Balidan Prem nu - 13 books and stories free download online pdf in Gujarati

બલિદાન પ્રેમ નુ.. - 13

નેહા મલય સોનિયા અને રાજ ગાડી માં ગોઠવાયા અને પહોંચ્યા સોનિયા ના પપ્પા ના મોલ માં...

સોનિયા માં પપ્પા ત્યાં જ આવ્યા અને નેહા ને જોઈ ને ખુશ થઇ ગયા... નેહા ને મળી ને પોતે પોતાના કેબિન માં કોઈ નો ફોન હોવા થી જતા રહ્યા...

નેહા ની નજર કંઈક શોધી રહી હતી... મલય એ નેહા ને થોડા રૂપિયા આપ્યા... અને કહ્યું કે તું અને સોનિયા તારા કપડાં ખરીદી લો પહેલા... પછી બીજું કઈ જોઈએ તો આગળ લઈએ...

નેહા હકાર માં માથુ હલાવી ને સોનિયા સાથે લેડીસ શોપિંગ ના કાઉન્ટર પર આવી...

તને આટલા વખત માં એક પણ દિવસ અમારી યાદ ના આવી નેહા? સોનિયા એ સવાલ કર્યો...

નેહા ચુપચાપ સોનિયા સામે જોઈ રહે છે...

બોલ ને નેહા... ચૂપ કેમ છે? તને ખબર છે મલય એ તને પાગલો ની જેમ બધે શોધી... પણ તું ક્યાંય માં મળી... અનિકા આંટી એ મલય ને બોવ સમજાવ્યો... કે એ બીજે લગ્ન કરી લે... પણ મલય એક નો બે ના થયો... આખરે આંટી મરી ગયા પણ મલય ને વિશ્વાસ હતો એની નેહા એક દિવસ જરૂર મળશે એને.. તે કેમ આવુ કર્યું નેહા?
તારે કોઈ મુસીબત હતી તો અમને જણાવી શક્તિ હતી ને તું? શુ આપણી દોસ્તી એટલા ને પણ લાયક નહતી નેહા?
સોનિયા એ બોવ સવાલો કર્યા...

નેહા કઈ પણ બોલ્યા વગર નીચુ જોઈ ને ઉભી હતી... એની આંખો માં થી આંસુ વહી રહ્યા હતા...

સોનિયા એ એને ગળે વળગાડી દીધી... નેહા બોવ સવાલો છે.. એક વાર તુ અમને કહી ને તો જો...

નેહા એ સોનિયા ના બંને હાથ પકડ્યા અને કહ્યું... મને થોડો સમય આપ... હુ બધુ જ જણાવીશ... બસ થોડો સમય...

હમ્મ... સોનિયા બોલી...

આ જીન્સ કેવું લાગશે મને? સોનિયા એ વાત ફેરવતા પૂછ્યું...

ટ્રાય કરી જો... નેહા બોલી.

સોનિયા ચેન્જીંગ રૂમ માં ૨ ૩ જીન્સ અને એક બે ટી શર્ટ લઇ ને જાય છે.

નેહા મોકો જોઈ ને ત્યાં થી બહાર નીકળે છે.

એક ટેબલ પાસે આવે છે ત્યાં ટેલિફોન નુ કાઉન્ટર છે. નેહા કોઈ ને ફોન લગાવે છે.

હેલો, સામે છેડે થી અવાજ આવે છે.

હેલો, નેહા બોલુ છુ.

નેહા દીદી, કેમ છો? ક્યાં છો તમે? તમે અહીં ક્યારે આવશો? સામે છેડે થી વ્યક્તિ પૂછે છે.

બસ જલ્દી જ વિહાન. મમ્મી કેમ છે? નેહા પૂછે છે.

બસ મમ્મી પણ મજામાં છે. નેહા નો ભાઈ વિહાન બોલે છે.

હુ અહીં ઠીક છુ. ચિંતા ના કરીશ. અને હા મમ્મી નુ ધ્યાન રાખજે અને અહીં થી ફરી થી ફોન આવે તો ઉપાડિશ નહિ. યાદ રાખજે. હુ જલ્દી જ ત્યાં હોઇશ તારા જોડે. બસ મને થોડો સમય લાગશે. મારો પાસપોર્ટ બને છે એટલે. નેહા બોલી.

હા દીદી. વિહાન બોલ્યો.

ચાલ હુ મુકુ છુ ફોન. જય શ્રી કૃષ્ણ. નેહા બોલી.

જય શ્રી કૃષ્ણ દીદી. વિહાન બોલ્યો.

નેહા ફોન મૂકી ને તરત જ આજુ બાજુ નજર કરે છે કોઈ હોતુ નથી એટલે બીજે ફોન લગાવે છે.

સામે છેડે રિંગ વાગે છે. સામે વાળુ વ્યક્તિ ફોન ઉપાડે છે.

હેલો,

હેલો, રાધા બોલું છુ.

રાધા, મારી જાન. ક્યાં છે તુ? તને ક્યારનો શોધુ છુ. મને ખબર હતી તુ જરૂર મને ફોન કરીશ. સામે વ્યક્તિ બોલે છે.


હુ ઠીક છુ. અમદાવાદ માં છુ. નેહા બોલી.

સામે વ્યક્તિ વાત કાપતા જ બોલી ઉઠે છે. તો હુ ત્યાં આવુ છુ. તને લેવા. પછી આપણે હંમેશા માટે એક થઇ જઇશુ.

ના. તારે અહીં આવવાની જરૂર નથી. હુ તને ફોન કરી ને કહીશ આપણે ડાયરેક્ટ ત્યાં જ મળીશુ. બસ મારો પાસપોર્ટ તૈયાર રાખજે. આપણે ત્યાં થી જ ઇન્ડિયા છોડી ને નીકળી જઇશુ. નેહા બોલી.

ઠીક છે રાધા.જેમ તુ કહે એમ. રાધા કહે અને આ કાનો ના માને એમ હોય ખરા? સામે છેડે થી વ્યક્તિ બોલ્યો.

ઠીક છે તારી બેગ તૈયાર રાખજે. હુ થોડા દિવસ પછી તને ફોન કરીશ. જય શ્રી કૃષ્ણ. નેહા બોલી.

જય શ્રી કૃષ્ણ રાધા.


નેહા ફોન મૂકી ને જેવી પાછળ ફરે છે કે ત્યાં જ ચોકી જાય છે.

આખરે કેમ ચોકી ગઈ નેહા?

નેહા જ રાધા છે?

તો રોની કોણ છે ?

નેહા કોની જોડે વાત કરતી હતી પાસપોર્ટ માટે?

નેહા મલય ને છોડી ને જતી રહેશે?

વિહાન અને એના મમ્મી ક્યાં છે?

રાધા કેમ બની નેહા?

જાણવા માટે જોડાયેલા રહો મને ફોલો કરો.

આપ નો અભિપ્રાય જરૂર લખજો.

-DC