World Environment Day in Gujarati Short Stories by Trupti Bhatt books and stories PDF | વિશ્વ પર્યાવરણ દિવસ

Featured Books
Categories
Share

વિશ્વ પર્યાવરણ દિવસ

આકાશ એની મસ્તીના રંગમાં રંગાયેલું હતું.ક્યાંક ભૂરું ક્યાંક સહેજ રતાશ પડતી ઓઢણીમાં છુપાયેલું,તો ક્યાંક વાદળ સાથે સંતાકૂકડી રમતું હતુ. આકાશના પાલવમાં પ્રભાતના ખુશનુમાં રંગ ચારે કોર ફેલાઈ રહ્યા હતા.


 નીચે ધરતી પર આછેરી લીલીછમ ચાદર પથરાયેલી હતી. ક્યા કરણની રેતીના ઢુવા તો ક્યાંક જળાશયો. ધરતીના વિશાળ પટ પર અનેકાધિક જીવ સૃષ્ટિ જાણે કે ધબકતી હતી. ક્યાંક ક્યાંક કોઈ અલગ પ્રકારના જંગલ દેખાઈ રહ્યા હતા. જાણે કે કોંક્રીટ ના જંગલ સિમેન્ટના જંગલ.

 એક શહેરની ગેલેરીમાં ચાર પાંચ છોડ દેખાઈ રહ્યા હતા. મની પ્લાન્ટ, તુલસી,સ્નેક પ્લાન્ટ,ગુલાબ વગેરે.પ્રભાત ના પહેલા પ્રહાર માં બધા સરસ રીતે શ્વસી રહ્યા હતા.જેટલી ગુલાબની કળી હતી એ ખીલવાની તૈયારીમાં હતી. ત્યાં તો મની પ્લાન્ટે જરાક  ખોખારો ખાઈને કહ્યું,કે "હમણાં સૂરજદાદાના કિરણો આવશે અને બસ પછી આપણું રસોઈનું કામ ચાલુ થશે."તુલસી પણ કુંડામાંથી ડોકિયું કાઢીને બોલી," હા હમણાં રક્ષા દીદી પૂજા કરીને આવશે અને મને જળ આપશે. " સ્નેક પ્લાન્ટ : "મને તો અઠવાડિયાની એક જ વાર પાણીની જરૂર પડે છે." ગુલાબ :"હું મને પણ માપ સર પાણીની જરૂર હોય પણ જુઓ ને પેલી બાલ્કની માંથી એસીના એકસોસ્ટ ના ગરમ પવન મને બહુ પજવે છે.આજે મને ગામડાની વિશાળ ક્યારી બહુ યાદ આવે છે.ત્યાં મારી સાથે મારા બીજા મિત્રો પણ હતા.જાસુદ,ચમેલી,બારમાસી અમે ફેલાઈને ઊગી રહ્યા હતા. ત્યાં રક્ષા દીદી આવ્યા અને મને આ શહેરમાં લઈ આવ્યા. "ગુલાબની આંખમાં પાણી આવી ગયા.

મનીપ્લાન્ટ :" અરે ગુલાબ રડાય નહીં તને અમારું શહેર નથી ગમતું? "

ગુલાબ :" મને આમ કુંડામાં સમેટાવવાની ટેવ નહોતી અને અહીં મને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.કોણ જાણે કેવા કેવા  ઘોંઘાટોનો અહીં સામનો કરવો પડે છે!અને મને તો ગામડે કુદરતી ખાતરોનો ખોરાક મળતો અહીં તો રક્ષા  દીદી મને ખબર નહીં કયું ખાતર ખવડાવે છે? "

સ્નેક પ્લાન્ટ :" ટેક ઈટ ઇઝી બ્રો... તમે પણ ટેવાઈ જશો.ત્યાં તો રક્ષા દીદી ગેલેરીમાં આવી બધા છોડને પાણી પીવડાવે છે.
 બધા છોડને સ્પર્શે છે.પીળા પડેલા નકામા પાંદડા દૂર કરે છે. ત્યાં એમનો દીકરો શનિ આવીને કહે છે. "મોમ ચાલને આજે નર્સરી જઈએ આજે તો વિશ્વ પર્યાવરણ દિવસ છે તો બીજા નવા નવા છોડ પણ લઈ આવીએ."ગેલેરીના છોડ પણ અંદર મુસકાઈ ગયા કે સારું આપણને નવા સાથીદાર મળશે.

સ્નેક પ્લાન્ટ :" આ વિશ્વ પર્યાવરણ દિવસ એટલે શું સની? "
 સની અને રક્ષા દીદી બે ઉ ગેલેરીમાં જ બેસી એમને કહેવા લાગ્યા.
" ઈસવીસન 1972 થી un દ્વારા આ પર્યાવરણ દિવસ ઉજવવો એવું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ 1974 માં પ્રથમ વખત તેની ઉજવવામાં આવ્યુ."

સની " આપણા દૈનિક જીવનમાં નાના નાના ફેરફાર કરી પર્યાવરણ અને પ્રકૃતિનું સંવર્ધન કરી શકીએ આર આર આર નો નિયમ અપનાવીએ એટલે કે રિયુઝ,રીડ્યુસ અને રિસાયકલ.આપણું અસ્તિત્વ સીધી રીતે જ પર્યાવરણ પર આધીન છે. વૃક્ષ, જમીન,નદી,પહાડોનું સંવર્ધન કરીને પર્યાવરણના પ્રહરી બનીએ. "

 રક્ષા દીદી: " પર્યાવરણનું રક્ષણ એ પ્રત્યેક વ્યક્તિની જવાબદારી છે.જંગલ અને વૃક્ષનું આડેધડ છેદન અટકાવવું. જળાશયો અને નદીનું સંવર્ધન કરવું પેટ્રોલ,ડીઝલ અને વીજળીનો વિવેક પૂર્વક ઉપયોગ કરવો.અને ખાસ તો 10 માઇક્રોન થી પાતળા પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળી કાપડ કે કાગળની થેલીનો ઉપયોગ કરવો. "


 સ્નેક પ્લાન્ટ તો નવાઈથી આ બધું સાંભળી રહ્યો હતો.

સની :" અત્યારે તો એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે અચાનક ઋતુ પરિવર્તન,ગ્લોબલ વોર્મિંગ,એસિડ વર્ષા, ક્યાંક અતિવૃષ્ટિ તો ક્યાંક દુષ્કાળ.આપણે સ્વાર્થી બની આપણી સગવડો પર્યાવરણના ભોગે જ વસાવી અને આપણા પગ પર જ કુહાડી મારી.કોરોના સમયે જ આપણને પ્રાકૃતિક ઓક્સિજનની કિંમત સમજાણી. "

રક્ષાદિદી :" ચાલ શનિ ઘરે આવીને આપણે છોડવા જોડે વાત કરીશું.અત્યારે એમના જેવા બીજા સાથીદારો લઈ આવીએ.છોડવા પોતાના નવા સાથીદારો આવશે એવું જાણી મંદ મંદ મુસ્કાવવા લાગ્યા."
@@@@@@@@@@@@@@@@@@@@@@
  
મિત્રો, જાગવાનો કોઈ નિશ્ચિત સમય નથી હોતો.. આંખ ઉઘડે ત્યાર થી જાગી જવામાં શાણપણ છે.
પર્યાવરણ દિવસ ઉજવવો પડે. એ જ બાબત આપણી બેદરકારી દર્શાવે છે. કુદરત નું સાનિધ્ય માણીયે, એને સાચવીએ... એક કદમ... પર્યાવરણ તરફ..