Premno Sath Kya Sudhi - 21 books and stories free download online pdf in Gujarati

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 21

ભાગ...૨૧

(ઉમંગ નહોતો આવ્યો એટલે રસેશ, નચિકેત એમની સાથે સાથે મારી પણ કોલેજની પોલ ખોલી અને આ બધામાં સૌથી વધારે મજા મિતા લઈ રહી હતી. ઉમંગને એક્સીડન્ટ થયો છે એ ખબર પડતાં અમે સીટી હોસ્પિટલ પહોંચ્યા. પણ તેને ખાસ વાગ્યું ના હોવાથી અમે બીજા દિવસે મળીએ કહી છૂટા પડયા. હવે આગળ....)

"આ લોકો મોડે સુધી ગપ્પા મારશે અને આપણે કીચનમાં રહેવું ના પડે એટલે..."

મીનાએ આટલું બધું કેમ લાવ્યા, તેનું કારણ કહીને મિતાએ બધું ફ્રીઝમાં મૂકી દીધું. નચિકેત આવી ગયેલો પણ ઉમંગ હજી નહોતો આવ્યો એટલે મિતા બોલી કે,

"ઉમંગને ફોન તો કરો અને પૂછો કે કયાં સુધીમા આવશે?"

રસેશે કહ્યું કે,

"સુજલ રહેવા દે, હું ફોન કરું છું."

રસેશ ફોન કરે તે પહેલાં જ તે આવી પહોંચ્યો અને બોલ્યો કે,

"સોરી એવરીવન, પણ હું રહ્યો ફક્કડ ગિરધારી અને એકલપટો એટલે ક્યાંય પણ હું ટાઈમસર પહોંચી ના શકું."

મિતા બોલી કે,

"ના.. ના, અમે તારી રાહ જ જોતા હતા. તું આવે એટલે ડીનર શરૂ કરીએ."

"ભાભી ખોટું ના બોલો તમે અને ભાઈ ઉમંંગ તમે ટાઈમસર નહીં પણ મોડા છો, એ સમજી લો. અમે તમારી રાહ જોઈ રહ્યા હતાં, એમાં અમારા પેટમાં ચૂહા હાહાકાર મચાવી દીધો છે, તેનું શું?"

રસેશે ગંભીર થઈને કહ્યું તો ઉમંગે તેમની સામે કાન પકડીને કહ્યું કે

"સોરી સર..."

રસેશ હસી પડ્યો અને બોલ્યો કે,

"મજાક કરતો હતો ભાઈ, આવ આવ બેસ તારી જ રાહ જોઈ રહ્યા હતા કે કયારે તું આવે ડિનર કરી પછી આપણી વાતોના તડાકા મારી શકીએ."

"જી સર... સરસ તો પછી બંદા ટાઈમસર જ છે."

ઉમંગ બોલતાં તો બોલી ગયો પછી સંકોચ થયો તે જોઈ મિતા બોલી કે,

"ઉમંગ આ ઘર પણ અમારા ઘર જેવું જ છે. તું નવોસવો છે એટલે તને સંકોચ થાય છે, પણ તને એકવાર મજા આવશે પછી તું વારે વારે આવીશ. તને રસેશભાઈ જેટલા મજાકીયા લાગ્યા એટલા જ મીનાભાભી માયાળુ છે. અને એમની રસોઈ એટલી ચટાકેદાર હોય છે કે અમે પણ પાર્ટી એમના ઘરે જ પ્રિફર કરીએ છીએ."

"એ વાત તો છે જ અને એનું સબૂત છે મારું પેટ, જે બહાર આવી ગયું છે તે..."

બધા રસેશની વાત સાંભળી હસી પડ્યા જ્યારે,

"તો પછી મારા જેવા માટે નવી જગ્યા જ્યાં મને ઘરના જેવું ખાવા મળશે, એમ ને."

બોલતાં તો ઉમંગ બોલી ગયો અને પછી થોડો શરમાઈ ગયો, પણ તે અમારી સાથે ડીનર કરવા ડાઇનિંગ ટેબલ પર ગોઠવાઈ ગયો. મીનાભાભીએ દાળ-બાટી, ચૂરમું, ગટ્ટાની સબ્જી, મંગોડીની સબ્જી, લાલ મરચાની ચટણી, સલાડ, પાપડ અને છાશ. એમ કહો કે પૂરેપૂરી મારવાડી કહો કે રાજસ્થાની થાળી દરેકની થાળીમાં પીરસેલી.

મીનાભાભીના હાથથી બનેલી રાજસ્થાની થાળી ખાતાં પેટ ધરાઈ જમાઈ જાય છતાં મનના ધરાયું હોય તેવી સ્થિતિ દરેકની હોય. બધાએ ડીનરને બરાબર ન્યાય આપ્યા બાદ મિતા અને મીના પણ કીચન સમેટીને ના આવ્યા ત્યાં સુધી કાલે ઉમંગનો એક્સીડન્ટ કેમ થયો અને કેવું છે, એ પૂછતાં રહ્યા.

આમ અમારી આડીઅવળી વાતોનો દોર પૂરો થાય તે પહેલાં જ તે બંને આવી ગયા, પછી ઉમંગ બોલ્યો કે,

"સર, હવે આગળ અલિશાના કેસમાં શું થયું તે કહો?"

"હા, આપણે ક્યાં સુધી આવ્યા હતાં?"

મિતાએ જવાબ આપતાં કહ્યું કે,

"બસ વિલિયમ ફેમિલી અલિશાને લઈ ગ્રીસથી દિવાળી પહેલાં આવી ગયેલા હતા..."

"હા, અલિશાને ચેક કરાવવા તેઓ મારી પાસે લઈ આવ્યા ત્યારે વિલિયમ ફેમિલી સાથે વાત કરી અને પછી મેં અલિશાને હિપ્નોટાઈઝ કરી. તેને મેં પૂછવાની શરૂઆત કરતાં તે બોલી કે,

"હમારે હાથોમેં મહેંદી લગ ગઈ થી, વો ભી પૂરા હાથ ભર કે. હમ કોઈ રાજકુમારી હો, ઈસ તરહ સબ હમાર આગે પીછે ઘૂમ રહે થે, સબ હમકો ઘેરે રખે થે, હમ કો અચ્છે સે અચ્છા પકવાન ખાને કો મિલ રહા થા. યે સબ દેખ હમ કો બહુત અચ્છા લગ રહા થા. પર... માં કે ચહેરે પે ચિંતા કી લકીર દેખ કર હમ કો અચ્છા ન લગ રહા થા. ઈન સબ મેં હમે ઉનસે પૂછને કા મૌકા ભી નહીં મિલ રહા થા."

"ફીર કયાં હુઆ?"

"હમેં માં સે પૂછને જાના થા કી ક્યોં ચિંતા કર રહી હો, હમાર દુલ્હા કોન હૈ વો તો બતાઓ. પર કભી હમ પકવાન કી ખુશ્બુ મેં ખો જાતે યા રિશ્તેદારો હમેં ખીલા ને આ જાતે. કોઈ બાત કરને લગતા યા હમાર નસીબ ખીલ ગયા ઐસા કહતે રહતે થે..."

"તો આપકો અપની માં સે પૂછને કા મૌકા હી ના મિલા કયાં?"

"નહીં ઐસા તો નહીં હુઆ... ક્યોં કી શામ હોતે હી સબ રિશ્તેદાર સબ અપને અપને ઘર ચલે ગયે ઔર બહાર સે જો આયે થે વો કીસી કે ઘર સો ગયે. હમાર બડી દોનો બાઈસા ભી કોનો પકડ કે સો ગઈ, ફીર હમેં માં કો મિલને ઔર પૂછને કી 'કયાં બાત હૈ? કયોં મથે પર ચિંતા કી લકીરે ઘૂમ રહી હો?' કક્ષમેં જાને ગયે તો માં બાઉજી કી અવાજ સુનકર વહીં ઠેહર ગયે.'

"માં બાઉજી સે બોલ રહી થી કી,

'છોટી બચ્ચી હૈ વો, કૈસે હમ ઉસકો બ્યાહ દે."

"પર યે સબ પહેલે બાત હો ચૂકી હૈ ના, ફિર વાપિસ ક્યોં બતલા રહી હો."

"આપ સે ના બતલાએ તો કીસે બતાલાએ. હમ ને આજ માન કો દેખતે હી રુલાઈ ફૂટ જાતી હૈ કી અભી તો વો ચૌદહ સાલ કી હૈ, ઔર હમ ઉસ પે જિમ્મેદારી ડાલ દેંગે..."

"યે તો અબ બોલને કી બાત તો ના હૈ કી વો બચ્ચી હૈ, ઉસ પે જિમ્મેદારી નહીં ડાલની હૈ હમેં. સસુરાલે મેં જાયેગી તો જિમ્મેદારી નિભાની તો પડેગી હી ના..."

"આપ સમજ નહીં રહો, સભી રિશ્તેદાર ભી બાત કરતે હૈ ઉસકા કયાં?"

"ઉનકા કામ કયા હૈ ખાના ખાના, બાતેં કરના ઔર ફીર સબ ભૂલ જાના, સમજી..."

"કયાં આપકો માન કો દેખકર કુછ નહીં હોતા?"

"કુછ નહીં હોતા, તુમ તો પગલા ગઈ હો, હમ ના... અબ યે સબ હૈ કયા લગા રખા હૈ, તુમને."

"બસ માન કો દેખકર મુજે રોના આતા હૈ કી જબ ઉસે પતા ચલેગા કી ઉસકે સાથ ધોખા હુઆ હૈ તો? ઔર વો ભી ઉસકે મા બાબુજીને હી ધોખા દીયા હૈ તો? ઉસ પે કયાં બીતેગી?"

"તુમ જયાદા સોચ રહી હો, ઐસા કુછ નહીં હોગા..."

"મેં જયાદા સોચ રહી હું, આપને દેખા નહીં કે આપકો દેખના હી નહીં. આપકો તો જો બાત યુંહી લગતા હૈ, પર મુજે પતા હૈ કી અભી વો પકવાન ખાં કે, ફીર  કભી મહેંદી લગવા કે યા કભી અચ્છે કપડે પહન કે ખુશ હો રહી હૈ. મગર ઉસે તો યે ભી ના પતા હૈ કી યે સબ ઔર ઉસકી ખુશી દો નો ચાર દિન કે ચાંદની જૈસી હૈ."

"તુમ હમસેં બાત મત કરો, અબ હમેં કુછ નહીં સુન ના?"

"ક્યોં નહીં સુના હમ કહેંગે હી આપ સે, હમ તો કહ રહે હૈ કે હમ કયા જમીનદાર કો બ્યાહ કે લીએ મના કર દે."

(શું માનના માતા પિતા તેને દગો કરી રહ્યા છે? અને કેવો? કેમ આપી રહ્યા છે પોતાની દીકરીને દગો? શું મજબૂરી છે? શું માનની મા કહ્યા પ્રમાણે લગ્ન કેન્સલ કરશે? આ બધું સાંભળી રહેલી માન પર શું વીતશે?

જાણવા માટે વાંચો આગળનો ભાગ,  પ્રેમનો સાથ કયાં સુધી........૨૨)