No Girls Allowed - 7 books and stories free download online pdf in Gujarati

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 7



રવિવારનો સુહાનો દિવસ અનન્યા માટે નવી સવાર લઈને આવવાનો હતો. રોજની દિનચર્યા પૂર્ણ કરીને અનન્યા ફરી એ લાઇબ્રેરી એ પુસ્તક વાંચવા તલપાપડ થઈ રહી હતી. અનન્યાનો બદલાયેલો સ્વભાવ જોઈને કડવી બેને કહ્યું." આ અનુને આજ કાલ શું થઈ ગયું છે? પુસ્તક વાંચવાનો અચાનક શોક ચડી ગયો? તમને કહું છું સાંભળો છો?"

ન્યુઝ પેપર વાંચતા રમણીકભાઈ બોલ્યા." તું ચિંતા નહિ કર, તારી લાડલી દીકરી જે કરે છે એ યોગ્ય જ કરે છે, તું જા મારી માટે ચા બનાવી લાવ..."

" હમણાં તો ચા પીધી તમે!"

" એમ..! તો કોફી બનાવી લાવ પણ તું લાવ ઝડપથી..." પેપર વાંચવામાં મગ્ન રમણીકભાઈનું મોં કોઈ દિવસ બંધ જ ન રહેતું. જો કોઈ વાતચીત કરવાવાળું ન હોય તો કંઇક ખાઈ પિયને પણ પોતાનું મોં ચોવીસે કલાક ચાલુ જ રાખતા. રમણીકભાઈનો સ્વભાવ ભલે રમુજી પ્રકારનો હતો પરંતુ એ એમની દીકરીને ખૂબ પ્રેમ અને વહાલ કરતા. એ ક્યાં જાય છે? શું કરે છે? એનો બધો ખ્યાલ એ રાખતા હતા. અનન્યા જે બે દિવસથી નિરંતર લાઇબ્રેરી એ જઈ રહી હતી ત્યાંથી જ રમણીકભાઈ સમજી ગયા હતા કે અનન્યાના લગ્ન હવે નજદીકના સમયમાં જ થવાના છે. એ વિચારીને જ રમણીક ભાઈ મંદ મંદ હસી પડ્યા.

અનન્યા લાઇબ્રેરી એ પહોંચતા જ જડપથી એ ટેબલ પાસે પહોંચી ગઈ જ્યાં એમણે એ બુક વાંચીને મૂકી દીધી હતી. પણ આ શું અહીંયા તો એ બુક છે જ નહિ! અનન્યા અન્ય બુકોમાં એ જ બુકને શોધવા લાગી. " ક્યાં હશે? ક્યાં હશે?" પરેશાન અનન્યા એક પછી એક બુક જોવા લાગી. થોડાક સમયમાં થાકીને અનન્યા ખુરશી પર બેસી. " શેટ! યાર મેં આ શું કરી દીધું.? આ મનીષાને લીધે જ થયું છે! ન એનો ફોન આવત કે ન હું આ બુકને ટેબલ પર આમ જ મૂકીને ઘરે દોડી જાત..,પણ હવે શું જે થવાનું હતું એ થઈ ગયું..હે ભગવાન હવે હું કઈ રીતે જાણીશ કે આગળ મારી સાથે શું બનશે?.."

અનન્યા એ બુકને પોતાની લાઈફ સાથે કનેક્ટ કરીને જોઈ રહી હતી. દરેક વ્યક્તિઓને પોતાનું ભવિષ્ય જોવાની તાલાવેલી હોઈ જ છે. આવી જ આતુરતા અનન્યામાં પણ જોવા મળી. એ બુકના મૂળ અર્થને સમજ્યા વિના જ અનન્યા ફરી પ્રેમમાં પડવા ખુદને તૈયાર કરીને બેઠી હતી. હાવ ટુ મુવ ઓન? નામની બુક વાંચીને અનન્યા પ્રેમથી ભાગવાને બદલે પ્રેમ તરફ જ આકર્ષાઈ રહી હતી.

થોડાક જ સમયમાં ફરી એ જ કાલનો મધુર અવાજ એમના કાને પડ્યો. એ જ ઇત્રની સુગંધ આખા લાયબ્રેરીમાં ચારેકોર ફેલાઈ ગઈ. અનન્યાની સાથે અન્ય વાચકોનું ધ્યાન પણ એ જ વ્યક્તિ તરફ કેન્દ્રિત થઈ ગયું. " આ વખતે તો હું એમનો ચહેરો જોઈને જ રહીશ.." અનન્યા ખુરશી પરથી ઊભી થઈને એ અવાજને શોધવા નીકળી પડી. એક પછી એક વિભાગ પસાર કરીને આખરે અનન્યાને એ વ્યકિતના દર્શન થઈ જ ગયા!

બ્રાન્ડેડ બ્લેક શર્ટ એન્ડ વાઇટ પેન્ટ પહેરેલો, ચહેરા પર આછી દાઢી અને એમાં પણ હાથમાં બ્લેક કલરની વોચ અને ગોગલ્સને ઠીક કરતો આદિત્ય ખન્નાનો સેક્સી લુક જોઈને અનન્યાનું મોં ખુલ્લું તે ખુલ્લું જ રહી ગયું! આજકાલના સ્ટાર કીડ્સને પણ પાછળ પાડી દે એવું આદિત્યનું ડેસિંગ લુક હતું.

અનન્યાને કોઈને ધક્કો વાગતા એ હોશમાં આવી. ખુદને જ ટપલી મારતા હસી પડી અને ફટાફટ નજીકના જ એક ટેબલ પર કોઈ પણ એક બુક લઈને બેસી ગઈ. બુક તો માત્ર દેખાવ પૂરતી હાથમાં હતી પરંતુ અનન્યાનું સંપૂર્ણ ધ્યાન આદિત્ય પર ટિકેલું હતું.

આદિત્ય કોઈ ત્રણ ચાર લેડીઝ સાથે કોઈ ટોપિક ઉપર વાતચીત કરી રહ્યો હતો. એમનો સ્ત્રી પ્રત્યેનો આદર અને પ્રેમ જોઈને અનન્યા ખૂબ ઇમ્પ્રેસ થઈ!

" આ પહેલા મેં ક્યારેય કોઈ છોકરાને આટલી નમ્રતાથી કોઈ છોકરી સાથે વાત કરતાં નહિ જોયો! એના દિલમાં સ્ત્રી પ્રત્યે કેટલું સન્માન છે!" અનન્યાની આંખો જાણે આંખો ચમકી ઉઠી. હેન્ડસમ લુક અને એમાં પણ સ્ત્રી પ્રત્યે આટલો આદર ભાવ જોઈને અનન્યા તો શું કોઈ પણ છોકરી ફિદા થઈ જાય! અનન્યાને પણ મનોમન આદિત્ય ગમવા લાગ્યો હતો. કદાચ પ્રેમમાં પડવાનો આ જ તો પહેલો પડાવ હોય છે. જ્યાં કોઈ વ્યક્તિનો માત્ર બાહરી દેખાવ જોઈને એમના તરફ આપણે આકર્ષાઈ જતા હોય છે. અનન્યાને આદિત્ય પસંદ આવવું એ સ્વભાવિક હતું પરંતુ પસંદ આવવાથી જ એ વ્યક્તિ થોડી આપણો થઈ જવાનો છે? એના માટે તો એમનું નામ અને સરનામું પણ જાણવું જરૂરી છે ને!

અનન્યા કાન માંડીને આદિત્ય વિશે કંઇક માહિતી મળી રહે એનો પ્રયાસ કરી હતી. અનન્યાને થોડીક માહિતી તો મળી પરંતુ માત્ર એ જ જાણવા મળ્યું કે એમનું નામ આદિત્ય ખન્ના છે. જાણે અનન્યાની કિસ્મત ફૂટી હોય એમ આદિત્ય થોડીક વાતચીત કરતા જ એ અને ત્રણ ચાર લેડિઝ ત્યાંથી બહાર નીકળી ગયા. આદિત્યને બહાર જતા જોઈને એનું મોં બગડી ગયું! " માત્ર દર્શન માત્રથી હું એમના તરફ કઈ રીતે પહોંચીશ? ગણેશજી પ્લીઝ મારી મદદ કરો પ્લીઝ!" હાથ જોડીને અનન્યા પોતાના પ્રિય ગણેશજીને આજીજી કરવા લાગી.

જાણે ચમત્કાર થયો હોય એમ ખુદ ગણેશજી પૃથ્વી પર સાક્ષાત્ પધાર્યા હોય એમ કોઇ છોકરો અચાનક અનન્યા પાસે
આવ્યો અને એ બુક આપતા બોલ્યો. " તમે આજ બુક શોધી રહ્યા હતા ને! "

" હા, તમને કેવી રીતે ખબર?"

" કાલ મેં તમને આ જ બુક વાંચતા જોઈ હતી, અને આજે જોયું તો તમે આ જ બુક શોધી રહ્યા હોય એવું મને લાગ્યું તો હું તમને આ બુક પરત કરવા આવ્યો છું.."

અનન્યા એ એ બુક હાથમાં લીધી અને એ છોકરાનો આભાર વ્યક્ત કર્યો.

" એક વાત કહું મેમ, આ બુક વાંચતા પહેલા એમના લેખકનો પરિચય અવશ્ય વાંચજો. હોઈ શકે તમે જેને શોધી રહ્યા છો એ આ બુકમાં જ ક્યાંક હોય..."

અનન્યા મનોમન વિચારતી રહી કે " આ છોકરો શું નવી પહેલી દઈને ગયો છે? હું જેને શોધી રહી છું એ આ બુકમાં છે!"

અનન્યા એ દિમાગ લગાવતા એમને વિચાર આવ્યો કે " કદાચ એમનો ઈશારો મારી નોકરી પર તો નથી ને! હા એ જ હશે કારણ કે હું નોકરી જ તો શોધી રહી છું.."

નાદાન અનન્યા એ એ બુકના એક પછી એક પાના ફેરવવા લાગી. ત્યાં જ એમને એ બુકમાં એક કાર્ડ મળ્યું.

" એકે એડવર્ટાઇઝિંગ પ્રાઇવેટ લિમિટેડ. આદિત્ય ખન્ના..."
કાર્ડમાં દીધેલું સરનામું વાંચ્યું તો જાણવા મળ્યું કે આ કંપનીની ઓફીસ એમના જ વિસ્તારની આસપાસ છે.

" આ આદિત્ય નામ ક્યાંક સાંભળેલું લાગે છે..અરે હા આ તો એ જ વ્યક્તિ છે જે હમણાં મારી સામે ઊભો હતો...પણ આ કાર્ડ આ બુકમાં કઈ રીતે?"

અનન્યાની મૂંઝવણનો અંત ત્યારે આવ્યો જ્યારે એમણે એ બુકના લેખક આદિત્ય ખન્નાનો પરિચય વાંચ્યો. એમના જીવનમાં અમુક પ્રેમના અનુભવો અને કંપની વિશેની કેટલીક જાણકારી વાંચીને અનન્યા ખૂબ પ્રભાવિત થઈ.

" દિલ તૂટેલા આશિકે ટુંક જ સમયમાં આટલી મોટી કંપની ઉભી કરી દીધી! વાહ આદિત્ય ખન્ના ! આ થયોને સાચો ઇશ્ક!" અનન્યાને આદિત્યની લાઇફ વધુ રસપ્રદ લાગવા લાગી. અનન્યા પહેલેથી જ નોકરીની તલાશ તો કરી જ રહી હતી. એમાં પણ જો કોઈ એવા વ્યક્તિ સાથે કામ કરવાનો મોકો મળે જેમનું દિલ તમારી જેમ પહેલેથી જ તૂટેલું હોય તો પછી જીવનમાં બીજું જોઈએ શું?

આવા જ વિચાર સાથે અનન્યા એ બુકને ગળે લગાવી બેઠી.

ક્રમશઃ