હા.. બોલ..એમાં પૂછવાનું થોડી હોય..?" પ્રારબ્ધએ થોડા નૉર્મલ થવાનો પ્રયત્ન કરતા બોલ્યો.
" જો હું તને કંઇક કહેવા માગું છું. મારી લાગણી કહેવા માગું છું જે હું અનુભવું છું. મને નથી ખબર તારા મનમાં શું છે..? તું શું વિચારે છે..? એટલે મારાથી કંઈ ખોટું બોલાઈ જાય તો પ્લીઝ તું ખોટું ના લગાડતો. અને આપણી દોસ્તી ના તોડતો. તને યોગ્ય ન લાગે તો આ વાત અહીં જ ભૂલી જઈશું પણ દોસ્તી તોડશું નહીં. ઓકે..!" ખચકાતા ખચકાતા પ્રકૃતિએ પ્રારબ્ધને બાંધ્યો.
સામે પ્રારબ્ધના ધબકારા વધી ગયા હતા.તેને થોડો અંદાજ તો આવી ગયો હતો. પણ તે પ્રકૃતિને પહેલા સાંભળવા માંગતો હતો. તેણે થોડો સ્વસ્થ થઈ કહ્યું, "મને તારી કોઈ જ વાત નું ખોટું નથી લાગતું. આઈ પ્રોમિસ, આપણી દોસ્તી ક્યારેય નહીં તૂટે."
પ્રકૃતિએ બેગમાંથી એક બોક્સ કાઢ્યું. જેમાં ચાંદીની રિંગ હતી. પ્રકૃતિએ ફિલ્મી સ્ટાઈલથી નીચે બેસી થોડા ગભરાતા સ્વરે કહ્યું, " I love you so much Prarbdh..! will you merry me..?"
પ્રકૃતિના આ અંદાજથી પ્રારબ્ધ ચકિત થઈ ગયો. તે ઊભો થઈ તેને પ્રકૃતિને ઊભી કરી અને કહ્યું, yes...I will..! I love you so much my dearest Prakruti..!" આટલું કહી પ્રારબ્ધએ પ્રકૃતિને ભેટી લીધી. બંનેની આંખોમાંથી આંસુ વરસે જતા હતા. બંનેના હોઠો પર અદ્દભુત મુસ્કાન હતી. પ્રારબ્ધ પ્રકૃતિને જોતો અને ફરી ભેટી પડતો. કેન્ટીનમાં બેઠેલા અન્ય લોકો આ દ્રશ્ય જોઈ ઊભા થઈ તાળીઓ પાડવા લાગ્યા. બંનેને શરમ આવતા તેઓ બેસી ગયા. ક્યાંય સુધી બંને મૌન રહ્યા. બે આત્માઓનું આ અનોખું મિલન હતું. થોડીઘણી વાતો કરી બંને છૂટા પડ્યા.
"આ તે કેવું મિલન પ્રભુ..! આજ પ્રેમનો એકરાર થયો ને આજથી જ જુદા થવાનું..?" ભગવાનને ફરિયાદ કરતો પ્રારબ્ધ ઘર તરફ ગયો.
* * * * *
પ્રકૃતિ વીલા મોઢે ઓફીસ ગઈ. સૌરભની હોસ્પિટલમાંથી તેને કંઈ પણ જાણવા ન મળ્યું.
"તે પ્રારબ્ધ જ હતો. મારુ મન કહે છે,તે પ્રારબ્ધ જ હતો. તો રજિસ્ટરમાં કેમ ...? તે પ્રારબ્ધ નથી તો તેના હાથમાં પ્રાતિ નામનું બ્રેસલેટ..? નહીં તે પ્રારબ્ધ જ હતો. હે પ્રભુ..! શું થઈ રહ્યું છે આ બધું..? આ પહેલીને કેમ કરી હું સુલજાવું...?" ઓફીસથી ઘરે જતાં જતાં તેને આવા જ વિચારો આવતા.
ઘરે પહોંચી પોતાના રોજિંદા કામો પતાવી તે બીજા માળે ગઈ. તેનું મન અતિશય વ્યાકુળ હતું. અભિષેક તેને નોટિસ કરતો હતો. પણ તેને પૂછવાને બદલે તેને થોડો સમય એકલી રાખવી જ તેને યોગ્ય લાગ્યું. ક્ષિપ્રા સાથે મસ્તી કરતાં કરતાં તે ક્ષિપ્રા સાથે સૂઈ ગયો. પ્રકૃતિ ખુલા આકાશને જોતાં જોતાં તેના ભુતકાળમાં ખોવાઈ ગઈ.
"હેલો પ્રારબ્ધ..! મારા પપ્પા મારા માટે છોકરો જોવા જવાના છે. તેઓ કહેતાં હતા કે ,' મારી ગુડિયા માટે તો હું જ છોકરો પસંદ કરીશ.જે ભણેલો તો હોય સાથે અમીર ખાનદાનનો પણ હોય.' શું કરશુ પ્રારબ્ધ..!" ફોન પર એકીટશે પ્રકૃતિ બોલી.
" તું ચિંતા કેમ કરે છે..? જો મેં CA ની પરીક્ષા આપી છે. પરમ દિવસ જ તેનું રિઝલ્ટ છે. પછી હું જ આવીશ તારા પપ્પા પાસે તારો હાથ માંગવા."
" પણ તેઓ આજે જ્યાં છોકરો જોવા જાય છે ત્યાં નક્કી કરીને આવશે તો..?"
" અરે ગાંડી, તને પૂછ્યા વગર થોડીને તે કંઈ નક્કી કરે..!"
" તેઓ એકવાર પોતાની જુબાની આપે પછી હટતા નથી. જો નક્કી કરી આવશે તો તેઓ મારી કોઈ વાત નહીં માને."
" એક કામ કર. આપણા વિશે તારા પપ્પાને વાત કરી દે. તો તેઓ .."
" પપ્પાને..? ના બાપરે..! મને સીધે સીધું પપ્પાને વાત કરતા શરમ પણ આવે ને બીક પણ લાગે"
" તો પછી તારા મમ્મીને વાત કરી રાખ. તો તેઓ હાલ નક્કી નહીં થવા દે. તેઓ તારા પપ્પાને કહી શકે."
" હા.. મારે બીજા કોઈ સાથે લગ્ન નથી કરવા પ્રારબ્ધ..!"
"અરે મારી પાઈનેપલની પિપરમેન્ટ..! આટલી ચિંતા ના કર. આપણા લગ્ન થઈને જ રહેશે." પ્રારબ્ધએ પ્રકૃતિને દિલાસો આપતા ફોન મુક્યો.
😊 મૌસમ😊