Prem Thai Gyo - 21 books and stories free download online pdf in Gujarati

પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 21

ૐ નમઃ શિવાયઃ

પ્રેમ થઇ ગયો Part - 21


અત્યાર સુધી આપડે જોયું કે રાહી લાઇબેરી તો આવે છે, પણ તેનું મન નથી લાગતું છતાં તે બુક લઈને વાંચવા બેસી જાય છે અને જયારે તે જોવે છે કે કોઈ તેની બાજુ માં આવી ને બેસ્યું ત્યારે તે બુક થી નજર હટાવી ને તે તરફ જોવે છે...

રાહી ની નજર જેવી બાજુ માં બેસેલા વ્યક્તિ પર પડે છે, તેના ચહેરા પર સ્માઈલ આવી જાય છે...

"આદિ તું અહીંયા..."

રાહી ખુશ થઈને બોલે છે પણ રાહી એ ભૂલી જાય છે કે તે બન્ને લાઇબેરી માં બેઠા છે તેના આવાજ થી આજુ બાજુ માં બધા તે બન્ને ને જ જોવા લાગે છે...

"સોરી સોરી..."

રાહી બોલે છે અને નીચે જોવા લાગે છે...

ત્યારે આદિ તેને બારે જવા નો ઈસરો કરે છે અને તે બન્ને બારે જાય છે...

"તું અહીંયા...

મેં તને ફોન કર્યા તા પૂછવા માટે કે તું આવીશ કે નહિ પણ તે ફોન ના ઉપાડ્યો તો મને લાગ્યું તું નઈ આવે..."

રાહી બોલે છે...

"હા હું સૂતો જ હતો જયારે તારો ફોન આવ્યો ને પણ...."

આદિ બોલતા બોલતા અટકી જાય છે...

તેને યાદ આવે છે કે તે સૂતો હોય છે ત્યારે આશિકા તેને ઉઠાડે છે...

"આદિ... આદિ..."

આશિકા બોલે છે...

"અરે શું છે આશુ...

સુવા દેને..."

આદિ ચિડાઈને બોલે છે...

"જો તારા ફોન માં રાહી નો ફોન આવેલો છે..."

આશિકા બોલે છે...

આ સાંભળી ને આદિ જલ્દી થી ઉભો થઇ જાય છે અને આશિકા ના હાથ થી ફોન લઇ લે છે...

જેવું તે રાહી નો ફોન જોવે છે ત્યારે તેની નજર સમય પર જાય છે અને તે સીધો તૈયાર થવા જતો રે છે...

"અરે કેમ બોલતા બોલતા અટકી ગયો..."

રાહી બોલે છે...

"હા પછી તારો ફોન જોઈને હું તૈયાર થઈને આવી ગયો..."

આદિ બોલે છે...

"હા તો ચાલ હવે લાઇબેરી માં..."

રાહી બોલે છે...

"ના આજે મને મન નથી આપડે બારે જઈએ..."

આદિ બોલે છે...

તે બન્ને ત્યાં થી નીકળી જાય છે...

"તો કામ થઇ ગયું તું ને સવાર સુધી..."

રાહી બોલે છે...

"હા થઇ ગયું તું..."

આદિ બોલે છે અને તે બન્ને કેફે માં જાય છે જ્યાં તે બન્ને હંમેશા હતા હોય છે...

"યાર તારા બોસ કેવા છે કોઈ આટલું બધું કામ આપે..."

રાહી ગુસ્સા માં બોલતી હોય છે...

"હા પણ બોસ છે તો એ જે કે એટલા કામ તો આપડે કરવા જ પડે ને..."

આદિ બોલે છે...

"અહીંયા રાહી મારા બોસ વિશે આવું બોલે છે અને મારા પપ્પા રાહી ને મળવા માંગે છે...

જયારે તેમને ખબર પડશે કે રાહી આવું કે છે તેમના વિશે ત્યારે મજા આવશે..."

આદિ મન માં વિચારતો હતો...

"અરે અહીંયા હું બોલું છું ને તું હશે છે..."

રાહી બોલે છે...

"અરે હું તો બસ એ વિચારું છું કે જો મારા બોસ તારી સામે આવે તો કેવી મજા આવે..."

આદિ બોલે છે...

"હા હું તો એમને આ બધું કઈ દઉં..."

રાહી બોલે છે...

આદિ બસ તેની વાતો સાંભળતો હોય છે...

*****

આ બાજુ આરતી તેના ઘરે બેસી ને કંટાળતી હોય છે એ જયારે તે સોહમ ને ફોન કરે છે ત્યારે તે ફોન નથી ઉપડતો...

ત્યારે આરતી સોહમ ના ઘરે જાય છે અને ત્યાં જઈને જોવે છે તો સોહમ તેના આસાઇમેન્ટ લખતો હોય છે...

"સોહમ ચાલ ને કંઈક બારે જઈએ..."

આરતી તેના રૂમ માં આવતા બોલે છે...

"ના યાર આજે મારે આ બધા આસાઇમેન્ટ પુરા કરવા જ પડશે..."

સોહમ બોલે છે...

"હા તો હું પણ મદદ કરાવું..."

આરતી બોલે છે અને તે પણ સોહમ ની મદદ કરાવા લાગે છે...

*****

રાત ના સમયે રાહી તેના રૂમ માં હોય છે અને કંઈક ગોતી રહી હોય છે...

ત્યારે જ એને કંઈક યાદ આવે છે અને તે ખુરસી લઈને તેના કબાટ ઉપર થી એક બોક્સ નિકાળે છે...

"હું તો ભૂલી જ ગઈ તી કે મેં આમ મૂક્યું હતું..."

રાહી બોલે છે અને તે બોક્સ ને નીચે મૂકી તેની આજુ બાજુ ની ધૂળ સાફ કરે છે પછી તેમાં થી એક ડાયરી નીકળે છે...

આ ડાયરી જે તેના માટે ખુબજ ખાસ છે અને આના વિશે તેના સિવાય કોઈ ને ખબર નથી તેના મન ની દરેક વાત તે આ ડાયરી માં સાચવી ને રાખે છે અને તે એ ડાયરી લઈને બેસી જાય છે અને તેમાં કંઈક લખવા લાગે છે...

થોડી વાર પછી તે ડાયરી બંધ કરી અને જે બોક્સ માં હતી ત્યાં મૂકી ને ફરી તેને કબાટ ઉપર મૂકી દે છે...

તે પછી આરતી ને ફોન કરે છે...

"ચાલ ને આપડે આજે બારે ચાલવા માટે જઈએ..."

રાહી બોલે છે...

"હમણાં હું અને સોહમ તેના અસાઇમેન્ટ કરીએ છીએ તો આપડે કાલે જશું..."

આરતી બોલે છે...

રાહી પછી આદિ ને ફોન કરે છે પણ તે કંઈક કામ માં હોવા ના લીધે ફોન નથી ઉપાડી શકતો...

થોડી વાર માં આદિ નો ફોન આવે છે અને તે બન્ને વાત કરવા લાગે છે અને તે રોજ ની જેમ વાત કરતા કરતા જ સુઈ જાય છે...


*****

આ રીતે જ દિવસો જતા જાય છે અને સોહમ અને આરતી હવે રાહી ને જાણે ભૂલવા લાગ્યા હતા...

હંમેશા તે બન્ને સાથે જ રહેતા પણ રાહી તેમની સાથે પણ હોય છતાં એવું જ લાગતું કે તે બન્ને જ છે...

તે બન્ને હંમેશા એકલા જ બારે જતા અને જયારે આ વાત થી રાહી ગુસ્સે થાય તો તેને મનાવી લેતા...

તે ત્રણે આજે સાથે કોલેજ જવા માટે નીકળે છે અને ત્યાં પોચી ને સોહમ તેના ક્લાસ તરફ અને તે બન્ને તેના ક્લાસ તરફ જાય છે અને શીતલ તે બન્ને ની ત્યાં જ રાહ જોઈ ને ઉભી હોય છે...

હજુ તેમની ક્લાસ શરૂ થવા માં થોડી વાર હતી તેના લીધે જ તે ત્રણે ત્યાં ઉભા હોય છે અને ત્યારે જ ત્યાં સોહમ આવે છે...

"તું અહીંયા અને આજે તો તારે વેલા લેક્ચર હતો ને..."

આરતી બોલે છે...

"હા હતો પણ તે સર નથી આવ્યા એટલા માટે હવે એ લેક્ચર નથી..."

સોહમ બોલે છે...

"હા તો હવે તું શું કરીશ...?"

આરતી બોલે છે...

"ચાલ ને આપડે બન્ને બારે જઈએ..."

સોહમ બોલે છે...

"હા...ચાલ..."

આરતી બોલે છે...

"પણ આપડી ક્લાસ છે આજે..."

રાહી બોલે છે...

"હા તો તું મને સમજાવી દેજે..."

આરતી બોલે છે...

"હા પણ ક્લાસ પુરી કરીને પણ તમે બન્ને જઈ શકો છો..."

રાહી બોલે છે...."શું આ રીતે જ આરતી તેના ભણવા થી દૂર થતી રહેશે...?"

"શું ફરી તે બન્ને રાહી ને એકલી મૂકી ને જવા લાગશે...?"

"રાહી શું તે બન્ને ને જવા દેશે...?"

જેમ મારા મન સવાલો છે એ રીતે તમારા મન માં ગણા સવાલો હશે એના જ જવાબ લઈને હું આવીશ નવા ભાગ માં...

જોડાયા રહો મારી સાથે...

પ્રેમ થઇ ગયો સિઝન-2...
મારી સ્ટોરી ને તમારા પ્રતિભાવ જરૂર થી આપજો જેના થી મારી ભૂલો ને હું સુધારી શકું....