shadow in Gujarati Crime Stories by Kuraso books and stories PDF | છાંયો - 10 - વિક્રમ શાહ પર હુમલો

The Author
Featured Books
  • बागी : एक चेतना

    ज़रा सोचिए... मोबाइल या कंप्यूटर में चाहे जितना बेहतरीन हार्...

  • Mafia saiya chapter 5

    अध्याय 5 : सुहागरात और पुलिस का छापाधाँय!गोली की आवाज सुनते...

  • तपिश: तेरे इश्क़ की - 1

    सड़क जाम था - आम बात है। हादसे का ओट लेकर मौत ने एक जिन्दगी...

  • Mafia’s possession chapter 6

    अब तकफना के हाथ में ड्रिंक की बोतल थी। मिस्टर भारद्वाज बार-ब...

  • ZERO TO BILLIONAIRE - 5

    ZERO TO BILLIONAIREभाग 5: पिता का रहस्य और अरबों का षड्यंत्र...

Categories
Share

છાંયો - 10 - વિક્રમ શાહ પર હુમલો

અમદાવાદના સૌથી સમૃદ્ધ વિસ્તારમાં એક વિશાળ બંગલો હતો.

બંગલાના ગેટ પર ભારે સિક્યુરિટી હતી. 

બહાર ચાર ગાર્ડ ઉભા હતા.

અંદર CCTV કેમેરા અને એલાર્મ સિસ્ટમ લગાવવામાં આવી હતી.

આ બંગલો હતો —

વિક્રમ શાહનો.

શહેરના મોટા બિઝનેસમેન.

પરંતુ તેની સફળતા પાછળ ઘણી અંધારી કહાની છુપાયેલી હતી.

તે રાત્રે વિક્રમ શાહ પોતાના સ્ટડી રૂમમાં બેઠો હતો. 

કોઈ દરવાજાની બહારથી તેને અવાજ આપી રહ્યું હોય એવું પ્રતિબિંબ અને ભય તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો.

રૂમમાં ધીમો લાઇટ હતો.

તેના હાથમાં વિસ્કીનો ગ્લાસ હતો.

પરંતુ તેના ચહેરા પર શાંતિ નહોતી.

છેલ્લા થોડા દિવસોથી શહેરમાં જે હત્યાઓ થઈ રહી હતી…

તે તેને સતત પરેશાન કરી રહી હતી.

કારણ કે…

તે ચારેય લોકો તેને ઓળખતા હતા.

અને હવે…

ચારેય મરી ગયા હતા.

વિક્રમે પોતાના ગ્લાસમાંથી એક ઘૂંટડો લીધો.

તે ધીમે બોલ્યો:

“આ બધું કોણ કરી રહ્યું છે…”

તે જ સમયે દરવાજા પર ટકોરા પડ્યા.

“સર?”

બહારથી ગાર્ડનો અવાજ આવ્યો.

વિક્રમ બોલ્યો:

“હા?”

ગાર્ડ બોલ્યો:

“પોલીસ તમારી સાથે વાત કરવા આવી છે.”

થોડી જ પળોમાં અર્જુન અને કરણ સ્ટડી રૂમમાં આવ્યા.

વિક્રમ શાહ તેમને જોઈને થોડીક અસ્મંજસમાં પડ્યો.

“ઓફિસર અર્જુન… આટલી રાતે?”

અર્જુન સીધો મુદ્દે આવ્યો.

“મિસ્ટર શાહ, અમને પંદર વર્ષ જૂના અકસ્માત વિશે વાત કરવી છે.”

વિક્રમના ચહેરા પર થોડું તણાવ દેખાયું.

પરંતુ તેણે તરત પોતાને સંભાળી લીધો.

“મને યાદ નથી.”

અર્જુન ટેબલ પર એક ફોટો મૂકે છે.

તે જ જૂનો ફોટો.

કાર અકસ્માતનો.

વિક્રમ થોડા પળો માટે ફોટાને જોઈ રહ્યો.

પછી તે હસ્યો.

“ઓફિસર… આ એક અકસ્માત હતો.”

અર્જુન ધીમે બોલ્યો:

“કદાચ.”

“પરંતુ કોઈ વ્યક્તિ તેને અકસ્માત નથી માનતો.”

વિક્રમ પૂછે છે:

“કોણ?”

અર્જુન ધીમે બોલ્યો:

“આદિત્ય.”

આ નામ સાંભળતા જ વિક્રમના હાથમાંથી ગ્લાસ લગભગ છૂટી ગયો.

“એ છોકરો…?”

અર્જુન બોલ્યો:

“હા.”

“અને તે હવે પાછો આવ્યો છે.”

તે જ સમયે બંગલાની બહાર અચાનક લાઇટો બંધ થઈ ગઈ.

સંપૂર્ણ બંગલો અંધકારમાં ડૂબી ગયો.

ગાર્ડ્સ ગભરાઈ ગયા.

“પાવર કટ!”

કોઈ ચીસ પાડ્યો.

સ્ટડી રૂમમાં પણ અંધારું છવાઈ ગયું.

વિક્રમ ગભરાઈ ગયો.

“શું થઈ રહ્યું છે?”

અર્જુન તરત પોતાની ટોર્ચ ચાલુ કરે છે.

પરંતુ તે જ સમયે…

સ્ટડી રૂમના દરવાજા ધીમે ખુલે છે.

અંધકારમાંથી એક માણસ અંદર આવ્યો.

તેના ચહેરા પર કાળો માસ્ક હતો.

રૂમમાં શાંતિ છવાઈ ગઈ.

વિક્રમની આંખોમાં ડર સ્પષ્ટ દેખાતો હતો.

“તું…!”

માણસ ધીમે બોલ્યો:

“પંદર વર્ષ…”

તેના અવાજમાં ઠંડક હતી.

“પંદર વર્ષથી હું આ ક્ષણની રાહ જોઈ રહ્યો હતો.”

અર્જુન આગળ આવ્યો.

“આદિત્ય.”

માણસ થોડું અટક્યો.

પછી ધીમે માસ્ક ઉતાર્યો.

હવે તેનું ચહેરું સ્પષ્ટ દેખાતું હતું.

હા.

તે જ હતો.

આદિત્ય.

રૂમમાં અચાનક ભારે શાંતિ છવાઈ ગઈ.

વિક્રમ પાછળ હટતો ગયો.

“આ શક્ય નથી…”

આદિત્ય ધીમે બોલ્યો:

“મારા માતા-પિતાને પણ એવું જ લાગ્યું હતું.”

વિક્રમ ગભરાઈને બોલ્યો:

“જે થયું તે અકસ્માત હતો!”

આદિત્ય ગુસ્સે બોલ્યો:

“અકસ્મત?”

“તમે જ મર્ડર નો પ્લાન બનાવ્યો હતો ”

અર્જુન બોલ્યો:

“આદિત્ય… બંધ કર.”

“આ ન્યાય નથી.”

આદિત્ય અર્જુનની તરફ જોયું.

“ન્યાય?”

“પંદર વર્ષ પહેલા ન્યાય ક્યાં હતો?”

રૂમમાં તણાવ વધતો ગયો.

આદિત્યે પોતાની ખિસ્સામાંથી ગન બહાર કાઢી.

વિક્રમ ગભરાઈને ચીસ પાડે છે:

“પ્લીઝ…!”

અર્જુન ઝડપથી બોલ્યો:

“આદિત્ય! વિચાર!”

આદિત્યના હાથ થોડા પળ માટે સ્થિર થઈ ગયા.

તેની આંખોમાં ગુસ્સો અને દુઃખ બંને દેખાઈ રહ્યા હતા.

અને તે જ ક્ષણે…

બહારથી ગોળીનો અવાજ આવ્યો.

ધડાક!

રૂમમાં બધું અચાનક બદલાઈ ગયું.