ram in Gujarati Spiritual Stories by Mansi Desai Shastri books and stories PDF | રઘુવંશ પ્રસ્તાવના

Featured Books
Categories
Share

રઘુવંશ પ્રસ્તાવના

પ્રસ્તાવના: રઘુવંશ – એક શાશ્વત વિરાસત
"રઘુકુલ રીતિ સદા ચલિ આઈ, પ્રાણ જાયુ બરુ બચનુ ન જાઈ..."
આ પંક્તિઓ આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ, પણ શું આપણે ખરેખર એ 'રઘુકુળ'ના મૂળ સુધી પહોંચ્યા છીએ? જે વંશમાં સાક્ષાત્ પરમાત્માએ જન્મ લેવો પડ્યો, એ વંશનો પાયો કેટલો મજબૂત હશે? તેનું તેજ કેવું હશે? અને તેનું પતન કેવી રીતે થયું હશે?
'રઘુવંશ' એ માત્ર એક રાજા કે એક પરિવારની વાર્તા નથી, પરંતુ તે ભારતીય સંસ્કૃતિના સુવર્ણકાળનો જીવંત દસ્તાવેજ છે. આ નવલકથા લખવા પાછળનો મારો મુખ્ય ઉદ્દેશ્ય આજની પેઢીને આપણી ભવ્ય સંસ્કૃતિ, સનાતન ધર્મ અને એ આદર્શોથી પરિચિત કરાવવાનો છે, જે સમયની ધૂળ નીચે ક્યાંક દબાઈ ગયા છે.
ગુજરાતી સાહિત્યમાં પ્રથમવાર, સૂર્યવંશના પ્રારંભથી લઈને તેના અંત સુધીની ૧૦૦ પેઢીઓની આ ગાથાને મેં એક નવલકથાના સ્વરૂપમાં ઢાળવાનો પ્રયાસ કર્યો છે. આ કૃતિ તૈયાર કરવા માટે મેં મહાકવિ કાલિદાસ રચિત 'રઘુવંશમ્', શ્રીમદ ભાગવત પુરાણ (૯મો સ્કંધ), વાયુ પુરાણ અને વિષ્ણુ પુરાણ જેવા પ્રાચીન ગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો છે. આ સંશોધનાત્મક કાર્ય દ્વારા મારો નમ્ર પ્રયાસ છે કે હું ભારતીય સંસ્કૃતિ અને ધર્મ પ્રત્યેની જાગૃતિ ફરી એકવાર પ્રજ્વલિત કરી શકું.
આ સફર શરૂ થાય છે સૃષ્ટિના સર્જનથી અને વિસ્તરે છે અયોધ્યાના એ સિંહાસન સુધી, જેણે સત્ય, ત્યાગ અને સમર્પણની અનેક પરીક્ષાઓ જોઈ છે. આ નવલકથાના દરેક પ્રકરણમાં તમને આપણા પૂર્વજોનું રક્ત, તેમનું શૌર્ય અને તેમની ભૂલોનો પણ અહેસાસ થશે. આ ૧૦૦ રાજાઓની વંશાવળીના ઐતિહાસિક અને પૌરાણિક સંદર્ભો મેં નવલકથાના પ્રત્યેક સોપાનમાં સાચવી રાખ્યા છે.
આવો, આ પવિત્ર યાત્રામાં મારી સાથે જોડાઓ અને અનુભવો કે કેવી રીતે એક વંશ 'સૂર્યવંશ' માંથી 'રઘુવંશ' બન્યો અને કેવી રીતે તે જગત માટે આદર્શ સ્થાપિત કરી ગયો.
- માનસી દેસાઈ શાસ્ત્રી
આ નવલકથા ત્યારે લખાઈ જ્યારે હું કોલેજ માં ભણતી હતી 2015 1 જાયુવરી થી શોધ અને લખાણ બન્ને એક સાથે કરવાનું શરૂ કર્યું જેમાં સૌથી મોટોફડો  મારા માતા પિતા એટલે કે કથાકાર શ્રીમાન રમેશભાઈ મોહનભાઈ દેસાઈ ટીંબરવા સુરત અને , મારા માતા કથાકાર શ્રીમતી ગાયત્રીબેન શાસ્ત્રી ડાકોરવાડા જીનો ઉછેર સંસ્કારો કથાનું ભાથું જવાબદાર બન્યા છે  કોલેજ માં મને આંખ ની તકલીફ હોવાથી કોઈ બોલતું નહી જોડે બેસતું નહી એટલે હું ત્યાં લાઇબ્રેરી  માં બેસી ભાગવત અને ગીતા નું વાંચન કરતી જે કોઈ ને ખબર જ નથી  જેનું ફળ  3 વર્ષ સંશોધન અને લખાણ કર્યા બાદ મન ને શાંતિ મળ્યા બાદ મળ્યું હવે 9 વર્ષ બાદ  એને ઉજાગર કરવાનું મન થયું કારણ matrubharti જેવી ep  mne mdi Kya loko mne mari tklif sathe સ્વીકારે છે આ એપ એ મને એક ઓળખ આપી છે જીવન જીવવાની હિંમત ઈચ્છા આપી છે એટલે મન થયું કે આ નવલકથા ને હું  matrubharti ep upor muki 

Darek વાચક મિત્રો ને એક જ વિનંતી છે આ ફક્ત નવલકથા કે વાર્તા કે જાણકારી નથી આ ઇતિહાસ છે સંસ્કૃતિ છે ભારત નો ઉજાસ છે  ભારત ની ગરિમા છે ભારત ની ધરોહર છે તો એને વચનો ગમે તો લાઈક કમેન્ટ કરજો હું રાહ જોઈશ તમારા પ્રતિભાવો ની  આ નવલકથા હું મારા માતાપિતા ને અર્પણ કરું છું કે જેમણે ફક્ત ધર્મ એની નીતિ ઉપર જ ભરોસો રાખી આખું જીવન કાઢી નાખ્યું   હું તેમની સદા સર્વદા ઋણી અને આભારી રહીશ અને બીજો મારો કૃષ્ણ શું કહું વ્હાલા? તું છે તો જ માનસી છે અને અંતે મારા દેહરૂપી કૃષ્ણ મારા સારથી એવા પતિ એટલે gnanesh શાસ્ત્રી ની કે જે મારા આ સાહિત્ય માટે ગુજરાતી ભાસ માટે ન અદ્ભુત ગાંડું ને ચલાવી લે છે સ્વીકારી લે છે