Balidan Prem nu - 34 books and stories free download online pdf in Gujarati

બલિદાન પ્રેમ નુ.. - 34

બંને ની ગન એક સાથે ચાલી.. બધા આશ્ચર્ય થી જોઈ રહ્યા હતા જયારે નેહા ના ચહેરા ઉપર એક સૂકુન દેખાતુ હતુ.

બધા ની નજર અનુરાગ અને રોની ઉપર જ હતી. થોડી જ વાર માં રોની નું બેજાન શરીર ત્યાં જમીન ઉપર પડ્યુ. અનુરાગ ના ચહેરા ઉપર એક હાશકારો દેખાયો.. અને બોલ્યો, સાલો.. મને મારવા આયો હતો? મને? અનુરાગ ને? અરે નેહા માટે તો મેં કેટલાય ની બલી ચઢાવી છે તો તુ શુ છે? તને તો મેં ધાર્યું હોત તો ત્યાં જ ઇન્ડિયા માં જ ખતમ કરી નાખ્યો હોત પણ ત્યાં તારા પાસે મારા કેટલાય પ્રુફ હતા. જેના લીધે તને બરદાસ્ત કર્યો.. હવે તુ અહીં મર્યો છે એટલેતારા માણસો ને કહીશ કે મારે ડિટેઇલ તપસ્વી પડશે એમ કહી ને બધો ડેટા મારા હાથ માં લઇ લઈશ. "સાપ ભી મર ગયા ઓર લાઠી ભી ના તૂટી." હરામખોર.. કહી ને એને રોની ના બેજાન શરીર ઉપર ૨ ૩ લાતો મારી... એને એકદમ જ યાદ આવ્યું, નેહા? નેહા ક્યાં ગઈ?

એને આજુબાજુ નજર દોડાવી.. એ નેહા ને શોધવા જવા માંગતો હતો, પણ એટલા માં જ એને અંદર ના રૂમ માં થી કઈ પડવાનો અવાજ આવ્યો, એ તરત જ દોડ્યો, એને જોયું કે નેહા એક ચેર ઉપર બંધાયેલી હાલત માં છે. એને જય ને તરત જ નેહા ના મોઢા ઉપર ની પટ્ટી કાઢી અને દોરડા થી એને બાંધેલી હતી એ છોડાઈ...

નેહા તરત જ ઉભી થઇ ગઈ.. એ ઘભરાયેલી હતી અને બોલી, પેલો.. પેલો.. રોની.. રોની..

વકીલ એ એના બંને ખભા ઉપર હાથ મુક્યો અને બોલ્યો, એ મરી ગયો.. ચિંતા ના કર.. ચાલ હવે અહીં થી ફટાફટ નીકળીએ.. નહિ તો ભરાઈ જઈશુ.

નેહા એના સામે આશ્ચર્ય થી જોઈ રહી.. વકીલ એનો હાથ ખેંચી ને ચાલવા લાગ્યો, એ લોકો બહાર હોલ માં આવ્યા, એને જોયું કે ત્યાં રોની નુ બેજાન શરીર પડેલુ હતુ. નેહા ત્યાં જ ઉભી રહી ને એને જોવા લાગી. નેહા ના ચહેરા ઉપર એક સુકુન આવી ગયુ.. એના પોતાના લોકો નો કાતિલ.. એ આજે મરી ગયો.. જેણે એને લોહી ના આંસુ રડાવી છે એ આજે ખતમ થઇ ગયો..

એ ત્યાં જ ઉભી રહી ને યાદ કરવા લાગી, કેવી રીતે એ મુંબઈ ગઈ ત્યાં એને ભગવાન સામે રસ્તો બતાવવા કહ્યું અને ત્યાં જ એને રોની ને જોયો હતો.. એ જ ચહેરો જે એને હોસ્પિટલ માં વોર્ડબોય અને સિસ્ટર એ એને સિસિટીવી ફૂટેજ માં બતાવ્યો હતો. એ જાણી ગઈ હતી કે આ જ વ્યક્તિ છે મારા પિતા નો કાતિલ. અને પોતે એનો પીછો કરતી એ ધાબા સુધી પહોંચી હતી. એને જાણી જોઈ ને રોની ના ધાબા ઉપર કામ લીધુ હતુ જેથી પોતાના પિતા ના કાતિલ ની નજીક રહી ને એને પોતાના રૂપ ની લાલચ માં લલચાઈ શકે અને એ જ રૂપ ના લીધે એક દિવસ એનો જીવ લઇ શકે.

વકીલ એ નેહા નો હાથ ખેંચ્યો અને અને કહ્યું કે ચાલ.. કહી ને ચાલવા લાગ્યો પણ નેહા ત્યાં જ ઉભી રહી ગઈ. વકીલ એ એના સામે આશ્ચર્ય થી જોયું.. નેહા ના ચહેરા ઉપર એક સ્માઈલ હતી.. જે જોઈ ને વકીલ હેરાન થઇ ગયો.. એ બસ એક નજરે નેહા સામે જોઈ રહ્યો..

નેહા એ સટાક કરતો એક જોરદાર થપ્પડ વકીલ ના ચહેરા ઉપર માર્યો. વકીલ ના મોઢા માં થી લોહી નીકળવા લાગ્યુ. અચાનક નેહા ના આ બદલાવ થી એ બઘવાઈ ગયો. એને સમજ જ ના પડી શુ થયુ એ..
વકીલ કઈ બોલવા જાય એના પહેલા જ એના બીજા હાલ ઉપર નેહા એ સટાક કરતી થપ્પડ લગાવી આપી. વકીલ એટલો પણ બેવકૂફ નહતો. એને તરત જ સમજ પડી ગઈ કે નેહા એ જ રોની ને અહીં બોલાવ્યો હતો.

સાલી, હ#### તો આ બધુ તે કર્યું હતુ. રોની પણ અહીં તે જ બોલાવ્યો હતો.. મારે પહેલા જ સમજી જઉં જોઇતુ હતુ જયારે તે મને ફાર્મહાઉસ બતાવ્યુ. પણ તારા આ રૂપ ની લાલચ માં.. અહ્હ્હ... વકીલ એ પોતાના ઉપર જ ગુસ્સો ઉતાર્યો..

પણ મારા રૂપ ની લાલચ માં તુ આંધળો થઇ ગયો. કહી ને નેહા હસવા લાગી.. હા તને મેં ફસાયો છે. આજ થી નહિ પાંચ વર્ષ પહેલા થી.. જ્યાર થી મને ખબર પડી કે તે માલય ના પિતા, મારા પિતા નું ખુન કર્યું છે ત્યાર થી... ત્યારે જ હું મુંબઈ આવી હતી. મને પહેલે થી જ ખબર હતી કે રોની જ ખૂની છે પણ મારા પાસે સબુત નહતા.

મેં સબૂત માટે થઇ ને જ રોની ના ત્યાં કામ ચાલુ કર્યું.. હુ જાણતી હતી કે આજ નહિ તો કાલ તુ રોની પાસે આવીશ જ.. એટલે જ મેં મારુ નામ બદલ્યુ રોની સામે .. જેથી તને ખબર જ ના પડે કે હુ જાણુ છું કે રોની જ ખૂની છે જેને તે મોકલ્યો હતો. મેં જાણી જોઈ ને ટેરો વિશ્વાસ જીતવા માટે થઇ ને ક્યારેય મલય નો કોન્ટેક્ટ જ ના કર્યો.. જાણી જોઈ ને ત્યાં પાંચ વર્ષ કામ કર્યું અને તારા અને આ હા### રોની ના અત્યાચાર સહન કર્યા.. જેથી એક વાર મારો ભાઈ વિહાન પોતાનું ભણવાનુ પૂરું કરી શકે. એનું ભણવાનુ પુરી થતા જ મેં એને બહાર મોકલવાનો પ્લાન પહેલે થી જ બનાવી લીધો હતો.

મેં તને સમજાવ્યો કે વિહાન અને મારી મોમ ને પહેલા બહાર મોકલી દઈએ.. પછી આપણે મલય સિંઘાનિયા જોડે થી બદલો લઇ ને આપણે પણ ફરાર થઇ જઇશુ. અને તુ ડફોળ.. એટલો બેવકૂફ કે માની પણ ગયો મારી રૂપ ની લાલચ માં. કહી ને નેહા ફરી થી હસવા લાગી.

મેં જાણી જોઈ ને મારી મોમ અને વિહાન ને કેનેડા ભેગા કરી દીધા જેથી ક્યારેય તુ એમના નામે મને બ્લેકમેઇલ ના કરી શકે. અને હા.. તે જે જગ્યા એ વિહાન ને કહ્યુ હતું ને કેનેડા માં એના કરતા અલગ રાજ્ય માં પહોંચી ચુક્યા છે એ લોકો એકદમ સહી સલામત રીતે.

તારા લેપટોપ માં થી એ રાત્રે જયારે હુ રોકાવા આવી હતી ત્યારે જ મેં બધો ડેટા ડીલીટ કરી નાખ્યો હતો. એમાં ફક્ત ફોલ્ડર એમ જ બનાવેલા હતા.. જેથી તને શક ના જાય. અને તારા લેપટોપ નો પાસવર્ડ તો મેં ક્યારનોય યાદ કરી ને રાખ્યો હતો. જેમાં તે અનિકા મેમ ના... કહી ને નેહા અટકી ગઈ. મેં બધું જ ડીલીટ કરી નાખ્યું હતું એમાં થી.

આજે તારા મોઢે મેં બધું જ કબુલ કરાવી લીધુ.. તુ રોની સામે જે કઈ પણ બોલ્યો ને એ બધું જ અહીં કેમેરા માં રેકોર્ડ થઇ ગયુ છે. તુ હવે ક્યાંય નો નહિ રહે. કહી ને નેહા ચૂપ થઇ ગઈ.

વકીલ હસવા લાગ્યો, જે જોઈ ને નેહા એ પણ એના સામે ફીક્કુ હસી.

આ કેમેરા માં રેકોર્ડ કરી ને શુ કરીશ બેબી? કેમેરા તો ત્યારે હાથ માં આવશે ને જયારે તુ અહીં થી જીવતી બહાર નીકળીશ. અહીં તને બચાવવા વાળુ કોઈ નથી.. આજે પહેલા તો તારા રૂપ ની તરસ હુ બુઝાઇશ.. પછી તને ખતમ કરીશ.. તો બેબી.. મારી જાન.. મારી રાધા .. મારી નેહા .. ચાલો બેડરૂમ માં.. કે પછી અહીં જ.. કહેતા કહેતા વકીલ લુચ્ચું હસી રહ્યો હતો.

તારા માં હિમ્મત હોય તો મને હાથ તો લગાડી ને બતાવ... નેહા પુરા એટિટ્યૂડ સાથે બોલી અને સામે સોફા ઉપર બેસી ગઈ.

વકીલ ને ગુસ્સો આવ્યો અને એ નેહા તરફ આગળ વધ્યો, એ નેહા ને હાથ લગાવવા જ જતો હતો કોઈ એ એનો હાથ જોર થી પકડ્યો, વકીલ એ ઉંચા થઇ ને જોયુ તો એ મલય હતો. સોનિયા આવી ને નેહા ની બાજુ માં ઉભી રહી ગઈ.

તુ? મલય? અહીં? વકીલ થી બોલાઈ જવાયુ.

મલય એ ત્રણ-ચાર મુક્કા એના ચહેરા ઉપર માર્યા વકીલ ના મોઢા માં થી ખાસ્સું એવું લોહી નીકળી રહ્યું હતુ. મલય એ એને મારવાનુ ચાલુ રાખ્યુ. વકીલ સામે મારવા ગયો પણ એના માં હવે હિમ્મત જ નહતી બચી.

મલય વકીલ ને મુક્કા મારે જતો હતો અને દરેક મુક્કે બોલતો હતો, "તારા લીધે,તારા લીધે મેં મારા પપ્પા ને ખોયા, તારા લીધે મેં મારી મોમ ને ખોઈ, તારા લીધે નેહા નો પરિવાર વિખેરાઈ ગયો, તારા લીધેમારા થી દૂર ગઈ, તારા લીધે એને કામવાળા જેવી ઝીંદગી જીવવી પડી, તારા લીધે નેહા ને આટલુ સહન કરવુ પડ્યું, તારા લીધે મારે આટલી નાની ઉમર માં બિઝનેસ સંભાળવો પડ્યો, તારા લીધે હુ અનાથ થઇ ગયો, તારા લીધે.." આટલુ કહેતા કહેતા મલય રડી પડ્યો.. રાજ એ આવી ને મલય ને સંભાળી લીધો.

ત્યાં જ નેહા આગળ આવી અને એને એક મોટો ડંડો લીધો હાથ માં, એને વકીલ ને મારવાનુ ચાલુ કર્યું, એ પણ દરેક વાક્ય બોલતી અને દરેક વાર ડંડો મારતી, તારા લીધે... તારા લીધે મેં મારા પપ્પા ને ખોયા, તારા લીધે મારો હસતો રમતો પરિવાર વિખરાઈ ગયો, તારા લીધે મારે જાનવર થી બત્તર ઝીંદગી જીવવી પડી, તારા લીધે રાતો ની રાતો હુ ભૂખી સૂતી, તારા લીધે મારે મારા પ્રેમ ને છોડવો પડ્યો, તારા લીધે મારે મારા પ્રેમ નું બલિદાન આપવુ પડ્યું, તારા લીધે તારા લીધે તારા લીધે, ..... બધું જ તારા લીધે, નેહા હજી પણ એનો ગુસ્સો વકીલ ઉપર ઉતારી રહી હતી... એટલા માં હ વકીલ એક જગ્યા એ પડ્યો અને ત્યાં એના હાથ માં ગન આવી ગઈ.. એ રોની ની હતી.

એકદમ જ વકીલ એક જ ઝાટકે ઉભો થયો અને ગન એને સોનિયા ના માથા ઉપર કરી દીધી, વકીલ હસવા લાગ્યો,.. બસ.. બધું મેં જ કર્યું છે અને બાજી પણ મારા હાથ માં છે. તો સાઈડ થા અને મને અહીં ના કેમેરા આપી દે નહિ તો તારી આ મેના ગઈ સમજ.

નેહા, મલય અને રાજ ત્રણેય વકીલ સામે જોઈ રહ્યા.

ત્યાં જ એક ગોળી ચાલી અને વકીલ ના હાથ માં થી ગન પડી ગઈ.. તક ઝડપતા જ નેહા એ ગન લઇ લીધી અને સોનિયા એ વકીલ ને ધક્કો મારી ને પોતે રાજ પાસે આવી ગઈ.

રાજ એ વકીલ ને કોલર પકડી ને ઉભો કર્યો અને એને મારવાનું ચાલુ કર્યું, મલય એ નેહા ના હાથ માં થી ગન લીધી અને વકીલ સામે તાકી દીધી, તરત જ નેહા એ એને રોક્યો, નહિ મલય નહિ.. આને મારવાનો હક તને અને મને નથી.. આને મારવાનો હક કોઈ બીજા નો છે.. જેના ઉપર સૌ થી વધારે ઝુલમ થયા છે. કહી ને નેહા એ ઉપર તરફ જોયુ.

એક વ્યક્તિ સીડી ઉતરી ને નીચે આવી... જેને જોઈ ને મલય, રાજ અને સોનિયા ત્રણેય ની સાથે સાથે વકીલ ની પણ આંખો આશ્ચર્ય થી પહોળી થઇ ગઈ.

આખરે કોણ છે એ વ્યક્તિ?

વકીલ બચી શકશે?

જાણવા માટે વાંચતા રહો અને મને ફોલો કરવાનું ભૂલશો નહિ વાચક મિત્રો..

આપ નો એક અભિપ્રાય મારો દિવસ બનાવી દે છે.. તો એક અભિપ્રાય તો બનતા હે ના..

ધન્યવાદ 🙏

-DC