Chhappar Pagi - 74 books and stories free download online pdf in Gujarati

છપ્પર પગી - 74

છપ્પર પગી ( ૭૪ )
——————————
પ્રવિણભાઈ મીસ્ત્રીએ જે રકમ કહી તે ચૂકવી એ લોકો હવે પોતાનાં ઘરે જવા પરત ફરે છે.
રવીવારે વહેલી સવારે લક્ષ્મી પ્રવિણ અને પલ ને જોડે લઈ જઈ મહાલક્ષ્મીજી મંદીરે દર્શન કરી ચાલ પર પહોંચે છે.
નીચે કેટલાંક છોકરાઓ શેરીમાં ક્રિકેટ રમતા હોય છે, અચાનક જ મર્સીડીઝ બેન્ઝ કાર આવીને ઉભી એટલે છોકરાઓ ક્રિકેટ રમવાનું છોડી દઈ મોટે મોટે થી બુમો પાડવાનું ચાલુ કર્યું , ‘લક્ષ્મી ચાચી આઈ.. લક્ષ્મી ચાચી આઈ…’
લક્ષ્મીએ મોટી બેગમાં પચાસ જેટલી ડેરીમિલ્ક ચોકલેટ લીધી હતી તે છોકરાઓને આપી ને કહ્યું , ‘આપ સભી બચ્ચે આપસમેં બાટલો… ઔર ચિટીંગ નહીં સબકો સહી સહી બાંટ દેના..મે આપ લોગોંકે ઘર જાકે આતી હું. ઔર કોઈ ટેમ્પો આયે તો મુજે બુલાના..’ એમ કહી લક્ષ્મી ચાલમાં બધાને મળવા ઉપર જાય છે. લક્ષ્મી આમ તો લગભગ દર ચાર પાંચ મહીને એક વાર આવી જ જતી હોય છે.. દર દિવાળીએ ફટાકડા્ અને મિઠાઈ પણ પહોંચાડતી જ હતી પણ આ વખતે પહેલી વાર પલ અને પ્રવિણ જોડે આવી હતી.. તો ચાલમાં બધાએ પલ ને ખૂબ હેત થી બોલાવી અને લગભગ બધાએ પલ ને શુકન માટે કંઈ રોકડ રકમ આપી.. પલ ને તો આ આત્મિયતા ખૂબ જ સ્પર્શી ગઈ. થોડી વારમાં તો ટેમ્પો પણ આવી ગયો હતો એટલે એ લોકોએ દરેકને વ્યક્તિગત રીતે મળી મંદીર ભેંટ કર્યું … જ્યારે લક્ષ્મી ઘરે જવા પરત ફરતી હતી તો મોટાભાગના લોકો છેક નીચે સુધી આવીને વળાવવા આવ્યા હતા… જતાં જતાં પલે કહ્યું , ‘ હમારી ચાલમેં સે કીસી કો ભી જોબ ન હો ઔર કામ કરનાં હો તો કંપની ઓફિસ પર કભી ભી ભેજ દિજીએ.. કોઈ ના કોઈ જોબ તો લગ હી જાયેગી.. હમારી અપની કંપની હૈ, ઔર ચાલ ભી હમારી હી હૈ તો ઈતના તો મે કર હી શકતી હું નાં..!’
પલ ની આ વાત બધાને તો ખૂબ ગમી પણ લક્ષ્મી અને પ્રવિણને ખૂબ જ આનંદ થયો. ખાસ કરીને કાર માં બેઠા એ વખતે વિમલાતાઈ બોલ્યા હતા, ‘આખીર બેટી કિસકી હૈ… લક્ષ્મી જૈસી હી હોગી નાં… ઈતની પઢી લીખી ઔર ઈતની સુંદર , ફિરભી ન પૈસૈ કા અભિમાન ન રૂપ કા.. બિલકુલ લક્ષ્મી કી હી છાયા હૈ..! તે વાક્ય લક્ષ્મીએ સાંભળ્યું ત્યારે એને હૈયૈ બહુ ટાઢક વળી.
હવે જ્યારે ઘરે પહોંચે છે એટલે બે દિવસ કૂક આવવાની ન હતી તો પલે કહ્યું … ‘મા હું રસોઈ બનાવી દઉં .. તમે બન્ને સ્કૂલના ફંકશન બાબતે વાતો કરો .. રસોઈ તૈયાર થાય એટલે પછી જોડે જમીએ.’
પ્રવિણ અને લક્ષ્મીએ આગામી ૧૫ જૂન માટે વિગતે ચર્ચા કરી , સરપંચ અને બલવંતસિંહ જોડે ફોન પર વાત પર કરી લીધી. બલવંતસિંહે કહ્યુ, ‘ તમે બધા જ મારી વાડીએ જ આવજો.. બહુ મોટી જગ્યા છે, બધાનો સમાવેશ થઈ જશે. સ્વામીજી માટે પણ અલગ વ્યવસ્થા કરી છે. બન્ને સ્કૂલનું લોકાર્પણ કરીને સરપંચની વાડીએ બન્ને ગામના બધાં જ લોકોને જમવા માટે પણ આમંત્રણ અપાઈ ગયુ છે. લોકાર્પણ વખતે સ્વામીજીના પ્રવચન માટે પણ વ્યવસ્થા ગોઠવી છે..જેથી બધા લોકોને લાભ મળી શકે.’
બલવંતસિંહ આ પ્રસંગ માટે બહુ જ ઉત્સાહી હતા અને ખાસ તો ‘એક પરીવાર’ આ લોકાર્પણ વખતે અચૂક આવે જ તેવી ગોઠવણ પણ કરી જ હતી.. સરપંચે અને બલવંતસિંહે બન્ને ગામનાં આગેવાનોને મળી યુવાનોની એક ખાસ ટીમ પણ બનાવી દીધી હતી…અને ગામલોકોએ ભેગા મળીને બહારથી જે મહેમાનો આવે તેમનાં માટે એક સરપ્રાઈઝ પણ તૈયાર રાખ્યુ હતું… સરપંચે કોન્ફરન્સ કોલ દરમ્યાન થોડો ઈશારો થાય તેવી વાત પણ કાઢી હતી પણ બલવંતસિંહે એમની વાત વચ્ચે જ અટકાવી એ સસ્પેન્સ અકબંધ જ રખાવ્યુ હતુ.
એમનો ફોન પત્યો કે તરત પલ નો અવાજ રણક્યો… ‘મા બાપુ આવી જાઓ … ટેબલ પર પનીશમેંટ માટે લંચ તૈયાર છે..!’
પ્રવિણે કહ્યું , ‘દિકરીનાં હાથનું બનાવેલું ભોજન મા બાપ માટે પનીશમેંટ નહીં … અમૃત સમાન હોય … બેટા આ દિવસની તો હું કેટલાંયે વખતથી આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો.’
તેઓ ટેબલ પર ગોઠવાઈ જાય છે. પલ પોતાનાં હાથે બધાની ડીશ તૈયાર કરે છે.. પ્રવિણ પહેલો કોળીયો લેવા જાય છે તો તરત પલ રોકે છે.. ‘બાપુ પહેલો કોળીયો હું ખવડાવીશ…!’ પલે રોટલીનો એક ટૂકડો લઈ, ભરેલ રવૈયા રીંગણનું શાક જોડે લઈ પ્રવિણને ખવડાવે છે… એ ટેસ્ટ કરે એ પહેલાં તો પ્રવિણની આંખમાંથી બે અશ્રુ બિંદુઓ ટપકે છે.. લક્ષ્મીએ એ અશ્રુ બિંદુઓ જીલી લઈ બોલી, ‘બેટા કોઈપણ પિતા માટે આ ક્ષણ હંમેશા અવિસ્મરણિય હોય છે..તારા પપ્પાને આજે જે સંતોષ મળ્યો એ કદાચ તારી કંપનીની સફળતા કરતાં પણ વિશેષ હશે..’
‘બાપુ કહો ને પ્લીઝ… કેવી છે રસોઈ.. ભાવ્યું ?’
પ્રવિણે કોઈ શાબ્દિક પ્રતિભાવ આપવાને બદલે ઉભા થઈ પોતાની દિકરીને હ્રદયસરસી ચાંપી લીધી. પછી માંડ એટલું બોલ્યો, ‘બેટા આ કોળીયો હું ક્યારેય નહીં ભૂલી શકું..’
લક્ષ્મીએ એ દરમ્યાન ચાખ્યું હોય છે એટલે એમણે તરત કહ્યુ.. ‘માય સ્વીટહાર્ટ… યુ આર ફૂલ્લી પાસ.’
પલ ને રસોઈ માટે લક્ષ્મીનું પ્રમાણપત્ર મળ્યું એ પણ ઓથેન્ટિક.
પ્રવિણે કહ્યું , ‘લક્ષ્મી આ તે ક્યારે શીખવ્યું ? મને તો ખબર ન હતી..!’
‘ના રે.. ક્યારેય શિખવા નથી આવી પણ હું કોઈવાર રસોઈ કરતી હોય તો મને સતત હેરાન કરવા જોડે જ હોય.. મારું કામ વધારતી હોય.. પણ જોડે જોડે આટલું ઓબ્ઝર્વ કરતી હશે આ જાસુસ એવી તો મને પણ ખબર ન હતી.. ચાલો કંઈ તો શીખી લીધુ !’
‘એ માડી… કંઈ નહી હોં બીજુ ય ઘણું બધું આવડી ગયુ છે … તુ કૂક ને એક અઠવાડીયું આરામ આપી દે પછી જોજે.. કેટલું આવડે છે..!’
પછી ભરપેંટ ભોજન કરી, પ્રવિણ અને લક્ષ્મી આરામ કરે છે. પલ પોતાનુ લેપટોપ લઈ પોતાનાં કામે વળગે છે અને એ અવિસ્મરણિય દિવસ પુરો થાય છે.
બીજા દિવસે સોમવારે સવારથી બધા જ લોકો મુંબઈ આવવાનાં ચાલુ થઈ જાય છે. સાંજ સુધીમાં તો સ્વામીજી, વિશ્વાસરાવજી, બન્ને ડોકટર્સ કપલ, તેજલબેન, હિતેનભાઈ બધા જ મોટા શેઠ અને શેઠાણીના ઘરે એકત્ર થઈ જાય છે.
સ્વામીજીને મંગળવારે એક અંગત મુલાકાત મુંબઈમાં લેવાની હતી… તો તેમને અને વિશ્વાસરાવજીને લેવા એક કાર આવે છે એટલે એ લોકો એ ખાસ યજમાન ના ઘરે જાય છે અને રાત્રે પરત ફરવાના હતા. બાકી બધા જ લોકો રાત સુધી શેઠ અને શેઠાણીના ઘરે જ રોકાય છે. એ બધા જ લોકો એ રાત્રે વેનિટી બસમાં રાત મુસાફરી કરી ને બુધવારે સવારે વતનની ભૂમિ પર પહોંચી જાય છે.
બલવંતસિંહે અને બીજા કેટલાંક આગેવાનો સાથે કુંવારિકા બાળાઓ જે માથે કળશ મુકી સ્વાગત કરે છે.. ઢોલ નગારા અને શરણાઈની રમઝટ સાથે આ બધા મહેમાનો રંગેચંગે બલવંતસિંહના ફાર્મ પર પહોંચે છે..

ક્રમશઃ
લેખકઃ રાજેશ કારિયા