No Girls Allowed - 8 books and stories free download online pdf in Gujarati

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 8



"ગુડ મોર્નિંગ સર..."

" વેરી ગુડ મોર્નિંગ એવરીવન..." આદિત્ય ઓફીસે સમય પહેલા જ પહોચી ગયો. દરરોજની જેમ આજે પણ એ સૌ પ્રથમ દરેક કર્મચારીઓના ટેબલ પાસેથી પસાર થયો અને એમના કાર્યો પર નજર કરવા લાગ્યો. એમના કદમ ઓફીસે પડતાં જ બધા કર્મચારીઓ પોતાની ચા ને કોફીને ત્યાં જ સાઈડમાં મૂકી ફટાફટ કામે લાગી ગયા. એક પછી એક ટેબલ પાસેથી પસાર થતો આદિત્યના પગ અચાનક જ થંભી ગયા. એક કર્મચારી જેમનું નામ વિવેક હતું એમનું સંપૂર્ણ ધ્યાન કોમ્પ્યુટરની જગ્યાએ પોતાના ફોન પર હતું. એક પછી એક ફની રિલ્સ જોતો પેટ પકડીને એ ખડખડાટ હસી રહ્યો હતો. આ જોઈને આસપાસના લોકો એમને જોઇને હસી પડ્યા.

" આજ તો વિવેક ગયો કામથી..." એકબીજા કર્મચારીઓ દૂરથી ભવિષ્ય આંકી રહ્યા હતા.

વિવેકની પાછળ ઉભેલા આદિત્યની નજર એમની ડિસ્ક ઉપર પડેલા પેંડીગ કામ પર ગઈ. આદિત્યનો ગુસ્સો વધવા લાગ્યો પરંતુ વિવેક રિલમાં 'બાદલ બરસા બીજુલી.' સોંગ ઉપર નાચતી ગર્લને જોઈને આનંદ લઈ રહ્યો હતો. રિલ પૂર્ણ થતાં આદિત્ય એ એક્શન શરૂ કર્યું. આદિત્ય એ સૌ પહેલા ખુંખારો ખાધો. વિવેક એ નેકસ્ટ રીલને પોઝ કરી અને પાછળ ફરીને આદિત્ય સામે જોયું.

" બોસ..તમે.!" ગભરાતા સ્વરમાં વિવેક બોલ્યો.

" શું નામ છે તારું?"

" વિવેક..." કાંપતા સ્વરમાં વિવેકે ઉત્તર આપ્યો.

" હમમ..ચલ આપણે એક રીલ બનાવીએ.." બાજુમાં પડેલી ચેર પર બેસીને આદિત્યે કહ્યું.

" સર, તમે ડાન્સ કરશો!?" વિવેકથી અનાયાસે પૂછાઈ ગયું.

આ સાંભળીને આખો સ્ટાફ હસી પડ્યો.

" સાઇલેંટ..." આદિત્યના એક ઉંચા અવાજથી આખી બિલ્ડીંગ ધ્રુજી ઉઠી.

" સોરી સર..." વિવેકને ભાન આવતા એમણે માફી માંગી.

" તું એ જ રીલ ઉપર ડાન્સ કરીશ જે રીલને જોઇને તું તારી બતિશી દેખાડી રહ્યો હતો.."

" સોરી સર...નેક્સ્ટ ટાઇમ આવી ભૂલ નહિ થાય..પ્લીઝ સર...માફ કરી દો ને.." હાથ જોડતો વિવેકે કહ્યું.

" તું નાચે છે કે પછી રેજીનેશન લેટર..."

નોકરી જવાના ભય સામે વિવેક છેવટે ડાન્સ કરવા તૈયાર થયો. અન્ય કર્મચારી એ ફોનમાં સોંગ પ્લે કર્યું અને વિડિયો રેકોર્ડિંગ કરતા વિવેકે ડાંસ શરૂ કર્યો. ' બાદલ બરસા બીજુલી, સાવન કા પાની, ચીસો ચીસો મૌસમ છ તાતો જવાની.."

વિવેકનો ડાન્સ જોઈને બધા એ ખૂબ મઝાક ઉડાવી.

" હવે બીજી વખત આ પ્રકારની ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખજે ઓકે?"

" ઓકે સર..."

આદિત્ય લોકો પર એક નજર ફેરવતો પોતાની ઓફીસ રૂમમાં જતો રહ્યો.

અનન્યા કાર્ડને હાથમાં લેતી સરનામું શોધી રહી હતી. ત્યાં જ એમની નજર એક મોટી બિલ્ડિંગ ઉપર ગઈ. જ્યાં ઉપર મોટા અક્ષરે હોલ્ડિંગ મારેલું જોવા મળ્યું. " એકે એડવર્ટાઇઝિંગ પ્રાઇવેટ લિમિટેડ., આ જ ઓફિસ લાગે છે.."

બિલ્ડીંગની અંદર પ્રવેશતા જ સિક્યોરિટી એ અનન્યાને રોકતા પૂછ્યું. " કોનું કામ છે?"

" મારે આદિત્ય સરને મળવું છે.."

" અપોઈન્ટમેન્ટ લીધી છે?"

" ના નથી લીધી પણ.."

" પણ વણ કઈ નહિ અહીંયા તમે અંદર એન્ટ્રી નહિ કરી શકો...જાવ અહીંયાથી.." હાથમાં રહેલા ડંડાથી અનન્યાને ભગાડતા બોલ્યો.

" આ શું બતમિઝી છે! હું કહુ છું કે મારે આદિત્યને મળવું છે તો તમે છો કે સમજતા જ નથી!" ઉંચા અવાજે અનન્યા એ સિકયુરિટી ઉપર ભડકવા લાગી.

" મેમ.. હું પ્રેમથી જ વાત કરું છું...તમે અંદર નહિ જઈ શકો.."

" કેમ અહીંયા કંઈ બોડ્યુ મારેલું છે કે ગર્લ્સ અલાઉડ નથી!.."

" હા હવે સમજ્યા તમે, જોવો ઉપર અને વાંચો શું લખ્યું છે?" સિકયુરિટી એ ઉપરની સાઈડ એક બોર્ડ પર લખેલા વાક્યને વાંચવાનું કહ્યું.

" હા લખેલું તો છે કે 'નો ગર્લ્સ અલાઉડ'....પણ ઓફિસની બહાર આવું બોર્ડ કેમ માર્યું?"

" એ મને નથી ખબર, મને તો બસ એટલું જ કહેવામાં આવ્યું છે કે ઓફિસની અંદર કોઈ પણ ગર્લ્સને પ્રવેશ કરવા નહિ દેવાની.."

" આ કઈ રીતે બની શકે! લાઇબ્રેરીમાં જે વ્યક્તિ સ્ત્રી સાથે એટલી આદરતા પૂર્વક વાત કરતો હતો એ જ વ્યક્તિ એ પોતાની ઓફીસની બહાર નો ગર્લ્સ અલાઉડનું બોર્ડ મારી રાખ્યું છે!.." આશ્ચર્યની સાથે મૂંઝવણ પણ અનન્યાને પરેશાન કરી રહી હતી. ઘણો વિચાર કર્યા બાદ અનન્યા એક અંતિમ નિર્ણયે પહોંચી. " ભલે ગમે તે થઈ જાય હું આજને આજ પેલા આદિત્યને મળી ને જ રહીશ પછી ભલે મારે આવા હજાર સિકયુરિટી સામે લડવું પડે!.." એક મક્કમ નિર્ણય કરીને અનન્યાને અંદર પ્રવેશ કરવા માટેની યુક્તિ સુજી.

તે ફરી એ સિકયુરિટી પાસે ગઈ અને વટમાં બોલી. " તમે આ જોબ પર નવા નવા જોડાયા લાગો છો?"

" હા હમણાં પાંચ જ દિવસ થયા છે કેમ? તમને કોઈ પ્રોબ્લેમ છે?"

" પ્રોબ્લેમ તો તમને પડશે જ્યારે મારા ભાઈને ખબર પડશે કે તમે મને ઓફિસમાં પ્રવેશ કરવા પર રોક લગાવી દીધી છે."

" વોટ! તમે આદિત્ય સરના સિસ્ટર છો!"

" હા હા હું જ એમની એકલોતી બહેન છું..." અનન્યા એ સિક્યુરિટીને બેવકૂફ બનાવાની પૂરી કોશિશ કરી.

" પણ મેં તો સરની બહેનને બે દિવસ પહેલા જ જોઈ છે! તો તમે કોણ છો?"

અનન્યાનો પાસો ઉલટો પડી ગયો. મનમાં બોલી. " હે ભગવાન જ્યાં પણ હું જાવ ત્યાં મારા પાસા ઉલ્ટા જ કેમ પડી જાય છે? હવે હું આને શું ઉત્તર આપુ?.., હા આ ઠીક રહેશે.."

" હું એમની મુંહ બોલી બહેન છું..અને જો એમને ખબર પડી કે તમે મને અંદર પ્રવેશ કરતા રોકી છે તો તમારી નોકરી.. લાંબી ટ્રીપ ઉપર નીકળી જશે...સમજો છો ને લાંબી ટ્રીપનો મતલબ.?"

સિક્યુરિટી બે ઘડી વિચારમાં પડી ગયો. " શું કરું શું કરું? આમને અંદર નહિ જવા દવ તો મારી નોકરી ચાલી જશે અને નોકરી જશે તો હાથમાં આવેલી છોકરી પણ વય જશે, નોકરી વિનાના આ બેરોજગાર યુવાન સાથે ભલા કોણ લગ્ન કરશે? શું કરું હું? હા એક કામ કરું આમને અંદર પ્રવેશ આપી જ દવ છું જો આ છોકરી ખોટું બોલતી હશે તો બોસ જ એમને અહીંયાથી કાઢી મૂકશે અને જો બોસ મને પૂછશે તો હું જે હકીકત છે એ જણાવી દઈશ.. હા આ જ એક રસ્તો છે.."

" શું વિચાર કરો છો? હું અંદર પ્રવેશ કરું કે પછી તમારા બોસને કોલ કરું.?"

" ના મેડમ એવું ન કરતા, તમ તમારે તમે આરામથી અંદર પ્રવેશ કરો.." સિકયુરિટી એ અનન્યાને ઈજ્જતની સાથે ઓફિસની અંદર જવા જગ્યા આપી.

અનન્યા મનોમન હસતી ઓફીસની અંદર જતી રહી. અંદર પ્રવેશ કરતા જ એમની નજર બહાર રિસેપ્શનનિસ્ટ પર પડી. એમની સામે જ કેટલીક ખુરશી પડેલી જોવા મળી. જ્યાં લોકો વેઇટ કરી રહ્યા હતા.

રિસેપ્શનિસ્ટ પર પહેલી વખત કોઈ છોકરાને જોઈને અનન્યાને નવાઈ લાગી. પરંતુ સૌથી વધારે નવાઈ તો ત્યાંના રિસેપ્શનિસ્ટને અનન્યાને જોઈને લાગી. " આ ઓફિસમાં ગર્લ? " અનન્યાને જોઈને આસપાસના લોકો એવા એક્સપ્રેશન આપી રહ્યા હતા કે જાણે એમને કોઈ ઓફિસમાં એલિયન જોઈ લીધું હોય.

" યાર આ ઓફિસ છે કે શું છે? મને કેમ આ બધા આમ ઘુરી ઘુરીને જોઈ રહ્યા છે?" અનન્યાના મનમાં ઘણા સવાલો કૂદાકૂદ કરી રહ્યા હતા. " એવું લાગે છે જાણે હું મેન્સ ટોઇલેટમાં આવી ગઈ છું...આ આદિત્ય નામની પહેલી તો હું સોલ્વ કરીને જ રહીશ..આવા તે કોઈ નિયમ હોતા હશે! નો ગર્લ્સ અલાઉડ!"

શું કારણ હશે કે આદિત્યે નો ગર્લ્સ અલાઉડનું બોર્ડ મારી રાખ્યું? શું અનન્યા આદિત્ય નામની પહેલી સોલ્વ કરી શકશે?

જાણવા માટે વાંચતા રહો નો ગર્લ્સ અલાઉડ

ક્રમશઃ