પરીના નાજુક નમણાં હાથમાં સમીરનો હાથ...પરીની સ્વપ્નીલ થોડી થોડી ભૂરી ભૂરી આંખોમાં ખોવાયેલો સમીરનો પ્રેમ...અને ઉત્કૃષ્ટ ઈચ્છાએ પહોંચેલી બંનેની સંમતિ...આ ત્રણેય વસ્તુઓનો જ્યારે સંગમ થયો ત્યારે...આ બધું જોઈને છુટકીનું હ્રદય એક થડકારો ચૂકી ગયું હતું.... તે પૂતળું બનીને સ્થિર થઈને ત્યાં જ ઉભી રહી ગઈ હતી...ન તો તેનું હ્રદય ચાલતું હતું ન તેનું મન..."આજ કાલ તું ક્યાં ખોવાયેલી રહે છે.. શું થયું છે તને..આમ વિચારોમાં અને વિચારોમાં જ ખોવાયેલી રહે છે..?? કોઈ દુઃખમાં કે કોઈ ચિંતામાં છે કે પછી ઘરે કંઈ પ્રોબ્લેમ છે કે પછી શું છે.. તને થયું છે શું.. તું શેની ચિંતા કર્યા કરે છે..?? ચિંતા એ જીવતા માણસની કબર સમાન છે એ તને ખબર છે..??અને તું મને કંઈક કહેશે તો મને ખબર પડશે..આ રીતે હું તને દુઃખી નથી જોઈ શકતો માય ડિયર..??"કવિશાને દુઃખી જોઈને દેવાંશ પણ દુઃખી થઈ રહ્યો હતો.."કંઈ નહીં ઈટ્સ માય પર્સનલ મેટર.." કવિશાએ મોં ફૂલાવીને કહ્યું."પર્સનલ વોટ પર્સનલ..?? એટલે તું મને તારો પોતાનો નથી માનતી એમ જ ને..?""અત્યારે તું જા અહીંથી મને એકલી છોડી દે.." "મારાથી કંઈ ભૂલ થઈ છે તો તું મને લાફો પણ મારી શકે છે.. પણ હું તને આ રીતે ગૂમસૂમ ચૂપચાપ નહીં જોઈ શકું.. અને તને આ પરિસ્થિતિમાં એકલી છોડીને પણ નહીં જઈ શકું..""કહ્યું ને એક વાર ઈટ્સ માય પર્સનલ મેટર..""મને તકલીફ હતી.. હું અવળે રસ્તે ચાલ્યો ગયો હતો ત્યારે તું જ મને.. તે જ મને સાચો રસ્તો બતાવ્યો તું જ મને એ રસ્તા ઉપરથી પાછો લાવી.. તારી મહેનત અને તારી જીદના કારણે જ હું પાછો આવી શક્યો..એ વખતે પણ મેં તારી સાથે આવું જ કંઈક કર્યું હતું અને ત્યારે તે જો મને એ રસ્તા ઉપર છોડી દીધો હોત તો આજે હું આ રીતે તારી સામે ન ઉભો હોત.. કોઈ હોસ્પિટલમાં દાખલ હોત અને છેલ્લા શ્વાસ લઈ રહ્યો હોત... માટે ચાહે તું મને કહે કે ના કહે હું તને આ રીતે તારા હાલ ઉપર છોડવાનો નથી..""શટ અપ યાર..ઈટ્સ માય ડ્યુટી.. તારી પડખે ઉભા રહીને તને ખરાબ રસ્તે જતાં અટકાવીને મેં ફક્ત મારી ફરજ બજાવી છે.. પણ મારો પ્રોબ્લેમ કંઈક અલગ છે..""તારો જે પણ પ્રોબ્લેમ છે એમાં હું તારી સાથે છું.. તારી ચિંતા તું મને સોંપી દે અને તું નિશ્ચિંત થઈ જા માય ડિયર.."દેવાંશ પોતાના બંને હાથ વડે કવિશાને પંપાળી રહ્યો હતો અને સમજાવી રહ્યો હતો.બંને વચ્ચે થોડી દર્દભરી મીઠી નોંકજોંક ચાલી રહી હતી એટલામાં ત્યાં ઋષિલ મલ્હોત્રા અને પ્રાપ્તિ બંને આવી પહોંચ્યા..."અરે કવિશા તું અહીંયા બેઠી છે હું અને ઋષિલ તને ક્યારના શોધી રહ્યા છીએ.. આજે આપણાં ડ્રામાનું અને ડાન્સનું ફાઈનલ ટ્રાયલ પર્ફોર્મન્સ છે ચાલ જલ્દીથી હોલમાં ક્રીષ્ના સર આવી ગયા છે અને આપણને બધાને બોલાવે છે..""હું નથી આવવાની..""એય, તું પાગલ તો નથી થઈ ગઈ ને..? આજે પ્રેક્ટિસનો લાસ્ટ ડે છે અને આવતીકાલે સ્ટેજ પર્ફોર્મન્સ છે અને તું આમ ના પાડે તો થોડું ચાલે.. અને તને થયું છે શું આમ નારાજ નારાજ લાગે છે આ દેવાંશે કંઈ કહ્યું..?""અરે ભાઈ મેં કંઈ નથી કહ્યું.. હું પણ ક્યારનો એને એ જ તો પૂછું છું કે તને થયું છે શું..? તું કેમ આમ દુઃખી દુઃખી દેખાય છે..?""કવિ, ઘરે કંઈ પ્રોબ્લેમ થયો છે..?""ના ભાઈ ના કંઈ નથી થયું..આઈ એમ ઓકે બસ હવે મને એકલી છોડી દેશો પ્લીઝ.. 🙏" અને તેણે પોતાના બંને હાથ જોડીને માથે અડાડ્યા અને તે બોલી.."તો તું ડાન્સ પ્રેક્ટિસ માટે નહીં આવે એમ જ ને..?" ક્યારનો ચૂપ ઉભેલો ઋષિલ થોડો અકળાઈને બોલી ઉઠ્યો.."ના નહીં આવું..""તો હું તને ઉંચકીને લઈ જઈશ.." સાડા પાંચ ફૂટની હાઈટ ધરાવતો ઘઉંવર્ણ, પહોળા ખભા ધરાવતો સૂડોળ નાક અને ગોળ મોં ધરાવતો, જેના બાયસેપ્સ ભરાવદાર હતા જે તેની હાફસ્લીવ્સ ટી શર્ટ માંથી બહાર ડોકાઈ રહ્યા હતા, જેના કાંડા મજબૂત હતા અને પગમાં પહેરેલા સ્કેચર્સના શૂઝ તેમજ બ્લેક ટી શર્ટ અને બ્લૂડેનિમમાં તે હેન્ડસમ ખૂબજ આકર્ષક દેખાઈ રહ્યો હતો જે પહેલી જ નજરમાં કોઈને પણ ગમી જાય તેવો હતો તે ક્યારનો પોતાનું મોં બંધ રાખીને આ ત્રણેયની ડાયલોગબાજી સાંભળી રહ્યો હતો હવે તેનાથી રહેવાય તેમ નહોતું...તે બોલતો ગયો અને એક હાથે તેણે કવિશાને બરડામાંથી ઉંચકી લીધી અને બીજો હાથ તેના જાંઘ નીચે ભરાવીને તેને ઉંચકી લીધી...કવિશા પોતાના બંને પગ જોરથી હલાવવા લાગી અને બૂમો પાડવા લાગી કે, "પ્લીઝ ઋષિ મને નીચે ઉતાર તું આ શું કરે છે કોઈ જોશે તો.. કેવું ખરાબ લાગશે..!""પહેલા તું એમ કહી દે કે તું પ્રેક્ટિસ માટે આવે છે કે નહીં..?" કવિશાનો કોમળ સ્પર્શ અને વિનંતીભર્યો મીઠો અવાજ ઋષિલને તો તેને ઉંચકી રાખવાની મજા પડી ગઈ હતી.."પહેલા તું મને નીચે તો ઉતાર.. તું નીચે ઉતારીશ તો હું આવીશ ને..!"અને ઋષિલે જોરથી કવિશાને નીચે જમીન ઉપર ઉભી કરી દીધી અને મનમાં ને મનમાં બબડ્યો, "લાતો કે ભૂત બાતો સે નહીં માનતે..""શું.. શું બોલ્યો તું..?" કવિશા પ્રશ્નાર્થ નજરે તેની સામે જોવા લાગી."કંઈ નહીં.. કંઈ નહીં..ચાલ હવે સીધી રીતે મોડું થાય છે એક તો વળી ક્યારની કોઈનું સાંભળતી નથી ને.. જાણે આખી કોલેજમાં પોતે એકલી જ હોંશિયાર છે..""શી ખબર શું બબડ્યા કરે છે આ એકલો એકલો.." કવિશા મનમાં વિચારી રહી હતી અને ચીલ ઝડપે ઋષિલની પાછળ ભાગી રહી હતી..દેવાંશ અને પ્રાપ્તિ મનોમન ઋષિલ ઉપર ખૂબજ ખુશ થઈ રહ્યા હતા...ચારેય સાથે પરફોર્મન્સ હોલમાં પ્રવેશ્યા....થોડા મોડા આવવા બદલ મિ. ક્રીષ્ના શ્રીવાસ્તવનો તેમને થોડો ઠપકો પણ સાંભળવો પડયો જેને માટે ત્રણેય જણાં કવિશાને જવાબદાર ગણીને થોડી તીખી નજરે કવિશાની સામે જોઈ રહ્યા હતા... અને કવિશા મોં મચકોડીને કાતિલ નજરે ઋષિલ સામે જોઈ રહી હતી.હવે ફાઈનલ રિહર્સલ ચાલુ થઈ ગયું હતું...***************"બધું જ સરસ થઈ જશે..બાય ધ વે મારે તારો હાથ પણ એમની પાસેથી માંગવાનો છે..""હં, આવી ગયો પાછો ગોળ ગોળ ફરીને એ જ વાત ઉપર...""સારું ચાલ હવે આપણે મળવું છે ક્યારે તે નક્કી કર હવે..""ઓકે, મારું સિડ્યુલ જોઈને હું આવતીકાલે તને ફોન કરું..""ઓકે માય ડિયર..બાય બેટા..""બાય, આવતીકાલે હું તારા ફોનની રાહ જોઈશ..""ઓકે."અને બંનેએ એકબીજાને આઈ લવ યુ કહીને ફોન મૂક્યો...આજે પરી ખૂબજ ખુશખુશાલ હતી...લાઈટ ઓરેન્જ કલરનું શોર્ટ ટોપ અને બ્લેક કલરનું બોટમ પહેરીને તે આકર્ષક લાગી રહી હતી.. આજે તેના ચહેરા ઉપર એક અનોખું સૂકુન અને ચમકીલું તેજ હતું... દુનિયાનું તમામ સુખ જાણે તેના કદમ ચૂમી રહ્યું હતું.. તેનું એ જ નિખાલસ હાસ્ય.. એ જ ભોળપણભરી અદા અને એ જ આત્મવિશ્વાસ સાથે ભરાતું એક એક ડગ...ડોક્ટર નિકેત તેની આ અદા ઉપર આફરીન થઈ જતા હતા પરંતુ પોતાના દિલની વાત પરી આગળ મૂકવી કઈ રીતે બસ તે જ અવઢવમાં હતા...પરી પોતાની મોમની રૂમમાંથી બહાર નીકળી અને ડોક્ટર નિકેતની કેબિનમાં પ્રવેશી..."આવો મેડમ, બેસો...""સર તમારે મને પરી જ કહેવાનું છે.. આફ્ટર ઓલ તમે મારા ગુરુ છો.. તમે મને ટ્રેઈનીંગ આપી છે.""હા એ વાત તો સાચી, પણ ક્યારેક કોઈ એક વ્યક્તિ ઉંમરમાં કે હોદ્દામાં આપણાંથી નાની હોવા છતાં આપણાં જીવનમાં તેનું ખૂબ જ મહત્વ હોય છે.""હા સર, એ વાત પણ સાચી છે આપની.""આજે મારે તમને મારા દિલની એક વાત કરવાની છે.""હા બોલો ને સર..!"અને પરીએ પ્રશ્નાર્થ નજરે ડોક્ટર નિકેતની સામે જોયું... તેના ચહેરા ઉપર સ્મિત છવાયેલું હતું.. અને બંને ગાલ ઉપર લાલાશ પથરાયેલી હતી અને દિલમાં ડોક્ટર નિકેત માટે અહોભાવ હતો...વધુ આગળના ભાગમાં....~ જસ્મીના શાહ 'સુમન' દહેગામ 13/7/26