા....મીતા ના મમ્મી પપ્પા પર શુ વીતી હશે ? એટલે જ મીતા અને સુનિતા ના લગ્ન ની ઉતાવળ કરતાં હતાં....કામીની એ આખી રાત પડખા બદલયા ઉઘં જ ના આવી , બીજા દિવશે સવારે ન્યૂઝ પેપર અને મીડીયા મા આ વાત આવી ગયી......જયાબેન એ ટીવી ચાલુ કર્યુ તો એ જ ન્યુઝ આવતા હતા એટલે જયા બેન એ કમલેશભાઈ ને ફોન કરી જલદીથી ટીવી ચાલુ કરવાનુ કહયુ ,...પણ શુ થયુ બેન ? એ પછી ફોન કરુ છું, ટીવી ચાલુ કરો બધુ સમજાઈ જશે ને પેપર મા પણ આવ્યુ છે ,....કમલેશભાઈ એ ટીવી ચાલુ કરી ને એ વખતે ન્યૂઝ મા મયંક ના કરતુત બતાવી રહ્યા હતાં ને એક હોટલમા ઘટના બની એ સમયે બાજુમાં કામીની અને જયાબેન પણ બતાવતા હતાં, મયંક એ કોલેજ સમયે જ હોસ્ટેલ માં રહી ગામડાની એક છોકરી ને પોતાની પ્રેમજાડ મા ફસાવી ને કરોડો રુપિયા નુ કરી ગયો હતો ,...સારુ થયુ મીડીયા મા કે પેપર મા ભોગ બનનાર છોકરી નુ કયાંય નામ નહોતુ આવ્યુ,....મીતા સવાર ઊઠી તો એના ફોન મા રીટા એ વોટશપ પર એક વીડીયો મોકલ્યો હતો ,ને એક મેસેજ છોડ્યો હતો કે પેલો નાલાયક મયંક પકડાઈ ગયો છે ને એ હવે જેલ માં છે...
મીતા એ બાથરુમ મા જયી આખો વિડીયો જોયો ને એના મનને ટાઢક વડી ,હાશ એ નાલાયક એ મારી સાથે દગો કર્યો મારા રૂપિયા ઘરેણાં લયી ગયો ને એશ કરતો હતો ,....હવે એની જગ્યાએ એ પહોંચી ગયો...
પણ આ બાજું માં કામીની છે ,એને છેલ્લા મહીના ચાલી રહ્યા છે, હે ભગવાન કામીની ની રકસા કરજો ..
કામીની ના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @ 76
ઝંખના.........

લેખક @ નયના બા વાઘેલા