mahamari in Gujarati Moral Stories by Bindu books and stories PDF | મહામારી

The Author
Featured Books
  • હું તારી યાદમાં 2 - (ભાગ-૪૩)

    હું ઓફિસમાં દાખલ થઈ ચૂક્યો હતો અને અચાનક મારા મોબાઈલમાં વંશિ...

  • Book Blueprint by IMTB

    કોઈપણ BOOK લખવા માટે જરૂરી બધાં પાસાંઆઈડિયા થી લઈને વાચકમાં...

  • એકાંત - 91

    "આપણાં છુટાછેડા થઈ જાય પછી હું બીજાં મેરેજ કરું કે ના કરું પ...

  • સ્નેહ ની ઝલક - 13

    શહેરની ભીડમાં ઘણી વાર માણસ સૌથી વધુ એકલો હોય છે. રસ્તાઓ પર લ...

  • THE GAME CHANGER - 1

    THE GAME CHANGERSHAKUNI: A TALE OF UNTOLD REVENGEઅધ્યાય ૧: ગ...

Categories
Share

મહામારી

મહામારી....
-Bindu Anurag
       આ મહિને કેટલા ના ભાડા બાકી છે એવું રમેશભાઈ પોતાના હિસાબની ડાયરીમાં ચકાસતા હતા અને વિચારતા હતા કે શું છે બાકી છે એ લોકો મને ભાડાના પૈસા ચૂકવશે કે નહીં અને જો નહીં ચૂકવે તો હું શું કરીશ આમ કંઈક મથામણમાં પોતે મૂંઝવણ અનુભવતા હોય એવું એમને લાગતું હતું....
         રમેશભાઈ એટલે એક સ્કૂલ રિક્ષા ડ્રાઇવર .. રમેશભાઈ  શાંતિથી સ્વાભિમાનથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા કોઈપણ જાતની કુટેવો ધરાવતા હતા અને ખૂબ જ સરળ અને સ્વાભિમાની વ્યક્તિ ... ઘણા ખરા વાલીઓ શરૂઆતમાં જ છ માસ નું ભાડું આપી દેતા તો ઘણા દર માસ દરમિયાન ભાડું ચૂકવતાં તો ઘણા વળી મહિનાના પંદર દિવસે અથવા તો મહિનો પૂરો થવા આવે ત્યારે પણ રમેશભાઈ કોઈ દિવસ કોઈ વાલી સાથે ક્યારેય ગેરવર્તણુંક ન કરતા તે પોતાની ઘરની બાજુમાં આવેલા જ ઠાકોરજી ના મંદિરે રોજ પૂજા આરતી કરતી વખતે બસ એક જ પ્રાર્થના કરતા કે હે ઠાકોરજી મારી કમાણીમાં બરકત દે જે
         રમેશભાઈ ના હાથમાં ચાનો કપ આપતા તેના પત્ની રસીલા બેન તેમને કહે છે કે આ વર્ષના મસાલા અનાજ કઠોળ માટે પણ તમારે મને થોડા હાથ ખર્ચ માટે વધારે પૈસા ચૂકવવાના રહેશે. રમેશભાઈના કુટુંબમાં તેમના પત્ની રસીલા અને બે બાળકો એક પુત્ર અને પુત્રી. બંને બાળકોને પ્રાઇવેટ શાળામાં ભણાવતા હોવાથી ઘર ખર્ચ કરતા કરતા માંડ માંડ બંને બાળકોને ભણાવી શકતા પરંતુ કોઈ દિવસ રમેશભાઈ એવી ચિંતા ન કરતા કારણ કે તેમને મન તો બસ ઠાકોરજી જ બધું પૂરું કરી દેતા પણ આ વર્ષે કોણ જાણે ક્યાંથી આ મહામારી આવી અને સદંતર બધું જ બંધ કરી દેવાથી તે મોટી ઉપાધી માં સરી પડ્યાં તે વિચારતા હતા કે હવે હું શું કરું કારણકે ઘરમાં અનાજ પણ પૂર્ણ થવા આવ્યું હતું.
        દર વર્ષે તો રમેશભાઈ માર્ચ મહિનાના ઉઘરાણીના પૈસા રસીલાબેન ના હાથમાં સોંપી દેતા જેથી કરીને આખા વરસ ના અથાણા વેફર અનાજ કઠોળ એ દરેક ચીજવસ્તુમાં તેમનો હાથ મોકળો રહે... પણ આ વર્ષની આ મહામારીએ તો આખા વર્ષના બદલે આવતા માસના અનાજની પણ ઉપાધિ વધારી...
હજુ તો તે કોઈ વાલીઓ પાસેથી પૈસા ઉઘરાવી પણ નહોતા શક્યા અને મહામારી ના કારણે સજ્જડ બંધનો એલાન સરકાર તરફથી કરી દેવામાં આવે છે હવે તે લોકો એક જ ચિંતામાં હતા ક્યા થી પૈસા એકઠા કરવા કારણકે જે વાલીઓને ફોન કરે તે તોછડાઈથી ના જ પાડી દેતા..
        રમેશભાઈ ખૂબ જ મૂંઝવણમાં મુકાઈ જાય છે બાજુમાં આવેલા ઠાકોરજી ના મંદિર પાસે બેસી જઈને મનોમન એક જ પ્રાર્થના કરે છે હે હે ઠાકોરજી અત્યાર સુધી ક્યારેય કોઈ પાસે હાથ લાંબો નથી કર્યો તું આ કેવી પરીક્ષા મારી લઈ રહ્યો છે... હવે હું શું કરું જ્યાં પણ પૈસા માટે ફોન કરું છું તો ત્યાંથી વળતો જવાબ ના જ આવે છે... એવી મૂંઝવણ માં હજુ એ વિચારતા હતા ત્યાં જ ઠાકોરજીના મંદિર પાસેથી ચંપાબહેન નીકળે છે જે રોજ રમેશભાઈને આરતી સમયે મળતા હોય છે અને માત્ર જેસી ક્રસ્ના નો સંબંધ હોય છે પણ આજે કોણ જાણે ચંપાબેન અનાયાસે જ રમેશભાઈ ને પૂછે છે કે ભાઈ કેમ મૂંઝવણમાં હોય એવું લાગે છે અને રમેશભાઈની આંખો ના ખૂણા ભીના થઇ જાય છે ચંપાબેન આટલામાં જ ઘણું ખરું સમજી જાય છે પોતાના પાકીટમાંથી જે કાંઈ રોકડા રૂપિયા હોય છે તે આપી અને જે શ્રીકૃષ્ણ કરીને ત્યાંથી નીકળવા માંડે છે ત્યારે રમેશભાઈ કહે છે કે બેન ટૂંક સમયમાં જ આ પૈસા તમને ચૂકવી દઈશ ત્યારે ચંપાબેન માત્ર એટલું જ કહે છે કે ભાઈ જ્યારે તમારી પાસે સગવડ હોય ક્યારે જે લોકોની જરૂર હોય તેને ચૂકવી દેજો "જય શ્રી કૃષ્ણ"...
(આ વર્ષની આ મહામારી ન જાણે કેટલાય એવા માણસોની આકરી પરીક્ષા લઇ રહી છે કે જે લોકો રોજ રોજનું કમાતા તેઓ નથી કોઈ પાસે હાથ ફેલાવી શકતા કે નથી કોઈ પાસે માગી શકતા...
      ઘણા સમય પહેલાની લખેલી આ સ્ટોરી છે સમયના અભાવના કારણે .... ક્યારેક મનમાં વિચાર આવે છે કે આ મહામારી કરતા ભૂખમરાથી માણસો વધારે મૃત્યુ પામશે...🙏 જય શ્રી કૃષ્ણ 🙏