shadow in Gujarati Crime Stories by Kuraso books and stories PDF | છાંયો - 12 - સૌથી મોટો ટ્વિસ્ટ

The Author
Featured Books
Categories
Share

છાંયો - 12 - સૌથી મોટો ટ્વિસ્ટ

સવાર થઈ ગઈ હતી.

અમદાવાદ શહેરમાં ધીમે ધીમે ફરી સામાન્ય જીવન શરૂ થઈ રહ્યું હતું.

પરંતુ ક્રાઈમ બ્રાન્ચ ઓફિસમાં વાતાવરણ ખૂબ જ તણાવભર્યું હતું.

અર્જુન પોતાના ટેબલ સામે ઊભો હતો.

તેના હાથમાં ફોન હતો.

 


તે જ સમયે માયરા ઓફિસમાં આવી.

તેના હાથમાં એક નવી માહિતી હતી.

“અર્જુન… મને કંઈક મળ્યું છે.”

અર્જુન તેની તરફ વળ્યો.

“શું?”

માયરાએ ટેબલ પર એક જૂનો રિપોર્ટ મૂકી દીધો.

“પંદર વર્ષ પહેલા થયેલા અકસ્માતની એક ગુપ્ત ફાઇલ.”

અર્જુન ચોંકી ગયો.

“ગુપ્ત?”

માયરાએ ધીમે કહ્યું:

“હા.”

“આ ફાઇલ પોલીસ રેકોર્ડમાંથી કાઢી નાખવામાં આવી હતી.”

અર્જુન તરત ફાઇલ ખોલે છે.

અંદર કેટલીક તસ્વીરો હતી.

અને એક મહત્વની માહિતી.

અર્જુન ધીમે વાંચે છે.

પછી તેની આંખો પહોળી થઈ જાય છે.

“આ તો…”

માયરા પૂછે છે:

“શું લખ્યું છે?”

અર્જુન ધીમે બોલ્યો:

“મારા ફાધર હતા આ કેસ માં ”

માયરા : હા , આ વાત કદાચ આદિત્ય ને પણ ખબર નહિ હોય નહીંતર તારા ફાધર નો પણ એ જ હાલ હોત જે બાકીઓનો થયો છે 

 

 

અર્જુન ફાઇલમાંથી એક જૂનો ફોટો બહાર કાઢે છે.

cctv કેમરા માં એક સાથે થોડા અંતરે અંતરે  ત્રણ કારો હતી એક કાર રાકેશ મહેતા ની બીજી કાર વિક્રમ શાહ ની અને ત્રીજી કાર પોલિશ ની જેમાં અર્જુન ના ફાધર હતા અને ક્રોસ માં એક હોન્ડા હતું જેના પર સવાર હતો કરણ 

તે જ સમયે હોસ્પિટલમાં…

કરણ બેડ પર પડેલો હતો.

તેના ખભામાં પટ્ટી બંધાયેલ હતી.

અર્જુન : કરણ આ બધું જાણે છે ? તો આદિત્ય ને શા માટે ગોળી મારી ? ને વળી મારા ફાધર ?? કરણ પાસે ચાલો તેજ સવાલો ના જવાબ આપશે 

 

મારિયા અર્જુન હોસ્પિટલ પહોંચે છે 

“કેવું છે?”

કરણ હળવું સ્મિત કરે છે.

“હવે સારું છે સર.”

અર્જુન થોડા પળો માટે તેને જોઈ રહ્યો.

પછી ધીમે બોલ્યો:

“કરણ…”

“મારે તને એક પ્રશ્ન પૂછવો છે.”

કરણ બોલ્યો:

“હા સર.”

અર્જુને ખિસ્સામાંથી તે જૂનો ફોટો બહાર કાઢ્યો.

“આ માણસને ઓળખે છે?”

કરણ ફોટાને થોડા સેકન્ડ સુધી જોઈ રહ્યો.

અને પછી…

તેના ચહેરા પર એક અજીબ સ્મિત આવ્યું.

અર્જુનને તરત કંઈક ખોટું લાગ્યું.

“કરણ?”

કરણ ધીમે બોલ્યો:

“સર…”

“ક્યારેક સત્ય એટલું નજીક હોય છે કે આપણે તેને જોઈ નથી શકતા.”

અર્જુનની આંખો પહોળી થઈ ગઈ.

“તું શું કહેવા માંગે છે?”

કરણ ધીમે બેડ પરથી બેઠો.

તેના ચહેરા પર હવે શાંતિ હતી.

પરંતુ તેની આંખોમાં કંઈક અંધારું હતું.

“પંદર વર્ષ પહેલા…”

“હું પણ ત્યાં હતો.”

રૂમમાં એક ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ.

અર્જુન ચોંકી ગયો.

“શું?”

કરણ ધીમે બોલ્યો:

“હા.”

“તે રાત્રે કાર અકસ્માત થયો ત્યારે…”

“હું પણ ત્યાં હતો.”

અર્જુન હવે બધું જોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

“એટલે કે…”

કરણ ધીમે હસ્યો.

“હા સર.”

“તે ફોટામાં દેખાતો બાઇક ચાલાક હું જ છું ”

“હું જ છું.”

અર્જુનની આંખોમાં વિશ્વાસ નહોતો.

“પણ… તું તો…”

કરણ બોલ્યો:

“મને ખબર છે તમારા મન માં ઘણા પ્રશ્નો છે ??”

હવે આખું રહસ્ય ધીમે ધીમે બહાર આવતું હતું.

કરણ ધીમે બોલ્યો:

“જ્યારે અકસ્માત થયો…હું માંડી ને વાત કરું ”

એ રાત્રે મારો ભાઈ જય મારી પાસેથી કોટ લેવા આવ્યો કેમકે તેને પાર્ટી મા જવાનું હતું , હા તે કારમા( રાકેશ ની કારમાં ) એ બને મિત્રો હતા રાકેશ તેના બધા ફ્રેન્ડ ને લય ગાડી માં વેઇટ કરતો અને હોર્ન વગાડતો હતો મારો ભાઈ કોટ મૂકી સીધો નીચે દોડી ગાડી માં બેસી ગયો હું તેને કોટ દેવા તેની પાછળ દોડ્યો કાર આગળ વધી ગય એટલે હું મારુ હોન્ડા લઇ તેની પાછળ ગયો હું  હજી  વળાંક  વળ્યો ત્યાંજ  કાર  આકષમત થયો. હું ઝડપથી સ્ટેન્ડ લાગવા ગયો  ત્યાંજ  રાકેશ એના ફ્રેન્ડ અને મારો ભાઈ કારમાંથી બહાર આવ્યા અને રાકેશ ડંડો  કાઠી લોહિયાળ છોકરા પર હુમલો કરે છે  એટલામાં મારી આગળ ની પોલિશ કાર  ત્યાં પહુંચી ફટાફટ રાકેશ મારા ભાઈ ને બધા ને કારમા બેસાડી ત્યાંથી જવા દે છે મને કશું સમજાતું ના  હતું એટલામાં બીજી કારમાંથી  એક હાથ બહાર કાઠી એક માણસ  એ પોલીસ ઓફિસર  ને  પૈસા  થી  ભરેલું  બેગ  આપી ત્યાંથી ચાલ્યો  જાય છે  તે માણસ હતો વિક્રમ શાહ  અને પેલો પોલીસ ઓફિસર  હતો તમારા  ફાધર કિરીટભાઈ , એ બધી મને પછી તપાશ કરતા  ખબર પડી પણ એ કાળી  રાત્રે  હું જ એકલો હતો જેણે બધું જોયું. પણ એ માત્ર વહેમ હતો પોલિશ ની ગાડી જેવી નીકળી કે તરત ત્યાં જોસેફ આવ્યો અને હું પણ પહોંચ્યો તેના આંખોમાં પાણી હતું મેં પૂછ્યું શું તમારો કોઈ ઓળખીતો છે આ માણસ  તેને કહ્યું જો હું લાલચ માં ના આવ્યો હોત તો આ પરિવાર જીવતો હોત 
મેં કહ્યું તમે કોણ છો અને આ બનાવ વિષે શું જાણો છો, જોસેફે કહ્યું હું સંજય મલ્હોત્રા  નો નોકર છું અને રાકેશ મહેતા તેમના સાહેબ ના નાજાયદ સન  અને  વિક્રમ શાહ  બંનેના પ્લાન  જાણી ગયો હતો આ હત્યા થવાની છે પેલેથી એનો ખ્યાલ હતો  એટલે મારા મિત્ર પોલિશ ઓફિસર કિરીટ  ને જાણ કરી તેને મને લાલચ આપી અને જાણતા અજાણતા  હું પણ આ માં સામીલ થઈ ગયો છું હવે આ છોકરા ને બચાવી તેને મોટો કરવો જ મારા પાપ નું  પ્રાશ્ચિત છે  અમે બને આદિત્ય ને હોસ્પિટલ લય ગયા 

હું ત્યાંથી ઘેર પહોંચ્યો રાકેશ ગાડી ની પાછળ બધા ને ભેગા કરી છાનો માનો આ બનાવ વિષે કોઈ ને ખબર ના પડે તે માટે પૈસા આપી રહ્યો હતો 
હું બધું  જોઈ રહ્યો હતો મને વિશ્વાશ જ ના હતો કે મારો ભાઈ પણ પૈસા લય crime કરેલા માણશ નો સાથ આપશે આ બધી વાત હું બહાર પાડવા માંગતો હતો થોડા ઘણા પ્રૂફ પણ મારી પાસે હતા મેં મારો પ્રોફાઈલ ગુપ્ત રાખી તે સમય ના પ્રસિદ્ધ crime રિપોર્ટર જતીન સર ને આ ફાયલ આપી તેણે મને  દિલાસો આપ્યો હું સત્ય બહાર પાડીશ પણ મને એના પર શક ગયો હું ધીમે ધીમે તેનો પીછો કરતો હતો એટલામાં તેણે એક ઇન્સ્પેક્ટર ને ફોન કરી ને કીધું કિરીટ તને એક ગુપ્ત ફાયલ આપવાની છે કેમ કે મારા સન ને હું આ કેશ મા નહિ લાવું એટલે મને સમજાયું રાકેશ ની ગાડી મા બેઢેલા તેમના મિત્રો બધા ખાશ હતા કેમ કે તેમાંથી એક રિપોર્ટર નો છોકરો મારો ભાઈ એક વકીલ નો છોકરો અને એક મંત્રી નો છોકરો કેમ કે આટલા બધા મોટા માણસો ના છોકરા જો કોઈ અકસિડેન્ટ કરે તો તેના ફાધર તેને ગમે તેમ બચાવે મને રાકેશ મહેતા અને વિક્રમ શાહ ના પ્લાન નો ખ્યાલ પડી ગયો મને ખબર પડી ગઈ મારા લીધે હવે જોસેફ અને આદિત્ય પણ ખતરામાં છે મેં ફટાફટ ફોન કરી તે બંનેને અંડર ગ્રાઉન્ડ કરી નાખ્યા