VISH RAMAT - 17 books and stories free download online pdf in Gujarati

વિષ રમત - 17

અનિકેત થી છુટા પડી ને વિશાખા યંત્રવત ગાડી ચલાવી ને ક્યારે પોતા ના જુહુ વાળા બંગલે પહોંચી એનું ભાન જ ના રહ્યું .. વિશાખા એ ગાડી પાર્ક કરી અને નીચે ઉતરી ત્યારે તેને જોયું કે અંશુ ની ગાડી પડી છે પછી બાંગ્લા પર નજર ગઈ ..ડ્રોઈંગ રૂમ ની લાઈટ ચાલુ હતી .. તે સમજી ગઈ કે અંશુ આવ્યો છે વિશાખા ના શરીર કરતા મગજ બહુ થાક્યું હતું તેને એક બ્રેક ની જરૂર હતી પણ પરિસ્થિતિ બ્રેક લેવા જેવી ન હતી .. તે ધીમે ધીમે પગથિયાં ચડી ને પોર્ચ માં આવી .. મૈન ડોર ખુલ્લો જ હતો .. તે અંદર આવી જમણી બાજુ નો ટીવી વાળી બેઠકો ખાલી હતી .. પણ જમણી બાજુ સોફા માં અંશુ અને હરિવંશ બજાજ બેઠા હતા .. વિશાખા ની નજર તેમની ઓર પડી .. વિશાખા ને લાગ્યું કે એ બંને જન કૈક વાત કરતા હતા પણ એના આવવા થી બંને એ વાત કરવાનું બંધ કરી દીધું ....
" અરે વિશુ !! આવ અમે ક્યારે ના તારી જ રાહ જોતા હતા " હરિવંશ બજાજે પ્રેમ થી કહ્યું.
વિશાખા અને અંશુ ની નજર મળી જાણે વિશાખા અંશુ ને પૂછતી હોય શું વાત છે . વિશાખા એ હરિવંશ રાય ને કઈ જવાબ ના આપ્યો.
" કેમ બેટા બહુ થાકી છું? કઈ બોલતી નથી " હરિવંશએ બને એટલા મીઠા અવાજે કહ્યું.
" પાપા વાત શું છે પોઇન્ટ તો પોઇન્ટ વાત કરો " વિશાખા ને જાણે હરિવશ જોડે કોઈ વાત નથી કરવી એવી રીતે કહ્યું.
" અંશુમાન તું જ આની સાથે વાત કર .. આ મારી વાત તો માનશે નહિ. " હરિવંશએ હોશિયારી થી અંશુમાન ને કહ્યું
" વિશુ વાત એમ છે કે બજાજ ઇન્ડ્રસ્ટ્રીસે વિશાખા એન્ટરટેઇન્મેન્ટ નામની નવી કંપની ખોલવા નું નક્કી કર્યું છે અને એની માલિક તું હોઈશ ".
" અને હા પછી તારે જેટલી ફિલ્મો બનાવી હશે એટલી તું બનાવજે તને કોઈ નહિ રોકે " હરિવંશ જાણે વિશાખા ને બહુ મોટી ખુશ ખબરી આપતા હોય એવા ઉમળકા થી અંશુમાન ની વાત કાપી ને બોલ્યા એમને ખાતરી હતી કે આ ઓફરથી વિશાખા ખુશ થઇ જશે અને પોતાની વાત માનવ તૈયાર થઇ જશે .. વિશાખા જો સુદીપ ચૌધરી સાથે લગ્ન કરવા તૈયાર થઇ જાય તો સો બસો કરોડ ની કંપની ખોલવા માં વાંધો નથી
હરિવશ રાય ખુશ થઇ ને બોલી તો ગયા પણ પછી કોઈ કશું બોલ્યું નહિ ..એમને ધારણા હતી કે પોતાની આ વાત સાંભળી ને વિશાખા ખુશી ની મારી કૂદી જશે અને તરત પોતાની વાત મણિ માની જશે પણ આવું કશું થયું નહિ
" કેમ બેટા તું ખુશ નથી? " હરિ વંશે પાક બિઝનેસ મેન તરીકે પાસો ફેંક્યો ત્યાં ઉપસ્થિત હતી એ દરેક વ્યક્તિ ઓ જાણતી હતી કે હરિવંશ આ બધું કેમ કરી રહ્યા છે
" અંશુ હું આજે બહુ થાકી છું .. મારે આરામ ની જરૂર છે " વિશાખા એ સપાટ સ્વરે અંશુમાન ને કહ્યું પણ એ હરિવંશ ને કહેતી હતી. અંશુમાન ને લાગ્યું કે પરિસ્થિતિ બગડી ગઈ છે એને કૈક બોલવું જોઈએ.
" વિશુ પાપા તારા ફાયદા ની વાત કરે છે . તું વિચાર તું આખી મુવી મેકિંગ કંપની ની માલિક હોય તો તું કેટલી ઈઝીલી હિરોઈન બની શકીશ ...". અંશુ એ એને સમજાવતા કહ્યું
થોડી વાર કોઈ કશું કોઈ બોલ્યું નહિ
" વિશુ મને લાગે છે કે તારે પાપા ની વાત માની લેવી જોઈએ " અંશુ એ એની આખો માં આખો નાખી ને કહ્યું.
વિશાખા એકધારી નજરે અંશુ સામે જોઈ રહી હતી . હરિવંશ રાય બહુ આતુરતા થી વિશાખા ના જવાબ ની રાહ રાહ જોતા હતા ...
" અંશુ મારે હિરોઈન નથી બનવું " વિશાખા એ સપાટ સ્વરે કહ્યું અને હરિ વશ રે નો બધો પ્લાન ચોપાટ થઇ ગયો
વિશાખા આટલું બોલી ને પોતા ના રમ તરફ ચાલવા લાગી
હરિવંશ રાયે દયા ભરી નજરે અંશુમાન સામે જોયું જાણે કહેતા હોય પ્લીસ તેને સમજાવ આ જોઈ અંશુમાને છેલ્લો પ્રયત્ન કરવા વિશાખા ને બૂમ પડી
" વિશાખા એક મિનિટ... " અંશુ એ કહેવા ખાતર કહ્યું.
" ગુડ નાઈટ અંશુ " આટલું બોલી ને વિશાખા ઝડપથી પોતાના રૂમ તરફ જતી સિદી ચડી ગઈ
વિશાખા ના ગયા પછી હરિવંશ રાય જલ્દી થી અંશુમાન ની નજીક આયા ..
" અંશુમાન આને સમજાવ જો આ જગતનારાયણ ના છોકરા સાથે લગ્ન કરવા તૈયાર નહિ થાય તો આપડે હવે બહુ મોટી મુશ્કેલી માં મુકાઈ જઈસુ " હરિવંશ રાય દબાતા ૦ન ગુસ્સા ભર્યા અવાજે બોલ્યા.
" સર તમે જાણો છો એ કેટલી જિદ્દી છે ". અંશુમાને કહ્યું.
આ સાંભળી અંશુમાન ધીમા પડ્યા ફરીથી ધીમા અવાજે અંશુ ને કહ્યું " જો વિશાખા સુદીપ સાથે લગ્ન નહિ કરે તો આપડે બહુ મોટી મુશ્કેલી માં મુકાઈ જઈશું જગત નારાયણ ગમે તે રીતે ચીફ મિનિસ્ટર બનશે જ અને પછી એ આપણ ને મદદ તો નહિ કરે પણ હેરાન જરૂર કરશે ..અને રાજ નીતિ ચાહે તો ગમે એટલી મોટી કંપની બંધ થઇ જતા વાર ના લાગે. " હરિવંશ ના અવાજ માં નિઃસહાયતા હતી.
" સર તમે કઈ ચિંતા ના કરશો આપણી કંપની ને બચાવવા હું કૈક રસ્તો કાઢીશ