Kamli - 3 books and stories free download online pdf in Gujarati

કમલી - ભાગ 3

(તમે આગળ જોયું તેમ વાત આઝાદી પહેલાની છે પાનાચંદ અને ફકીરચંદ બે ભાઈઓ છે જેમનો મોડાસામાં ધંધો છે... ફકીરચંદ નો દીકરો સુરેશ મુંબઈમાં ભણે છે. અને થોડો ઘણો અંગ્રેજી બની ચુક્યો છે.. તેને એક પારસી છોકરી સાથે પ્રેમ થઈ ગયો છે.પાનચંદ શેઠ ને ખબર પડે છે તો તેને સમજાવવાની કોશિષ કરે છે... )


હવે વાંચો આગળ....




કમલી તૈયાર થઈને આવી ત્યારે પાનાચંદ શેઠ આવી ગયા હતા. આ ખબર પડતાં તેમના મોટા ભાઈ ફકીરચંદ અને તેમના ધર્મ પત્ની રેવાબેન પણ આવ્યા હતા...

બંને ભાઈઓના ઘર બાજુબાજુમાં જ હતા.આખુ ફળિયું બાળકોના અવાજથી ચેહકતું હતું. ફળિયા માં
લાકડાનો હીંચકો હતો, જેના પર બેસી બંને દેરાણી-જેઠાણી વાર કરતા.... અને સાથે સાથે ભરત-ગૂંથણ નું કામ પણ...

રેવાબેન તેમાં એક્સપર્ટ હતા. લતા અને કમલી તે જોતા, લતા ને રસ ઓછો હતો, પણ કમલી તેના મોટા બા સાથે વાતો કરતી જાય અને શીખતી પણ જાય..... બંને દેરાણી- જેઠાણી વચ્ચે સંપ પણ ઘણો હતો....


રેવાબેન થોડા જાડા, અને ઠીંગણા હતા. નાક જરા બુચુ અને વાને જરા ભીના હતા. તેમનો અવાજ જરા ભારે હતો. 55 ની ઉંમરમાં માથાના વાળમાં સફેદી આવી ગઇ હતી. એમને ઘણી મોટી ઉંમરે આ બાબો હતો. કમલી, રશ્મિકાંત અને હર્ષદની સુવાવડ એમણે જ કરી હતી.....


35 વર્ષની ઉંમરમાં પણ સવિત્રીબેન 30 ના જ લાગતા હતા...ગોરો વાન, લાંબા વાળ કમરથી છેક નીચે સુધી આવતા, મોટી આંખો, ભ્રમર બહુ જાડી ના બહુ પાતળી એવી સપ્રમાણ, નાક લાબું અને કમર પાતળી એમને જોઈને કોઈ પણ ના કહે કે આ ચાર બાળકોની માતા હશે.....


ભાભી હવે લતાના લગ્ન આ વૈશાખમાં લઇ લેવા છે, હીંચકે ઝુલતા સવિત્રીબેને રેવાબેન ને કહ્યું. પાનાચંદ અને ફકીરચંદ બંને સાથે બોલી પડયા હમણાં શુ ઉતાવળ છે...? આગલી સાલ લગ્ન લઈશું. લતા અને સુરેશ બંનેના લગ્ન એકસાથે લઈએ તો કેવું..... ? સુરેશને પણ હવે પેઢીએ બેસાડી દેવો છે. બહુ થયું એનું ભણવાનું, ફકીરચંદ શેઠને હવે લાગવા માંડયું હતું કે, જો હજુ વધારે તે ઘરથી બહાર રહ્યો તો હાથમાંથી જતો રહશે. એટલે, એમને પાનાચંદને વાત કરી કે સુરેશને 6 મહિનામાં જ મોડાસા પાછો બોલાવી લેવો છે. પાનાચંદને પણ ભાઈની વાત યોગ્ય લાગી.....



હવે, કમલીના વેવિશાળ પણ કરી દેવા છે.. "સવિત્રીબેને કહ્યું... હા, આ વસંતપંચમીનો દિવસ શુભ રહેશે. પાનચંદ શેઠે તાપસી પુરી.. શું કહો છો મોટા ભાઈ અને ભાભી ?... વાત તો સાચી છે તારી, કમલી પણ 6 વર્ષની થઈ ગઈ છે.. "રેવબેને કહ્યું" છોકરો છે તમારા ધ્યાન માં કોઈ, હોય તો બતાવો.. સાવિત્રી બેને પૂછ્યું... અરે, આપણા મુલજીભાઈનો કૃષ્ણનજીવન કેમ રહેશે આપણી કમલી માટે...? કાલે જ મને બજાર માં મળ્યા હતા... મેં વાત વાત માં કમલીના વેવિશાળ ની વાત કરી તો તે પણ રાજી થઈ ગયા... "ફકીરચંદ શેઠે ખોંખારો ખાતા કહ્યું ". એક કામ કર સાવિત્રી કાલે અગિયારસ છે અને દિવસ પણ સારો છે તું કાલે જ મૂળજીભાઈ અને તેમના ધર્મપત્ની ને બોલાવી લે.. હા, ભાભી વાત તો તમારી સાચી છે.. શુભ કાર્યમાં વાર ના કરવી, હું કાલે જ તેમને બોલવી લઉ છું. એક કામ કરીએ તો, તેમને ભોજનનું આમંત્રણ આપીએ તો, એ બહાને તેમના મનમાં શુ વિચાર છે તે પણ જાણી શકાશે... હા, વાત સાચી તારી સવિત્રી.. રેવાાબેનને પણ વાત યોગ્ય લાગી એટલે, ઘરના ચારેય જણ આ વાત સાથે સંમત થયા અને બીજ દિવસે મુળજીભાઈ અને તેમના પત્નીને તેમના ઘરે બોલાવવા એમ નકકી કરી છુટા પડ્યા...



રાત્રે રેવાબેન અને ફકીરચંદ ના રૂમમાં...
ચાલો હવે લતા અને હવે કમલી નું પણ નક્કી થઈ જશે. રેવાબેન ખુશ થતા બોલ્યા.પણ, મને સુરેશ માટે મન નથી માનતું તે નિસાસો નાખતા બોલ્યા...મને ચિંતા છે કે, સુરેશ હવે આ છોકરી સાથે લગ્ન કરવા તૈયાર થશે...? કેમ નહીં કરે.... ? આપણે ક્યાં એની પાસે કાઈ બહાર નું કામ કરાવવું છે. ઘર જ સંભાળવું છે ને, અને અહીં આવશે પછી સુરેશની અને તે છોકરીની ઈચ્છા હશે તો આપણે તેને આગળ ભણાવીશું..... અને આ વેવિશાળ પણ તે જ કરવા માટે મને કહ્યું હતું ને... ફકીરચંદ શેઠે દલીલ કરી...... વાત એમ હતી કે... સુરેશના વેવિશાળ રેવાબેનના દૂરના સગામાં એ નાનો હતો ત્યારે જ નક્કી થઈ ગયા હતા. છોકરી દેખાવમાં તો સારી હતી પણ સીધી હતી, માં-બાપ ની આર્થિક પરિસ્થિતિ પણ બહુ ખાસ નહતી... ઘરના કામકાજ માં હોશિયાર હતી પણ, એને બહુ ભણાવી શક્યા ન હતા.... હા, ગુજરાતી લખતા વાંચતા આવડતું હતું.....



બીજા દિવસે......
કમલી સ્કૂલમાંથી પાછી આવી તો ઘરમાં મહેમાન હતા. તેને નવાઈ લાગી કેમકે આ તો એની સાથે સ્કૂલમાં ભણતો કૃષ્ણકાંત અને તેના માં-બાપુ હતા. મુલજીદાસ ભાઈ મોટા વેપારી હતા. વળી, સવિત્રીબેનના દૂરના સગામાં હતા. કમલીના વેવિશાળની વાત થઈ રહી હતી,બંને પરિવારો વચ્ચે વસંતપંચમીના દિવસેે ગોળ-ધાણા ખાવા એમ નકકી થઈ ગયું હતું...



6 વર્ષની કમલી અને લગભગ તેનાથી બમણી ઉમરનો એટલે કે 12 વર્ષનો કૃષ્ણકાંત. પાનાચંદ અને ફકીરચંદ બંનેને આ સંબંધ બહુ ફાયદાકારક લાગ્યો. કેમકે એક તો કૃષ્ણકાંત મુલજીદાસ ભાઈ નું એક માત્ર સંતાન, ઉપરથી તે ભણતો પણ હતો એટલે દીકરી માટે યોગ્ય વર મળ્યો તેનો સંતોષ બંનેને હતો.

આ બાજુ સુરેશને મોડાસા પાછો બોલાવવાની તૈયારી ચાલી રહી હતી..



ક્રમશ.......