A teacher's job... books and stories free download online pdf in Gujarati

શિક્ષકની નોકરી...

ચિ.પ્રિય ભગવતી.....
મારા આશીર્વાદ તારી સાથે હમેશ છે.પાંચ મિનિટ લાગશે આ મેસેજને વાંચતાં એટલે ડીલીટ ના કરતી.....

તને કરાર આધારિત શિક્ષકની નોકરી મળી છે અને જ્યાં હાજર થઇ છે ત્યાં થી નોકરી છોડી દેવાની વાત મારા કાને પહોંચી એટલે આ વણમાગી સલાહ આપું છું.11 માસ જ કાઢવાના છે ને!જીવનમાં સંઘર્ષ કર્યાં વગર સફળતા મળતી નથી. હવે સરકારી નોકરી મળવી એ નસીબ છે.ગમે તેમ તોય ઘરમાં રહીને આપણે આટલું સ્ટડી કરેલાએ કોઈની પાસે પોતાના મોજ શોખ પોષવા માગવું તે પણ લાચારી જ છે.પોતે રળેલી કમાણી ખર્ચ કરી જરૂરિયાત પૂર્તિ કરવી તેમાં ખુશી છે.માગેલું મીઠું પણ અંતે કડવું લાગવા માંડે.
આ બધું કહું છું એટલા માટે કે તારા પર અસીમિત પ્રેમ છે.ના જાણે જાનકી નાથે કાલે શું થવાનું છે તે ભગવાન જાણે! આપણને મળેલું છે તે આપણું નસીબ છે.
પાટણમાં જ તું જો ને કેટલા છોકરા છોકરીઓ મહિનામાં ભાડે કે હોસ્ટેલમાં રહીને અંદાજે 6000 રૂપિયા ભાડું ભરી સ્ટડી કરે છે.એક બાજુ બાપ 6000 કે તેથી વધુ ની ફી ભરતા હોય તે બાળક આજ સરકારી નોકરી દસ હજારની મળે તે માટે વલખાં મારે છે.અને કેટલાય બે પાંચ વર્ષથી મહેનત કરે છે.છતાંય નોકરી મળી નથી.
જીવનમાં જાતે ના કમાઈયે ત્યાં સુધી ઓશિયાળા જ છીએ.ભલે પછી માં બાપ કે ભાઈ કે પતિ ભણાવે.
તમેં તમારી કમાણીની 20% બચત અત્યારથી કરશો તો તમારી વૃદ્ધાવસ્થામાં કોઈના મેણાં ટોણા નહીં ખાવા પડે.કોઈની પાસે પ્રસંગ કરવા હાથ લાંબો નહીં કરવો પડે.હવે તો બેઉ કમાશે તો જ ખર્ચના માસિક તાળા મળશે.
માટે જે જગ્યાએ ભગવાને મૂકી છે ત્યાં એ શાળાના બાળકોને તારી ખુબજ જરૂર છે.તું સંગીત જાણે છે,ડાન્સ પણ કરી શકે છે.તારી સ્પીચ પણ સારી છે.શરીર પણ તંદુરસ્ત છે.સાસરું પણ સમજુ છે.તું હોશિયાર પણ છે તારું અંગ્રેજી પાવરફુલ છે.ગુજરાતી પણ ફાંકડું છે.તું કવિયીત્રી પણ છે.ટીખળખોર મસ્તીખોર અને ગરબા રાસમાં નંબર વન છે.જલ્દી કોઈ પારકું ને પોતાનું કરવામાં સ્વભાવે ઉમદા છે.
એ પછાત ગણાતા વિસ્તારમાં સેવા કરવાનો ભગવાને મોકો આપ્યો છે.બાકી સુધરેલા વિસ્તારમાં તો સૌ જાય.
ત્યાં એ બાળકોની સેવા કરીશ તો તને ભગવાન ફળ આપશે અને એ બાળકો તને પૂજનીય ગણશે.
સ્ત્રી માટે સારામાં સારી નોકરી શિક્ષકની છે.વરસમાં શનિવાર,રવિવાર,જાહેર રજાના દિવસ અને બબ્બે વેકેશનના કુલ દિવસ ગણ તો 100 થી વધુ રજાઓ તેમજ સ્ત્રી માટે ખાસ શિક્ષણ વિભાગે રજાઓની જોગવાઈ કરેલી છે.અ..ધ...ધ..ધ 365 દિવસમાં આટલી કઈ પ્રાઇવેટ કંપની રજા આપે તે પણ ચાલુ પગારે!!!!
બીજું કે સિંગલ પુરુષને માટે ભાડાનું ઘર મળવું મુશ્કેલ છે અને સ્ત્રી માટે સામેથી આવકાર મળે છે આટલી સન્માનની સ્ત્રી હક્કદાર છે.જરૂર છે માત્ર આત્મવિશ્વાસ અને હિંમતની.પારકા પ્રદેશમાં પારકાને પોતાના કરી રહીએ તો ઘર છોડવાનો કે ઘર યાદ કરવાનો વસવસો નહીં રહે.અને ઘરવાળા પણ તમારી કમાણી હશે ત્યાં સુધી જ પ્રેમ કરશે.તે આજથી જ સમજી લે.એ
પ્રદેશમાં કેમ બીજાં સુખે દુઃખે જીવે જ છે? ભગવાને જે વિસ્તારમાં જનમ આપ્યો છે તે ખાસ હેતુ માટે આપ્યો છે.તે સમજવું જોઈએ.સમાજ સંસારથી દૂર રહીશું તો પોતાના વિકાસ માટે ઈંજન મળશે.ઘર યાદ આવે તો અર્ધો શનિ અને રવિવાર મળે જ છે.ઘરનાને જેટલો પ્રેમ કરવો હોય તેટલો આ દોઢ દિવસ કરી લો પછી શિક્ષણમાં એ બાળકો પર પૂરતું ધ્યાન કેન્દ્રિત કરો.મને જાણ છે ત્યાં સુધી સ્ટાર્ટ 22000 ₹ એ પગાર ઓછો નથી.હું નોકરીએ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં લાગ્યો ત્યારે એક માસનો 1881 ₹ પગાર હતો.
એટલે ચિંતા છોકરા ઘરવાળા કે બહેનપણીઓની ના કરતાં તે બધાં એ રીતે ટેવાઈ જશે.અથવા એ બધાંને તારી પાસે બોલાવી લે.
ભણેલી અને સમજુ ને વધુ મારે શું કહેવું?

"ભગવાને સવેતન સેવા કરવાનો મોકો આપ્યો છે તે જતો ણ કરીશ નહીં તો ભગવાન રાજી નહીં રહે."
પછી તારી મરજી !!!!!
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય)