Project Pralay - 10 books and stories free download online pdf in Gujarati

પ્રોજેક્ટ પ્રલય - 10

પ્રકરણ ૧૦

યુનો મહાસભા

અલ-વાસીએ ડેલીગેટોને રીયોમાં ફેલાયેલા ચેપી તાવના સમાચાર આપી પેતાની ત્રીજી સિદ્ધિ પર હસ્યો. ' તો હવે આપણે વોટીંગ શરૂ કરીશું. જવાબ હા કે નામાં જ આપવાનો રહેશે.

'હું બ્રાઝીલીયન એલચીને વોટ આપવા સુચન કરૂં છું.' ' મહાશય, મારે મારી સરકાર સાથે વાત કરવી પડશે, ' એલચીએ કહ્યું.

'તારી સરકારે વિશ્વની બીજી હરકોઈ સરકારની જેમ અમારી વિનંતી સાંભળી છે.' અલ-વાસ કેમેરા તરફ ફર્યો 'કોઈ ખાનગી સંદેશાવ્યવહાર કરવા દેવામાં નહિ આવે. બ્રાઝીલ સરકારને તેના પ્રતિનિધિને યોગ્ય સુચના આપવા ત્રણ કલાકની મુદત આપવામાં આવે છે.’

ત્રણ કલાક પછી બ્રાઝીલ સરકારે પેલેસ્ટાનીયન ઠરાવ ની તરફેણમાં તેનો મત આપ્યો.

છેલ્લું વેટીંગ ૫૧ વિ. ૯૮ આવ્યું.

ગ્રેસી મેન્શન

યુ. એસ. ડેપ્યુટી આસી. ગૃહમંત્રી એલીહુ પીટે કહ્યું, 'કહે. મિ, મેયર, વોશીંગ્ટન જાણવા માગે છે તું શું કરવાનો ઈરાદો ધરાવે છે.’

'આ સમસ્યા અમારી છે કે વાશીંગ્ટનની?' પીટે કહયું, 'અમે તમને મદદરૂપ થવા માગીએ છીએ, પણ તારી પાસે કોઈ પ્લાન છે કે નહિ તે અમે જાણવા માગીએ છીએ.’

મેની ન્યૂમેને કહ્યું, ‘અમારી પાસે પ્લાન તો ધણા છે પણ કામ લાગે તેવા નથી.’

પીટે કહ્યુ, 'તમે જો કોઈ સુચનો આપતા હો તો તે સુચનો પણ સ્વીકારવામાં આવશે.’

કેપ્ટન દ પેટ્રોએ કહ્યું. ' મારા માણસેા આ બીલ્ડીંગને ઉડાડી મુકી આ હરામખોરોને બે જ સેકંડમાં અરેબીયા ભેગા કરી દેશે.’

મેયરે કહ્યુ. 'તારે અહીંની ચિંતા કરવાની જરૂર નથી, પીટ અમે અહીં પરિસ્થિતિ કાબુમાં રાખીશું. પરંતુ જ્યાં સુધી તમે સૂચના નહિ આપો ત્યાં સુધી અમે કોઈ પગલું આગળ નહિ ભરીએ.’

‘દરમ્યાન શું કરવા માગો છો?’

‘૮૦ લાખ લોકોને કાબુમાં રાખવા માગીએ છીએ.'

'હું ત્રાસવાદીઓની વાત કરૂં છું.'

'અમારી પ્રતિનિધિ વોશીંગ્ટનમાં છે જ. અહીં એક સ્ટડી-ગુપ પહેલાં પરિસ્થિતિનો પ્રયાસ કાઢશે. એની ઉપર જ આગળ પગલાં લેવાશે.'

'સ્ટડી ગુપ જલ્દી સક્રિય બને તો સારૂં.' કહી પીટ રવાના થયો. 'કમીશનર, ' મેયરે કહ્યું. 'તેએા સીટી ઉપર ત્રાટકશે ખરા ? '

'ત્રાટકયા તેા છે જ, તેમણે યુનો બીલ્ડીંગને ભાનમાં નથી લીધું?'

'હું તેઓ શીકાગો અને રીઓમાં ત્રાટક્યા એ રીતની વાત કરૂં છું.

‘ત્રાટકે પણ ખરા. આપણે શું કરી શકીએ ?’

મેયર ઉભો થયો. ‘ઓકે, સજજનો, આપણે ઘણી ચર્ચા કરી. કમિશ્નર, તું પરિસ્થિતિ પર હજી વિચાર કરી જો તેથી બીજીવાર પીટ આવે ત્યારે મારી ઈજ્જતના ધજાગરા ન ઉડે.’

તેઓ વિખરાયા.

*

જીનીવા

સ્વીટઝરલેંડની સ્વાયત સમિતિના પ્રમુખ તેની ફલીઢ વુડમાં બેઠા તો તે હંકારી ગઈ. સાથે પાંચ સાથીઓ પણ હતા. તે પ્રવચન માટે તૈયાર ભાષણ પર નજર ફેરવી રહયો નાટો દેશોએ તેનો ફોન ઉપર સંપર્ક સાધ્યો હતો અને અલ-વાસી સાથે વાટાઘાટો કરવા એક તટસ્થ દેશના વડાની રૂએ નાટો દેશેાવતી વાત કરવા ભલામણ કરી હતી જે તેણે સ્વીકારી પણ હતી. તેનું પ્રવચન જીનીવાથી પ્રસારિત થવાનું હતું.

પ્રવચન પશ્ચિમના નિષ્ણાત સાઇકોલેાજીસ્ટોએ તૈયાર કરેલું હતુ એકે એક ફ્કરો, વાઢય, શબ્દ ચૂંટી ચૂંટીને મૂકવામાં આવ્યા હતા. અલ-વાસીને વાતોમાં વાળવાનું ઘણું. જ અગત્યનું હતું.

લીમેાસીન એવન્યુ ડી લા પક્ષમાં વળીને યુનોના હેડકવાર્ટસૅ પર થેાભી. પ્રેસીડેન્ટને મેઇન ચેમ્બરમાં ટીવીની લાઈટોની વચ્ચે એક શાહી ખુરશીમાં બેસાડવામાં આવ્યા.

તેણે પ્રલચન શરૂ કર્યું.

*

વ્હાઈટ હાઉસ

'ફરી વાંચીશ, નેન્સી?' તલે પુછ્યું.

'છ વાર તેા તે સાંભળ્યું.' ડોલ્બી બોલી. ‘અગીયાર ને વાગ્યા. મને ભુખ પણ સખત લાગી છે.'

'ઓકે, તું જા.’

‘ના, હું રહીશ.’

'કંઈક તો હોવું જોઈએ. કોઈક કનેકશન. શોધ, નેન્સી.’

'ઓકે ડેંગ કે બ્રેકબોન તાવ તીવ્ર, ચેપી રોગ છેજે જીવલેણ નથી પણ માણસને ટુંક સમય માટે પથારી- વશા રાખે છે. તે ખાસ પ્રકારના વાઈરસથી થાય છે. તે ખાસ કરીને ઉષ્ણ કટિબંધમાં વધુ વકરે છે.’

'જુઓ હજારો લોકો મરી રહયા છે,' ટુલીટલે કહ્યું આનો કોઈ અર્થ નથી.'

'ફરી જોઈએ. તેઓ દર પરમ દિવસે દરેક જુદા દેશમાં એક એક શહેર પકડે છે પહેલી ચેતવણી હતી, બીજી......'

'ચેતવણીમાં માણસેા મર્યાં, રોગચાળામાં નહિ.’ 'હજી સુધી નથી મર્યાં.'

'પણ રોગચાળો ભયંકર દર્દ આપી રહયો છે.’

'આમાં કોઈ ભાત નથી.' ડુલીટલે કહ્યું.' આપણે દરેક દેશ ઉપર નજર રાખવાની છે?'

‘શસ્ત્રો વિશે શું!’

'પહેલાં ઝેર. બીજી વાર સુરંગો. ત્રીજીવાર વાયરસ.’

'મતલબ?'

'કઈ નહિ.'

'ઓકે. પહેલા આખુ શહેર સંડોવાયુ. માત્ર ૮૯ મર્યા પણ હજારો લેાકો તરસ્યા રહ્યા. લી હાવરમાં કેટલા મર્યાં, આટૅ?'

'પેપર. ફોગમેનોએ કચરઘાણ વાળ્યો.'

'કોણે?'

'ગેાતાખોર ત્રાસવાદીઓએ. અને હવે હજારો ડેંગ તાવથી તરફડી રહ્યા છે.’

'હું શું સુચવવા માગું છું તે જાણો છો ? ' ડૉ. જોન્સે સામે જોઈ કહ્યું.

‘શું?'

'પીઝા ખાઈએ.’

'અત્યારે એના સિવાય બીજું મળેય શું?'

‘ના, પુરેપુરૂં ભાણું જ લઇએ.' તલે કહ્યું.'કયાં જઈશું?'

'હારવેની પીઝા શોપમાં.અહીંથી દસ મીનીટના રસ્તે.’

'સરસ.'

તેઓ પેન્સીલ્વાનીયા એવન્યુ ઓળંગી પાકૅમાં પ્રવેશ્યા.

શેરીઓ ઉજજડ હતી. તેઓ ચૂપચાપ ચાલતા રહયા.

ડો. જોન્સે પુછ્યું, ‘ તલ, આ અલ-વાસી માનસિક રીતે સ્વસ્થ છે?'

'તે પોતાની જાતને તારણહાર સમજી રહયો છે.’

'એ ભ્રમની હદ હેટલી?' ડોલ્બીએ પુછ્યું.

'પોતાને અલ્લાહ માને એટલી.'

'મતલબ?’

'કંઈ નહિ. પરંતુ તેની આ ભ્રાંતિને લીધે વિશ્વને ત્રણ ત્રાસવાદી કૃત્યોનો પરચો તો થઈ ગયો. તેની સાથે એને કંઈક નિસ્બત છે.'

'કેવી રીતે? ’

તલે જવાબ ન આપ્યો.

તેઓ રેસ્ટોરંન્ટ પાસે પહોંચ્યા.

‘શું વિચારે છે? ' જોન્સે પૂછ્યું.

'અલ-વાસીની એક થીયરી લાગે છે.”

'કઈ?'

‘આ ત્રણ કૃત્યો સંકલિત છે.'

'નક્કી નહિ. પણ કંઈક ખૂટે છે. '

'ધારોકે તું ખરો હોય તો ?'

'આગામી ત્રાસવાદી કૃત્યોનો ભય આપણે પારખી શકીશુ.'

'શું?'

'હવેનો હુમલો વિમાન કે એરપોર્ટ પર થશે.’

'શા માટે?' ડુલીટલે પૂછ્યું.

રેસ્ટોરંટ આવ્યુ.

'મને ખાત્રી ન થાય ત્યાં સુધી હું નહિ કહું.'

'આપણે ચેતવવા ન જોઇએ?'

'હાલ આપણે કંઈ ન કરી શકીએ.’

'તને ક્યારે ખાત્રી થશે?’

'ખબર નથી. મારે થોડું સંશેાધન કરવું પડશે,’

'કયારે.?’

'જમ્યા પછી.'

'અભ્યાસ કરીશ?'

' હા. એક પુસ્તકમાં જવાબ છે.'

‘કયા?'

'હમણાં નહિ કહું.'

તેઓ અંદર ગયા.

*

 

૧૧મી ઓક્ટોમ્બર

બે દિવસ પછી

શીબુયા

ટોકિયો

 

ટોકિયોનો શીબુયા વિભાગ ધણો જ ગીચ છે. બપોર ના બારથી બે સુધીમા તે રાહદારીઓ, વાહનો, બસો વિગેરેથી હકડેઠઠ, ખીચોખીચ, જામ થયેલો રહે છે. ખરી દીવાળા અને વેપારીઓ કાં તેા લંચ લેવા જતા હોય છે કે લંચ લઈને પાછા આવતા હોય છે. મકાનોની ટોચ ઉપરથી જુઓ તો નીચે તમને માણસો કાળા ટપકાં જ દેખાય છે.

ટોકીઓનો કમીશનર ઓફ પોલીસ તેની ઓફિસમાં ભયભીત મુદ્રામાં બેઠો હતો. ત્રાસવાદીઓ બીજા ત્રણ ખંડો પર ત્રાટકયા હતા. તે જાણતો હતો કે હુમલો સમગ્ર વિશ્વને આવરતો હતો.

હવેનું સંભવિત સ્થળ જાપાન અને તેમાંય ટોકિયો લાગતું હતું. બીજી પણ શકયતાઓ હતી. સીડની.

જાકાર્તા.

પેસીફીક ઉપર આવેલા બીજા સ્થળો.

પરંતુ જાપાનની શકયતા વધુ હતી.

કારણ ?

જાપાનમાં ત્રાસવાદીઓની એક સ્થાનિક ટુકડી હતી.રેડ આર્મી રેડ આર્મી ઘણું નિર્દય અને કુર હતું. પેાલીસ કમીશનરે ગુન્હાખોરોની આલમમાં શકમંદ વ્યક્તિઓને પકડી ભેગા કર્યાં હતા અને પુછપરછ શરૂ કરી હતી. તેણે પુછપરછ શરૂ કરી હતી તેણે પુછપરછના બહાને તેમને થોડા દહાડા પુરી રાખવાનો નિર્ણય લીધો હતો. આનો હેતુ તેમના પ્લાન વિચ્છિન્ન કરવાને હતો.

પણ ટોકિયો ઘણું મોટું શહેર છે. તેની વસ્તી ૧ કરોડ દસ લાખની છે. આટલા મોટા શહેરની રક્ષા માટે ગમે તેટલું મોટું પોલીસદળ પણ નાનું પડે.અને શહેરી ગેરીલાદળ શહેરને છિન્નભિન્ન કરી શકે.

ત્રાસ ફેલાવી શકે. ભય ફેલાલી શકે

બારણે ટકોરા પડયા.

'સર,' એક પોલીસ-લેફ્ટેનન્ટે કહયું, 'તમે જે શોધી રહયા છો તે અમે શોધી કાઢયું છે એમ જણાય છે. ‘ગઇ કાલે આપણે જે માણસો પકડયા તેમાંના એકે કહયું કે તેણે ઉત્તરના રેડ આર્મીમાં કશી હિલચાલ સાંભળી હતી. સુરંગો.’

'ક્યાં?'

'તે જાણતા નથી.'

'કેમ? આ માણસ નથી જાણતો?'

'તે અત્યારે વધુ બોલી શકે તેમ નથી.'

'બીજું?'

'કંઈ નહિ.'

'દબાણ કરો. જે થશે તે ટોકિયોમાં થશે. ગલીગલી અને ખુણેખુણો ફરી વળો.બે વાગ્યા છે. ચાર ' વાગ્યા સુધીમાં રીપોર્ટ કરો.’

'યસ, સર,' લેફ્ટેનન્ટે કહ્યું અને વિદાય થયો.

એ જ વેળા શીબુયાની અનામી શેરીઓમાં ૨૧ જુદા જુદા સ્થળોએ ધડાકા થયા.

ગજૅના ભયંકર હતી.

કાન ફાડી નાખે તેવી.

ડઝનબંધ ઓફિસ બીલ્ડીંગોનાં ટોપચાં ખુલ્લાં ધાકોર થઈ ગયા. મોટાં બાકરાં અને ખખનાળા પડી ગયા. કોંક્રીટનાં ગચીયાં ઉઠયાં. પથરા અને કાટમાળનાં ભંગારનો જ્વાળામુખી ફુંકાયો

શેરીઓ ઉપર ભંગારનો વરસાદ વરસ્યો. કાચની કરચો ઊડી પથરા અને ગચીયાંઓ નીચે ધસી પડયા અને ઉડીને ફુટપાથ ઉપર ચાલતા લેાકો ઉપર પડયા. ઓફીસ ઇક્વીપમેંટોના ટુકડે ટુકડા થઈને બહાર ફેંકાયા— ફાઈલીંગ કેબીનેટોનાં હેન્ડલો.

ડેસ્ક અને ખાનાઓના લાકડાં. કાગળોના ચીરેચીરા. પેન્સીલો.

પેનો. પેપરકલીપો. કપરકાબીઓના ટુકડા.

અને અંતે.... લોકોની લાશો.

આકાશમાં જાતજાતનો ને ભાતભાતનો કચરો છવાયો હતો. જે ધીમે ધીમે પૃથ્વી ઉપર ઉતરતો હતો. સૂર્ય પણ ઢંકાઈ ગયો.

ધુળનું કાળું વાદળ સમગ્ર શીબુયા ઉપર છવાયું. મરણનો આંકડો હતો. ૨૧૬૨.

૫૦૦૦થી વધુ ગંભીર રીતે ઘવાયા હતા. તપાસ કરતાં જાણવા મળ્યું કે ધડાકા રેડીયેા–કં ટ્રોલ્ડ પ્લાસ્ટીક બોંબના શ્રેણીબંધ ફાટવાના લીધે થયા હતા. તેમની શક્તિ હીરોશીમા ઉપર જે બોંબ ધડાકો થયેલો તેથી ય વધુ પ્રબળ અને બળવત્તર હતી.

*

યુનો મહાસભા

કેટલાક ડેલીગેટો વેદના અનુભવી રહયા હતા. તેમના વાનું દરદ હતું. કરોડ દુખતી હતી. પગ દુખતા હતા. કેટલાક તાવથી ધ્રુજતા હતા. બ્લેન્કેટોની કોઈ સગવડ નહોતી. તેમાંય એરકન્ડીશનીંગ ચાલું હતું તેથી ડેલીગેટો ઠંડીથી થથરતા હતા.

કેટલાક ભુખથી નંખાઈ ગયા હતા.

વેન્ટીલેશન સીસ્ટમ પૂરતી નહોતી. હોલમાં હવે પોટૅબલ સંડાસની વાસ આવતી હતી.

અલ-વાસી ખુશ હતો. તે ૬:૩૦ વાગે જાગ્યો અને શીબુયાની સફળતાના સમાચાર સાંભળ્યા ખોરાક ૭-૩૦ વાગે આવવાનો હતો તેણે પહેલાં પ્રવચન આપવાનું નકકી કર્યુ. પછી ખાણાની મોજ લેશે. ૭–૨૦ વાગે તે મંચ પર ગયો અને માઈક્રોફોન ચાલુ કર્યું.

કેટલાક ડેલીગેટો હજી ઊંઘતા હતા.

તેણે પ્રવચન શરૂ કર્યું.

***