rain of love books and stories free download online pdf in Gujarati

પ્રેમ નો વરસાદ

बीना देखें बात किए ये इश्क़ नहीं होता जनाब, ये कहने वाले को क्या बताऊं मैं! ये इश्क़ हैं सौदा नहीं जिस्म का, यहां दिल से नाता होता है, इश्क मैं यूंही नहीं कोई बदनाम होता!
અભિલાષા ખૂબ કઠોર, ક્રોધી અને સિદ્ધાંત પર ચાલવા વાળી હતી. પ્રેમ વિવેક લાગણી નું નામ તો આવે નહિ તેમાં પરિસ્થિતિ એ અને પોતાનાં લોકો દ્વારા મળેલી ઠોકર અને તિરસ્કારે તેને અવિવેકી બનાવી દીધી હતી.
પિતા પ્રત્યે પ્રેમ અપાર હતો. એક દિવસ યૂટ્યુબ પર કોઈ સાધુ નો વિડિયો બતાવ્યો જે ખૂબ આધ્યાત્મિક અને તેજસ્વી યુવાન હતાં. પિતા એ વિનોદ કરતાં કહ્યું મારે આની પાસે તને લેતાં જવું છે, મને ખબર પડે તારા મનમાં શું ચાલે છે, અને અભિલાષા એ કહ્યું કોઇ ની તાકાત નથી મને બદલવાની બસ આવાં બધાં ઢોંગી ને જોવાનું બંધ કરો અને સૂઈ જાવ સવારે તમારે મધ્યપ્રદેશ માટે નીકળવાનું છે. પિતા ખૂબ રામ નાં ભરોસે જીવવા વાળા બસ પોતાની પુત્રી ની ચિંતા સતાવતી રેહતી..
અભિલાષા ક્યારે પણ કોઈ કામ વિચારી ને નોહતી કરતી કોનું શું થશે કોને દુઃખ લાગશે જરા પણ વિચાર નોહતી કરતી, એક સમય શાંતી થી બેસીને રીલ જોતી હતી તેમાં પેલાં તેજસ્વી યુવા નું પ્રવચન હતું " तुम भटक चुके हों, तुम वैसे नहीं जैसे दिख रहे हों।" જાણે તે વાત અભિલાષા ને હલાવી નાખતી હતી. તેને મોબાઈલ બંધ કરી ને સ્વસ્થ થવાનો પ્રયાસ કર્યો અને ફરીથી કામે લાગી ગઈ.
હવે આ રોજ ની ઘટનાં થઈ રોજ હરનો સામનો કરી ને થાકેલી અભિલાષા ડિપ્રેશન નો શિકાર થવા લાગી તેની અંદર શું ચાલતું તે જ જાણતી. ફરી મોબાઈલ લીધો અને પેલા યુવાન નો વિડિયો ફરી આવ્યો, " बहुत धक्के खा लिएं, बहुत अवेलना जेल ली.. अब बस आज से तुम मुझ से जुड़ जाओ। और जुड़ना तो फिर मुड़ना नहीं।" અભિલાષા ને ફરી લાગી આવ્યું તેને હસતાં કીધું, વાંધો નહી હું આજ થી જોડાય ગઈ આપને હવે જોવું છું કે મને જોબ મળે છે કે નહિ.. તેવી હસી કરતાં તે જોબ નું ઇન્ટરવ્યું દેવા ગઈ ત્યાં તો ચમત્કાર થયો તે જોબ માટે સિલેક્ટ થઈ ગઈ એન્ડ ધાર્યા કરતાં સારી સેલરી પણ નક્કી થઈ.
ફરી પાછી જિંદગી ચાલવા લાગી.. એક દિવસ વગર વાકે તેનાં બોસ એ તેનાં પર ઇલજામ લગાવ્યો અને કીધું કે હું આજે જોબ માંથી કાઢું છું તું મને કેબિન માં મળવા આવ, બસ ફરી પાછી નસીબ ને દોષ દેવાનું અભિલાષા એ શરૂ કર્યું અને મોબાઈલ લીધો ત્યાં ફરી તે યુવાન નો વિડિયો આવ્યો "चिंता मत करो मैं तुम्हारे साथ हूं" બસ ફરી તેનાં ભરોસે તે બોસ ની કેબિન માં રડતી ગઈ ત્યાં.. બોસ એ તેનાં વખાણ કર્યા અને સેલરી વધારી આપી.
અભિલાષા મુસીબત માં પડે અને તે યુવાન નો વિડિયો જોઈને રસ્તો કરી લેતી, કેદારનાથ નાં દર્શને જતાં હતાં ત્યાં ભગવાનના દર્શન નાં થયા ત્યારે તે યુવાન ની વાત યાદ આવી "केदारनाथ हठी भगवान हैं उनको ज़िद से और भरोसे से पाया जाता है।" ફરી તેને ભરોસો કર્યો ત્યાં અને મંદિર બહાર પોતાનાં હદય થી ભગવાન ને કીધું કે તમે હઠ્ઠી છો તો હું તમારી ભક્ત છું તમારાં દર્શન વગર હું નથી જવાની બસ ત્યાં ભગવાન નાં દર્શન થયા.
ધીમે ધીમે તે યુવાન તરફ ઢળવા લાગી નાં તો તે ક્યારે પણ મળી નાં તો વાત કરી બસ તેનાં વિડિયો જોઈને પોતાનાં પ્રશ્નોના જવાબ મેળવવા લાગી, ધીમે ધીમે અભિલાષા સુંદર અને પ્રેમાળ બનવા લાગી જેને જીવન માં ક્યારે પણ હાસ્ય નોહતું કર્યું તે હસવા લાગી, લોકો ની પીડાથી દુર પોતાની જાતને તે વ્યક્તિ માં ઢાળવા લાગી, દુનિયા સુંદર દેખાવવા લાગી જેમ પ્રેમ માં વ્યક્તિ મદહોશ હોય તેમ તે બાવરી થવા લાગી જેમ મીરાં ને ક્રિષ્ના સિવાય કશું નોહતુ દેખાતું તેમ તે પણ પેલાં યુવાન સિવાય કોઈ ને જોતી જ નહીં.
પિતા એ પોતાની પુત્રી માં આવનાર બદલાવ જોઈ ને સંદેહ કરવાં લાગ્યાં કે આટલો પરિવર્તન કેમ મારી દીકરી માં આવ્યો?? પ્રેમ વસ્તુ જ એવી છે છૂપાવી નાં શકાય.. પિતા એ દીકરી ની તપાસ શરૂ કરી કે કોઈ વ્યક્તિ નક્કી તેનાં જીવનમાં આવ્યું છે જેનાં કારણે આ બદલાય ગઈ છે.
પિતા એ ફોન અને ઓફિસ માં બધે તપાસ કરવાનું શરૂ કર્યું પણ હાથ માં કશું નાં આવ્યું.
કેવી રીતે આવે!? સન્મુખ ને પ્રેમ કરવો સેહલો હોઈ જ્યારે જે વ્યકિત સામે જ નાં હોય તેની પ્રત્યે નો પ્રેમ અદભુત હોય.. અભિલાષા જાણે અપરાધી હોઈ તેમ તેનાં પર કઠોર વલણ થવા લાગ્યું અને ફરી પાછી પીડા અને યાતના ઓ શરૂ થઈ. તે સમજી નોહતી શકતી કે તેની ભૂલ શું છે!? નિર્મળ મનથી કરેલો પ્રેમ વધારે અસરદાર હોય છે.
તે યુવાન નો વિડિયો જોતી અને પોતાની જાતને સમભાળતી.
હવે વેદનાં અસહનીય અને અવર્ણનિય હતી. તે રોજ તે યુવાન નો વિડિયો જોઈને કહેતી કે હવે તમે સન્મુખ આવો અને મારી આ પીડા નો અંત કરો.. પણ વ્યર્થ પ્રેમ પણ કાલ્પનિક અને વિચાર પણ કાલ્પનિક મીરાંબાઈ ની જેમ હવે કોણ પ્રેમ કરી શકે? લોકો એ અભિલાષા ને કાલ્પનિક અને તરંગી કેહવાનું શરૂ કર્યું..
પિતાને વાસ્તવિકતા ની જાણ થઈ ત્યારે પુત્રી ને કાલ્પનિક જીવન માંથી બહાર આવવા કહ્યું.. મન
અને હર્દય ની પીડા સાથે વાસ્તવિકતા અભિલાષા ને તકલીફ પોહચડવા લાગી પણ પ્રેમ છૂટતો નોહતો..
પિતાએ પોતાની પુત્રી નું વિચારી ને કોઈ સાધુ જે મેડિટેશન અને યોગ કરાવતાં તેવા તેજસ્વી સાધુ ને ત્યાં પોતાની પુત્રી ને રાખી જેથી તે વાસ્તવિકતા સ્વીકારે અને સામાન્ય જીવન જીવે.. સાધુ અને તેની પત્ની ને અભિલાષા ખૂબ પ્રિય હતી પોતાની પુત્રી ની જેમ તેને રાખતાં. સમય ની સાથે લોકો ને થયું કે અભિલાષા કાલ્પનિક જીવન માંથી બાહાર આવી ગઈ છે પણ કોણ જાણે જે દિલ થી તે બસ તે યુવા સાધુ નાં પ્રેમ માં હતી. દરેક સામે તેને પોતે સ્વસ્થ થઈ ચૂકી છે તેવું વ્યક્ત કરીને જીવવા લાગી, પણ રોજ એકાંત માં રડી ને તે યુવાન ની તસવીર ને કેહતી હવે તો તમે તસ્વીર માંથી બહાર નીકળો અને મારો સ્વીકાર કરો, પણ વ્યર્થ જેને જોયા કે જાણ્યા નથી તે કેવી રીતે મળે!?
એક દિવસ સાધુને ત્યાં ઘણાં મહાત્મા આવ્યાં અને તે લોકો નાં સ્વાગત ની જવાબદારી અભિલાષા ને આપી.. તેને ખૂબ સુંદરતા થી સમગ્ર આયોજન સમભાળ્યું અને આશીર્વાદ પણ મેળવ્યાં કે તારી ઈચ્છા પૂરી થાય..
અહીં બીજાં દિવસે પ્રચંડ ભીડ માં કોઈ નું આગમન આશ્રમ માં થયું તેને જોવા લોકો ની ખૂબ ભીડ હતી અભિલાષા શણીક માટે સ્તબ્ધ થઈ જાણે હદય નાં ધબકારા ચૂકી ગઈ હોય તેમ તે ઉભી રહી.. ફરી પાછી પોતાને સ્વસ્થ કરીને પોતાનાં કાર્ય કરવા લાગી.
થોડીક વાર પછી હલકા વરસાદ નું આગમન થયું તેમાં અભિલાષા ભીંજાવા લાગી.. પોતાની જાતને તે વ્યકિત ની યાદો માં ઢાળવા લાગી.. એ વ્યકિત જે ને તે ક્યારે પણ મળી નથી જેને તેનાં માં પરિવર્તન લાવ્યું જે તેની માટે સમગ્ર જીવન બની ગયો બસ આંખ બંધ કરીને તેની પીડા ને વાગોળવા લાગી કે કાશ તે વ્યકિત તેનું જીવન હોઈ.. કાશ તે કલ્પના નાં હોય કાશ તે તેની સામે હોય બસ વરસાદ ની બુંદ ને પોતાનાં ચેહરા પર મહેસૂસ કરતાં તે વ્યકિત ને યાદ કરવાં લાગી.. અચાનક મેઘ ગર્જના થઇ ને પોતે જાણે કઈક મહેસૂસ કરતી હોય તેમ નાચવા લાગી થોડી વારમાં તેનું હદય ધબકવા લાગ્યું કાનમાં વરસાદ નો અવાજ જાણે બંધ થયો અને બંધ આંખે આશ્રુ વહેવા લાગ્યાં, ફરી પાછી પોતાને વાસ્તવ જીવનમાં લાવી અને દુઃખતા હદયે પોતાની આંખો ખોલી વરસતા વરસાદ માં જાણે ભાવ ફરી શૂન્ય બની રહ્યાં હોય તેમ નીચે નજર રાખીને આંખ ખોલી તો કોઇ તેની સન્મુખ ઊભું હતું જેના પગ જોઈને તેને તરત પોતાનું માથું ઊંચું કર્યું..
થોડીક ક્ષણ તો આભી બની રહી કે આ થઈ શું રહ્યું છે તેની સાથે તે જે જોઈ રહી છે તે વાસ્તવિકતા છે કે હકીકત બસ વરસતો વરસાદ અને તેમાં ભીંજાતી અભિલાષા જાણે તે વાસ્તવિકતા ને પણ કલ્પના સમજતી હોય તેમ તે વ્યકિત જેને તે ફક્ત વિચારો માં હતો લોકો તેને કહેતા કે તેનાં માટે જાંજવા નાં જળ સમાન કહેતાં જેને તેની દરેક મુશ્કિલ મળ્યાં વગર દૂર કરી જેને તેને માં પરિવર્તન લાવ્યો તે વ્યકિત તેની સન્મુખ ઊભો હતો. તે પણ અભિલાષા ની આંખો માં આંખ પોરવી બેઠો હતો. અભિલાષા નાં આંસુ તેની વેદનાં વ્યક્ત કરતાં હતાં વરસતાં વરસાદ એ જાણે બન્ને નાં મિલન નો શાક્ષી બનતો હતો. તે યુવાન જેનું નામ ધેર્ય હતું.. તેને અભિલાષા નાં અશ્રુ રોક્યાં અને હાથ પકડી ને કહ્યું " जो सन्मुख हों उसे प्रेम किया जा सकता है, लेकीन जो सामने ही ना हों और मोहब्बत बरकरार हों उसकी मोहब्बत, मोहब्बत से ऊंची हैं जनाब।" કહીને પોતે અભિલાષા ને ગળે લગાડી લીધી અને કહ્યું तड़प तो में भी रहा था तुम्हारे लिए बस वक्त का इंतजार कर रहा था की कब तुमसे मिलूंगा?? और कैसे मिलूंगा बस!! देखो ना आज बरसात ने मुझे तुमसे मिलवा दिया। અભિલાષા જાણે કંઈ સમજી નાં રહી હોઈ તેમ વાસ્તવિકતા સ્વીકારી નોહતી શકતી જાણે કુદરતે તેને વિશ્વની અણમોલ ભેટ આપી હોઈ તેમ તે સાંભળતી રહી.. ત્યાં ધેર્ય એ કીધું अगर तुम्हे दिक्कत ना हों तो तुम मेरी जीवन संगिनी बनना पसंद करोगी!! અભિલાષા એ શરમ થી આંખો જુકાવી અને હા કહ્યું ને ધેર્ય એ ગળે લગાવી લીધી..
જરૂરી નથી દરેક વખતે સામે હોય તે વ્યકિત ને જ પ્રેમ થાય ઘણી વાર આત્મા રૂપી પ્રેમ પણ થાય છે જે પરમાત્મા જેવો સુંદર અને અનમોલ હોઈ છે છેલ્લે એક પંક્તિ કૈલાશ ખેર નાં ગીત ની યાદ આવે "तुझे जीत जीत हारु ये प्राण प्राण वारु.. ।"