Chhappar Pagi - 20 books and stories free download online pdf in Gujarati

છપ્પર પગી - 20



શેઠનાં ઘરે બધી વાત કર્યા પછી પ્રવિણે બહુ કુનેહથી પોતાની ઓફિસનો સ્ટાફ, પોતાની આવડતથી બન્ને ઘરનું રંગરોગાન, બાકી રહેતું ફર્નિચર વિગરે કામ સરસ રીતે પાર પાડી દીધું.. બીજી તરફ તેજલબેન અને લક્ષ્મીએ પોતાની પાસેની બચતનો કરકસર પૂર્વક ઉપયોગ કરી ઘર માટે જરૂરી કટલરીસ, સ્ટોરીંગનો સામાન, જરુરી કરિયાણુ તેમજ અન્ય આવશ્યક હોય તેવી ખરીદી કરી સીધુ જ પોતાના નવા ઘરોમાં પહોંચાડી દે છે…
મંગળવારે સાંજ સુધીમાં ઘરવપરાશનાં જરુરી હોય તે તમામ તૈયારી તેમજ ગૃહપ્રવેશ માટે નાનકડો હવન અંગેની પણ ગોઠવણ કરી રાખે છે. બુધવારે સવારે આ બન્ને યુગલ પોતપોતાનાં ઘરે ગૃહ પ્રવેશની તૈયારી કરે છે. લક્ષ્મી અને પ્રવિણના ઘરે શેઠ-શેઠાણી, રાકેશ.. મદદ માટે ઓફિસ પિયુન અને ડ્રાઈવર… માત્ર આટલાં જ લોકોની હાજરીમાં હવન પૂર્ણ કરી, આશિર્વાદ પ્રાપ્ત કરી વિધીવત રીતે ગૃહપ્રવેશ કરે છે.. અને પછી તરત બાજુમાં તેજલબેનના ફ્લેટ પર પહોંચે છે…આમ બન્ને જગ્યાએ આ શુભ કાર્ય પુરુ થાય છે.. બીજા દિવસે ગુરુવારે લક્ષ્મીની ગોદભરાઈનો પ્રસંગ સંપન્ન કરે છે.. લક્ષ્મીને પછી તેજલબેન પોતાના ઘરે લઈ જાય છે.. શેઠાણીનાં ઘરે રસોઈઓ હોવાથી, હવેથી દરરોજ સવારે પ્રવિણ તેમનાં ઘરે જઈ અડધો કલાક બેસી ટીફીન લઈ ઓફિસ જતો રહે અને સાંજે પરત આવીને પોતાના ઘરે જઈ ફ્રેશ થઈ, દિવો વિગેરે કરી શેઠનાં ઘરે જમવા જઈ થોડી વાર બેસી, જરુરી વાતચીત કરે અને પછીથી તેજલબેનના ઘરે બેસવા જઈ, લક્ષ્મીને લઈ થોડી વાર ચાલવા જાય અને દસ સાડાદસ વાગે પોતાનાં ઘરે સુવા માટે આવી જાય.. આવો ક્રમ દરરોજ ગોઠવાય જાય છે.
આ તરફ લક્ષ્મીને તેજલબેન અને શેઠાણીની હૂંફથી પ્રસન્નાવસ્થામા પ્રસુતિના છેલ્લા દિવસો નજીક આવી જાય છે..
આજે લક્ષ્મી, તેજલબેન અને શેઠાણી.. ડ્રાઈવરને લઈને જ્યારે ડો. રચિત સરની હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટર પાસે ચેકઅપ માટે જાય છે.. તો એમણે જણાવ્યું કે ડિલીવરી ગમે ત્યારે થઈ શકે એવું છે એટલે એમને એડમીટ થઈ જવાની જ સલાહ આપે છે.. અને એ દરમ્યાન લક્ષ્મીને લેબર પેઈન થોડુ શરુ થઈ જ ગયુ હોય છે.. એટલે લક્ષ્મીને સ્પેશ્યલ રૂમમાં શિફ્ટ કરાવીને શેઠાણી એમની જોડે જ રહે છે અને તેજલબેનને ડ્રાઈવર સાથે એમના ઘરે મોકલી જરૂરી સામાન લઈ આવવાની સૂચના આપે છે.. શેઠને પણ ફોન કરી જણાવી દે છે.
તેજલબેન ઘરેથી જરુરી સામાન લઈ પરત હોસ્પીટલમાં ફરે છે.. એ વખતે લક્ષ્મીને સખત લેબર પેઈન શરુ થઈ જ ગયુ હોય છે..પણ બાળકને ગર્ભમાં કોડ ગળે વિંટળાયેલ હોય, નોર્મલ ડિલીવરી શક્ય ન જણાતા ઓપરેશન થીએટરમાં લક્ષ્મીને શિફ્ટ કરી, સિજેરીયનની તૈયારી કરી દેવામાં આવી..
શેઠે પ્રવિણને ફોન કરી તરત હોસ્પિટલ પહોંચી જવાનું કહે છે..અને પોતે પણ ડ્રાઈવરને બોલાવી હોસ્પિટલ જવા નિકળી જાય છે. પ્રવિણ હજી તો ઓફિસમાં પોતાની ચેમ્બર લોક કરાવીને બહાર નિકળતો હોય છે કે રિસેપ્શનિસ્ટનો ફોન રણકે છે, એ ફોન રિસીવ કરે છે એ ફોન પ્રવીણ સર માટે હોય છે એટલે બહાર નિકળી રહેલ પ્રવીણ સરને પરત બોલાવીને વાત કરવાનું કહે છે..

‘ હેલ્લો.. પ્રવિણ..? ડો. રચિત હિયર.. કોન્ગ્રેચ્યુલેશન યુ ગોટ અ બ્યુટીફૂલ ડોટર.. કમ સુન બટ ડોન્ટ પેનિક.. એવરીથિંગ ઈઝ ઓકે.. લક્ષ્મી વીલ બી ઈવન વેરી નોર્મલ સુન..’
પ્રવિણે તરત જ વોલેટમાંથી અમુક રકમ કાઢી રિસેપ્શનિસ્ટને આપતાં કહ્યું કે સ્ટાફમાં દરેકને પેંડાનું બોક્ષ મંગાવી આજે જ અપાય તેવું કરજો..અને પછી તરત હોસ્પિટલ જવા નિકળી જાય છે..રસ્તામાંથી ફરી હોસ્પિટલ જોડે લઈ જવા કેટલાંક પેંડાના બોક્ષીસ લેતો જાય છે.
શેઠ તો હોસ્પિટલ પહોંચી જ ગયા હોય છે.. પ્રવિણ પણ હવે ઉતાવળે પગલે પહોંચી જાય છે.. અને જલ્દીથી લક્ષ્મીને મળવા માટે પ્રયત્ન કરે છે.. પણ ત્યાં જ નર્સ એમને રોકે છે અને જણાવે છે કે તમે રુમમાં જ બેસો.. લક્ષ્મીનું ડ્રેસિંગ અને ક્લિનીંગ પતે પછી રૂમમાં શિફ્ટ કરીએ ત્યારે જ મળાશે, બેબીને ક્લિન કરી રૂમમાં હમણાં જ શિફ્ટ કરીએ છીએ.
થોડીવાર બધા જ એ સ્પેશ્યલ રૂમમાં વેઈટ કરે છે.. એટલે જુનિયર લક્ષ્મીજી નો પ્રવેશ થાય છે.. પ્રવિણ અને બાકી બધાનાં ચહેરા પર એક અદ્ભુત આનંદ અને ખુશી છવાઈ જાય છે, બધા એમને જોવામાં તલ્લીન થઈ જાય છે, હવે આતુરતાથી લક્ષ્મીનાં જુવે છે… ડ્રાઈવર પેંડાના બોક્ષ લઈ હોસ્પિટલમાં બધાને મીઠું મો કરાવે છે.. નર્સને આપે છે ત્યારે એ બોલી.. બધાને ત્યાં દિકરી જન્મે તો જલેબી ખવડાવે પણ પ્રવિણ સર યુનિક છે.. પેંડા ખવડાવી મીંઠુ મો કરાવ્યુ..
તો ડ્રાઈવર તરત બોલ્યો,
‘પ્રવિણ સર છે જ એવા..! અસ્સલ અમારા જૂના શેઠ જેવાં જ..હવે તો અમારી આખી ઓફિસ અને ધંધો બધું જ પ્રવીણ સર જ હોલ એન્ટ સોલ છે… શરુઆતમાં અમને હતું કે યંગ છે.. બધો પાવર એમને આપ્યો છે તો શું થશે.. પણ પ્રવિણ સરે તો બે જ મહિનામાં બધાનાં દિલ જીતી લીધા… હવે તો ઓફિસમાં બધા જ એવુ કહે છે શેઠે આમને બધું સોંપી ખૂબ સાચો નિર્ણય કર્યો.. પ્રવિણ સરનો પડ્યો બોલ ઝીલવા બધા જ તલપાપડ હોય છે.. અને એ બોસ જેવું વલણ રાખતા જ નથી.. એ કહે છે કે આપણી ઓફિસમાં સ્વિપર થી માંડી શેઠ સુધી બધાનુ મહત્વ સરખું જ હોય.. કામ એ કામ છે.. કોઈ કામ નાનું મોટું ન હોય… અરે બહેન.. લો પેંડા.. મારે બીજે પણ જવુ છે.’
સ્પેશિયલ રૂમમાં બધા આતુરતાપૂર્વક લક્ષ્મીની પ્રતીક્ષા કરી રહ્યા હોય છે.. પ્રવીણના ચહેરા પર અધીરાઈ સ્પષ્ટ જોવા મળી રહી છે.. શેઠ એની જોડે જ બેઠેલ હોય છે.. પ્રવિણ કહે છે બહુ વાર થઈ કેમ હજી લક્ષ્મીને રૂમમાં શિફ્ટ કરી નથી.. શેઠ એનાં આ ભાવને પારખી જાય છે, એટલે પ્રવિણના ખભા પર હાથ મુકીને આશ્વાસન આપતા હોય એ રીતે કહે છે,
‘પ્રવિણ.. ચિંતા ન કર.. સિજેરીયન છે એટલે થોડી વાર તો લાગે જ…’
ડો. રચિત સર પોતે ગાયનેક ન હોવા છતાં પણ વ્યક્તિગત રીતે આ કેસ મોનિટર કરતા હોય છે.. એ ઓપરેશન થીએટરમાં જોડે જ હોય છે.. એ હવે શેઠ હાજર હતા એટલે પોતે જ રૂમમાં આવી ને કહે છે,
‘અંકલ એક મિનીટ બહાર આવો ને….’
( ક્રમશ: )
લેખકઃ રાજેશ કારિયા