Kamli - 4 in Gujarati Fiction Stories by Jayu Nagar books and stories PDF | કમલી - ભાગ 4

Featured Books
Share

કમલી - ભાગ 4

(તમે આગળ જોયું તેમ સુરેશ રેવાચંદશેઠનો એકનો એક દીકરો છે. અને મુંબઈમાં રહેતા થોડો ઘણો અંગ્રેજ બની ગયો છે. પાનાચંદ અને ફકીરચંદ શેઠ ને ખબર પડે છે એટલે તેને પાછો મોડાસા બોલાવવાની તૈયારીઓ ચાલી રહી છે.. ) હવે વાંચો આગળ....

આવો આવો પંડિતજી... ફકીરચંદ, પાનાચંદ અને રેવાબેને પંડિતને આવકાર આપીનેે બેસાડયા... પંડીતજીએ જયકૃષ્ણ એમ અભિવાદન કરી પોતાની બેઠક જમાવી...સાવિત્રી, પંડિતજી આવ્યા છે ચા-પાણીની વ્યવસ્થા કરો. ઉત્સાહ સાથે રેવાબેને કહ્યું.. ઍટલે લતા- રાકેશ તથા સુરેશ- મીનાની જન્મપત્રી લઈને સવિત્રીબેન આવ્યા.. પાછળ ઘરની નોકરાણી ચા નાસ્તો મૂકી ગઈ...


પંડિતજી હવે બંને સંતાનોના લગ્ન માટે સારામાં સારું મુહૂર્ત કાઢી આપો. રેવાબેને કહ્યું.. એટલે પંડિતજીએ લતા અને રાકેશકુમારની જન્મપત્રી જોઈને કારતક માસની બારસને તુલસીવિવાહનો દિવસ ઉત્તમ વિવાહ આવે છે ... આ સાંભળીને સૌના મો ઉપર ખુશી આવી ગઈ.. અને લતાના લગ્ન તુલસીવિવાહના શુુુભ દિવસે નક્કી કરી દીધા..સુરેશ અને મીનાની જન્મપત્રી જોઈને પંડિતજી જરા વિચારમાં પડ્યા... એટલે રેવાબેને પૂછ્યું શું થયું પંડિતજી..? કોઈ સારું મુહૂર્ત નથી... ? છે તો ખરું.. પણ, લતાના લગ્નના બે દિવસ પછી જ સારું છે એ પછી બે વર્ષ સુધી કોઈ સારું મુહૂર્ત આવતું નથી.. પંડિતજીએ ચિંતા ભર્યા અવાજે કહ્યું....ઓહો...અમારી પણ તે જ ઇચ્છા છે દીકરી ઘરમાંથી વિદાય થશે અને વહુ ઘરમાં આવશે.. રેવાબેન અને સવિત્રીબેને બંને જોડે બોલ્યા.. તો.. તો.. કરો કંકુના.. પંડિતના ચેહરા પર બેવડી ખુશી છવાઈ.. બે લગ્નની દક્ષિણા વધુ મળશે તે વિચારે પંડિતજી ખુશ થઈ ગયા...

સાંજે રેવાચંદ અને પાનાચંદશેઠે લતાના ભાવિ સસરાને અને સુરેશના સસરાને કાગળમાં બધી માહિતી લખી તથા લગ્નની તૈયારીઓ જેમ જલ્દી બને તેમ શરૂ કરવી.. હવે માત્ર ત્રણ જ મહિના બાકી હતા.


સુરેશના લગ્ન, લતાના લગ્નના બે દિવસ પછી જ નક્કી થયા હતા.. એટલે ઘરમાં એકસાથે બે લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી..


પોતાની મોટી દીકરી લતાના લગ્નમાં કોઈ કસરના પડે એની બંને ભાઈઓએ તજવીજ રાખી હતી. સુરેશ પણ મોડાસા આવી ગયો હતો. લતાને ખબર તો પડી હતી કે, તેના જેની સાથે લગ્ન થવાના છે તે, રાકેશ ભણ્યો નથી. ઉપરથી ઘરમાં કોઈ વડીલ સ્ત્રી નથી એટલે, બધી જવાબદારી તેને માથે આવવાની છે. આ લગ્ન માટે તેના મનમાં ચિંતા હતી..... ?સુરેશ અને લતા નાનપણથી આમ તો જોડે જ મોટા થયા હતા. પણ સુરેશ મુંબઇ ભણવા જતો રહ્યો હતો એટલે વેકેશનમાં બંને એકબીજાને મળતા, સાથે વાતો કરતા, લડતા, સાથે રમતા, સુરેશ લતાને 'ચીબાવલી' કહી ચિડવતો તો સામે લતા પણ સુરેશને 'ચાપલો' કહી ચીડવતી.....મુંબઇથી પાછા આવ્યા ને બે દિવસ થઈ ગયા હતા પણ, સુરેશ લતાને મળવા ગયો ન હતો. તેને પણ આ લગ્ન કરવાનું મન નહતું. જે છોકરી સાથે તેના વેવિશાળ નક્કી થયા હતા તે છોકરી સુરેશને પસંદ નહતી.... મનમાં ગડથબલ ચાલતી હતી પણ કોઈને કહેવાની હિંમત ચાલતી ન હતી...?


આખરે એણે હિંમત કરી એકવાર રેવાબેનને કહી જોયું કે મારે આની સાથે લગ્ન નથી કરવા. પણ, રેવાબેને તેને ત્યાં જ રોકી દીધો કે, જો તારા બાપુને ખબર પડી ને, તો તારું આવી જ બનશે.... આ બાબતે કોઈ જ પ્રકારની ચર્ચા હવે મારી સાથે કરતો નહી... એટલે તે પણ અંદરથી મુંજાયેલો હતો... મોડાસામાં હતો એટલે બહાર સેર-સપાટા થઈ શકતા નહીં. તેને અહીં બહુ મુંજવણ થતી હતી. અને, કોઈની સાથે બહુ બોલતો નહતો..... એટલે બધા ને લાગ્યું કે થાકી ગયો લાગે છે.....આ બાજુ લતાના લગ્નને એક અઠવાડિયું જ બાકી હતું. પોતાની થનારી નણંદના લગ્ન હતા એટલે સુરેશની ભાવિ પત્ની મીના પણ આવી હતી.....એક દિવસ લતાની અંગ્રેજી ટીચર ગોરી મેમ તેને મળવા આવી હતી. આમ તો તેનું નામ સ્ટેલા હતું પણ રેવાબેન તેને ગોરી મેમ કહીને બોલાવતા. નીચે બધા મહેમાન બેઠેલા હતા. એટલે બધા ઉપર લતાના રુમમાં ગયા.

ઉપર કમલીના રૂમની બાજુમાં જ લતાનો રૂમ હતો. રૂમની ડાબી બાજુ એક સીડી હતી કે જ્યાંથી મોટાબાપુના ઘરમાં જવાતું હતું.લતાનો રૂમ કમલીના રૂમ કરતા નાનો હતો. એક બાજુ એનો પલંગ હતો. બાજુમાં લાકડાનું કબાટ હતું. કબાટની ડાબી બાજુ એક ટેબલ હતું. જેના પર ગ્રામોફોન મુકેલો હતો....લતાને ગીતો સાંભળવાનો બહુ શોખ હતો. એટલે, ફકીરચંદ શેઠ ઇંગ્લેડથી ખાસ તેના માટે આ ગ્રામોફોન લાવ્યા હતા.... પલંગની જમણી તરફ એક લાકડાનો ઘોડો હતો જેમાં બધી પુસ્તકો ગોઠવીને મૂકી હતી. 📚....


congratulation લતા...🤝 .. સ્ટેલાએ હગ કરી લતાને કહ્યું
લતાએ ગ્રામોફોન પર ગીતની રેકોર્ડિંગ મૂકી અને ગીત વાગવા લાગ્યું.


વુડ યુ લાઈક ટુ સ્વિંગ ઓન અ સ્ટાર,
કેરી મૂનબીમ્સ હોમ ઇન અ જાર,
એન્ડ બી બેટર ઑફ ધેન યૂ આર (ડુ...ડુ),
ઓર વુડ બી રાધર બી અ મ્યુલ...


અ મ્યુલ ઇસ એન એનિમલ વિથ લોન્ગ ફની ઇઅર્સ,
હી કિક્સ અપ એટ એનિથિંગ હી હિયર્સ,
હિસ બેક ઇસ બ્રાઉની બટ હિસ બ્રેન ઇસ વિક
હી ઇસ જસ્ટ પ્લેન સ્ટુપીડ વિથ અ સ્ટુબબોર્ન સ્ટ્રીક
એન્ડ બાય ધ વે, ઇફ યુ હેટ ટુ ગો ટુ સ્કૂલ
યુ મે ગ્રો અપ ટુ બી અ મ્યુલ


ઓર વુડ યુ લાઈક ટુ સ્વિંગ ઓન અ સ્ટાર,
કેરી મૂનબીમ્સ હોમ ઇન અ જાર,
એન્ડ બી બેટર ઑફ ધેન યૂ આર ડુ...ડુ.),
ઓર વુડ બી રાધર બી આ પિગ?

અ પીગ ઇસ એન એનિમલ વિથ ડર્ટ ઓન હિસ ફેસ
હીસ શુઝ આર અ ટેરિબલ ડીસગ્રેસ
હી હેસ નો મેનરસ વેન હી ઇટ્સ હીસ ફૂડ
હી ઇસ ફેટ એન્ડ લેઝી એન્ડ એક્સટ્રીમલી રુડ
બટ ઇફ યુ ડોન્ટ કેર અ ફીધર ઓર અ ફિગ
યુ મે ગ્રો અપ ટુ બી અ પિગ.....


ઓર વુડ યુ લાઈક ટુ સ્વિંગ ઓન અ સ્ટાર,
કેરી મૂનબીમ્સ હોમ ઇન અ જાર,
એન્ડ બી બેટર ઑફ ધેન યૂ આર ડુ...ડુ.),
ઓર વુડ બી રાધર બી અ ફિશ...?

અ ફિશ વોન્ટ ડુ એનિથિંગ, બટ સ્વિમ ઇન અ બૃક
હી કાન્ટ રાઈટ હીસ નેમ ઓર રીડ અ બુક
ટુ ફૂલ ધ પિપલ ઇસ હિસ ઓન્લી થોટ્સ
એન્ડ થોટ્સ હી ઇસ સ્લીપરી, હી સ્ટીલ ગેટ્સ કૉટ
બટ ધેન ઇફ ધેટ શોર્ટ ઓફ લાઇફ ઇસ વોટ યૂ વિશ
યુ મે ગ્રો અપ ટુ બી અ ફીશ....

એન્ડ ઓલ ધ મંકીસ આરંટ ક્વાઇટ ઇન ધ ઝૂ
એવરીબડી યુ વિલ મીટ ક્વાઇટ અ ફ્યુ
સો યુ સી ઇટ્સ ઓલ અપ ટુ યુ(ઓ...)
યુ કેન બી બેટર ધેન યુ આર (ઓ...)
યુ ફૂડ બી સ્વિગિંગ ઓન અ સ્ટાર

ડૂ ડૂ ડૂ ડૂ ડૂ. ....
ડૂ ડૂ ડૂ ડૂ ડૂ ડૂ ડૂ ડૂ ડૂ......આ પહેલા પણ ઘણી વખત સ્ટેલા ઘરે આવતી તો, લતાના રૂમમાં ગ્રામોફોન પર ગીત મૂકી બંને નાચતા💃 .... તે લતાને ડાન્સ શીખવાડતી.


ક્રમશ........