ડીપ્રેશન અને સ્વ-સબઘર્ષ (The Dark Night Of the Soul)
👉🏻જ્યારે આપણે ડિપ્રેશન (Depression) નો સામનો કરીએ છીએ, ત્યારે આપણને લાગે છે કે આપણું અસ્તિત્વ ભૂંસાઈ રહ્યું છે. આ એ તબક્કો છે જ્યાં આપણા અહંકાર (Ego) ના ધજાગરા ઉડે છે. જે બધું આપણે 'મારું' માનતા હતા, તે બધું જ જ્યારે છીનવાઈ જાય, ત્યારે આપણે પીડાની એવી ચરમસીમા (Extreme point) પર પહોંચીએ છીએ જ્યાં આપણે ગૌતમ બુદ્ધની જેમ જીવનના સત્યને શોધવા મજબૂર થઈએ છીએ. ધીમે ધીમે આપણું હું-પણાનું (Sense of 'I') તત્વ ખૂબ જ સ્વેચ્છાએ ઓગળે છે અને આપણું આંતરિક મન એક પરમ શક્તિ (Higher energy) અને શાંતિનો અનુભવ કરી શકે છે. 👉🏻જ્યારે માણસના જીવનમાં અંધકારના વાદળો (Clouds of darkness) ઘેરાઈ જાય છે ત્યારે સૌથી પહેલા તો મનુષ્યને પોતાની જાતનું મર્ડર (Self-destruction) કરવાના વિચારો આવે છે, અને લોકો કરે પણ છે, આવું ક્યારેક ફેલ (Fail) પણ થાય છે. આવી પરિસ્થિતિમાં આપણને એક એવા સહારાની જરૂર છે જે આપણા અંધકારને આપણા બોલ્યા વગર સમજી શકે, અને એ છે આપણી મમ્મી. મમ્મી આપણને આપણા દરેક અંધકારમાંથી બહાર લાવવાની અદભુત ક્ષમતા ધરાવે છે. તે એક એવી 'ઇમોશનલ એન્કર' (Emotional anchor) છે જે આપણને અંધકારમાંથી પ્રકાશ (Light) તરફ દોરી જાય છે. મનુષ્ય ઘણીવાર પથ્થર બની જાય છે, એને નમ્ર બનવું (Being humble) એની કમજોરી લાગે છે, પણ અંધકાર આવે તો આપણે પોતાની જાતને રોશનીમાં લાવવાની હોય છે, જ્યાં બધું જ ક્રિસ્ટલ ક્લિયર (Crystal clear) આપણે જોઈ શકીએ. પણ આપણા હું-પણામાં નથી જોઈ શકતા. આપણને બધું જ આપણા નિયંત્રણ (Control) હેઠળ જોઈએ છે, જે શક્ય નથી. સૌથી પહેલા અંધકારમાંથી બહાર આવવા માટે મનુષ્યના મનમાં સ્વીકાર (Acceptance) નો ભાવ જન્મવો અનિવાર્ય છે. જ્યારે તમે સ્વીકારી લો છો કે જે થયું એમાં મારો કે બીજાનો કોઈ વાંક હતો નહીં, જો વાંક હતો તો એ માત્ર સમય અને સંજોગોનો હતો અને આપણે જાણીએ છીએ કે કાયમ કંઈ રહેવાનું નથી. “બદલાવ આવવો (Change) એ તો સંસારનો નિયમ છે.” 👉🏻 જે પાસે છે એને માણવાની કોશિશ કરીએ, ખોટો વ્યર્થ સમય બગાડવા કરતા આગળ વધવાનો નિર્ણય (Decision) લેવો જોઈએ. જ્યારે મનુષ્ય આ નિર્ણય કરી લે છે કે હું ભૂતકાળમાં (Past) નહીં અટકું, કંઈક નવું શોધીશ મારા અંદર, ત્યારે એ નવી શક્તિ (New power) નો અનુભવ થાય છે. મેં ક્યાંક તો વાંચેલું એક વાક્ય છે: “જ્યારે જ્યારે આ જગત મને નડતું ગયું, હા ત્યારે ત્યારે …… મને મારા અંદર કંઈક નવું જડતું રહ્યું.” 👉🏻 આ આત્મખોજની યાત્રા (Journey of self-discovery) આપણને શીખવે છે કે સંઘર્ષ કાયમી નથી. જ્યારે આપણે આપણા અહંકારને ત્યજીને વર્તમાનને સ્વીકારીએ છીએ, ત્યારે જીવન એક નવી દિશા પકડે છે. જે રીતે એક બીજ અંધારામાં દટાયા પછી જ અંકુરિત થઈને બહાર આવે છે, તેમ માણસ પણ તેના કપરા સમયમાં તૂટવાને બદલે પોતાની અંદરની શક્તિને શોધીને ફરીથી જીવંત થઈ શકે છે. બસ, જરૂર છે તો માત્ર હિંમત અને વિશ્વાસની, કે સવાર ચોક્કસ થશે. પોતાની જાત પર વિશ્વાસ રાખો, કારણ કે તમે પોતે જ તમારા અંધકારને દૂર કરવા માટેની સૌથી મોટી લાઈટ (Light) છો.આં એક તપસ્યા છે આપણી આત્મા ની પહેલા ઋષિ મુનિ જે તપસ્યા કરતા એ અલગ હતી આ આપણા આધુનિક જીવન ની તપસ્યા છે કે આપણે વૈરાગ્ય ને ઓળખી ને આપણી આત્મા માટે મોક્ષ ના દરવાજા ખોલી શકીએ.અને Rebirth ની યાત્રા પણ બધા માટે નથી હોતી, અમુક એવી આત્મા માટે હોય છે જેને ઈશ્વર એ choose કરી લીધા છે 🙏🏻