Kamli - 9 in Gujarati Fiction Stories by Jayu Nagar books and stories PDF | કમલી - ભાગ 9

Featured Books
Categories
Share

કમલી - ભાગ 9

વાચક મિત્રો તમે આગળ જોયું તેમ સુરેશ અને પેરીઝાદ ની પહેલી મુલાકાત બંનેની ગાડી ટકરાવાથી કોલેજમાં થાય છે.. અને એમની દોસ્તી થાય છે આખી કોલેજમાં એક જ વાત એક હસીના દો દીવાને... ) હવે વાંચો આગળ....સુરેશ, પેરીઝાદ અને વિજય ત્રણે જણા આખો દિવસ કોલેજમાં સાથે રહેતા, સાથે લાઇબ્રેરીમાં બેસી વાંચતા, એમના વિષય પર ચર્ચા કરતાં. એકબીજાને ભણવામાં મદદ પણ કરતા. આમ કરતા ચાર મહિના પસાર થઈ ગયા.


પેરિઝાદ
ના પિતા બ્રિચ કેન્ડી ક્લબ, ધ વિલિંગડોન કલબ, ધ બોમ્બે જીમખાના, ગોલવાલા બાથ ઇન બ્લેક બે જેવી ક્લબમાં દારૂ સપ્લાય કરવાનું કામ કરતા હતા.. પેરિઝાદના પિતા પારસી અને માતા ક્રિસ્યન હતી.. જયારે તે બાર વર્ષની હતી ત્યારે તેના માતા-પિતાના ડિવોર્સ થઈ ગયા હતા.. એટલે તે એની મમ્મી સાથે ઇંગ્લેન્ડ જતી રહી હતી... પણ બે વર્ષ પછી તેની મમ્મી એ બીજા લગ્ન કરી લીધા એટલે મુંબઈ તેના પિતા પાસે પાછી આવી હતી.. તે તેના માતા પિતા નું એકમાત્ર સંતાન હતી. થોડી મોટી થઈ એટલે તેના પિતાએ થોડો ઘણો પૈસાનો વહેવાર તેને સોંપ્યો હતો.. ક્યારેક ક્યારેક તે તેના પિતા સાથે ક્લબમાં પણ જતી....એકવાર તેના પિતાને અચાનક એક કામ આવી ગયું હતું એટલે એમણે પેરિઝાદને કહ્યું આજે સાંજે કોલેજ છૂટ્યા પછી બ્રિચ કેન્ડી ક્લબમાં જઈને પૈસા લઈ આવજે ઘણા સમયથી બાકી છે. મેં ત્યાંના મેનેજરને વાત કરી દીધી છે.પિતા સાથે વાત કરી તે કૉલેજ જવા નીકળી ગઈ.આખો દિવસ કૉલેજ એટેન્ડ કર્યા પછી જ્યારે તે અને સુરેશ બંને પાર્કિંગમાં આવ્યા ત્યારે પેરિઝાદની ગાડીમાં પંચર હતું. હવે, ક્લબ માં કેવી રીતે જઈશ? તે મનમાં વિચારી રહી હતી.સુરેશ થોડો જલ્દીમાં હતો કેમકે, આજે વિજય કોલેજ નોહતો આવ્યો તેની તબિયત ઠીક ન હતી. પણ, પેરિઝાદની ગાડી ખરાબ હતી.સુરેશ મનમાં વિચારી રહ્યો હતો કે આને ઘર સુધી લિફ્ટ આપું પણ, આ શું વિચારશે.? એમ વિચારી તે કઈ બોલ્યો નહીં. પણ,થોડી વાર વિચાર કર્યા પછી પરિઝાાદે સુરેશ ને કહ્યું એક ફેવર કરીશ.? હા બોલ ને.?એમા કઈ પૂછવાનું થોડી હોય સુરેશે જવાબ આપ્યો એટલે તે બોલી આજે મારે ક્લબમાં જવાનું છે. બહુ વાર નહીં લાગે.આવીશ મારી સાથે.? અને પછી મને ઘરે છોડી દઈશ.? સુરેશના મનમાં તો લડડું ફૂટી રહ્યા હતા પણ પોતાના ચહેરા પરના ભાવ છુપાઈને તેની સાથે જવા માટે તૈયાર થયો....
સુરેશ કાર ડ્રાઇવ કરી રહ્યો હતો પેરિઝાદ પેસેન્જર સીટ પર બેઠી હતી... થોડો થોડો ધીમો ધીમો વરસાદ આવી રહ્યો હતો.... સુરેશ ગાડી ચલાવી રહ્યો હતો.. તો પેરિઝાદ પેહલા વરસાદ નો આનંદ માણી રહી હતી... તે ખુશ હતી... અને પોતાની અલગ જ દુનિયામાં આંખ બંધ કરી ને ગીત ગુનગુનાઇ રહી હતી....

આઈ એમ સિગિંગ ઈન ધ રેન.
જસ્ટ સિગિંગ ઇન ધ રેન,
વૉટ અ ગ્લોરિયસ ફીલિંગ,
આઇ એમ હેપી અગેન!
આઈ એમ લાફિંગ એટ કલાઉડ્સ
શો ડાર્ક અપ અબોવ,

ધ સન ઇસ ઇન માય હાર્ટ એન્ડ આઈ એમ રેડી ફોર લવ!
લેટ્સ ધ સ્ટ્રોમી કલોઉડ્સ ચેસ
એવરીવન ફ્રોમ ધ પ્લેસ,
કમ ઓન વિથ યોર રેન,
આઈ હેવ ગોટ અ સ્માઇલ ઓન માય ફેસ!
આઈ વિલ વોક ડાઉન ધ લેન
વિથ અ હેપ્પી રિફ્રેન્,
જસ્ટ સિગિંગ, સિગિંગ ઇન ધ રેન!

વાય એમ આઈ સ્માઈલિંગ એન્ડ વાય ડુ આઈ સીંગ?
વાય ડશ ડિસેમ્બર સીમ સની એસ સ્પ્રિંગ?
વાય ડુ આઈ ગેટ અપ ઈચ મોર્નિંગ તું સ્ટાર્ટ?
હેપ્પી એન્ડ હેડ-અપ વિથ જોય ઇન માય હાર્ટ?
વાય ઇસ ઈચ ન્યુ ટાસ્ક અ ટ્રાઇફલ ટુ ડુ?
બિકોઝ આઈ એમ લિવિંગ અ લાઇફ ફુલ ઓફ યુ!હેય, આઈ એમ સિગિંગ ઇન ધ રેન
જસ્ટ સિગિંગ ઇન ધ રેન
વોટ અ ગ્લોરિયસ ફીલિંગ,
આઈ એમ હેપી અગેન!
આઈ એમ લાફિંગ એટ કલાઉડ્સ,
સો ડાર્ક અપ અબોવ,

ધ સન ઇસ ઇન માય હાર્ટ એન્ડ આઈ એમ રેડી ફોર લવ!
લેટ્સ ધ સ્ટ્રોમી કલોઉડ્સ ચેસ
એવરીવન ફ્રોમ ધ પ્લેસ,
કમ ઓન વિથ યોર રેન,
આઈ હેવ ગોટ અ સ્માઇલ ઓન માય ફેસ!
આઈ વિલ વોક ડાઉન ધ લેન
વિથ અ હેપ્પી રિફ્રેન્,
જસ્ટ સિગિંગ, સિગિંગ ઇન ધ રેન!


સુરેશ વચ્ચે-વચ્ચે પેરિઝાદ તરફ જોઈ લેતો
હતો... તેનો માસૂમ ચેહરો આજે કઈ વધારે જ સુંદર અને પ્યારો લાગતો હતો.... પેહલી વાર કોઈ છોકરી તેની કારની આગળ ની સીટ પર તેની બાજુમાં બેઠી હતી....એકવાર તો તેને મન થઇ આવ્યું કે ગાડી રોકી ને એનો ચહેરો પોતાના હાથમાં લઈ ને તેને કહે યુ આર સો બ્યુટીફૂલ..... પણ, પાછળથી કોઈએ હોર્ન માર્યું એટલે તે પોતાના વિચારોમાંથી બહાર આવ્યો......


મેડમ, આપણે આવી ગયા છીએ, હવે આંખો ખોલો...... સુરેશ બોલ્યો ત્યારે પેરિઝાદ પોતાના વિચારોમાંથી બહાર આવી.... ગાડી પાર્ક કરી સુરેશ બોલ્યો તું અંદર જઇ આવ, હું અહી બહાર ઉભો છું...... ચાલની હવે અંદર હિસાબ કરવા જવાનું છે પંદર મિનિટમાં આવી જઈશું...... કહી પેરિઝાદ તેને અંદર લઈ ગઈ.... તો સુરેશ પણ માથું હા માં હલાવી તેની પાછળ દોરવાયો....