ગોળીનો અવાજ આખા બંગલામાં ગુંજી ઉઠ્યો.
ધડાક!
રૂમમાં એક ક્ષણ માટે બધું સ્થિર થઈ ગયું.
વિક્રમ શાહ ચીસ પાડી ઊઠ્યો.
અર્જુન તરત પાછળ વળ્યો.
આદિત્ય પણ ચોંકી ગયો. તેને પણ ગોળી વાગી હતી.
થોડી સેકન્ડ પછી…
કોઈ જમીન પર પડી ગયું.
અર્જુને પોતાની ટોર્ચ તે દિશામાં ફેરવી.
જેમ જ પ્રકાશ પડ્યો…
તેની આંખો પહોળી થઈ ગઈ.
જમીન પર પડેલો માણસ હતો —
કરણ.
તેના ખભામાં ગોળી લાગી હતી.
તે દુખથી તડપી રહ્યો હતો.
અર્જુન તરત તેની પાસે દોડ્યો.
“કરણ!”
કરણ ભારે શ્વાસ લઈ રહ્યો હતો.
“સર…”
“મને… કંઈ નથી…”
પરંતુ તેના ખભામાંથી લોહી વહેવું શરૂ થઈ ગયું હતું.
રૂમમાં અચાનક ગભરાટ ફેલાઈ ગયો.
ગાર્ડ્સ પણ સમજી શકતા નહોતા કે ગોળી ક્યાંથી ચાલી હતી.
બધાના ચહેરા પર ડર અને ગૂંચવણ સ્પષ્ટ દેખાતી હતી.
થોડી ક્ષણ માટે કોઈને સમજાયું નહીં કે આગળ શું કરવું.
આદિત્ય હજુ પણ ગન પકડીને ઉભો હતો.
પરંતુ તેની આંખોમાં અચાનક ગૂંચવણ દેખાતી હતી.
અર્જુન ગુસ્સાથી બોલ્યો:
“આદિત્ય! તું પાગલ થઈ ગયો છે?”
આદિત્ય ચોંકીને બોલ્યો:
“મેં ગોળી નથી મારી.”
રૂમમાં શાંતિ છવાઈ ગઈ.
અર્જુન પૂછે છે:
“તો પછી ગોળી કોણે મારી?”
તે જ સમયે…
વિક્રમ ત્યાંથી ભાગવાની કોશિશ કરે છે.
તે દરવાજા તરફ દોડવા લાગ્યો.
અર્જુન ચીસ પાડે છે:
“પકડો… તેને ભાગવા ન દો!”
આદિત્ય વગર વિચારે વિક્રમ શાહ પર ગોળીઓ ચલાવે છે અને કરણ પણ જખ્મી હોવા છતાં વિક્રમ શાહ પર ગોળી ચલાવે છે.
થોડી જ ક્ષણોમાં વિક્રમ જમીન પર ઢળી પડે છે.
તે હવે જીવતો નહોતો.
તેના હાથમાંથી ગ્લાસ સરકી ગયો અને જમીન પર તૂટી ગયો.
રૂમમાં ફરી એકવાર શાંતિ છવાઈ ગઈ.
આદિત્ય, જે પોતે પણ જખ્મી હતો, અચાનક બારી તરફ દોડ્યો.
એક જ ક્ષણમાં તેણે બારીમાંથી કૂદકો મારી દીધો.
અર્જુન તરત તેની પાછળ દોડ્યો અને બંદૂક તેની તરફ તાકી.
પણ એ જ સમયે કરણે અર્જુનનો પગ પકડી લીધો.
અર્જુન જમીન પર પડી ગયો.
તેને કશું જ સમજાતું નહોતું.
“કરણ… તું શું કરી રહ્યો છે?”
કરણના ચહેરા પર પીડા હતી.
પરંતુ તેની આંખોમાં કોઈ બીજું જ રહસ્ય છુપાયેલું હતું.
તે જાણે કંઈક કહેવા માગતો હતો, પરંતુ તેની તાકાત ધીમે ધીમે ખૂટી રહી હતી.
અર્જુન તેની પાસે બેઠો.
“એમ્બ્યુલન્સ બોલાવો!”
એક ગાર્ડ તરત બહાર દોડી ગયો.
થોડી પળો પછી કરણ ધીમે બોલ્યો:
“સર…”
અર્જુન બોલ્યો:
“હા કરણ.”
કરણ ધીમે બોલ્યો:
“મને લાગે છે… તમને સત્ય જાણવાનો હક છે.”
“આ બધું… તમે જે વિચારો છો તેનાથી ઘણું મોટું છે.”
અર્જુન પૂછે છે:
“તને શું કહેવું છે?”
કરણ બોલ્યો:
“તમારા…”
એમ બોલતા જ તે બેભાન થઈ ગયો.
આ શબ્દો સાંભળીને રૂમમાં ફરી શાંતિ છવાઈ ગઈ.
માયરા, જે થોડા સમય પહેલા ત્યાં આવી હતી, પૂછે છે:
“શું થયું?”
અર્જુન પાસે કોઈ જવાબ નહોતો.
તે માત્ર કરણને જોઈ રહ્યો હતો.
તેના મનમાં એક જ પ્રશ્ન ફરી રહ્યો હતો.
કરણ શું કહેવા માંગતો હતો?
અને તેણે આદિત્યને ભાગવામાં મદદ શા માટે કરી?
બંગલાની બહાર પોલીસની ગાડીઓ અને એમ્બ્યુલન્સના સાયરન ગુંજી રહ્યા હતા.
વિક્રમ શાહ મરી ગયો હતો.
આદિત્ય ભાગી ગયો હતો.
અને હવે…
એક નવું રહસ્ય જન્મી ચૂક્યું હતું.
આ રમત હજુ પૂરી થઈ નહોતી.
રૂમમાં માત્ર કરણના ભારે શ્વાસનો અવાજ સંભળાઈ રહ્યો હતો. અર્જુનના હાથ પર કરણનું લોહી લાગી ગયું હતું. બધું એટલું ઝડપથી બન્યું હતું કે કોઈ સમજી શકતું નહોતું કે સાચો હુમલાખોર કોણ હતો. આદિત્યની આંખોમાં ગુસ્સો, પીડા અને વર્ષોની વેદના છલકાઈ રહી હતી. સ્ટડી રૂમમાં પડેલા તૂટેલા કાચ અને ફેલાયેલી વિસ્કીની ગંધ વચ્ચે એવું લાગી રહ્યું હતું કે પંદર વર્ષ જૂનું રહસ્ય આખરે પોતાના અંતિમ પડાવ પર પહોંચી ગયું છે.
કારણ કે સત્યનો છેલ્લો પડદો હજુ ઉઠવાનો બાકી હતો.