part -34 in Gujarati Spiritual Stories by કૃષ્ણપ્રિયા books and stories PDF | નિલક્રિષ્ના - ભાગ 34

Featured Books
Categories
Share

નિલક્રિષ્ના - ભાગ 34

 રાક્ષસી વૃજાનો આગળનો પ્લાન શું હશે, એ હેત્શિવા
જાણી શકી નહીં. પરંતુ, નિલક્રિષ્નાને સાહસીક રીતે સક્ષમ બનાવવા હેત્શિવા રાક્ષસીએ પોતાનાથી બનતા પ્રયત્ન કર્યા હતાં. એટલે હવે એ વૃજા શું એવાં બીજા ઘણાં વિધ્નો સાથે લડી શકે એમ હતી. પૃથ્વી પર એને છોડવાનો સમય આવી ગયો હતો. ઘણી વખત એવું બને છે કે, "અધ્યન પ્રાપ્ત કર્યા પછી ઘણા શિષ્યો પોતાના ગુરુની સેવા કરે છે." પરંતુ, વચન બંધ હેત્શિવા નિલક્રિષ્નાને પોતાની સાથે રાખી શકે એમ ન હતી.

હેત્શિવા: "જગતમાં ઝેર પીવાનો પ્રસંગ આવે ત્યારે પુત્રી, મનમાં 'રામ રામ' સ્મરણ કરજે. રામ નામથી સૃષ્ટિનું બધું જ ઝેર સીધુ જ અમૃત બની જશે. સ્વયં શિવ શંકરે આ રામ નામનાં જપ દ્વારા હળાહળ વિષ પચાવ્યું હતું, એટલે તો એ નિલકંઠ મહાદેવ કહેવાયા હતાં. ભગવાનનાં વરદાન પ્રમાણે તારું પૃથ્વી પર જીવન વધુ ને વધુ આપતી, દુઃખ, દર્દથી પીડાશે ત્યારે તને મળેલું વરદાન શું છે એ જણાશે."

હેત્શિવા રાક્ષસી જે  જાણતી હતી એ બધું જણાવી પોતાની મમતા નિલક્રિષ્ના પર વરસાવી એ ત્યાંથી અદ્શ્ય થઇ ગઈ. નિલક્રિષ્નાને ભગવાનને આપેલું વરદાન કંઈ વસ્તુનું હતું એ જાણવા માટે એ અસમર્થ હતી. મધરાત્રીનો સમય હતો નીરવ શાંતિ પ્રસરેલી હતી. પંડીતજીને અંતિમ વિદાય આપી નિલક્રિષ્ના આ અંધકારમાં ડુબતી જતી હતી, ને આગળ દોડતી જતી હતી. બહાદુર તો ધણી હતી પર આજ એવું કંઇક થયું કે, જિંદગીનાં આ રહસ્યમયી સવાલથી એ તુટી ગઇ હતી. આટલા સન્નાટા વચ્ચે પણ મનમાં કોઈ ડર રાખ્યા વગર એ ચાલ્યે જતી હતી. આગળ જતાં એકદમ સન્નાટો છવાઇ ગયો. આ સુમકાર વચ્ચે એ નીડર ચાલતી, આગળનો રસ્તો શોધી રહી હતી. એ રસ્તો એના જીવનનાં સત્યનો શોધતી હતી. પોતાનાં જીવનની હકીકત શોધતી હતી.

  "આ પંડિતજી એ‌ હેત્શિવા દ્વારા મને દરિયાઈ જ્ઞાન શા માટે આપ્યું? શું મારો જન્મ કોઈ લક્ષ્ય માટે થયો છે?" 

આવાં કેટલાંય સવાલોમાં નિલક્રિષ્ના ગુચવાયેલી હતી કે, કોઈ રસ્તો એને જડતો ન હતો. કેટલાંય સવાલોનાં વમળમાં અટવાતી ખુદની સાથે આમ સવાલો કરતી હતી.
        
   "મારા જીવનનું રાજ મને હવે કોણ કહેશે?
મારા જીવનની સાચી વાસ્તવિકતા મને કોણ કહીં સંભળાવશે? હું કોણ છું? મારા જીવનની હકીકત શું છે?

 આગળ જંગલ ઘણું બધું વિસ્તરેલું અને ડરામણું હતું.
આ ડરામણા જંગલમાં નિલક્રિષ્ના પોતાનાં સવાલો સાથે દોડતી આગળ ચાલતી જ જતી હતી. સૂર્ય જેવી તેજસ્વીતા ધરાવતી આ નિલક્રિષ્નાના દિલોદિમગમાં એક જ વાત હતી. પોતાનાં જીવનનાં રહસ્યોનો ઉકેલ લાવવાની એનામાં ધૂન સવાર હતી.

 સરળ, સુંદર અને જવાબદારીથી પરિપૂર્ણ દેખાતી નિલક્રિષ્નાનાં જન્મનું રહસ્ય શું હશે? એનો ઉકેલ દુર દુર સુધી નજરે ચડતો ન હતો. છતા, પણ એનું મનોબળ મજબૂત દેખાતું હતું. અગાઢ જંગલ તરફ આગળ વધતાં દૂર દૂર સુધી એનાં આ રથનું સારથી કોઈ હજુ સુધી દેખાતું ન હતું. આ જંગલનો ઈતિહાસ કંઈક રહસ્યમય દેખાતો હતો.

આગળ અતિ ગાઢ ગીચ ઝાડીઓમાં જાણે કોઈ છુપાયું હોય એવા બિહામણા આ જંગલના વૃક્ષો દેખાતા હતાં. સિંહોની ગર્જનાઓનાં અવાજ આવતાં હતાં. પરંતુ એ ડરતી ન હતી. સિંહ સાથે પણ પોતાને જન્મો જન્મથી દોસ્તી ભર્યો સંબંધ હોય એમ એને લાગતું હતું. અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. વાવાઝોડું તો હતું જ સાથે આ કમોસમી વરસાદના ઝાપટાં પડવા લાગ્યા. આ કમોસમી વરસાદ એનાથી સહન થતો ન હતો. આ કેવું જીવન લઈને એ દોડતી હતી જેનાં જવાબો કોઈ પાસે ન હતાં.

 રાતનાં બે વાગ્યા હતાં. તોફાની પવન ખડભડ કરતો બારીઓના કાચ તોડી રહ્યો હોય એટલો ઝડપથી વાય રહ્યો હતો. આ જંગલનાં વૃક્ષો એ પવનમાં પાગલ થઇ કેફ વરસાવતા હતા. આ જંગલનાં વૃક્ષોનાં પાન ખરવાથી વધુ બિહામણું થઇ રહ્યું હતું. ત્યાં અચાનક નિલક્રિષ્નાનાં કાનમાં જોર જોરથી એક અવાજ સંભળાવા લાગ્યો.એને નજર કરી દૂર દૂર સુધી જોયું પરંતુ આસપાસ કોઈ દેખાયુ નહીં. એને કોઈની દર્દ ભરી ચીસોનો અવાજ હજું સુધી આવી રહ્યો હતો. પરંતુ એણે ઘણી શોધખોળ કરી તોય આસપાસ કોઈ દેખાઈ રહ્યું ન હતું. એ અવાજ સુધી પહોંચવા મથતી એ આગળ વધવા લાગી. 

‌   "આ નિર્જન સ્થળે ગીચ જંગલમાં કોઈ હોય એવું મને નથી લાગતું. કદાચ તો આવતો અવાજ કોઈ પશુઓનો હશે." એમ વિચારતી પોતાનાં જ વિચારોની ગલીઓમાં તેની ઉત્તેજનાનો ગુંચવાડો ખોલતી, અસંખ્ય વૃક્ષોની હારમાળા વચ્ચે, અસંભવ બંધી જ વાડ ઓળંગતી એ આગળ ચાલતી જતી હતી.

 વાવાઝોડું બંધ થતાં હવે વરસાદનાં ઝાપટાં પણ આવતાં બંધ થઈ ગયા હતા. બધાં ઝાડનાં પાન આ વંટોળિયે ઝપેટમાં લઈ લીધાં હતાં. આ ઠુંઠા બનેલાં બધા વૃક્ષોને જાણે શરમથી લજ્જા આવતી હોય એવાં દેખાઇ રહ્યા હતાં. નિલક્રિષ્નાનાં પગમાં પાંદડાંઓ આવતાં એનો ખડખળ અવાજ આવી રહ્યો હતો. થોડા ઝાપટાં પડ્યા પછી વાતાવરણમા અચાનક સાવ સન્નાટો છવાઈ ગયો હતો. હવે આ સુમકારમાં નિલક્રિષ્નાના કાનમાં તંમરાઓ બોલવા લાગ્યાં. એટલામાં ચારેકોર અંધકારમય વાતાવરણ વચ્ચે કોઇની સફર જાણે હજું અધુરી હોય એમ,ખટખટ અવાજનો રણકો એના કાન સુધી ફરી આવીને અથડાયો. આ અવાજ સાંભળતાં જ તે ચોતરફ જોવા લાગી. એ વિચારવા લાગી કે, "આટલાં ગીચ જંગલમાં કોઈ જોવાં પણ નથી મળતું, ત્યાં આવો અવાજ...!"

ત્યાં સામે પગલે સફળતા પોંખવા આવી હોય એમ, નિલક્રિષ્નાનાં મનમાં જાણે ઓચિંતો સકારાત્મક ઉર્જાનો સંચાર થયો. એનાં જીવનની આ અર્જુનયાત્રાને કોઈ સારથી મળ્યું હોય, એવો ભાવ એની સમસ્યાનાં ઉકેલમાં આવતો જણાયો. આ અંધારી રાત પછી હળવો પ્રકાશ પથરાતો હોય એમ અહીંનું વાતાવરણ એનાં મનનાં જવાબ પુરવા લાગ્યું. આ સૃષ્ટિ નિલક્રિષ્નાને ઈશ્વરીય પંપાળથી ખોળામાં બેસાડીને જાણે મહાવસુધા બનાવવા આગળ લઇ જઈ રહી હોય, એમ લાગ્યું.

ધ્યાનથી સાંભળતા નિલક્રિષ્નાને લાગ્યું કે, એ અવાજ નીચે જમીનમાંથી આવતો હતો. અવાજ તરફ એ આગળ વધવા લાગી ત્યારે એક જગ્યાએ માટી ગીલી હોય એવું લાગ્યું. એ અવાજ સુધી પહોંચવા નિલક્રિષ્ના એ માટીને ખોદવા લાગી. પોતાનાં એકલાથી આ કામ ન થૈ શકે એવું લાગતાં એ દોડતી પાદરીજીની સબવાહિની સાથે આવેલા લોકો સુધી પહોંચવા ચીસો નાખવા લાગી. પર એ લોકો ત્યાંથી બહાર નિકળી ગયા હતા, એનો પણ ઘણો સમય થઇ ચુક્યો હતો. ફરી એ અવાજ તરફ આગળ વધતાં નિલક્રિષ્ના એ બાજુમાં પડેલું ઓજાર લઇને એક શ્વાસે એ જમીન ખોદવા લાગી.

આપણે જાણીએ જ છીએ કે છરીની ધાર એમ કોમળ મુલાયમ વસ્તુ પર ઘસવાથી નથી નીકળતી. આજ આ નિલક્રિષ્નાની સાચી કસોટી થઇ રહી હતી. આ જમીનનાં પથ્થરો પર ઘસાઈને એ તીક્ષ્ણ હથિયાર બનવા જઈ રહી હતી.

     તેણીએ એકલા જ ભયનો સ્વીકાર કરીને, પાછું જોયાં વગર આગળ વધીને જમીન ખોદવાનું કામ ચાલુ કર્યું. એ નિર્ભય બની ભયને દૂર કરી રહી હતી. બસ,આજ તૈયારી એનાં જીવનને સફળ બનાવવા માટે પુરતી હતી. આ મળેલી તકને તેણે પુર્ણત: ઝડપી લીધી હતી. હવે એક હળવો ધક્કો જ મારતા તેને અમુક સવાલનાં જવાબ મળી જાય એમ હતાં. અંતે એ અવાજ સુધી પહોંચવામાં એ સફળ નિકળી. ખોદતાં ખોદતાં એ એટલી ઉંડે સુધી પહોંચી ગઈ કે તે ત્યાંથી એક જંગલ વિસ્તારમાં આવેલા ટાપુ પર બહાર નીકળી આવી.

    આકાશ જાણે આજે રહસ્યો પર રહસ્યો ખોલતુ હોય એવું હળવું ફૂલ લાગ્યું. વાત્સલ્ય ભાવ ભરતું, સુંદર સંગીત ગુંજતા જાણે સંભાવનાનું નવું આકાશ બન્યું. મુરઝાઇ ગયેલા છોડમાં જાણે પાણી ભરતો ક્યારો આપો આપ ગોઠવાયો. જાણે એ ગાઢ જંગલનાં વૃક્ષોની હારમાળા એ હુંફથી પંપાળીને નિલક્રિષ્નાના મનમાં ઉજાસની કુંપળ ખીલવી એને ઉમળકાભેર પોતાના જીંદગીના જવાબો સુધી પહોંચાડી હતી. 

(ક્રમશઃ)

- હેતલ ઘેટીયા " કૃષ્ણપ્રિયા" ✍️