Premno Sath Kya Sudhi - 53 books and stories free download online pdf in Gujarati

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 53

ભાગ-૫૩

(અલિશાના કહ્યા મુજબ માનવે અક્ષતને શોધી કાઢયો અને તેના પપ્પા ડૉ.કોઠારી સાથે ઓળખાણ કરી તેને બાર લઈ જાય છે. અક્ષત અલિશા વિશે પૂછે છે અને તેને મળવાની ઈચ્છા પણ પ્રગટ કરે છે. સુજલ તે બંનેને ગાર્ડનમાં લઈ જાય છે. હવે આગળ....)

'કોઈપણ વ્યકિત આ સંબંધ કે આકર્ષણ વિશે સમજી ના શકે કે ના એમના પ્રેમ વિશે. આ વાત રમેશભાઈ કે કાવ્યા સ્વીકારશે. આ બંને વચ્ચે પાછળના જન્મનો નાતો છે, તે સમજી શકશે ખરા? એમને આ વાત કરવી યોગ્ય છે કે અયોગ્ય? આ બધું કેમ બનશે અને કેવી રીતે?'

એ યાદોમાં અને વિચારોમાં વ્યસ્ત થઈ ગયું.

 

કલાકેક જેવો સમય પસાર થયા બાદ હું બોલ્યો,

"ચાલો ઘરે જઈશું હવે..."

 

એટલે એકદમ જ અક્ષતે કહ્યું કે,

"અલિશા બે દિવસ બાદ મારો બર્થ ડે છે. અને એ દિવસે મારા મમ્મી પપ્પા પાર્ટી આપવાના છે, તો તું આવીશ. તારી ફેમિલી લઈને ડૉ.અંકલ તમે પણ આવજો."

 

મેં હા પાડી અને કહ્યું કે,

"હું અને અલિશાનું ફેમિલી શ્યોર તારી બર્થ ડે પાર્ટીમાં આવીશું."

 

કહીને મેં પહેલાં અક્ષતના ઘરે તેને ડ્રોપ કર્યો અને પછી અલિશાને. બર્થ ડો પાર્ટીમાં જવા માટે મેં બીજા દિવસે વિલિયમને એગ્રી પણ કરી દીધો. હું અને તેનું ફેમિલી બંને ડૉ.કોઠારીએ અક્ષતની જયાં બર્થ ડે પાર્ટી આપી હતી  ત્યાં ગયા. અક્ષતને વિશ કરી શુભેચ્છાઓ આપી તો અક્ષત પણ અલિશાને જોઈ ખૂબ ખુશ થઈ ગયો અને તે બંનેની આંખોની ચમક જોઈ મને પણ આનંદ થઈ ગયો. જયારે અલિશા તો એની આંખો પટપટાવતી બસ અક્ષતને જોયા જ કરતી હતી. પછી ભલે કે ત્રાંસી આંખે જોતી હોય કે વાતો કરવાના બહાને તેની સામે જોતી.

 

પાર્ટી માટે પ્લેસ સરસ પસંદ કર્યું હતું ડૉ.કોઠારીએ. હોટલના બેન્કવેટમાં બલૂૂનનું ડેકોરેશન અને બાળકોનો સૌથી વધારે પ્રિય મીકી માઉસ અને મીની માઉસ જેવા કાર્ટૂન કેરેક્ટર લાવેલા. આખી પાર્ટીમાં એ બંને સાથે એક જોકર પણ દરેક બાળકને એટેન્ડ કરતો અને તેમને ચોકલેટ આપતો, હસાવતો. આમાં બાળકો જ નહીં પણ ઘણા બધા મોટા પણ એન્જોય કરી રહ્યા હતા.

 

એટલામાં ત્યાં કેક આવી, કેક પણ મીકી માઉસ અને મીનિ માઉસના કાર્ટૂન જેવી જ બનાવેલી. એ જોઈ બાળકો ત્યાં ભેગા થઈ ગયા અને કેક કટિંગ બાદ બધા બાળકો રમવા લાગેલા. અક્ષત પણ સૂટ પહેરેલો હતો અને તેની હાઈટ બોડી તેની ઉંમર તેર વર્ષ કરતાં પણ વધારે હોય તેમ લાગી રહ્યું હતું અને સામે અલિશા સાત વર્ષની જ હતી, પણ સાવ નાજુક, નમણી એના આગળ તે માંડ પાંચ વર્ષની લાગતી. પણ એ બંને વચ્ચે આકર્ષણ એકદમ લોહચુંબક જેવું હતું. જેમ જેમ લોહચુંબકને લોખંડથી દૂર લઈ જઈએ તેમ તેમ તે એક બીજા તરફ વધુ ખેંચાય. એમ આ બંને પણ એકબીજાની નજીક રહેવાનું પસંદ કરી રહ્યા હતા. કોઈ તેમને બોલાવે કે તેમની વાતચીત ભંગ કરે તે પસંદ નહોતું આવી રહ્યું પછી ભલે તેના મોમ ડેડ હોય કે અક્ષતના કોઈ મિત્ર.

 

ખબર નહીં પણ કેમ વિલિયમને અક્ષત અને અલિશાનું એકબીજા સામે જોયા કરવું કે તેમનું વધારે પડતું એકબીજાની નજીક રહેવું પસંદ ના પડયું. એમાં પણ તેમની આંખોમાં કંઈક અલગ જ ભાવો પ્રદર્શિત કરી રહ્યા હતા. આ બધું જોઈ વિલિયમને જે અકળામણ થઈ રહી હતી તે હું સમજી ગયો એટલે જ મેં તેને પૂછયું કે,

"શું વાત છે, વિલિયમ? પાર્ટી નથી સારી? કેમ તું એન્જોય કરવાની જગ્યાએ અહીં અતડો ફરે છે?"

 

"બસ એમ જ... ડૉ.નાયક હું જે દેખી રહ્યો છું, તે જ તમે દેખી રહ્યા છો કે પછી નહીં?"

 

"ના.. શું દેખી રહ્યો છે? મને કંઈ ખબર ના પડી, કંઈ નવીન છે અહીં કે શું?"

 

મેં હાથે કરીને અજાણ બની જવાબ આપ્યો.

"નવીન તો અહીં કંઈ નથી  પણ અક્ષત જે રીતે અલિશા સામે જોઈ રહ્યો છે. દરેક બાળકો માટે જે ભાવથી જોવું જોઈએ તે કરતાં કંઈક અલગ ભાવો જ તેની આંખોમાં દેખાઈ રહ્યા છે તે..."

 

"હું સમજ્યો નહીં?"

મેં ખભા ઊંચા કરીને કહ્યું તો તે,

 

"એવું લાગે છે કે તે અલિશાને પોતાના તરફ આકર્ષવા વારેવારે તેની આગળ પાછળ ફરે છે. તે બંને વચ્ચેની નજીદીકી પણ દરેક બાળકો કરતાં કંઈક વધારે પડતી નજીક જ છે. બસ મને ક્યારનું આ જ અજુગતું લાગી રહ્યું છે. પણ તમને અજુગતું નથી લાગી રહ્યું, એની મને નવાઈ લાગે છે?"

 

"અરે મને આમાં કંઈ અજુગતું લાગતું નથી. બંને આમ તો નોર્મલ છે. અને આટલી નજીદીકી તો ફ્રેન્ડશીપમાં હોય જ ને."

 

મેં તેની વાતનું સમાધાન ભલે કર્યું, પણ મને ખબર હતી કે તે સ્વીકારી નહીં શકે અને તેને સાચી વાત કહી શકું તેવી સ્થિતિમાં હું હતો નહીં એટલે મેં તેને ફરી કહ્યું કે,

 

"ભાઈ આ તો મોર્ડન જમાનો છે. હવે તો પહેલાની જેમ નથી રહ્યું કે ફ્રેન્ડશીપ કરતાં પહેલાં છોકરો કે છોકરી છે એવું કંઈ જોતાં નથી. જે ગમે અને તેમના સ્વભાવ સાથે મેચ થાય તો ફ્રેન્ડશીપ કરી લે. હવે તું વિચારવાનું છોડ આપણે ડિનર કરી લઈએ. અલિશા એની રીતે તેના ફ્રેન્ડ સાથે ડીનર કરી લેશે."

 

કહીને મેં વિલિયમને પરાણે ડીનર તરફ ખેંચ્યો. અમે ડીનર પુરું કર્યું ત્યાં સુધી તેની નજર તો અલિશા અને અક્ષત આસપાસ જ ફર્યા કરતી હતી. જહોને ડીનર પુરું કર્યું ના કર્યું ત્યાં જ તે અલિશાને પરાણે ઘરે લઈ જવા મથતો હતો એટલે અક્ષતે રિકવેસ્ટ કરતાં કહ્યું કે,

 

"અંકલ પ્લીઝ, અલિશાને રહેવા દો ને, અહીં અમને બધાને રમવાની મજા આવે છે. પછી તે આવી જશે, હું પોતે તેને ઘરે ડ્રોપ કરી જઈશ."

 

ડૉ.કોઠારી પણ બોલ્યા કે,

"વિલિયમ રહેવા દો, હું પોતે જ તેને મૂકવા આવીશ."

 

વિલિયમના મનમાં ભલે બધું જ ખૂંચતું હોય પણ એક દિકરીનો પિતા એમ કંઈ ના બોલી શકે. પાછો તે શ્યોર નહોતો એટલે તેને માથું હલાવીને હા પાડી તો ખરા. પણ અલિશાને છોડી જઈ પણ શકે કેવી રીતે એટલે બોલ્યો કે,

"ના... આ તો હું તેની સ્કુલના કારણે કહી રહ્યો હતો એટલે બાકી... તમારે મૂકવા આવવાની જરૂર નથી, હું છું જ હજી..."

 

અક્ષત અને અલિશા પણ એકબીજા સાથે રહીને ખૂબ ખુશ હતા. પાર્ટી પૂરી થઈ એટલામાં કોઠારી અને વિલિયમની વચ્ચે મિત્રતા થઈ ગઈ. પાર્ટી પત્યા બાદ છૂટાં પડતાં અક્ષતના કહેવા પર ડૉ.રમેશ કોઠારીએ વિલિયમને ફેમિલી સાથે ડીનર પર ઈન્વાઈટ કર્યા. અને જહોને પણ તે સ્વીકારી લીધું.

 

ત્રીજા દિવસે ડૉ.કોઠારીને ત્યાં ડીનર પર ફૂલ ફેમિલી પણ ગયેલો. એ ડીનર બાદ ખબર નહીં અચાનક જ વિલિયમ મારી સાથે વાત કરવાનું ટાળવા લાગ્યો. મને એમ કે તેને મેં પાર્ટીમાં અક્ષત સાથે અલિશાના નજીદીકી પર કોઈ રિએક્શન ના આપ્યું એટલે તે મને એવોઈડ કરી રહ્યો છે.

 

પણ એક દિવસે નોર્મલી ડૉ.અગ્રવાલનો ફોન આવ્યો.

નોર્મલ વાતો કર્યા બાદ ડૉ.અગ્રવાલે એકદમ જ મને કહ્યું કે,

"ડૉ.નાયક આમ તો આ વાત તમને કરવાની હોય, પણ જહોને મને ના પાડી છે. છતાં તમે અલિશાના ડૉકટર હોવાથી અને અલિશાની જે રીતે તમે ટ્રીટમેન્ટ કરેલી એટલે કહ્યા વગર રહી નથી શકતો કે વિલિયમ ફેમિલી પાછી પોતાના વતન ગ્રીસ શિફટ થઈ રહ્યા છે."

 

(વિલિયમ એકદમ જ ગ્રીસ કેમ જઈ રહ્યો છે? એવું તો શું બની ગયું? શું અલિશા અને અક્ષત જુદાં પડી જશે? વિલિયમને ગ્રીસ ના જવા માટે ડૉ.અગ્રવાલ કે ડૉ.નાયક સમજાવી શકશે?

જાણવા માટે વાંચો આગળનો ભાગ, પ્રેમનો સાથ કયાં સુધી........૫૪)