Premno Sath Kya Sudhi - 55 books and stories free download online pdf in Gujarati

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 55

ભાગ-૫૫

(કાવ્યાને અક્ષત અને અલિશાનું એટેન્શન એકબીજા પ્રત્યે વધાર હોય એવું લાગતાં તે થોડી રૂડ થઈ જાય છે. એ મેહસૂસ થતાં જ વિલિયમ પણ ગ્રીસ જવાનું ડિસાઈડ કરે છે. આ વાત લઈ મિતા મીના દુ:ખી થાય છે. હવે આગળ....)

વિધિની વક્રતા કેવી છે કે કંઈપણ મેળવવા માટે ઇચ્છા મનમાં જાગે, પણ એ પહેલાં કુદરત એની અલિશાક્ષા લે કે તે તેને સાચવવા યોગ્ય છે કે નહીં. એ અલિશાક્ષા આપ્યા વગર ના તો તે મળવું શક્ય છે કે ના તેના હાથમાં છે.

જેમ માનદેવી તેમના સમર્પણની પરાકાષ્ઠા બતાવી અને તેમને પાછો એ પતિનો સાથ મેળવવા નવો જન્મ અલિશા રૂપે લીધો પણ એમના પ્રેમને લાયક તેમના પતિ વનરાજ સિંહ છે કે નહીં એ તો આવનારો સમય જ બતાવશે. અને એ પરીક્ષામાં સફળ થશે કે નિષ્ફળ એ તો સમયનો જ ખેલ છે.

 

પણ એટલી વાત ચોક્કસ છે કે પ્રેમની તાકાત અદભૂત છે કે તેને નિભાવવા કે કરેલા વાદા માટે ગમે તે સ્થિતિમાં થી પસાર થાય કે અલિશાક્ષા પણ આપવા માટે તૈયાર હોય છે.

 

મારી, રસેેશ, નચિકેત અને ઉમંગની બેઠકને બેઠયા અને અમે બધા મળ્યાને પણ બહુ દિવસો વીતી ગયા અને હું પણ મારી હોસ્પિટલના મેનેજમેન્ટ અને મારા ક્રિટિકલ પેશન્ટોમાં વ્યસ્ત થઈ ગયો. એક દિવસે સાંજે હું ડીનર કરવા બેઠેલો. મિતા બોલી કે,

“સુજલ તમને અલિશા કે અક્ષત ક્યારે યાદ નથી આવતાં?”

 

“અચાનક તને કેમ?”

 

“બસ એમ જ રહી રહીને એ બંને વિશેેનો વિચાર વારંવાર મારા મનને હલબલાવી જાય છે. મારા મનમાં એક પ્રશ્ન ઉઠયા જ કરે છે કે તે બંનેની લવ સ્ટોરી પૂરી થશે ખરી? તે બંને મળી શકશે ખરા? મળશે તો કેવી રીતે અને કેમ કરીને?”

 

“થશે તો ખરી જ ને પ્રેમની તાકાત કેવી હોય તે આના પરથી જ ખબર પડી ને. રહી વાત કેવી રીતે એ તો આપણા હાથની વાત નથી કે આપણું કામ પણ નથી. કુદરત એના સમયે એનો ચમત્કાર બતાવશે અને તેમને ભેગા પણ કરશે.”

 

“હમમ, તમે તો મારું મનને ફોસલાવવા કહો છો.”

 

“એવું કંઈ નથી, બસ આપણે પ્રાર્થના કરી શકીએ એટલું જ બાકી આપણા હાથમાં છે કંઈ?”

 

તેનો પ્રતિસાદ ના મળતાં,

“જો તું નારાજ ના થા, બસ એટલું સમજ કે આપણા પ્રેમને જીવંત રાખવા આપણે જ મહેનત કરવી પડે, તેમ જ તેમને તેમનો પ્રેમ મેળવવા મહેનત પણ તેમને જ કરવી પડે.”

 

“હમમમ...”

 

“પણ આ બધામાં મારો પ્રેમ કેમ કરીને ખોવાઈ ગયો છે?”

 

“એવું કંઈ નથી, બસ મારા મનમાં અલિશા અને સુહાસ સાથે જાણે મારા મનના તાર જોડાઈ ગયા છે.”

 

“અને એમાં મારા મન સાથેના તાર છૂટી ગયા એમ જ ને?”

 

“તમે તો એક જ વાત પર અટકી ગયા છો? એમાં આપણી વાત કયાંથી આવે? આ તો મારા મનને એમ કે આવો પ્રેમ અને એ પણ બીજા જન્મમાં નિભાવવાની આટલી તડપ આપણા વચ્ચે બન્યું હશે કે બની શકે ખરું?”

 

“હા, બની શકે ને... જો તું ડૉક્ટરમાં થી ડાયન ડૉક્ટર કે ગોસ્ટ ડૉક્ટર બની જાય અને મારી પાછળ પડે તો...”

મેં હસતાં હસતાં કહ્યું.

 

“તમે તો છો જ ને?....”

કહીને તેને પહેલાં આંખો કાઢી અને પછી પોતે જ હસી પડી.

 

આમ વાતો કરતાં કરતાં ડીનર પુરું કરીને હું ફરી પાછી મારી મનગમતી જગ્યાએ સ્વીંગ પર બેસીને બુક વાંચી રહ્યો હતો એટલા માં જ કોઈ ડોરબેલ વગાડી. તે લોકો રાહ જોયા વગર ઉપરાઉઅલિશા વગાડવા લાગ્યા તો મિતા,

“એવું તો શું અરજન્ટ આવી પડયું છે કે જરાપણ ધીરજ નથી. ઉપરાઉઅલિશા બેલ વગાડે જ જાય છે. સામેવાળું કંઈ કામ કરતું હોય અને તે છોડીને આવે એટલી ધીરજ તો ધરવી જ પડે કે નહીં?”

 

આમ તે બોલતી બોલતી દરવાજો ખોલવા ગઈ. દરવાજો ખોલતાં જ સામે એક છોકરી અને એની જ ઉંમરનો લાગતો એક છોકરો ઊભો હતો. તેમની સામે આશ્ચર્ય અને પ્રશ્નવાચક નજરે મિતા જોઈ રહી તો છોકરી બોલી કે,

“ડૉ. અંકલ છે? અમારે તેમને મળવું છે?”

 

છોકરાએ ઠાવકાઈથી વાત સાંભળતા બોલ્યો કે,

“ડૉ.સુજલ મહેતા અંકલ ઘરે છે? અમારે તેમનું ખાસ કામ છે?”

 

“હા, એ તો આ છોકરીની વાત પરથી સમજી ગઈ, વારેવારે દોહરાવવાની જરૂર નથી પણ તમે છો કોણ?”

મિતાનું બોલવું સાંભળીને તે આજીજી કરે કે કંઈ કહે તે પહેલાં જ ડૉક્ટર બોલ્યા કે,

“કોણ છે, મિતા?”

 

“નામ નથી આપતાં એ લોકો...”

 

“પૂછવાનું રહેવા દે અને એમને અંદર આવવા દે. તે બંને અંદર આવ્યા તો છોકરી,

 

‘બિલકુલ અલિશા જેવી સુંદર, તેના નેેનનકક્ષ એની સુંદરતામાં વધારો કરતા હોય તેવા. તેની નાજુકતા જોઈને એવું લાગે કે નાજુકપણું ખુુદ જ પોતાની વ્યાખ્યા બદલી દે. તેની આંખોનું ભોળપણ મને કોઈની યાદ આપવતી હોય તેવું લાગ્યું. તેના ચહેરા પરનું હાસ્યનું મોહકપણું ગજબનું હતું. તેના ગાલ પર પડતાં ખંજન તો કોઈપણને તેના તરફ અભિભૂત કરી દે તેવા અને એમાં એના ચહેરા પર શરમના શેડાં પડવાથી તેનો ચહેરો રતુંબડા જેવો લાલચોળ થઈ ગયેલો. તેની ઉંમર માંડ ચોવીસેક વર્ષની હતી, પણ તે એવી લાગતી જાણે કે સોળ વર્ષની હોય.

 

જયારે છોકરો તો એકદમ પહાડી ખભો, છાતી ભરાવદાર અને કસાયેલી. તેની હાઈટ પણ ખાસ્સી એવી એમ કહી શકાય કે છ ફૂટનો લબરમૂછિયો હશે. તેનું કસાયેલું શરીર અને ચહેરા પરનું ઠાવકાપણું તેના શરીરનો કલર તો એકદમ ઘઉવર્ણો તે પણ બાવીસેક વર્ષનો લાગતો હતો.

 

બંનેને જોઈ એવું લાગે કે પહાડ જોડે એક નાનકડું નાજુક ફૂલ સાથે. હું એ બંનેને યાદ કરવા મથતો હતો કે આમને કયાંક જોયા છે, પણ યાદ આવી નહોતું રહ્યું.

એટલામાં જ કોયલ ટહુકતી હોય તેમ તે છોકરી બોલી કે,

“ઓળખ્યા ડૉ.અંકલ અમને...”

 

હું માથું ખંજવાળતો હતો ત્યાં જ તે છોકરીની આંખો વારેવારે પટપટાવતી જોઈ એકદમ જ મનમાં ઝબકારો થયો અને હું બોલ્યો કે,

“અલિશા.....”

 

“યસ ડૉ.અંકલ....”

 

“અને તું સુહાસ સાન્યાલ...”

 

“આ અલિશા છે, સાચ્ચે જ? અને સુહાસ?”

મિતા પણ તેમને બરાબર જોઈ રહી એટલે એ પણ પ્રશ્નવાચક નજરે એટલે તે બંનેને અજીબ લાગ્યું છતાં, તે છોકરાએ મારી સામે જોઈને કહ્યું તો તે પણ,

“ઓળખી ગયા તમે અંકલ? અમને એમ કે તમે અમને નહીં ઓળખી શકો...”

 

“પહેલા તો અલિશાને ના જ ઓળખી શક્યો પણ અલિશાનો બાળપણનો ચહેરો અને એની આદતો યાદ આવતાં આસાન થઈ ગયું અને તારો દેખાવ પણ ખાસ્સો બદલાઈ ગયો છે પણ તને અલિશાની સાથે તને જોઈ મારા માટે તને ઓળખવાનું પણ આસાન હતું.”

 

તે બંને સામે હસીને કહ્યું કે,

“બેસો બંને...”

 

બંને સોફા પર બેસ્યા અને મેં તેમના માટે મિતાને,

“આ બંને માટે કંઈ ડીનર કે કોફી?”

 

“પણ માનવ.... અલિશા અને અક્ષત તો?’

 

“એ બધું પછી, હાલ એમના માટે કંઈક?”

 

મિતા પોતાના વિચારોને કાબૂમાં કરી કીચનમાં જવા ઊભી થઈ તો ત્યાં જ બંને જણા સાથે,

“ના... ના અંકલ, આન્ટી કંઈ ના બનાવતા...”

 

“કંઈ ના બનાવતા’ એવી કોઈ વાનગી બનાવતા મને નથી આવડતી. અરે, તમારી વાતો બહુ સાંભળી છે અને મળવાની ઇચ્છા પણ હતી. મને એમ કે તમને હું મળી નહીં શકુ પણ આજે અચાનક આપણે મળી ગયા તો મારા હાથથી તમારા માટે કંઈ બનાવું, એ ખાધા વગર ચાલશે પણ નહીં, બેટા....”

 

(અક્ષત... સુહાસ સાન્યાલ આ શું? અલિશાનો પ્રેમ વનરાજ  સિંહે તો અક્ષતના રૂપમાં જન્મ લીધો હતો ને આ સુહાસ વચ્ચે કયાંથી આવ્યો? શું વનરાજ સિંહ અલિશાક્ષામાં ફેઈલ થઈ ગયો? આ બધી વાતો મિતા અને આપણને મળશે ખરો?

જાણવા માટે વાંચો આગળનો ભાગ, પ્રેમનો સાથ કયાં સુધી........૫૬)