Darr Harpal - 1 books and stories free download online pdf in Gujarati

ડર હરપળ - 1


વસ્તુઓ હવામાં ઉડી રહી હતી. બધી જ બાજુ અંધારું અને અજીબો ગરીબ અવાજો આવી રહ્યાં હતાં. બહુ જ ડરનો માહોલ લાગી રહ્યો હતો. નરેશ એકદમ જ ફંગોળાઈ જ ગયો અને અધ્ધર થઈ ગયો. દીવાલ પર એને કોઈકે લટકાઈ જ ના દીધો હોય એવું લાગી રહ્યું હતું. એની અંદર થી અજીબ અવાજ આવી રહ્યો હતો -

"કેમ, મને મારી નાખેલી, મેં શું બગાડેલું તમારું!" રૂમમાં રહેલાં બધાં જ ખૂબ જ ગભરાઈ ગયા હતાં. પાછલા સમયમાં જે ઘટનાઓ ઘટી હતી, એનું કારણ આજે સાફ સાફ બધાં જ જોઈ રહ્યાં હતાં.

🔵🔵🔵🔵🔵

"નેહા, નેહા, શું થયું? શું થાય છે તને?!" પ્રભાસ એને પૂછે એ પહેલાં એ ચક્કર ખાઈને પડી જાય છે. એણે એકદમ જ ખૂનની વામીટ થઈ રહી હતી. ઘરનાં બધાં જ ખૂબ જ ડરી જાય છે અને હોસ્પિટલમાં ડોકટર પણ એને મૃત જાહેર કરે છે.

યુવાન છોકરીને આમ એદકમ જ શું થઈ શકે છે?! અરે હમણાં સવારે તો બધાં સાથે આમ મસ્ત જમી પણ હતી તો આમ અચાનક જ શું થયું હતું. સૌ કોઈ, પાડોશીઓ, રિશ્તેદાર બધાં આ જ વાત કરી રહ્યાં હતાં. એણે કોઈ જ કારણ નહોતું મોતનું, તો પણ એને આમ અચાનક જ શું થઈ ગયું હતું. ડોકટર કહેતાં હતાં કે એને પેટમાં ઘા મળ્યાં છે કે જે આમ અંદર તો કોઈ જઈને કરે નહિ! ખુદ ડોક્ટર પણ આશ્ચર્યમાં હતાં! એણે પણ આવો કેસ પહેલાં જ જોયો હતો.

કોઈ નહિ જાણી શક્યું કે નેહા ને આવી રીતે કોને અને શા માટે મારી હતી. બસ એના બોયફ્રેન્ડ પ્રભાસ ને થોડો ડર લાગી રહ્યો હતો. એ કઈક વિચારી રહ્યો હતો.

એ ખરેખર ખૂબ જ ગભરાઈ ગયો હતો અને એને તુરંત જ પરાગને કોલ કરી દીધો. પરાગે જ એને કહ્યું કે જીત હવે દુનિયામાં નહિ રહ્યો. અને એનું કારણ અને એની ઘટના સાંભળીને તો પોતે પ્રભાસ પણ બહુ જ ગભરાઈ ગયો.

પરાગે એને કહેવા માંડ્યું -

જીત અચાનક જ એક દિવસ કોઈ સૂમસામ રસ્તા પર પડેલો જોવા મળ્યો હતો. ગાડી પર કોઈ જ એક્સિડન્ટ નાં નિશાન પણ નહોતા. ઈવન, કોઈ એવી વસ્તુ પણ નહોતી કે જેનાથી એને મારવામાં આવ્યો હોય. એના પોસ્ટ મોર્ટમ માં પણ એ જ જાણવા મળ્યું હતું કે એને ઇન્ટરનલ બ્લિડિંગ થઈ હતી અને પેટની અંદરનાં ઘા હતાં. ડોક્ટર ત્યારે પણ મૂંઝવણમાં હતાં. કે જ્યારે કોઈ એ એને માર્યો જ નહિ તો આમ એકદમ અચાનક જ એ બંનેને શું થયું હતું. પણ આ તો ખાલી શુરુઆત જ હતી. એ પછી તો આવી જ વિવિધ ઘટનાઓ ઘટવા પણ લાગી હતી. અને એ ઘટનાઓ એ વ્યક્તિઓ સાથે જ ઘટતી કે જે લોકો નેહા, પ્રભાસ, જીત અને પરાગનાં જ મિત્રો હતાં. અને એમનામાંથી જે પ્રભાસ સાથે થયું એ તો સૌથી વધારે જ ભયાનક અને ડરવાનું હતું.

હમણાં પણ જો એને યાદ કરી લો તો સૌને કંપારી આવી જતી. આખરે કોણ આ કરે છે અને કેવી રીતે?! કારણ શું હતું?! આમ આટલાં બધાં લોકોને મારીને એને શું મળવાનું હતું?!

વધુ આવતા અંકે..

એપિસોડ 2માં જોશો: બાકીનાં બધાં જ એના થી વધારે જ ગભરાઈ ગયાં હતાં. પરાગ તો બહુ જ વધારે જ ગભરાઈ ગયો હતો. પણ શું કરવાનું કર્મ જેવું કર્યું હોય એના ફળથી આખરે કોણ ભાગી શક્યું છે?!

હવે વારો એક બસ પરાગનો જ બાકી હતો. હવે એની સાથે પણ કઈક આવું ના બને તો સારું, બધાં જ એવો જ વિચાર કરી રહ્યાં હતાં.