Project Pralay - 14 books and stories free download online pdf in Gujarati

પ્રોજેક્ટ પ્રલય - 14

પ્રકરણ ૧૪

વ્હાઇટ હાઉસ

નેન્સીની માફી સ્વીકારી વાઈસ-પ્રેસીડેન્ટે તેને ટુકડીમાં ફરી લીધી હતી. હાલ તે સાઈડસ અને ડૉ. જોન્સ વચ્ચે બેઠી હતી.

વોટકીન્સે કહયું ‘ત્રણ દિવસ રાહ જોયા પછી એકાએક તેમણે શા માટે શહેરને બાળી મુકવંનું નકકી કર્યું હશે ? આને ગુમડાંઓ કે ફોડલાઓ વિશે શી નિસ્બત!'

‘અને કેરોને જ શા માટે બાળ્યું.' પીકનીએ પુછ્યું ‘અલ-વાસીની વિશ્વને છેલ્લી તકની જે જાહેરાત થઈ છે. તેમાં ઈજીપ્તને તેા સમાવવું જ પડે ને, ‘ વોટા કીન્સે કહયું.

'તે જાણીબુઝીને ઈજીપ્તને અંદર સમાવવા માગે છે.’ તલે કહયું.

' પણ કેરોની આગને ગુમડાંઓ કે ફોડલાઓ સાથે શો સંબંધ?’ વોટકીનું ફરી પુછ્યું.

સાઇડસે કહયું. 'અલ-વાસી આગને લીધે પડતા ફોડલાઓને છઠ્ઠો પ્લેગ માનતો હશે.'

શાંતિ.

'આગથી ફોડલા તો પડે જ,' જોન્સે કહ્યું.

'હં'

'તો ત્રણ દિવસ રાહ કેમ જોઈ?’

'આગ શરૂ કરવામાં તકલીફ પડી હશે.'

' તો ત્રણ દિવસ રાહ કેમ જોઈ?'

'આગ શરૂ કરવામાં તકલીફ પડી હશે.’

'સંભવ નથી, ' તેણે કહયું.

'તો પછી?'

'કદાચ તે બીજો પ્લેગ હશે,' સાઈકસે કહ્યું. ' સાતમો પ્લેગ.'

'હા.' તલે કહયું ' પણ જો—’

'તે કઈ રીતે હોઈ શકે?' કોલાસ્કીએ પુછ્યું.

'સાતમો પ્લેગ ઝંઝાવાત છે. તો આગ શી રીતે?'

‘હા, સર, ઝંઝાવાત જ નહિ આગ પણ, વોટકીન્સે કહયું 'આ એક પ્લેગ નહોતો, ત્રણ પ્લેગ હતા – ઝંઝાવાત, વરસાદ અને આગ.’

'તો કોરોમાં સાતમો પ્લેગ હતો?' ટોબાસ્કીએ પુછ્યું.

‘હા,’ હલે કહયું. ‘હવે આપણે એ શોધી કાઢીએ કે અલ-વાસીએ છઠ્ઠા પ્લેગની યોજના સક્રિય બનાવેલા કે નહિ અને તેમાં તે નિષ્ફળ ગયો કે કેમ.'

‘કેવી રીતે શેાધીશું?'

'રીપોટૅ વાંચીને.'

ફરી પાછી શાંતિ પથરાઈ ગઈ હતી.

સૌ રીપોર્ટ વાંચવામાં મશગૂલ થઈ ગયા હતા.

દસ મીનીટ પછી ડુલીટલે કહયું. 'રેડીયેશન તારી યાદીમાં છઠ્ઠા નંબરે હતું, નહિ. ડૉ. જોન્સ?'

'હા,'

‘સાંભળ. ગઈ કાલે સવારે લંડન સમય પ્રમાણે વાગે ઈંગ્લેંડમાં વપરાયેલા યુરેનીયમને લઈને જતી એક ટ્રેકનું અપહરણ થતાં થતાં રહી ગયું. ટ્રકને રસ્તામાં એક કાર આંતરી. કારમાં બે શખ્સ હતા. માંદગીનું બહાનું કાઢી તેમણે ટ્રકમાંથી ગાર્ડ બહાર કઢાવ્યો, તેને બેહોશ કરી નાખ્યો અને ટ્રક ડ્રાઈવરને બહાર આવવા ફરજ પાડી પછી હાઈજેકરો બે રેડીયેશન શુટ ટ્રકમાં મુકવા ગયા પણ એક ઠાર થયો. બીજો કાર લઈ નાસી છુટયો. સત્તાવાળાઓ હજી તેને પકડી શકયા નથી. ’

'શૂટીંગ કોણે કર્યું?'

'એ લખ્યું નથી.’

'દેખીતી રીતે ત્રીજો માણસ હતો,' સાઈકસે કહયું.

'મરી ગયો તે કોણ હતો?'

'ખબર નથી. તેની ઓળખ નથી. હાથના આંગળાની છાપ નથી. તેઓ હજી તપાસ કરે છે, વીલીસ્ટન ફોન પાસે ગયો અને રીસીવર ઉપાડયું.

'હલેા, મોરીસ,' તેણે કહયું. 'પેલી ટ્રક વિશે. થોડી માહિતી જોઈએ છે. માલ ક્યાં જતો હતો.’

‘શું?’

‘ચોકકસ?’

‘ઓકે.’

‘ગુડબાય.’

વીલીસ્ટને રીસીવર મુક્યું.

તેણે ઉંચે જોયું. ‘એ તમારો છઢ્ઢો પ્લેગ જ હતો. એક લાખ લેાકોને અણુવિકિરણની અસર પહેાંચે એટલું તેમાં ન્યુક્લીયર મટીરીયલ હતું. તેમણે ફક્ત ટ્રકમાંથી સીલ બંધ કન્ટેનરમાંથી તે બહાર જ ઢોળવાનું હતું.'

તેનાથી ગુમડાં કરતાં ય મોટો વ્યાધિ ઉત્પન્ન થાત,' જોન્સે કહયું.'તેઓ એ માલ ક્યાં લઈ જતા હતા?'

'બ્રીટીશ તે યુરેનીયમ રીપ્રોસેસીંગ પ્લાન્ટમાં લઈ જતા હતા ત્યાંથી ત્રાસવાદીઓ તે ઉપાડવા માગતા હતા.'

‘પણ ટ્રક લઇને તેઓ ક્યાં સુધી જાત?'

'ઘણે દૂર.’

'લંડન?'

'કદાચ.’

'શો ફરક પડે છે?’ તલે કહયું, ‘ટુંકમાં આપણા તર્કનું સમર્થન મળે છે. પણ આપણે બીજી એક વાત નક્કી કરવાની છે અલ–વાસીને ખબર પડી છે કે તેનો આ પ્લાન નિષ્ફળ ગયો છે? ફીલ્ડમાં બીજાઓને પણ નિષ્ફળતાની ખબર પડી છે ? રેડીયેશન કે ટ્રક હાઈજેકીંગના કોઈ સમાચાર બહાર પડયા નથી છતાં સાતમા પ્લેગ થયેા. કેવી રીતે?’

'અલ-વાસી કમાંડોના સંપર્કમાં હશે.' વોટકીન્સે કહ્યું.

ગઈ રાતે આવેલી ટેપો ફરી ફેરવવામાં આવી. અલ-વાસીની છબી પડદા ઉપર ઉપસી આવી. તેનું પ્રવચન શરૂ થયું.

'સમય પસાર થતો જાય છે. અમારી ધીરજ ખુટતી જાય છે આ હોલની બહાર જે દુનિયા છે તે આજે નસી બદાર ઠરી છે પણ આ નસીબદારી ઘણી કામચલાઉ છે યાદ રાખજો, પરિસ્થિતિ અમારા સંપૂર્ણ કાબુમાં છે...'

તલે સ્ડોપ બટન દાબ્યું.

'આ સીગ્નલ સૂચવે છે?’ સાઈકસે પુછ્યું.

'હા. છઠ્ઠો પ્લેગ ખલેલમાં પડ્યો તેથી સાતમાં પ્લેગ વાળા સક્રિય બન્યા નહિ સ્વયં સંચાલિત ટ્રીગરીંગ મીકે નીઝમ નિષ્ફળ ગઈ અગાઉનો પ્લેગ થયા પછી જ બિજો પ્લેગ થાય હવે અલ-વાસીને આ શ્રંખલા નવેસરથી શરૂ કરવાની રહી.’

'હવે? ’

'આપણે એ શ્રંખલા ફરી તોડવી જોઇએ અને અલ-વાસીને ઘોડો દબાતો અટકાવવો જોઈએ.’

'કેવી રીતે?’

'બીજાઓને રોકીને.’

'પણ હજી તેા આપણે કંઈ નકકી જ નથી કર્યું. '

'તો હવે કરીશું’

'આઠમો પ્લેગ કોણ સંભાળે છે?’

'હું.' સાઈકસે કહયું.

'તો શરૂ કર,' વાઈસ પ્રેસીડેન્ટે કહયું.

જનરલ સાઈકસે પ્રવચન શરૂ કર્યું. આઠમો પ્લેગ તીડોનો હતો તીડોએ આખી પૃથ્વીને ઘેરી લીધી હતી. જમીન આખી તીડોથી કાળી કાળી થઈ ગઈ હતી. જમીન ઉપરની વનસ્પતિનું એકે એક પાંદડું તેઓ ખાઈ ગયા. એકે એક ઝાડ, એક એક ફળ ખાઇ ગયા. પૃથ્વી ઉપર લીલેાતરી નષ્ટ થઈ ગઈ તેથી ત્રાસવાદીઓ એક મોટા જંગલને વનસ્પતિહીન કરી નાખશે. એવી અટકળ કરી શકાય. અથવા તો છોડવાઓ અને શાકભાજીનો મેાટામાં મોટો પુરવઠો ખલાસ કરી નાખશે.

ફરી શાંતિ ફેલાઈ ગઈ હતી.

સૌ ઉપાય શોધવા સંલગ્ન થઇ ગયા.

પણ તત્ર તો અલ-વાસીને ખત્મ કરવાનેા ઉપાય શોધી રહયો હતો. વોટીંગનું માન્કન હવે ઘણુ પાતળું રહી ગયું હતું.

તેને જોઈતો હતેા-સમય. અને હવે તે ઘણો ઓછો રહી ગયો હતો.

સાઇસે કહયું. ' ઓકે તો આપણે સમગ્ર વિશ્વનો દેશોમાં વનસ્પતિનો નાશ ન થાય તે માટે ચેતવણી આપી એ. અલબત્ત જાસુસી ખાતાઓને. છાપાઓને ખબર પડવા દેવાય નહિ. '

તેમણે વિરામ પાડ્યો.

પણ તલ તે ટેપો ફરી જોવા રૂમમાં જ રોકાયો. કોટ લઈ ડોલ્બી તલ પાસે ગઈ.

'પાના નં ૮ પરનો હેવાબ ખાસ વાંચી જોજે તેલે, તેણે કહયું અને રૂમની બહાર ગઈ હતી.

તલે મરીન સાજેન્ટને બોલાવ્યો અને વીડિયો રેકોડૅરમાં 'રીલ નંબર વન' નાખવા ક્હયું.

ટેપ શરૂ થઈ.

ડેલીધેટા ઊભા થાય છે... અલ-વાસી અને તેના સાથીઓનો પ્રવેશ...

અલ-વાસી મંચ પર...

અલ–વાસીનું પ્રવચન...

ઇઝરાયલી ડેલીગેશનનો વોકઆઊટ... આરબો હોલના પ્રવેશદ્રારો પર ધસી જાય છે... અલવાસીનું ચાલુ પ્રવચન...

દિવાલો...

સીડી...

પગથીયાં...

પહેલો માળ...

બારણું...

કોમેન્ટેટર જોહનસન...

તલે મશીન બંધ કર્યું. તેણે આંખો ચોખી અલ-વાસી સજીબજીને આવ્યેા હતો. કોઈ ખામી નહોતી.

કોઈ નહિ.

તેણે ફરી ટેપ ફેરવી.

કેમેરા પડે છે..

છત...

ફોટો...

દિવાલો...

સીડી...

પગથીયાં...

બારણું...

અલ-વાસી...

પગથીયાં... બારણું...અલ-વાસી.

બારણું...

અલ-વાસી...

'માય ગોડૅ!' તલથી બોલાઈ ગયું. ‘મળી ગઈ કડી.’

પગથીયા!

બારણું!

અલ-વાસી!

તલે ફાસ્ટ રીવાઈન્ડે બટન દાબ્યું રીલ શરુઆત પર આવી ત્યારે તેણે સ્ટોપ દાબ્યું. તેણે અવાજ બંધ કર્યો. તેણે પ્લે બટન દાબ્યું અને આરામથી જોવા લાગ્યો.

અલ-વાસી ૩૦ સેકંડ માટે પડદા ઉપર હાવ-ભાવ વ્યકત કરી રહયો. પછી એકાએક પડદા પર છત દેખાઈ. હેરોલ્ડ સેપરસ્ટીન પર હુમલો...

કેમેરા પડી ગયો...

તલે ' સ્લો ' બટન દાબ્યું.

ટીવી-બુથની છત્ત અને દિવાલ વચ્ચેની ધીસી.

બુથ ખુલ્યું...

બુથ બહારનું લેન્ડીંગ...

સીડી...

પગથીયાં...

પગથીયાંના તળીયે ડાબી બાજુ... જમણી બાજુએ વળાંક...

બારણું...

બંધ બારણું ખુલ્યુ...

અલ-વાસી...

બારણુ ઉઘડ્યું હતું. ટીવી પર બધાં બારણા પર સુરંગો લગાડયા પછી એક ખાસ બારણુ ખુલ્યું હતું અને છતાં ધડાકો થયો નહોતો.

અલબત્ત અલ-વાસીએ હોલમાં સુરંગો ગોઠવી હતી પણ એક બારણું ખુલ્લું રહી ગયું હતું મતલબ ?

બારણે સુરંગ નહોતી અથવા તેા મુકી હતી તો સહેલાઈથી મૃત કરી શકાતી હતી.

કદાચ એ બારણામાં થઈને રોજ ખોરાક લાવવામાં આવતો હતો.

અલ-વાસીના માણસ ખોરાક લેવા જાય અને લઈને પાછો ફરે એટલા ટુંકા ગાળા માટે એ બારણે સુરંગ જીવતી રહેતી નહોતી.

ચોકકસ ?

ચોકકસ નહિ, પણ સંભવીત,

તલે ફરી રીલ રીવાઉન્ડ કર્યુઁ આ વેળા તેણે પેન અને કાગળ લઈ નોંધો ટપકાવી. તેણે રીલનો મધ્યભાગ આઠ વાર પડદા પર પ્રદર્શિત કર્યો અને ધ્યાનથી જોયો.

તેણે બઝર દાબી મરીન સાજૅન્ટને બોલાવ્યો. બારણુ ઉધાડયું નવો મરીન સાર્જન્ટ આવ્યો.

'ટેપ કાઢી નાખ.'

'ઓ કે, સર.'

તે ટેપ કાઢીને લઈ ગયો.

તલ ખૂરશીમાં બેઠો અને રીસીવર ઉપાડયું.

'યેાર કોલ, સર,’ ઓપરેટરે કહયું.

'ન્યુયોર્ક પ્લીઝ, ' તલે કહયું. પછી અચાનક તેણે યાદ આવ્યું કે બહાર વાત કરવાની નહોતી. 'સોરી, ઓપરેટર ના જોડીશ,' કહી તેણે રીસીવર પછાડ્યું.

તે ૧૭મી શેરીમાં બહાર ગયો ખૂણા પર તેણે પબ્લીક સેનબુથ શેાધી કાઢયો અંદર જઈ તેણે ન્યુયેાર્ક સીટીનો નંબર ઘુમાવ્યો.

'જનરલ હેાસ્પીટલ,' અવાજ આવ્યો.

'ડો. એબલમેનનો કોલ છે.' ઓપરેટરે કહયું.

'આપ.’

'ગુડ ઈવનીંગ, ડો. બેટરકન,' તલે કહયું.

'ગુડ ઈવનીંગ, ડૉ. એબલમેન,' અવાજ બોલ્યો. 'પેશન્ટ વિશે ફોન કર્યો હતો?'

'હા અને સજૅનો વિશે.'

'સર્જનો તૈયાર છે તારા આદેશની રાહ જુએ છે.’

‘નિદાન કર્યું?'

'રોગ ગંભીર છે પણ યોગ્ય સારવારથી દૂર કરી શકાય ઓપરેશન હાઈટાવરનો પ્લાન ઘડવાનો સમય થઈ ગયો છે. ઓપરેટીંગ રૂમનો કંટ્રોલ હાથ ધરો તે માટે ખાસ સાધનો જોઈએ. વર્ણન નેાંધી લે.'

તેમણે પંદર મીનીટ વાત કરી.

'તૈયારી માટે અમને કેટલો સમય મળશે, ડો. એબલમેન?' ન્યુયેાર્ક વાળા અવાજે પુછ્યું.

'બે કે ત્રણ દિવસ.’

'ઓકે.'

'ડો. બેટરમેન?’

'હા. ’

'પુરી શીરની મને ચિંતા થાય છે. ગયા ઓપરેશન થી તે જરા વ્યથિત છે તેં લક્ષણો જોયાં?'

' હા.'

'એને છરી ના આપતો.’

' હા.'

'તેને નીરીક્ષક જ રાખજે.’

'જરૂર. હાઈટાવર દરમ્યાન તેને ઓફિસમાં જ રાખવો છે?'

'ના. તેનો ઉપયોગ થવો જોઈએ પણ માત્ર ઉપર, છલ્લો.'

'ઓકે,'

'ગુડનાઈટ, ડો. બેનરમેન.’

'હવે કયારે મળીશું?'

'હું ચીફ સર્જન થવા માગું છું. મારા આગમન વેળા સમય જણાવીશ.'

' ગુડનાઈટ, ડોકીર.'

'ગુડ નાઈટ'

તલે ફોન મુક્યો અને કોન્ફરન્સ રૂમમાં પાછો ફર્યો.પછી તેને ડોલ્બીનું સુચન યાદ આવ્યું. તેણે અને આઠમું પાનું વાંચવા કહેલું. તેણે રીપોર્ટ નું આઠમું પાનું ખોલ્યું.તો ટાઈપ કરેલા ત્રણ ચાર કાગળો નીચે સરક્યા. કવરપેજ પર લખ્યું હતું :

'ન્યુયેાર્ક પોલીસ ડીપાર્ટમેંન્ટ. યુનો ખાતે પ્રત્યાઘાત અને સજાવટ.'

 

***