Project Pralay - 13 in Gujarati Fiction Stories by Roma Rawat books and stories PDF | પ્રોજેક્ટ પ્રલય - 13

Featured Books
Share

પ્રોજેક્ટ પ્રલય - 13

પ્રકરણ ૧૩

સીટી હોલ

ન્યુયેાર્ક

મેયર ડોલ્બી ઉપર નારાજ હતા.

'નેન્સી, તારૂં' વતૅન ઘણું ખરાબ કહેવાય. એક મહાન શહેરની પ્રતિનિધિને આવું વર્તન છાજે નહિ.'

મેયર ખુશીમાં ફસડાઈને બેઠો. ‘ સોરી, મિ. મેયર ’ નેન્સીએ કહયું ' પણ મારે ય મારા આદર્શો છે અને એ લોકો-'

'આદર્શોનો બકવાસ બંધ કર,' ન્યુમેને કહયું. 'તારા આ આદર્શવાદને લીધે આ શહેરને વોશીંગ્ટન દ્વારા હવે કેટલું સહન કરવું પડશે તેનો અંદાજ તેં કાઢયો છે. તેં વિશ્વાસ ભંગ કર્યો.'

'મારે મારા સિધ્ધાંતો છે, મેની.'

'એ સિધ્ધાંતોનો રગડો બનાવજે.'

મેયરે કહયું. 'નેન્સી, તારા માથે જવાબદારીઓ છે. તારૂં વતૅન જરૂર બેજવાબદારી ભર્યું કહેવાય. તું ફરી એ મીટીંગમાં જા.'

'ના.'

‘જવું પડશે.’

'ત્યાં વિદૂષકો ભર્યા છે.'

ન્યુમેન મેયર તરફ ફર્યો, 'આ ભેજાગેમને ત્યાં મોકલવાની મેં પહેલેથી જ ના પાડેલી. નેન્સી, આ ફિલોસોફી દાખવવાનો સમય નથી.

મેયરે કહયું ' તને એસ્પોટૅ લઈ જવા બહાર કાર રાહ જુએ છે.'

શાંતિ.

‘નેન્સી?’

'યસ, સર?'

‘ગુડલક– તું પછી જાય છે.'

નેન્સી હસી.

*

૧૫ મી ઓકટોબર,

બે દિવસ પછી,

વીન્ડસ્કેલ

ઈંગ્લેંડ

સૂર્યોંદય પહેલાં, આઈરીશ દરિયાકાંઠે વીન્ડસ્કેલ ઉપરનો રસ્તો જ્યાં બ્રીટીશ સરકાર અણુબળતણુ રીપ્રેસે- સીંગ પ્લાન ચલાવે છે–સાવ નિ ત હતા. સાત માઈલ દૂર એક મોટી ટ્રક ઢાળ ચડી. ડ્રાઈવરે એક નાની કારની બત્તીઓ તેની તરફ આવતી જોઈ, કાર તેની નજીક આવીને વળી અને ટ્રક સાથે અથડાતાં અથડાતાં રહી ગઇ, અથડી મણ ટાળવા ટ્રક ડ્રાઈવરે બ્રેક મારી. અંદર ભરેલા માલ જ એવા હતે,

તેણે કાર આગળ ૩૦ ફુટ દૂર ટ્રક ઉભી રાખી. કાર સાઈટ્રોન હતી. બત્તીના પ્રકાશમાં તેણે મે આકૃતિઓ જોઈ.

'આ લોકોનો ઇરાદો શું લાગે છે? ટ્રક ડ્રાઈવરે બાજુમાં બેઠેલાને પુછ્યું.

'શી ખબર, પણ ઇરાદો નેક નથી.'

ડ્રાઈવરે કેશબોડૅ પર બટન દાબ્યું અને માઈક્રોફોન રૂપાડ્યું. ' એક, આગળ કંઈક છે. મને ગમ્યું નહિ, ગેફની બહાર જાય છે. તેને છાવરજે.'

ગેફની બારણું ખોલી નીચે કુદયેા તો ટ્રકની ઉપર છુપા ખાનામાં સંતાયેલા રાયફલધારીએ પડદો ડાબી બાજુએ ૪ ઈંચ ઉંચો કર્યો. તે ગેફનીને કાર તરફ જતો જોઈ રહ્યો.

'શું ઈરાદો છે?' ગેફનીએ પુછ્યું.

કારના પેસેન્જરે કહ્યું, ‘ ડ્રાઈવરને હાટૅ એકેટ આવ્યો લાગે છે.’

ગેફની ફરીને ડ્રાઈવરની બારી પાસે આવ્યેા.

‘તુ કયાંનો છે?’

'શાઈટન.'

તેણે બારણાનું હેન્ડલ પકડયું. બારણું ખોલી જેવો તેણે ડ્રાઈવરને અડવા હાથ લંબાવ્યો કે તેણે ગરદનમાં ભયંકર પીડા અનુભવી.ડ્રાઇવરે ગેફનીના પેડુ ઉપર જોરદાર ફટકો માર્યો. તે બેભાન થઈ ઢળી પડયો.

ટ્રકમાંથી રાયફલધારીએ ગેફનીને ફસડાતો જોયો. તેણે રાયફલની ટેલીસ્કોપીક સાઇટમાંથી જોયું પણ બંને કાર પાછળ નમેલા હોઈ દેખાયા નહિ. તેણે ડ્રાઈવરને માઇકમાં કહ્યું, 'ગેફનીને મારવામાં આવ્યો છે.

‘હું પેાલીસને ખબર કરૂં છું.' ચાર્લી બોલ્યો.

સાઈટ્રોનના ડ્રાઈવરે લાઉડસ્પીકર લઈ કહ્યું, 'તમારો માણસ અમારા કબ્જામાં છે. જો તમે લોકો સહકાર આપો તો તેને કોઈ ઈજા નહિ થાય. હાથ ઊંચા રાખી ટ્રકમાંથી બહાર નીકળો. હથીયાર ફેંકી દો.’

‘ચાર્લી, તું બહાર જા.’ રાયફલધારીએ કહ્યું. 'હું તને કવર કરીશ.'

ચાર્લી નીચે ઉતર્યો અને હાથ માથા પર ઊંચા કરી ઉભો રહ્યો.

કારમાંથી અવાજ આવ્યો, ‘ ધીમે ધીમે અહીં આવ.' ‘ તમારે શું જોઇએ ?’ ચાર્લી એ પુછ્યું.

'તારી ટ્રક.'

ચાર્લી એ જોયું કે કારવાળા શખ્સ પાસે પીસ્તોલ હતી. ડ્રાઈવરે ગેફનીને ઉભો કર્યો. પહેલાએ કહ્યું, ‘તેમને બાંધ.’

ડ્રાઈવરે ગેફનીને પીસ્તોલવાળા માણસ આગળ બેસાડ્યો. બીજા માણસે બે સ્પેસ શુટ કાઢયા. રાયફલધારીએ સ્પેસ શુટ લાવતા માણસને દસ ફુટના અંતરમાં આવવા દીધો. તેણે ગોળી છોડી. શખ્સે ગડથેાલું ખાધું. કારનો ડાઇવર ગભરાયો.

તેણે કારને ગીયરમાં નાખી અને મેદાનમાં મારી મૂકી. રાયફલમેને હજી ફાયરીંગ ચાલુ રાખ્યું હતું પણ કાર વળાંક વળીને અદ્રશ્ય થઈ ગઈ.

ચાર્લી એ ગેફનીને ઉભો કર્યો.

તેમણે ભેાંય પર પડેલા સ્પેસ શુટ ભેગા કર્યાં અને ટ્રકમાં નાખ્યા. ચાર્લી એ જમીન પર પડેલી લાશ તપાસી.

'મરી થયો છે,‘ તેણે કહયું.'

થોડી જ વારમાં પેટ્રોલ કાર આવી. પોલીસે બે માઈલ દુર રસ્તા પર સાઇટ્રોન કાર ત્યજાયેલી સ્થિતિમાં જોઈ હતી. ડ્રાઈવરનું નામ નિશાન નહોતું.

બે મીનીટ પછી મીલીટરી હેલીકોપ્ટર ઉતર્યું.

એજન્ટે પેાલીસ ઓફિસરો સાથે વાત કરી અને લાશ લીધી. ચાર્લી ને કહ્યું. ‘તને પોલીસ રક્ષણ મળશે. માલ ઉતાર્યાં પછી અમે તને લંડન લઈ જઈશું. આ વાત છાપામાં આવવી ન જોઈએ,’

‘આ શું છે?’ એજન્ટે શુટ ચીંધતા પુછ્યું.

'રેડીયેશેન શૂટ.'

‘કેટલો વખત ચાલે?'

રેડીયેશન સોસૅની નજીક હોય ત્યારે કલાક.' ‘ તેનાથી તારો માલ લઈ શકત?’

‘હા. એ માલ લેવા જ આવેલા. પણ શા માટે ? ’ ' એ જ તો શોધવું છે. ચાલો જઈએ.’

*

એક દિવસ પછી યુનો મહાસભા

અલ-વાસી એક ટેલીવીઝનને તાકી રહ્યો હતો. તે મલકયેા. નહિ, દરેક સમાચાર પુરા થતાં તે બીજી ચેનલ સ્વીચઓન કરતો હતો બધા સમાચાર પુરા થતાં ટીવીના પડદા ઉપર યુનોની મહાસભાનું દ્રશ્ય પ્રસારિત થયું.

તેણે ટીવી બંધ કર્યો.

પછી તે એક પછી એક તેના કમાંડો પાસે ગયો અને મહાવિરો કર્યો. તે મંચ પર પાછો ફર્યો અને માઈક્રોફોન હાથમાં લીધું.

‘સમય વીતતો જાય છે. ‘ તેણે કહ્યું. ‘ આપણી ધીરજ ખૂટતી જાય છે. આ હોલની બહાર આવેલી દુનિયા આજે નસીબદાર નીવડી છે. પણ ફકત કામચલાઉ નસીબદાર. યાદ રાખજો, પરિસ્થિતિ અમારા સંપુર્ણ કાબુ હેઠળ છે.

'તમે અમારા કૃત્યને ત્રાસવાદી કૃત્ય કહો છો ? જયાં સુધી ઠરાવ નહિ પસાર થાય ત્યાં સુધી ત્રાસવાદ ચાલતો રહેશે. તમે લોકો કોઈ રીતે અમને રોકી શકો તેમ નથી.

આ હવે તમને છેલ્લી તક આપવામાં આવે છે. આરબ બિરાદરો માટે પણ આ છેલ્લી તક છે.'

મોરોકકોનો એલચી ઉભો થયો. હવે તેનાથી આ હોલમાં રહેવાતું નહોતું.

‘હું જઉં છું, ' તેણે અલ્જીરીયન એલચીને કહ્યું. ' ના, પ્લીઝ અહીં રહે.’ ' શકય નથી. '

'તું બહાર જઈ શકે તેમ નથી. તું અમને બધાને મરાવી.'

' આ ધમકી છે. મારે જવું જોઈએ.’

મોરોકકન એલચી પાછલા ભાગ તરફ ચાલ્યો. તે

સંડાસ જતો હોય એમ લાગ્યું. તે બારણાથી પંદર ફૂટ દુર રહયો.

આરએ બૂમ પાડી, ‘ એય, ક્યાં જાય છે?'

તે ચાલતો રહયો.

અલ-વાસીએ બૂમ મારી, 'થોભ?'

સૌ કોઈ ફર્યુ.

બેકરે તેને ઈન્ગ્રામ ફાયરીંગ માટે ઊંચી કરી. તેણે બે વાર ઘેાડો દબાવ્યો. પહેલી ગોળી મોરોકકન એલચીના જમણા પડખામાં વાગી અને છાતીમાં બાકોરૂં પાડયું. બીજીએ તેનું માથું ફાડી નાખ્યું. તે નીચે ફેંકાયો.

તેની લાશ હોલના પાછલા ભાગમાં ખેંચી લઇ જઈને નાખી રાખવામાં આવી.

જેફસલેમથી આવેલો સીઆઈએના વડામથક લેંગ્લી ખાતે અંતરાયેલો

સંદેશો

( હીબ્રુમાંથી અનુવાદિત )

વીર્ગીકરણ : ટોપ સીક્રેટ

પ્રતિ : તલ અવરામ

રવાના : મોસાદ

તારીખ : ૧૬મી ઓકટોબર

સમય : ૧૬-૩૦

રેફરન્સ : બીગ ઈયસૅ

હેતુ : જાણ માટે

ફ્રેંચ સેકટર, ઓપરેશન બીગ ઈયસૅ વિશે. ફ્રેંચ હાઈકમાંડનો સીનીયર સ્ટાફ ઈઝરાયલ ઉપર લશ્કરી આક્રમણની યોજના ઘડી રહયો છે. સાંકેતિક નામઃ સર વાઈવલ. આ પ્લાન ઓફિસીયલી એલીસી પેલેસમાં મંજુર થયો નથી પણ પણ તે મંજૂર કરાવવાની નાગરિક અધિકારીઓ તરફથી ચળવળ ચાલી રહી છે.બીજાં ૧૩ રાજ્યો પણ આવો લશ્કરી હુમલો કરવા ધારે છે તેમની સાથે આ પ્લાન સંકલિત છે. રીયાધ, અમાન અને દમાસ્કસનો સંપર્ક સાધો. પ્લાન ૨૩મી ઓકટોબર સુધી તૈયાર થવાની વકી છે અથવા તેા પાંચ દિવસમાં. યુનોનો હકારમાં મત કુલ ૭૫ દેશોનો થયો છે. ઉતાવળ કરો.

 

ન્યુયોર્ક થી

પ્રસારિત

એસોસીયેટેડ પ્રેસ ‘એ ’વાયર

એસ. ટી. ૧૦૨૦

૧૨:૨૨

એપી દ્વારા.

 

ક્રેસે (ઓકટો. ૧૬): સાંજે સાત વાગ્યા પછી ઈજીપ્શીયન રાજધાનીના કેન્દ્રીય વિભાગમાં સશ્કારી વડામથક પાસે ભયંકર આગ ફાટી નીકળી હતી. લાયબ બાવાળા ખાસ ધ્યાન પેાલીસથાણા પર આપી રહયા છે જેના મકાનના ત્રણે માળ આગમાં ઘેરાયા છે.

એસ. ટી. ૧૦૨૦

૧૨ :૩૧

કેરો (ઓકટો.૧૬) મધ્ય કેરોમાં લાગેલી આગને બુઝાવવામાં લાયબંબાએ હજી સફળતા પામ્યા નથી.

 

એકસ ટી. ૧૦૨૦

૧૨:૩૦

એપી દ્વારા

કેરો (ઓકટો. ૧૬) : ઈજીપ્શીયન રાજધાનીના મધ્યમાં લાગેલી આગથી બે માઈલ દૂર હફાન્દામાં બીજી એક આગ ભભૂકતાં લાયબંબાઓ ત્યાં પણ દોડી ગયા હતા. મેયરની ઓફિસ કહે છે કે આ બંને આગને એકબીજાની સાથે કોઈ સંબંધ નથી અને બંને આગ લગભગ કાબુમાં છે.

 

અરજંટ

એકસ ટી ૧૦૨૦

૧૨:૪૨

એપી દ્વારા.

કેરો (ઓકટો. ૧૬)—સમગ્ર ઈજીપ્તમાં આગ ફાટી નીકળી છે. સાત વાગ્યા પછી લગભગ આગના ૨૦ એલામૅ રણકયા હતા. શહેરના બધા જ લાયબં બા કામે લાગી ગયા છે. બે આગ વચ્ચે સંબંધ ન હોવાની જાહેરાત કરનાર મેયરની ઓફિસે હવે કોઈ જ નિવેદન આપવાનો ઈન્કાર કર્યો છે.

 

અરજંટ

એકસ ટી ૧૦૨૦

૧૨ : ૪૪

એપી દ્વારા.

કેરો (ઓકટો. ૧૬) ઈજીપ્શીયન રાજધાની આખી ભીષણ આગમાં સપડાઈ છે. શહેરના એક પણ વિસ્તાર આગથી અલિપ્ત રહયો નથી. મદદ માટે લશ્કરને બોલાવવામાં આવ્યું છે. શહેરના જુદા જુદા ભાગમાં આગના ૮૬ એલામૅ રણકયા છે.વ્યાપક ભય અને અંધાધૂંધી ફેલાઈ છે.

 

એકસ ટી ૧૦૨૦

૧૨ : ૫૦

એપી દ્વારા

ન્યુયેાર્ક (ઓકટો.૧૬) : એસેાસીયેટેડ પ્રેસે કેરો સાથે કોમ્પપ્યુટર સંપર્ક થોડા સમય માટે ગુમાવ્યો હતો કારણ કે આખું શહેર આગમાં હોમાયું છે.તકલીફ બદલ એવી ક્ષમા માગે છે.

*****