No Girls Allowed - 10 books and stories free download online pdf in Gujarati

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 10



આદિત્યનું મન ભારે થઈ ગયું. ફાલુદાનો આખો ગ્લાસ પણ એમના ભારી મનને હળવું ન કરી શક્યું. તેમણે તુરંત કડક ચા નો ઓર્ડર કર્યો. થોડા સમયમાં ચા હાજર થઈ ગઈ.

ચાની ચૂસકી લેતા લેતા આરામ ખુરશી પર બેઠો આદિત્ય અનન્યા વિશે જ વિચાર કરી રહ્યો હતો. " છોકરી છે તો કમાલની! આટલી હિંમત તો અહીંયાના એમ્પ્લોયરમાં પણ નથી જેટલી હિંમત એ છોકરીમાં મેં આજ જોઈ..પણ એનો જીદ્દી સ્વભાવ મને બિલકુલ ન ગમ્યો. મને ચેલેન્જ કરીને ગઈ છે મને! આદિત્ય ખન્નાને!.."

આદિત્યનો આખો દિવસ બસ અનન્યાના વિચારમાં જ ગયો. રાતે ગાડીમાંથી ઘરે પહોંચતા જ એ ડિનર કરવા બેસ્યો. એમની સાથે કાવ્યા પણ એમની જ બાજુમાં આવીને બેસી ગઈ. સામેની ટેબલ પર એમના મમ્મી પાર્વતીબેન બેસીને જમી રહ્યા હતા.

જમતા જમતા કાવ્યા એમની મમ્મી સાથે વાતચીત કરતા બોલી. " મમ્મી તમને ખબર છે, તમારા દીકરાને કઈ હિરોઈન ગમે છે?"

આદિત્યે છતાં પણ પોતાનું જમવાનું શરૂ જ રાખ્યું. કાવ્યા એ મમ્મીને આદિત્ય તરફ ઈશારો કરતા બોલી. " બોલ ને મમ્મી તને ખબર છે?"

" હવે મને આ હિરોઈન બિરોઇનમાં શું ખબર પડે? દિકરી, પણ કેમ તું મને આવો સવાલ કરે છે? તને ખબર તો છે મારા દીકરાને તો છોકરીથી જ સાવ નફરત છે.."

" હા મને પણ એવું જ લાગતું હતું! પણ આજે મને ખબર પડી એકે એડવર્ટાઇઝિંગ કંપનીના બોસને તો હિરોઇન પસંદ છે! શું નામ છે એનું? હમણાં જ મનમાં હતું.." કાવ્યા યાદ કરવાની એક્ટિંગ કરવા લાગી. ત્યાં જ આદિત્યથી અનાયાસે બોલાઈ ગયું. " અનન્યા શર્મા..."

" અનન્યા શર્મા?.." કાવ્યા ચોંકી ઉઠી.

" અરે અનુષ્કા શર્મા! મતલબ કાવ્યા તું રોટલી પાસ કર ને!."

કાવ્યા એ હસતા હસતા રોટલીની ડીશ આદિત્ય તરફ કરી અને બોલી. " આ અનુષ્કા શર્મા નામ તો સાંભળ્યું છે પણ આ અનન્યા શર્મા કોણ છે?"

" તમને બંનેને ગપશપ માટે મારો ટોપિક મળી જ રહે છે ને..કરો હજી મારી જ વાતો કરો..પણ એક વાત યાદ રાખી લેજો મારી કંપનીના રુલ્સ ક્યારેય નહી બદલે એ પછી મારી સામે અનન્યા શર્મા આવી જાય કે ખુદ અનુષ્કા શર્મા...સમજ્યા.." આદિત્યે જમવાનું પૂર્ણ કરીને ત્યાંથી ચાલતો બન્યો. પરંતુ જતા જતા આદિત્યે કાવ્યાના માથા પર ટપલી મારી અને બોલ્યો. " મારા ઓફિસની વાતો પર ઓછું ધ્યાન રાખ અને આ વધેલા પેટ પર ધ્યાન દેવાનું રાખ, જો કેવી મોટી થઈ ગઈ છે.."

" મમ્મી તમારા દીકરાને ક્યો ને મને મોટી કહેવાનું બંધ કરે!"

" એ કંઈ નહિ બોલે કારણ કે તું છે જ મોટી, હિપોપોટેમસ.." આદિત્ય એમની બહેન કાવ્યાને ચિડવતો રહ્યો. થોડીક હસી મઝાક કર્યા બાદ આદિત્ય હોલમાં ચાલ્યો ગયો. તેમણે ટીવી શરૂ કરી અને એક પછી એક ચેનલ બદલવાનું શરું કર્યું. આમ તો આદિત્ય ટીવી ખૂબ ઓછી જોતો અને જોતો તો પણ ન્યુઝ ચેનલ જોયા કરતો. પરંતુ આ વખતે આદિત્યે એક મૂવી જોવાનું શરૂ કર્યું. મંત્રમુગ્ધ થઈને મૂવી જોતા આદિત્યને પરેશાન કરવા જ્યારે કાવ્યા એમની પાસે આવી. ત્યારે એમણે ટીવીમાં જોયું તો અનુષ્કા શર્માનું જ કોઈ મૂવી ચાલી રહ્યું હતુ.

" ઓ એમ જી!." કાવ્યા દૂરથી ધીમા અવાજે બોલી ઉઠી. છતાં પણ દૂરથી આદિત્યને કાવ્યાની જાણ થતાં તેણે ચેનલ ચેન્જ કરી નાખી. કાવ્યા તો ત્યાં થી જતી રહી પણ આદિત્ય અનન્યાના જ વિચારોમાં ખોવાયેલો હતો.

અનન્યાના હાથમાં આદિત્ય દ્વારા લખાયેલી હાવ ટુ મુવ ઓન નામની બુક હતી. બેડ પર આળોટતી અનન્યા ફોન પર કિંજલ સાથે વાતો કરી રહી હતી.

" આ એ જ આદિત્ય છે જેણે લવ ઉપર આવી કમાલની બુક લખી છે! બુક વાંચીને તો હું એના પર ફિદા થઈ ગઈ હતી પણ જયારે મળી ત્યારે? માય ગોડ! મને તો એવું લાગ્યું જાણે એમને છોકરી નામની જાતથી જ નફરત છે.."

" બોસ નામના ચમચાઓ આવા જ હોઈ છે, અંદરથી કઈક અલગ અને બહારથી હોયે અલગ..તું એના વિશે વધારે વિચારી કરીને ખુદનો દિમાગ ના બગાડિશ.."

" પણ મારા ચેલેન્જનું શું?"

" અરે એ તો તે ગુસ્સામાં કહી દીધું ને! બાકી તું શું કરી લેવાની છે બોલ..તારી પાસે છે કોઈ એવી તરકીબ કે તું એમના મનના વિચારોને બદલી નાખીશ.."

" ના યાર મને તો કંઈ સુજતું જ નથી..."

" એટલે તો કહું છું એને દિમાગમાંથી કાઢ અને આગળ તારે કરિયરમાં શું કરવું એના વિશે વિચાર.."

" પણ યાર તું જ વિચાર કર કોઈ પોતાની ઓફીસે નો ગર્લ્સ અલાઉ નું બોર્ડ કોણ મારે? કઈક તો એની લાઇફમાં થયું જ છે ત્યારે જ એમણે આવું કર્યું હશે, તને શું લાગે છે કિંજલ?"

કિંજલ ચાલુ ફોનમાં જ ઘસઘસાટ સૂઈ ગઈ.

" કિંજલ.. એ કિંજલ...લાગે છે સૂઈ ગઈ..." અનન્યા એ ફોન કટ કરી નાખ્યો.

અનન્યા એ ફરી એ બુક શરૂઆતથી વાંચવાનું શરૂ કર્યું. આ વખતે તેમણે બુક આદિત્યની નજરે વાંચવાની કોશિશ કરી. કારણ કે અનન્યા જાણતી હતી કે લેખક દ્વારા લખાયેલી કોઈ પણ બુકમાં એ પોતાની એક છાપ અવશ્ય છોડી જાય છે. એમના વિચારો એમની માન્યતાઓની અસર એમના બુકમાં અવશ્ય દેખાઈ આવે છે. બુકને ફરી વાંચતા અનન્યા ના ઘણા વિચારોમાં પરિવર્તન આવ્યા. વધુ રસપ્રદ સાથે અનન્યા વાંચતી વાંચતી ક્યારે સૂઈ ગઈ એમનો પણ એમને ખ્યાલ ન રહ્યો.

રમણીકભાઈ આરામ ખુરશી પર બેઠા બેઠા અનન્યા વિશે જ વિચાર કરી રહ્યા હતા. દિકરીની એક ઉંમર પછી બાપની ચિંતા સો ગણી વધી જતી હોય છે. રમણીક ભાઈને પણ બસ એ જ ચિંતા સતાવી રહી હતી. ચિંતાને દુર કરવા તે અનન્યાની રૂમમાં આવી પહોંચ્યા. દરવાજાને ધીમેથી ખોલતા જોયું તો અનન્યા સૂઈ ગઈ હતી. રમણીક ભાઈ એમની નજીક ગયા અને અનન્યાના માથા પર હળવેકથી પ્રેમભર્યો હાથ ફેરવ્યો. રમણીકભાઈની નજર અચાનક જ અનન્યાની બાજુમાં પડેલી એક બુક ઉપર ગઈ. બુકને હાથમાં લેતાં તેમણે વાંચ્યું. " હાવ ટુ મુવ ઓન?"

" મારી દીકરીને આવી બુક વાંચવાની શું જરૂર પડી?" તે આગળ પાછળ પન્ના ફેરવવા લાગ્યા. ત્યાં એમનો હાથ લેખકના પરિચય પાસે અટક્યો. પરિચય વાંચતા જ જાણવા મળ્યું કે " આ બુક તો આદિત્ય ખન્ના એ લખેલી છે! જે એકે એડવર્ટાઇઝિંગ કંપનીનો માલિક છે!

મનમાં કેટલાય વિચારો એકસામટા દોડવા લાગ્યા. " આદિત્ય ખન્ના એ આ બુક અનન્યાને આપી છે! પણ એમની મુલાકાત કઈ રીતે થઈ? " આવા કેટલાય સવાલો એ રમણીક ભાઈને વધુ ચિંતામાં નાખવા પૂરતા હતા. ત્યાં જ કડવીબેન રમણીક ભાઈને શોધતા શોધતા અનન્યાની રૂમ પાસે પહોંચ્યા.

" લ્યો હું અહીંયા આખુ ઘર શોધી આવી ને તમે અનન્યાની રૂમમાં આવીને બેઠા છો.." ઉંચા અવાજે કડવી બેને કહ્યું.

" અવાજ ધીમો રાખ મીઠી! જોતો ખરા અનન્યા સૂતી છે!.."

" તો તમે અહીંયા શું કરો છો? ચાલો હવે આપણે પણ સૂઈ જઈએ.." કડવી બેન એટલું કહીને ત્યાંથી જતા રહ્યા. રમણીક ભાઈ એ એ બુકને જેમ હતી એમ અનન્યા પાસે ફરી ગોઠવી દીધી.


ક્રમશઃ