Balidan Prem nu - 18 books and stories free download online pdf in Gujarati

બલિદાન પ્રેમ નુ.. - 18

રામુકાકા બધા માટે પાણી લઇ આવ્યા...

મલય ચુપચાપ હતો એને શુ કરવુ કઈ સમજ માં નહતુ આવી રહ્યુ....

તને આ બધી કેવી રીતે ખબર? સોનિયા પૂછે છે.

કેમ કે અનિકા મેમ એ બધુ મને જણાવ્યુ હતુ.

કઈ રીતે? એમને તો તુ બિલકુલ પસંદ નહતી ને! રાજ પૂછે છે.

હમ્મ...

આગળ શુ થયુ? વકીલ ક્યાં છે અત્યારે? મલય એ પૂછ્યુ.

નેહા પાછી ભૂતકાળ માં સરી પડી,....

સિંઘાનિયા સર ના ગયા પછી વકીલ ને પાછો ઓફિસ માં જોઈન કરાવડાવ્યું અનિકા મેમ એ. એક દિવસ અચાનક અનિકા મેમ વકીલ ના કેબિન તરફ ગયા અને વકીલ કોઈ ના સાથે ફોન પર વાત કરી રહ્યો હતો..

વકીલ ફોન પર જણાવી રહ્યો હતો કે, ખૂન તે મારા કહેવા પર કર્યું છે બરોબર છે પણ યાદ રાખજે કે પકડાઈ જાય તો અનિકા નુ નામ આપી દેજે.

અનિકા મેમ ને જોરદાર ઝાટકો લાગે છે. એ ત્યાં જ સ્તબ્ધ થઇ જાય છે.

વકીલ આગળ ફોન માં બોલતો હોય છે. ખાખ પ્રેમ... એ ઘયડી ડોશી જેવી છે અનિકા.. મને કોઈ પ્રેમ નથી એના થી.. મને ફક્ત એના પૈસા માં ઇન્ટરેસ્ટ છે. એટલે યાદ રાખજે પકડાઈ જાય તો નામ અનિકા નુ આપી દેજે તને હુ બહાર કઢાવી લઈશ જેલ માં થી...

એટલું કહી ને જયારે વકીલ ફોન મુકી ને પાછળ ફરે છે તો અનિકા મેમ ને જોઈ ને ચોકી જાય છે.

અનિકા મેમ આગળ વધી ને એના ગાલ પર બે તમાચા લગાવી દે છે. વકીલ હશે છે જે જોઈ ને અનિકા મેમ ને વધારે ગુસ્સો આવે છે અને હાથ ઉપાડવા જાય એ પહેલા જ વકીલ એમનો હાથ પકડી ને પાછળ તરફ મરોડે છે.

અનિકા મારી બેબી, માય લવ... તારા પતિ નુ ખૂન મેં જ કર્યુ છે.

અનિકા મેમ ની આંખો માં આંસુ આવી જાય છે. અને વકીલ ને પૂછે છે કે તુ આવુ કેવી રીતે કરી શકે છે? મેં તને પ્રેમ કર્યો અને તે મને??

પ્રેમ? શેનો પ્રેમ બેબી? એ તો તું કહે તો આજે પણ આપણે રાતે મળી શકીએ મારી જાન.

અનિકા મેમ પોતાનો હાથ છોડાવા જાય છે પણ વકીલ મજબૂતાઈ થી પકડી રાખે છે.

શરમ આવે છે આજે મને મારી જાત પર! કે મેં તારા પર ભરોસો કર્યો...

છોડ મને હુ બધા ને જણાવી દઇશ કે તે જ મારા પતિ નું ખૂન કર્યું છે. અનિકા મેમ ગુસ્સા માં બોલતા હતા..

વકીલ પોતાના હાથ માં થી અનિકા મેમ નો હાથ એક ઝાટકે છોડી ને ધક્કો મારે છે. અને ગુસ્સા માં બોલે છે...

હા જા જા! કહી દે જેને કહેવું હોય એને! એ પહેલા આ જોતી જા કહી ને એક કવર અનિકા મેમ ના હાથ માં આપે છે.

અનિકા મેમ કવર ખોલી ને જોવે છે તો એમના પગ નીચે થી ઝમીંન ખસી જાય છે. એમાં અમુક અશ્લીલ ફોટોસ હોય છે.

અનિકા મેડમ ફોટોસ પાછા કવર માં મૂકે છે અને વકીલ સામે જોઈ ને કહે છે હું હમણાં જ પોલીસ ને ફોન કરી ને બધી હકીકત જણાવી દઇશ ભલે ત્યાર બાદ જે થવાનું હોય તે થાય.


અનિકા મેમ જેવા કેબિન માં થી બહાર નીકળવા જાય છે તરત જ એક રોકોર્ડર સ્ટાર્ટ થાય છે. જેમાં અનિકા મેમ નો અવાજ હોય છે જે વકીલ એ રેકોર્ડ કર્યો હતો.

" હુ સિંઘાનિયા નું ખૂન કરી નાખીશ. એમ પણ એ સમજે છે શુ પોતાની જાત ને! આખી ઓફિસ હુ જ ચલાવીશ."

આટલુ કાફી છે ને તને ખૂની સાબિત કરવા માટે? વકીલ ના ચહેરા પર એક કુટિલ હાસ્ય હોય છે.

તારો દીકરો તને નફરત કરશે. તને દુનિયા ખૂની અને બજારુ સમજશે... વકીલ બોલી રહ્યો હતો અને અનિકા મેમ ચુપચાપ ઉભા ઉભા આસું પાડી રહ્યા હતા.

તારે શુ જોઈએ છે? અનિકા મેમ પૂછે છે.

ઓહ્હ્હ માય જાન! તુ કેટલી સમજદાર છે.
બદલો જોઈએ છે મારે બદલો. વકીલ ના ચહેરા પર ગુસ્સા ની લકીર આવી જાય છે.

બદલો? શેનો બદલો? અનિકા મેમ પૂછે છે.

બદલો પેલા મલ્હોત્રા જોડે થી... મલ્હોત્રા એ મને બોવ હેરાન કર્યો છે. એને જો સિંઘાનિયા ને કઈ જણાવ્યું ના હોત તો આજે કોઈ પ્રોબ્લેમ જ ના થયો હોત...


શું કરશે આગળ વકીલ?

અનિકા મેમ કઈ રીતે નીકળશે આ બધા માં થી બહાર ?

નેહા ને આ બધું ખબર કઈ રીતે પડી?

જાણવા માટે વાંચતા રહો અને મને ફોલો કરવાનું ના ભૂલશો...

આપ નો અભીપ્રાય લખતા જાઓ મિત્રો...

-DC