Bungalow No. 313 - Part-3 books and stories free download online pdf in Gujarati

બંગલો નંબર ૩૧૩- ભાગ-૩

નામ – ગોકાણી ભાવીશાબેન રૂપેશકુમાર

Email id

brgokani@gmail.com

……….બંગલા નં 313………… ભાગ : 3 વિષય : નવલકથા

પ્રકરણ : 5 બંગલો શુકનિયાળ કે અપશુકનિયાળ

પ્રકરણ : 6 સગાઇવિધિ

પ્રકરણ : 5બંગલો શુકનિયાળ કે અપશુકનિયાળ

“wow awesome,ખુબ સુંદર!!! કેટલુ સુંદર ઘર છે.આંખો ઠરી જાય છે આ ઘરને જોઇને.” બંગલો જોવા આવેલ હેતલે પ્રવેશ કરતા કહ્યુ. ”હા હેતલ અદભૂત સૌંદર્ય છે.જોતા જ મન ભરાય જાય છે.” પાર્થવી એ પણ સાથ પુરાવ્યો.

ઋતુએ પોતાનો કેમેરો કાઢીને ચારે તરફથી ફોટો પાડવા લાગ્યો. “પારેખ અંકલ હવે તો સમજી શકો છો ને કે પપ્પા શા માટે આ બંગલો ખરીદવા માંગતા હતા?” વૈદિકે કહ્યુ.

“હા,વૈદિક આવો સુંદર બંગલો કોઇ પણનુ સ્વપ્ન બની શકે છે.એમા પણ નિસર્ગ તો પાછો પ્રક્રુતિનો જીવ.તેનુ મન આ ખરીદવા ન લલચાય એવુ બને જ નહી.” પારેખ અંકલે કહ્યુ.આજે સોમવારે વૈદિક,ઋતુ,પાર્થવી,હેતલ પારેખ અંકલ તથા તેમના પત્ની દિવ્યાબેન બંગલો જોવા આવ્યા હતા.બધા બંગલાનુ સૌંદર્ય જોઇને મંત્રમુગ્ધ બની ગયા હતા.ચોકીદાર આવ્યો અને ચાવી આપી ગયો.વૈદિકે સવારે જ ચોકીદારને ફોન કરી ચાવી મંગાવી લીધી હતી.બંગલાના માલીક તો મુંબઇ રહેતા હતા પરંતુ બંગલાની ડુપ્લીકેટ ચાવી તેના બરોડા રહેતા મિત્ર અજય ભટ્ટના ઘરે રાખી હતી જેથી કોઇ ખરીદનાર ને બંગલો જોવો હોય તો જોઇ શકે આથી ચોકીદાર અજય ભટ્ટ પાસેથી ચાવી લઇ આપી ગયો.

બંગલામાં પ્રવેશતા એક મોટો હોલ હતો.જેને જોતા જ આખા બંગલાની સુંદરતાનો અંદાજો કાઢી શકાય એમ હતુ.એક મોટો વિશાળ હોલ જેમા આરામથી એક મોટી પાર્ટી યોજી શકાય તેમ હતુ.વળી હોલને પણ સુંદર રીતે સજાવેલો હતો.જોનારા નજર જ ન હટાવી શકે એવુ સુંદર મજાનુ રાચરચીલુ, બેનમુન પેન્ટિગ્સ, અદભુત ઝુમરો જેવી અનેક કલામત્ક વસ્તુઓ દ્વારા એવી રીતે બંગલાની શોભા વધારવામાં આવી હતી કે સુંદરતાના વર્ણન માટે શબ્દો જ ખુટી જાય. બાકીના રૂમો, કીચન, બેડરૂમો, થિયેટર, પાર્કિગ વગેરેને પણ સુંદર રીતે ઓપ આપવામાં આવ્યો હતો.જોનારાને એક નજરથી બંગલો ખરીદવાની ઇચ્છા થઇ જાય.એવી સુંદરતા હતી.બંગલાની પાછળ તરફ સુંદર બગીચો અને આગળ બાજુએ પાર્કિગની વ્યવસ્થા રાખવામાં આવી હતી.

બગીચાથી એક બાજુ બાળકો માટેનુ ક્રિડાગણ બનાવવામાં આવ્યુ હતુ અને બીજી તરફ 3ડી હોલ બનાવ્યો હતો.બંગલાની બહારની દિવાલમાં સુંદર કોતરણી કરેલી હતી.પહેલે માળે એક પુજારૂમ બનાવવામાં આવ્યો હતો.જેમાં આખી રામાયણના પ્રસંગોના સુંદર ચિત્રો દોરેલા હતા.સુંદર મજાનુ કલાત્મક મંદિર પણ બનાવેલુ હતુ. બંગલાની અદભુત સુંદરતા માણતા માણતા રાત્રિ ક્યારે પડી ગઇ કોઇને ખ્યાલ પણ ના રહ્યો.બપોરના ભોજનની ચોકીદારે વ્યવસ્થા કરી આપી હતી.હવે અંધારુ થતા પારેખ અંકલે કહ્યુ, “ચાલો બાળકો આપણે બધા હવે ઘરે જઇએ.અંધારુ થવા લાગ્યુ છે ને આપણા ઘર પણ અહીથી દુર છે.” “હા,અંકલ અને આન્ટી તમે પણ અમારા ઘરે ચાલો.સાથે ડીનર લઇશુ અને ચર્ચા કરીશુ” પાર્થવીએ કહ્યુ ડો.પારેખને કોઇ સંતાન હતુ નહી.બંને પતિ-પત્ની એકલા રહેતા હતા.અને તેમની પત્ની સમાજ કલ્યાણ માટેની સંસ્થા ચલાવતા હતા.આથી ઘરે કોઇ હતુ નહી માટે પાર્થવીએ આમંત્રણ આપ્યુ. “શ્યોર, પાર્થવી આજે તમારા ઘરે સાથે ડિનર લઇશુ.તમે પણ અમારા જ સંતાનો છો.અને સંતાનના ઘરે મા-બાપને આમંત્રણની જરૂર ન હોય.તે ન કહ્યુ હોત તો પણ આપણે અમે આજે આવવાના જ હતા.”દિવ્યા આન્ટીએ હક્કપૂર્વક કહ્યુ

“તો અંકલ અમારી સાથે જ રહેવા આવતા રહો ને અમને એકલવાયુ ન લાગે” વૈદિકે ભાવુક થઇને કહ્યુ “હા, બેટા હવે આ નવા બંગલામાં આપણે બધા સાથે શિફટ થઇશુ”ડો.પારેખે જવાબ આપ્યો “શ્યોર અંકલ ચાલો હવે બહુ મોડુ થશે”ઋતુએ કહ્યુ

“ચાલો તમે તમારી કારમાં નીકળો અમે અમારી કાર લઇ પાછળ આવીએ છીએ”પારેખ અંકલે કહ્યુ

વૈદિક,ઋતુ, પાર્થવી અને હેતલ તેમની ગાડીમાં ગયા અને ડો.પારેખ અને તેના પત્ની પોતાની કારમાં આવ્યા.બંગલો ગામની બહાર હતો તેથી તેમના ઘરથી અંતર વધારે હતુ.છતાંય બંને ગાડી ધીમે ધીમે ઘર તરફ જવા લાગી. ડો.પારેખની ગેરહાજરી છતાંય રસ્તામાં વૈદિકે પુછયુ, “હવે બધાનો મત શું છે? બંગલો ખરીદવો જ છે ને?

ભાઇ અમે બધા તમારી સાથે જ છીએ.પરંતુ હેતલ જરાક મૂંઝાય છે”ઋતુ એ જવાબ આપતા કહ્યુ “હેતલ ખોટા વિચાર ન કરવા જોઇએ.શાંત થઇને વિચારજે.ખોટી અંધશ્રધ્ધામાં આપણે ન પડવુ જોઇએ” વૈદિકે હેતલને સમજાવવાનો પ્રયત્ન કર્યો. “ભાઇ હુ ખોટી અંધશ્રધ્ધામાં ફસાતી નથી પરંતુ અમે બંને બહેનો તો કાલે સવારે સાસરે જતી રહેશું.મને તમારી બંને ભાઇઓની ચિંતા થાય છે.”હેતલે જવાબ આપ્યો “હેતલ ચિંતા જેવુ કશું જ નથી.છતાંય પારેખ અંકલ આપણા ઘરે આવે જ છે.ડીનર પર ચર્ચા કરી નિર્ણય લઇશુ” વૈદિકે કહ્યુધીમી ગતિએ ચાલતી કાર રાત્રિના 8:20 કલાકે ઘરે પહોંચી ગઇ હર્ષલકાકા રસોઇ બનાવી બધાની રાહ જોતા બેઠા હતા.બધા ખુશખુશાલ થતા ઘરે પહોંચી આવ્યા.એ જોઇ કાકાને પણ ખુશી થઇ.અંદર હજી પહોંચ્યા જ ત્યાં પારેખ અંકલ અને આન્ટી પણ પહોંચી ગયા.બધાને કકડીને ભુખ લાગી હતી.આથી સીધા બધા ડાઇનિંગ ટેબલ પર ગોઠવાઇ ગયા.

હર્ષલકાકાએ પીરસતા પીરસતા કહ્યુ કે એક ખુશખબર છે.બધા સાંભળો.હર્ષલકાકાની વાત સાંભળીને ચમકીને બધા હર્ષલકાકા સામે જોવા લાગ્યા. “જલ્દી બોલો કાકા આજે બધા બંગલો જોઇને એકદમ ખુશ છે.ખુશીના દિવસમાં એક વધારે ખુશીના સમાચાર ભેળવી દઇએ” વૈદિકે કહ્યુ “હા,મારાથી પણ હવે ખુશી ખમાતી નથી.આથી અત્યારે જ કહી દઉં. “ઋતુ દિકરા માટે એક સરસ ઘરમાંથી માંગુ આવ્યુ છે.” “વાઉ, સરસ કાકા ક્યાંથી માંગુ આવ્યુ છે? કોણ છે? છોકરી શું કરે છે? દિવ્યેશ અંકલે એકસાથે બધા સવાલો પૂછી નાખ્યા “મારો ભાઇ સુરતમાં કામ કરે છે તેના માલિકની દીકરી છે.તેનુ નામ ગીતા છે.દેખાવે ખુબ જ સુંદર અને આકર્ષક છે.સ્વભાવે માયાળુ અને અભ્યાસે તેજસ્વી છે.બી.એ. સુધીનો અભ્યાસ કર્યો છે અને તેને હરવા-ફરવાનો શોખ છે.તેમજ જુદી જુદી જગ્યા વિશે માહિતી એકઠી કરીને તેના વિશે પુસ્તકો લખે છે.તેમા ફોટોગ્રાફરનો સાથ મળી જાય તો ચાર ચાંદ લાગી જાય” “વાહ, સરસ સમાચાર બાયોડેટા મંગાવી આપજો અને ઋતુની બાયોડેટા મોકલાવી દેજો પછી મળવાની તારીખ નક્કી કરીશુ.બરોબરને ઋતુ” પારેખ અંકલે કહ્યુ “તમે મોટા નક્કી કરો તે યોગ્ય” ઋતુએ કહ્યુ “ બાય ધ વે મારી પાસે પણ આવા જ સરસ ખુશીના સમાચાર છે.આપણી પાર્થવી દીકરી માટે લંડનથી માંગુ આવ્યુ છે.દિવ્યાનો કઝીન છે.લંડનમાં મેડીકલ કોલેજનો ડીન છે.વિશાલ નામ છે” પારેખ અંકલે કહ્યુ

“વાહ ખુબ જ સરસ આજનો દિવસ ખુબ જ સારો છે.આટલા સારા દિવસે હુ પણ તમને એક ખુશખબર આપવા માંગુ છે” વૈદિકે એકદમ ખુશ થઇને કહ્યુ

“wow……ખુશી પે ખુશી,ખુશી પે ખુશી.......ઇતની ખુશી અબ બરદાસ્ત નહી હોતી ભાય” હેતલ વચમા બોલી.“હા આજે તો ખુશીનો ઓવરડોઝ થાય છે.એમા પણ વૈદિક તુ પણ સમાચાર આપી જ દે.” દિવ્યા આંટી એ કહ્યુ.“મે પણ મારી જીવંસંગીની શોધી લીધી છે.મારી સાથે જ કોલેજમાં અભ્યાસ કરતી હતી તે દિપીકાને હુ કોલેજકાળથી જ પ્રેમ કરુ છુ,અને તે પણ મને ખુબ પ્રેમ કરે છે.અમે બન્ને એ કેરિયર સેટ થયા બાદ લગ્ન કરવાનુ નક્કી કર્યુ હતુ.આજે જ્યારે અમારા કેરિયર સેટ થઇ ગયા છે ત્યારે અને આજે આ વાત ચાલે છે તો હુ તમને કહુ છુ કે હુ દિપીકા સાથે લગ્ન કરવા માંગુ છુ” વૈદિક વાત કરતા કરતા શરમાઇ ગયો.“વાહ વૈદિક ભાઇ,તમે તો છુપા રુસ્તમ નીકળ્યા.”હેતલે વૈદિકની ટીખળ કરતા કહ્યુ.“હવે હેતલ તુ જ બાકી છે,તે કોઇને શોધી લીધો તો નથી ને? કાંઇ હોય તો જરા પણ શરમાયા વિના કહી દેજે સાથે જ બધાનુ ગોઠવાઇ જાય.”પારેખ અંકલે પુછ્યુ.“અરે ના અંકલ,હુ કાઇ વૈદિક ભાઇ જેવી છુપી રુસ્તમ નથી.”હેતલે કહ્યુ.“હુ તો બધાને નગારા વગાડીને કહીશ પણ કોઇ મળવો તો જોઇએ ને.....” હેતલે કહ્યુ અને બધા હસવા લાગ્યા.“ચુપ થા ઢેફલી,બહુ આવી નગારા વગાડવા વાળી.”વૈદિકે પણ ટીખળ કરતા કહ્યુ.“જાવા દે જાવા,હુ ઢેફલી નથી હો ભાઇ,” હેતલે કહ્યુ.“મારા માટે તો તુ હંમેશા ઢેફલી જેવી મીઠી મધુરી જ રહેવાની છો” વૈદિકે કહ્યુ.“જો તો ઋતુ કેવો શરમાય છે” પારેખ અંકલે કહ્યુ.“એ તો ભાભી ના સ્વપ્નમા ખોવાઇ ગયો લાગે છે.” હેતલે કહ્યુ.“બંધ થા ચિબાવલી,હુ કોઇના સ્વપ્નમા ખોવાણો નહી.અંકલ હુ શરમાતો નથી પણ આટલી બધી ખુશીમા હુ તો વિચારે ચડી ગયો છુ.” ઋતુ એ જવાબ આપ્યો.“શુ વિચાર ઋતુ?” દિવ્યા આંટી એ પુછ્યુ.“કઇ નહી આન્ટી,બસ મમ્મી-પાપાની યાદ આવી ગઇ.આજે તેઓ જો આપણી સાથે હોત તો ખુશીથી ઉછળી પડત.” ઋતુની આંખ વાત કરતા કરતા ભીની થઇ ગઇ“થોડી વાર શાંતી છવાઇ ગઇ.બધાની આંખના ખુણા ભીના થઇ ગયા ત્યાં પારેખ અંકલ બોલ્યા, “હવે બધા આ ખુશી ના માહોલ મા આમ ઉદાસ ન થાઓ.નિસર્ગ અને વિશ્વાબેન ભલે આપણી વચ્ચે નથી.પરંતુ તે જ્યા છે ત્યાં રહીને પણ આ ખુશીના સમાચારથી તેઓ ખુશ જ હશે.હવે તમે બધા ઉદાસ બની ને તેમને પણ ઉદાસ ન કરો.બધા જમવાનુ શરુ કરો ભોજન ઠંડુ થાય છે.“હા બધા જમી લો.હર્ષલકાકા એ પણ કહ્યુ.ખુશીના સમાચાર વચ્ચે બંગલાની ચર્ચા તો ભુલાઇ જ ગઇ.બીજા પંદર દિવસ આવેલ વાતની તપાસમાં અને ખુશીમાં જતા રહ્યા.બંગલા વિશે તો બધા ભુલી જ ગયા.એક દિવસ ઓચિંતો બંગલાના માલિક વર્માનો ફોન આવ્યો ત્યારે ફરીથી બધાને વાત યાદ આવી ગઇ.બંગલો જોવા ગયાના દિવસે જ શુભ સમાચાર મળતા બધા અપશુકન ની વાત વિસરી ગયા.“ફોન પર બંગલાના માલિક વર્માએ જણાવ્યુ કે થોડા કાનુની કાગળની વિધી કરવાની છે,એ વિધી પુર્ણ કર્યા બાદ દસ્તાવેજ બનાવી આપવામા આવશે એવુ ડો. મહેતા સાથે નક્કી થયુ હતુ.ડીલ ફાઇનલનો જવાબ આપવાનો બાકી હતો.ડીલ ફાઇનલ કર્યા સાથે જ એક કરોડ આપવાના હતા.વૈદિકે વર્માને કહુ કે બે-ત્રણ દિવસમા નક્કી કરી તે જવાબ આપશે.વૈદિકને હવે ખાત્રી હતી કે ડીલ ફાઇનલ થઇ જશે.વૈદિક આજકાલ ખુબ ખુશ રહેતો હતો.એક તો તેની પ્રેમિકા કે જેને તે દિલોજાન થી ચાહતો હતો તે તેની જીવનસંગીની બનવાની હતી અને બીજી બાજુ પિતાજીનુ સ્વપ્ન પણ પુરુ થવા લાગ્યુ હતુ.બંગલાની કુલ કિંમત ત્રણ કરોડ હતી તેમાથી એક કરોડ ડીલ ફાઇનલ થયા વખતે આપવાના હતા.

વૈદિક માટે પૈસાની ખાસ કંઇ ચિંતા ન હતી.પિતાજી એ બધાને પ્રેમથી ભણાવ્યા અને ઉછેર્યા.સાથે બધા બાળકો માટે સારી એવી બચત કરી યોગ્ય રોકાણ કર્યુ હતુ. અને સાથે કુટુબના નામે પણ સારી એવી બચત તેમજ મિલકતો હતી.હવે માત્ર બધા સાથે ચર્ચા કરીને વર્માને જવાબ આપવાનો હતો.વૈદિકે નક્કી કર્યું કે આજે જ તે બધા સાથે મળીને નિર્ણય લઇ લેશે. રાતે બધાએ મળી બંગલાની ડીલ ફાઇનલ કરવાનુ નક્કી કર્યું.બંગલો જોયા બાદ અને ખુશીના દિવસો વચ્ચે હવે કોઇના મનમાં શંકા રહી ન હતી.હેતલને પણ બધાએ સમજાવી આથી તેને પણ કોઇ શંકા ન હતી.બીજે દિવસે વૈદિકે વર્માને ફોન કરી ડીલ ફાઇનલ કરીને દસ દિવસ બાદ પૈસા ચુકવવાનુ નક્કી કર્યું.બંગલાની ખરીદી નક્કી થઇ જવાથી વૈદિકને ખુબ જ ખુશી થઇ. પાર્થવી માટે આવેલુ માગુ એકદમ યોગ્ય હતુ.વિશાલ તેના માતા-પિતા સાથે લંડન રહેતો હતો.મૂળ તેઓ રાજકોટના હતા.અત્યારે તે મેડીકલ કોલેજનો ડીન હતો.પાર્થવી પણ મેડીકલ કોલેજની ડીન જ હતી.વિશાલ અને પાર્થવીએ એકબીજાને પસંદ કરી લીધા હતા. ઋતુ અને ગીતાનુ પણ નક્કી થઇ ગયું.બંનેએ પણ એકબીજાને પસંદ કરી લીધા.હવે બધાને ચિંતા માત્ર હેતલની જ હતી.હેતલનુ ગોઠવાય જાય તો ચારેય ભાઇ બહેનોની સગાઇ સાથે થઇ શકે. વિશાલે એક દિવસ પારેખ અંકલને હેતલ માટે પોતાના ફ્રેન્ડની વાત કરી.વિશાલનો ફ્રેન્ડ દિપેન કલકત્તામાં રહેતો હતો.મૂળ ગુજરાતી એવો દિપેન લંડન ભણવા ગયો ત્યારે તેની મુલાકાત વિશાલ સાથે થઇ હતી.દિપેનને પણ ન્રુત્યનો શોખ હતો.આથી તેની વાત હેતલ માટે વિશાલે કરી. પારેખ અંકલે કલકત્તા તપાસ કરતા તેમનો પરિવાર એકદમ યોગ્ય હતો.આથી દિપેન અને હેતલની મુલાકાત ગોઠવી આપી.બંને પરિવારોએ એકબીજાને પસંદ કરી લીધા.દિપેન અને હેતલે પણ એકબીજાને પસંદ કરી લીધા.

પ્રકરણ : 6

સગાઇવિધિ

ચારેય ભાઇ-બહેનોનું નક્કી થઇ ગયુ.હર્ષલકાકાએ સુચવ્યુ કે ચારેયની સગાઇવિધિ તથા લગ્ન ધામધુમપૂર્વ ઉજવીશુ.સગાઇના દિવસે આપણા વિસ્તારના તમામ ગરીબોને જમાડીશુ અને લગ્નના દિવસે ગરીબ બાળકો માટે મફ્ત કોચિગ કલાસ ખોલીશુ.હર્ષલકાકાનુ સુચન બધાને ગમી ગયુ.ઘરમાં આટલી મોટી ખુશીના પ્રસંગે પરોપકારનુ કાર્ય કરવુ તે સોના પર સુહાગા જેવુ કામ હતુ.પારેખ અંકલે પણ સુચવ્યુ કે લગ્નની તમામ વિધિઓ બંગ્લા નં 313 માં ગોઠવવી.જેથી ડો.મહેતા અને મિસિસ મહેતાનો આત્મા રાજી થાય.આથી બંગ્લો ખરીદવાની વિધિ પૂર્ણ થઇ જાય પછી લગ્નની તારીખ ગોઠવવી.

ખુશીમાં ને ખુશીમા સમય ક્યાં વિતી જાય કોઇને કયાં ખબર પડે છે.દુ:ખનો અને ગમગીનીનો એક દિવસ એક વર્ષ સમાન લાગે છે.ખુશીનુ એક વર્ષ એક દિવસની જેમ વિતી જાય છે.ભાવિ ફિયાન્સ-ફિયાન્સી સાથે પરિચય કેળવવામાં ચારેય ભાઇ-બહેનનો મહિનો કયાં વિતી ગયો કંઇ ખબર જ ન પડી.મહા સુદ બીજના દિવસે ચારેયની ભાઇ-બહેનોની સગાઇવિધી નક્કી કરવામાં આવી.હવે ફકત એક જ મહિનો બાકી હતો.આથી બધા સગાઇવિધીની પૂર્વ તૈયારીમાં લાગી ગયા. એકબાજુ બંગલો ખરીદવાની અને બીજી બાજુ સગાઇવિધીની તૈયારી એમ બેવડી તૈયારીમાં બધા દોડાદોડી કરવા લાગ્યા.પ્રસંગની તૈયારીમાં હમેંશા દિવસો ઓછા જ પડતા હોય છે.મહિનો ક્યાં વિતી ગયો કોઇને પણ ખબર ન પડી. હવે સગાઇવિધિમાં બે દિવસ બાકી રહ્યા હતા.ચારેયની સગાઇવિધી સાથે કરવાની હતી.આથી આખો પ્રસંગ વડોદરામાં જ રાખવામાં આવ્યો હતો.ચારેય વેવાઇઓ તથા મહેમાનો આવી પહોચ્યા હતા.આમ તો તેમના ઉતારા માટે હોટેલો બુક કરાવી જ હતી.પરંતુ નાના-મોટી તૈયારી માટે દોડા-દોડી ચાલુ જ હતી. બધાને આમંત્રણ અપાઇ ગયુ હતુ.મોટો વિશાળ હોલ બુક કરવામાં આવ્યો હતો.ગરીબોના જમણવાર માટે હોલ પાસે જ વાડી બુક કરવામાં આવી હતી.હોલને ખુબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યો હતો.સગાઇનો દિવસ આવી પહોચ્યો. સવારે વહેલા ચારેય ભાઇ-બહેનો ઉઠી ગયાને તૈયાર થવા લાગ્યા.પાર્થવી અને હેતલને તૈયાર કરવા બ્યુટી પાર્લરમાંથી સ્પેશયાલીટ આવ્યા હતા.તૈયાર થતા થતા ઓચિંતા પાર્થવી અને હેતલને તેની મમ્મીની યાદ આવી ગઇને આઁખના ખુણા ભીના થઇ ગયા.સગાઇના મુહુર્ત નવ વાગ્યા પહેલા હોલ પર પહોંચી જવાનુ હતુ.આથી તેઓ ફટાફટ તૈયાર થઇને હોલ પર પહોચી ગયા.પારેખ અંકલ અને દિવ્યા આન્ટી બધાના માતા-પિતા બની ઘરના પ્રસંગની જેમ તૈયારી કરવા લાગ્યા.સગાઇની બધી વિધી ધામ-ધૂમપુર્વક પુર્ણ કરવામા આવી.તમામ ગરીબોને સગાઇમા મહેમાનો માટે હતુ તે જ જમણ જમાડવામા આવ્યુ.બધાના આશિર્વાદ લઇ પ્રસંગ પુર્ણ તયો.બંગલાની ખરીદીની તમામ પ્રક્રિયાઓ પુર્ણ થઇ જાય અને રહેવા માટે શિફ્ટ થઇ જવાય પછી લગ્નને તારીખ ગોઠવવાની હતી.આથી સગાઇના દિવસે ચારે વેવાઇ તથા પારેખ અંકલે મળી એક વર્ષ બાદ લગ્ન ગોઠવવા એવુ નક્કી કર્યુ.આખરે ચારેય ભાઇ-બહેનોને યોગ્ય પાત્રો મળી ગયા હતા.બસ એક વર્ષના સમય બાદ બધું વ્યવસ્થિત થઇ જવાનુ હતુ.પારેખ અંકલ ખુબ જ ખુશ હતા.ડો.મહેતાના સંતાનોને હમેંશા પોતાના જ ગણ્યા હતા હવે બસ તેઓના લગ્ન પતી જાય એટલે તેમની ફરજ પુરી કરવાનો સંતોષ થઇ જાય.