Chhappar Pagi - 47 books and stories free download online pdf in Gujarati

છપ્પર પગી - 47

છપ્પરપગી ( ૪૭ )
____________

જ્યારે પલે પણ કહ્યુ કે સ્વામીજી આપ કંઈ ઉપાય સૂચવો ત્યારે સ્વામીજીએ કહ્યું, ‘દિકરી જનરેશન ગેપ, માતા-પિતાની સંતાનો માટેની લાગણી, ચિંતા, એમનાં સપનાઓ, એમના અધૂરા અરમાનો જે પોતાની જિંદગીમાં ન કરી શક્યા હોય, ન જીવી શક્યા હોય, જે આગળ તેના પછીની પેઢી પૂર્તતા કરે, પરીવારના સંસ્કારોનું વહન પેઢી દર પેઢી આગળ વધ્યો જાય, જુનુ જે યોગ્ય હોય તે ટકે, વધુ મજબૂત થાય, દ્રઢ બને આગળ નવુ સારુ ઉમેરાતુ જાય અને સંસાર ચાલતો રહે અને આપણી આ વસુધા પણ નવપલ્લવિત રહ્યા કરે અને આ જીવન ચક્ર ચાલ્યા કરે એ માટે લગ્ન વ્યવસ્થા ગોઠવાયેલ છે… એટલે સંસાર છોડવો હોય, વૈરાગ્ય તરફ જ જવુ હોય તો ઠીક છે બાકી લગ્ન વ્યવસ્થાને સન્માનપૂર્વક સ્વીકારી આગળ વધતા રહેવું જોઈએ..’
સ્વામીજી હજી આગળ પોતાની વાત કરી રહ્યા હોય છે એ દરમ્યાન જ પલ પૂછે છે કે, ‘ મે લંડનમાં તો જોયુ છે કે હવે આ લગ્ન વ્યવસ્થા પ્રોમિનન્ટ નથી રહી, એક પાર્ટનરની જરૂર પડે તો પતિ તરીકે, મિત્ર તરીકે, લિવ-ઈન વિગેરે ઘણા કોન્સેપ્ટ છે.. અને આ લગ્નની સિસ્ટમમા જવું જોઈએ જ એ જરૂરી છે..!?’
સ્વામીજીએ કહ્યુ કે બેટા મારે તને પહેલા એ જ સમજાવવું છે કે કેમ આ વ્યવસ્થા જરૂરી છે.. પછી લગ્ન કરવા કે નહી? ક્યારે કરવા વિગરે બાબતો તારી વ્યક્તિગત છે એ તુ નક્કી કરજે… એવુ જણાવી આગળ કહે છે, ‘દુનિયાના કોઈ પણ દેશમાં લગ્નને પવિત્ર સંબંધ ગણાવવામાં આવતો હોઇ તેવું જાણવામાં આવ્યું નથી સિવાયકે આપણાં એટલે કે ભારત દેશમાં આપણી હિન્દુ સંસ્ક્રુતિમાં આ સંબંધને પવિત્ર સંબંધ ગણાવાયો છે તો એની પાછળ કોઇ તર્ક જરુર હોવો જોઈએ.ખૂબ ઉંડો વિચાર કરતા એક બીજો પ્રશ્ન મનમાં ઉઠે છે કે લગ્ન એટલે શું?
માત્ર સ્ત્રી અને પુરુષ વચ્ચેનો જાતિય સંબંધ કે જે પ્રજોત્પતિ માટે સ્થપાય?
પરંતુ ખૂબ ઉંડાણથી વિચારતા મને એવું લાગે છે કે પ્રુથ્વિની ઉત્પતિ થયા પછી કદાચ લાખો વર્ષો પછી જીવ સૃષ્ટિ પેદા થઈ છે તેમ ભૂસ્તર શાસ્ત્રિઓ કહે છે અને તે દાવો વ્યાજબી ઠરાવવા અનેક પ્રમાણો આપે છે.
આપણે જોઈએ તો પૃથ્વી ઉપર અનેક પ્રકારની જીવ સ્રષ્ટિ અસ્તિત્વ ધરાવે છે.કદાચ કરોડોની સંખ્યામાં સંભવી શકે છે.આ તમામ જીવોને તેમની નિયત કરેલું આયુષ્ય હોયછે.
અને સમયે સમયે તેમના વંશ પેઢી દર પેઢી પેદા થતાં રહે તે જોવાની જવાબદારી બ્રહ્માજી એ નિભાવવાની રહેતી હોઈ તેઓશ્રીએ ભગવાન સમક્ષ રજૂઆત કરી હોવી જોઈએ કે આ કામગીરી અતિ કઠિન હોઇ તેમજ એક જ પ્રકારની હોઈ મોનોટોનસ બની રહે છે અને જેથી અત્યંત કંટાળાજનક બની જતી હોઈ તેઓશ્રીને કોઇ સહાયક મળવો જોઈએ કે જેથી આ કામગીરી બરાબર વ્યવસ્થિત અને નિયમિત રીતે ચાલી શકે કે જેથી પૃથ્વી ઉપર જીવ સૃષ્ટિ યોગ્યરીતે વિહરી અને વિકસી પણ શકે.અનેક પ્રકારના પ્રયોગો બાદ તમામે તમામ જીવ સૃષ્ટિમા એક પ્રકારની એવી વૃત્તિ મુક્વાનું નક્કી કર્યુ કે જે વૃત્તિ અમુક સમયે જે તે જીવાત્મામાં એવી તો ઉત્તેજના પેદા કરે કે તે જીવ એમાં એવોતો પરોવાઈ જાય કે તે શું કરી રહ્યો છે તે પણ ઘડીભર ભૂલી જાય અને તે વૃત્તિને સંપૂર્ણ્ આધીન થઈ જાય. અને નવા જીવોનું સર્જન કરવામાં પ્રવૃત્ત થઈ જાય અને જેનાથી તે આનંદવિભોર બને અને સ્વર્ગિય આનંદની અનુભૂતિ મેળવે.

આપણો આ દેશ પરંપરાવાદી ઉપરાંત વેદ અને ઉપનિષદો તેમજ ઋષિઓથી અત્યંત પ્રભાવિત હોઈ આ સંબંધને ધાર્મિક ક્રિયાઓથી પણ અભિભૂત કરવામાં આવ્યો જણાય છે.આ સંબંધ બાંધતા સમયે અનેક ધાર્મિક ક્રિયાઓ કરાવવામાં આવે છે, જો અભ્યાસ કરવામાં આવે તો અન્ય કોઈ દેશમાં આ સંબંધને ધાર્મિક્તા સાથે કે કોઇ પવિત્રતા સાથે જોડેલો નહિ જણાય તો માત્ર આ જ દેશમાં એવું તો કયું કારણ કે પરિબળ હોઇ શકે કે આ સંબંધને પવિત્ર ગણાવાયો છે? હિન્દુ ધર્મની અખિલાઈથી અપરિચિત હોય તેવા દેશો અને સંસ્ક્રુતિના મનુષ્યો સર્જકતત્વમાં સંભોગ્ચેછામાં ઈશ્વિરીય અંશ હોવાનું કદાચ સ્વિકારી શકતા ના હોઈ,લગ્ન સંબંધને માત્ર ઔપચારીક સ્ત્રિ અને પ્રુરુષ વચ્ચેનો વિજાતિય સંબંધ ગણી – કરાર – જેવું સ્વરૂપ આપતા રહ્યા છે.જ્યારે હિન્દુ ધરમમાં ઈશ્વરત્વ સર્વ વ્યાપી છે અને એક માત્ર તત્વ છે કારણકે સમ્રગ સ્રુષ્ટિ એક માત્ર ઈશ્વરથી રચાયેલ છે અને માટે જ આ લગ્ન સંબંધને પવિત્ર ગણવામાં આવી રહ્યો છે.

એટલે વ્યક્તિ પોતે સમાજમા કે સંસારમાં રહેવા ઈચ્છતો હોય અને આ પરંપરાઓ જાળવે તો યોગ્ય જ છે.. તેમ છતાં આ બાબત સંપૂર્ણપણે વ્યક્તિગત છે અને કહેવી જોઈએ.’
‘તો આપે કેમ…’ આવુ જ્યારે પલ પૂછવાનો પ્રયત્ન કરે છે તો તરત જ વિશ્વાસરાવજી એને અટકાવે છે અને કહે છે, ‘બેટા… સાધુ, સંત, સ્વામીજી, મહાત્માઓ વિગરે જે સંસારનો ત્યાગ કરી માનવ જીવન કે સૃષ્ટિના કલ્યાણ માટે પોતાનુ સર્વસ્વ છોડી કે ત્યાગી દીધું હોય અને પછી આ માર્ગે નિકળી ગયા હોય પછીથી એમનાં પૂર્વાશ્રમ કે વ્યક્તિગત જીવન બાબતે ન પૂછવું જોઈએ..એમને સમય, સંજોગ કે કાલ આધારિત ક્યારેય કંઈ જણાવવું પડે તો એ પોતે જાહેર કરે તો જ યોગ્ય..’
સ્વામીજી મરક મરક હસ્યા અને કહ્યું કે, ‘યોગ્ય સમય આવશે ત્યારે જે જરૂરી હશે ત્યારે તને લક્ષ્મી જણાવશે,. હવે વાત આવે છે તારા ફેમિલી બિઝનેશ અંગેના નિર્ણયની અને સ્વતંત્ર રીતે તારો નિર્ણય એક્ઝીક્યુટ કરવાની, તો બેટા મારો અભિપ્રાય છે કે….

વિનંતીઃ વાર્તા ગમી હોય તો રેટિંગ જરૂર આપશો 🙏

( ક્રમશઃ )
લેખકઃ રાજેશ કારિયા