Sanskaar - 4 books and stories free download online pdf in Gujarati

સંસ્કાર - 4

સંસ્કાર ૪
નાનપણથી જ આપણામાં સંસ્કારના બીજ રોપવાનું કાર્ય આપણા મા-બાપ કરતા હોય છે.આજે તો મારી બા હયાત નથી.પણ જ્યારે હું નવ દસ વર્ષનો હતો.ત્યારે મને યાદ છે હું મારી બા ની આંગળી પકડીને દર સોમવારે શંકર વાડીમાં આવેલા ભગવાન શંકરના મંદિરે જતો.મંદિરમાં દર્શન કર્યા પછી પાંચ દસ મિનિટ અમે બહાર મંદિરના ઓટલે બેસતા.ત્યાં બેસીને બા મને ફક્ત એટલી જ શિખામણ આપતી.કે.
"બેટા સવારે ઉઠતા વેત પથારીમાં બેઠા બેઠા.ઈશ્વરને ફક્ત આટલી જ પ્રાર્થના કરવાની.કે હે ઈશ્વર.તે આજે મને જગાડ્યો છે.તો હવે દિવસભર મારી પાસે તને ગમતા હોય એવા જ સારા કાર્યો કરાવજે.ભૂલે ચૂકે ય કોઈનું પણ અહીત મારાથી ન થાય એ તું જોજે.
અને આટલી પ્રાર્થના કર્યા પછી જ પથારી છોડવી."
અને બાની એ શિખામણ હું આજે પણ પાળુ છુ.અને મારા બાપુજી જેમણે મારી બાના મૃત્યુ પછી અમારા ઘડતરની જવાબદારી ઉપાડી લીધી હતી.તેઓએ પણ મને ફક્ત એક જ મંત્ર શીખવ્યો હતો.કે.
"બેટા.મહેનતનો રોટલો ભલે નાનો હોય પણ બહુ જ મીઠો હોય છે.અને હરામ નો રોટલો ગમે એટલો મોટો હોય.પણ સદાય એનાથી દૂર રહેવુ."
અને આજ સુધી હું એ મંત્રને પણ બરાબર વળગી રહ્યો હતો.
પણ આજની જે ઘટના બની એણે મને હચ મચાવી નાખ્યો હતો. પંદર પંદર દિવસની કાળી મજૂરી કરીને જે પૈસા હું કમાયો હતો.એને એક પાકીટ મારે ફક્ત પંદર મિનિટ જ મારા ખિસ્સામાં રહેવા દીધા હતા.અને પોતે પરસેવો પાડ્યા વગર ચંદ સેકેંડો મા એ પૈસાનો માલિક બની બેઠો હતો.
આ બનાવ બન્યા પછી હું સતત એવું વિચારવા લાગ્યો કે મહેનત કરીને આખરે ફાયદો શો?મહેનત અને ઈમાનદારીથી આખરે શું વળવાનુ? મહેનત મજૂરી કરીને હું રોજના કેટલા રૂપિયા કમાઈ શકવાનો?ત્રણ ચાર યા છ રૂપિયા? આટલા રુપિયા માટે કમર તોડ મહેનત શા માટે કરવાની?એના કરતાં આ પાકીટ મારીનો ધંધો શું ખોટો?એક ઝટકામાં મોટી રકમ હાથમાં આવી જાય.અને પાછી ખાસ મહેનત પણ નહીં.બસ જીવનમાં એશ જ એશ.
ચોવીસ કલાક સુધી મારા મગજમાં આ દ્રંધ ચાલ્યુ.અને આખરે મારામા સિંચાયેલા સંસ્કારો ઉપર.મારી ઉપર અત્યારે વીતેલી પરિસ્થિતિનો વિજય થયો.મે નકકી કરી લીધુ કે હવે થી હુ પાકીટ મારવાનો જ ધંધો કરીશ.
હુ ઈદગાહ મેદાનમાં રહેતા રશીદ નામના એક પાકીટ મારને ઓળખતો હતો.આમ તો અમારી કોઈ અંગત ઓળખાણ ન હતી.કયારેય અમારા બંને વચ્ચે કોઈ સંવાદ પણ થયો ન હતો.પણ એના વિશે મેં એવું સાંભળ્યું હતું કે એ એટલી સફાઈથી તમારું ખિસ્સુ હળવું કરી નાખે કે તમને જરા જેટલો પણ અણસાર ન આવે કે તમે લૂંટાઈ ગયા છો.મેં એની પાસેથી જ ટ્રેનિંગ લેવાનું નક્કી કર્યું.
હુ એને મળવા એના ઘર તરફ જઈ રહ્યો હતો.પણ એ રસ્તામાં જ મને સામો મળ્યો.એ તો પોતાની કોઈ ધુનકી માં જઈ રહ્યો હતો.પણ મેં એને સાદ પાડીને બોલાવ્યો.
"રશીદ ભાઈ."
મારો અવાજ સાંભળીને એ ઉભો રહ્યો. એણે પણ મને અવારનવાર જોયો હશે. એટલે એણે મને પૂછ્યું.
"તુ બાંદરા પ્લોટ મે રહેતા હેના?"
મેં કહ્યુ.
"હા.ત્યાં જ રહું છુ.મારે તમારું કામ છે."
"મારું શું કામ છે?"
આશ્ચર્ય પામતા એણે પૂછ્યુ.
"ચાલો ને આપણે ચાલતા ચાલતા વાત કરીએ."
"ઠીક હે ચલો."
કહી રશીદ મારી સાથે ચાલવા લાગ્યો.
મને સુઝતું ન હતું કે હું કઈ રીતે રજૂઆત કરુ કે મારે એની પાસેથી પાકીટ મારી ના ગુણ શીખવા છે.આ પ્રસ્તાવ મારે કઈ રીતે મૂકવો? હું હજી એની અવઢવમાં હતો.ત્યા એણે મને ટપાર્યો.
"અબે બોલના ક્યા કામ હૈ?ટાઇમપાસ મત કર."
મેં ડરતા ડરતા એમને પૂછ્યું.
"ભાઈ મે સાંભળ્યું છે કે તમે પાકીટ માર છો?"
"હા.હુ.તો?તેરે બાપ કા ક્યાં જાતા હૈ?"
"કુછ નહીં.પણ મારે પણ પાકીટ મારી શીખવી છે.હુ તમારી પાસે ટ્રેનિંગ લેવા માગું છું."
મેં હિંમત કરીને મારા મનની વાત કહી જ નાખી.અને મારો પ્રસ્તાવ સાંભળીને રશીદ પહેલા તો ખડખડાટ હસી પડ્યો. અને પછી જાણે કોઈ અજાયબ પ્રાણીને જોતો હોય.એ રીતે મને ધારી ધારીને જોવા લાગ્યો.
"અબે તેરી તો.તું પાકીટ મારીશ?"
પછી મને શિખામણ આપતા બોલ્યો.
"અરે તને બીજું કંઈ કામ મળતું નથી કે? કોઈ સારું કામ કર."
એની શિખામણ ના જવાબમા મેં એને મારી આખી કરમ કહાની સંભળાવી દીધી.કે કઈ રીતે મે પંદર દિવસ સખત મહેનત કરી.અને એ મહેનતના પૈસા કોઈએ મારા પાકીટમાંથી મિનિટો mm મા કાઢી લીધા.એણે મારી વાત ધ્યાનથી સાંભળી.પછી મને સમજાવતા બોલ્યો.
"દેખ અજય.તું અભી બચ્ચા હૈ.અને સારા ઘરનો લાગે છે.માટે કહું છું કે પાકીટ મારી કરવી એ ન તો સારુ કામ છે.અને ન તો કંઈ એ બચ્ચા ના ખેલ છે અને એ શીખવું એટલું સહજ પણ નથી એમાં પૈસા જરૂર આસાનીથી મળે.પણ ક્યારેક માર પણ ખાવો પડે છે.ઘણું જ જોખમનું કામ છે."
રશીદે મને પાકીટ મારી ના ધંધામાં રહેલા જોખમ વિશે લાંબુ લેક્ચર આપ્યુ.પણ મને લાગેલો *ઘા* હજુ તાજો હતો.એટલે મારા મસ્તકમાં એક જ ધૂન સવાર હતી કે બસ હવે પૈસા કમાવવા હોય તો આસાનીથી.અને આ બે આંગળી ના કસબ થી જ.હવે આ હુન્નર શીખવો જ જોઈએ.મે મન મક્કમ કરીને રશીદ ને કહ્યું.
"ભલે ગમે એટલું જોખમ હોય.ભલે ગમે તેટલો માર પડે.મારે શીખવું છે. એટલે શીખવું જ છે."
અમે આ રીતે વાતો કરતા કરતા હાઇવે ની નીચે આવેલા ગાર્ડનમાં પહોંચ્યા.ત્યાં પથરાયેલી ઘાસની જાજમ ઉપર અમે બેઠા.હું પલાઠી વાળીને બેઠો હતો.અને રસીદ લાંબા પગ કરીને બેઠો.મારી મક્કમતા જોઈને એણે મને પાકીટ મારી ના ગુણ શીખવવાનું નક્કી કરી લીધું.
"ઠીક છે અજય.આજથી હું તારો ઉસ્તાદ.અને તું મારો શાર્ગીદ.ચાલ પહેલા શાર્ગીદી ના પાઠ શીખ."
એમ કહીને એને પોતાના બંને પગ મારા ખોળામાં મૂક્યા.મેં ગભરાઈને એની સામે જોયું.તો એ હસવા લાગ્યો.અને બોલ્યો.
"અબે મુહ ક્યાં દેખતા હે? તારો ગુરુ છુ ને?ચલ પેર દબાવ."
મેં લાચારી થી એના પગ દબાવવાનું શરૂ કર્યું.બંને પગ દબાય ગયા પછી એ કપડા ખંખેરતો ઉભો થયો.અને મને કહ્યું. આપણે રોજ બપોરે બે થી ત્રણની વચ્ચે અહીં મળીશુ.ઠીક છે?"
"ઠીક છે"
મેં કહ્યુ.અને દિવસે ફરી મળવા ના વાયદે અમે છુટ્ટા પડ્યા.