Motivational stories - 14 books and stories free download online pdf in Gujarati

બોધદાયક વાર્તાઓ - 14



*"બ્રેડ"*🍞

એક વખત એક બેકરીની ટ્રકમાંથી બ્રેડ પડી ગયો અને તે જમીન પર અથડાતાં તેના ટુકડા થઇ ગયા. *ત્રણ કાગડાઓની નજર એક નાના ટુકડા પર પડી અને તેને પકડવા માટે લડવા લાગ્યા.*

*આખરે, એક કાગડાની ચાંચમાં નાનો ટુકડો આવી ગયો અને અન્ય બે કાગડાઓ તેનો પીછો કરવામાં તેની પાછળ ઉડવા માંડયા. જ્યાં સુધી તે કાગડા સંપૂર્ણપણે એ ટુકડો ખાઈ ન ગયો, ત્યાં સુધી તેની પાછળ તેને હેરાન કરતા હતા...*

_*આ ત્રણે કાગડાઓએ માત્ર એક જ બ્રેડનો ટુકડો જોયો. જયારે જમીન પર હજુ પણ આખી બ્રેડ ના ઘણા બધા ટુકડા પડ્યા હતા.*_

*મિત્રો, કેટલીકવાર આપણે હંમેશા તે બ્રેડના ટુકડા જોવામાં વ્યસ્ત હોઈએ છીએ જે બીજા લઈ જઈ રહ્યા છીએ, આપણને ભાગ્યે જ યાદ રહે છે કે આપણા દરેક માટે બ્રેડનો ટુકડો છે. બીજાની બ્રેડ પર નજર રાખ્યા વિના તમારી બ્રેડ શોધો.

*રૂ.10,000/- 💸💰*

એકવાર એક વ્યક્તિને ખબર પડી કે તેનો સંબંધી કરોડપતિ થઇ ગયો છે. *તેણે તેની સાથે વિચારોની આપ-લે કરવા માટે તેને મળવાનું વિચાર્યું, તેણે એપોઇન્ટમેન્ટ લીધી અને તે કરોડપતિને મળવા ગયો.*

કરોડપતિ ખૂબ જ અહંકારી હતો.

_*જે ક્ષણે તેઓ કરોડપતિ સંબંધીને મળ્યા, ત્યારે કરોડપતિએ તરત જ કહ્યું - મારો સમય ખૂબ મોંઘો છે. તેની કિંમત રૂ.1,000/- પ્રતિ મિનિટ.*_

_હું તમને ફક્ત 10 મિનિટ આપી શકું તેમ છું! મને કહો - તમે શું વાત કરવા માંગો છો?_

*વ્યક્તિએ જવાબ આપ્યો - ઓહ! એવું છે ? તો પછી મારે કંઈ બોલવું જ નથી. મને રૂ. 10,000/- આપી દો કારણકે મેં તમારી 10 મિનિટ બચાવી છે!*

*મિત્રો, શું આપણે સગા - સંબંધીઓ અને મન ગમતા મિત્રો સાથેના સમયની ગણતરી કરવી જોઈએ? તમારા વ્યવસાયમાં સમય વિશે ગણતરી રાખો પણ સંબંધોમાં નહીં.

*"હોદ્દો"*

*એકવાર એક જ કંપનીમાં કામ કરતા ડ્રાઇવર અને મેનેજરનું મુત્યુ થયું. તેમને સ્વર્ગ અને નરકના દરવાજા પર લઈ જવામાં આવ્યા.* નિર્ણાયક અધિકારીએ ડ્રાઈવરને પૂછ્યું - તમારું કામ શું હતું? તેણે જવાબ આપ્યો - હું બસ ડ્રાઈવર હતો. હું કંપનીમાં કામ કરતા લોકોને તેમના ઘરેથી કંપની અને કંપનીથી ઘરે પહોંચાડતો . નિર્ણાયક અધિકારીએ કહ્યું - તેને સ્વર્ગમાં મોકલો!

પછી તેણે મેનેજરને પૂછ્યું - તમારું કામ શું હતું? તેણે જવાબ આપ્યો કે હું મેનેજર હતો અને મેનેજરને જે કરવું જોઈએ તે બધુ જ કરી રહ્યો હતો! નિર્ણાયક અધિકારીએ જવાબ આપ્યો - તેને નરકમાં મોકલો! *મેનેજરે પૂછપરછ શરૂ કરી? તમે તેને સ્વર્ગમાં અને મને નરકમાં કેમ મોકલી રહ્યા છો? હું મેનેજર છું!!*

*_નિર્ણાયક અધિકારીએ જવાબ આપ્યો - ડ્રાઇવર તેના કામમાં ખૂબ જ નિષ્ઠાવાન હતો. તે સમયરેખાનું પાલન કરતો હતો. તેણે હંમેશા તેની બસમાં મુસાફરી કરતા લોકોને મદદ કરી. કેટલીકવાર, તે તેના મુસાફરો માટે થોડી મિનિટો માટે પણ રાહ જોતો હતો જેથી તેઓ મુશ્કેલી વિના તેના પરિવાર સુધી પહોંચી શકે. જ્યારે તમે હંમેશા - લોકોને બિનજરૂરી હેરાન કરતા હતા. તમારું કામ કંપનીના ફાયદા માટે કંઈક નવું કરવાનું હતું જે તમે કર્યું નહીં. તમારા જુનિયર કે ટીમના સભ્યોને આગળ વધવા માટે ક્યારેય મદદ કરી નથી... બલ્કે તમે તેમને હંમેશા કહેતા હતા.. નરકમાં જા !_*

*મિત્રો, કંપનીમાં તમારો હોદ્દો ગમે તે હોય! લોકોને આગળ વધવા માટે મદદ કરો.

*વર્લ્ડ કપની આડઅસર*😄😜🤣

એક બહેન રોજ બેંકમાં આવે અને કોઈ કામ વગર ફોયરમાં પડેલી નકામી ધુળિયા બેંચ ઉપર બેસીને સ્ટાફને જોતા રહે..

*એક દિવસ બ્રાન્ચ મેનેજરે પૂછ્યું:* મે'મ, તમારે શું કામ છે? કેમ દરરોજ બેંકમાં આવો છો?

*મજકુર બહેન:* મારે ઘરે કશું કામ હોતું નથી. હું તો તમારા કર્મચારી મનોહરલાલની મંગેતર છું. જે રીતે કોહલી, જાડેજા, રોહિતની પત્ની એમના પતિને મોટીવેટ કરવા મેદાનમાં આવે છે એવી રીતે હું પણ મારા પતિને મોટીવેટ કરવા બેંકમાં આવી છું જેથી એ સારું કામ કરીને મેનેજર બની શકે."

બેંક મેનેજરને ગળે ડૂમો બાઝી ગયો, આંખે ઝળઝળિયાં આવી ગયા. માંડ માંડ બોલી શક્યો કે

બેન, આવું વસ્તવિક જીવનમાં ન બને અને એ ય bank માં તો બિલકુલ નથી બનતું હોતું!
Ashish